બહારવટિયાની ખોજ
બહારવટિયાની ખોજ
એક રાત્રિના અંધકારમાં બરાબર ૮ વાગ્યા હતા. અને ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદી એ વખતે મંજાર નામના ગામમાં આવ્યા હતા. તે વખતે એ ગામમાં સાપો જાગીર નામના બહારવટિયાનો બહુ જ ત્રાસ હતો. સાપો જાગીર એ એટલો બધો ખૂંખાર બહારવટિયો હતો કે તેની ધાક આસપાસના પંદરથી વીસ ગામોમાં સંભાળતી હતી. તે બહારવટિયાની શોધ માટે પોલીસ પણ નિષ્ફળ હતી. એ બહારવટિયો ખુબજ હોશિયારને સાહસી હતો તેની શોધ અને ધરપકડ પોલીસ માટે પણ એક મોટી સમસ્યા હતી.
એટલા માટે એ બહારવટિયાની શોધ માટે મનોત્રા નામના ગામમાંથી ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદી એ વખતે મંજારનામના ગામમાં આવ્યા હતા. મંજાર ગામ એ વખતે મનોત્રા ગામથી લગભગ દસ કિમી દૂર આવેલું છેવાડાનું ગામ હતું. એ વખતે મંજાર ગામના સરપંચ તરીકે ઇશ્વર લોખંડવાલાની નિમણુક હતી. એટલા માટે ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદી એ તેમના ઘરે જ રાત્રિ રોકાણનું નક્કી કર્યું હતું.
એ વખતે દરરોજની જેમ સાપો જાગીર આ ગામમાં લૂંટવાના ઇરાદાથી આવ્યો હતો. એ વખતે ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદી એ વખતે તેને પકડવા માટે ગામના થોડા એવા બહાદુર માણસોને લઈને ગામમાં ઘેરો નાખીને બેઠા હતા. પણ સાપો જાગીર પણ ખુબજ હોશિયાર અને સાહસી બહારવટિયો હતો. ગામમાં પોલીસ આવી હોવા છતાં તેણે હિંમતના હારી અને ચુડા સોનીની દુકાન લૂંટીને ભાગી ગયો.
ગામના લોકો અને ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખુબજ ગુસ્સે થયા હતા અને મનોમન જ નક્કી કરી નાખ્યું કે સાપો જાગીર નામના બહારવટિયાને જ્યાં સુધી નહિ પકડે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે. એ વખતે સપા જાગીરની ગેંગમાં ખૂંખાર બહારવટિયો મનું મોસાના અને ગીગો સુરા પણ જોડાયેલા હતા અને તેમની પંદર થી વીસ માણસોની ગેંગ હતી. એ વખતે
મંજાર ગામના સરપંચ ઇશ્વર લોખંડવાલા પણ ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના હવાલદાર મનોહર ત્રિવેદીની સાથે હતા. અને બીજા પોલીસ અધિકારી ટીમ પણ મનોત્રા ગામથી બોલવામાં આવી હતી. અને બધાજ સાપા જાગીરને પકડવા માટે રાત દિવસ મહેનત કરતા હતા.
એ વખતે બીજા ગણા બધા ગામોમાં સાપો જાગીર અને તેમની ગેંગની લૂંટ અને લોકોને મારીને લૂંટ ચલાવવાની વાતો સંભળાતી હતી. એ વખતે સાપો જાગીરની ધાક એટલી બધી હતી કે લોકો પોલીસને કહેતા પણ ડરતા હતા. તેથી કોઈ પોલીસને વાત કહેતું નહિ. એટલા માટે આજુબાજુના બધાજ ગામોના સરપંચ અને ગામમાં કેટલાક યુવાનો અને પોલીસની મદદથી તે બહારવટિયાને પકડવાની શોધ શરૂ થઈ હતી. એ વખતે સાપો જાગીર પણ સમજી ગયા હતા કે તેમને પકડવા બધાજ ગામો એક થયા છે.
હવે તેઓને લાગ્યું કે હાલની પરિસ્થિતિ બરાબર નથી તેથી તેઓ એ નક્કી કર્યું કે થોડા સમય માટે તેઓ પોતાની ગેંગથી અલગ થઇને રહેવાનું પસંદ કરશે એટલા માટે તેઓ પોતાની ગેંગ અલગ થઇને રહેવા માંડ્યા. અને હોળીના સુકન લઈને ફરીથી બધા ભેગા થશે અને ફરીથી બધા ગામોમાંમાં લૂંટ અને ધાક જમાવશે. તેવુ સાપો જાગીર એ પોતાના ભેરુઓને કહ્યું.
આથી બધા થોડા સમય માટે બધા દૂર થઇને રહેવાનું ચાલુ કર્યુ. અને હોળીનો તહેવાર આવતા બધા ફરીથી ભેગા થયાં અને સુકન લેવા માટે બધાએ મોરવડી ગામમાં જવા નીકળ્યા. એ વખતે મોરવડી ગામ મંજાર ગામથી લગભગ પચ્ચીસ કિલોમીટરની દુરી પર આવેલું ગામ છે. અને તે ગામના હોળીના સકન ખુબજ શુભ ગણાતા હતા. લોકો પોતાના ધંધાની શરૂઆત પણ મોરવડી ગામની હોળીના સકન લઈને કરતા હતા. તેથી સાપો જાગીર પણ તે ગામની હોળીનાં સકન લેવા આવી પહોંચ્યો અને તેની સાથે તેમના સાથીદાર પણ હતા. અને બરાબર તે સમયે ઇન્સ્પેક્ટર કેદાર મોરલી અને તેમના સાથીદાર પોલીસ ઇન્સ્પેક્ટર રણજીત લાઠીવાળા પણ આવી પહોંચ્યા હતા.
તેજ સમયે આ બને ઇન્સ્પેક્ટરની નજર આ ખૂંખાર બહારવટિયા અને તેમની ગેંગ પર પડી હતી અને ત્યાંજ આ ખૂંખાર બહારવટિયાને પકડવા માટે પોલીસ અને બહારવટિયા વચ્ચે ધિંગાણું પણ થયું હતો અને વાત ફાયરિંગ સુધી પણ આવી ગઈ હતી. ગામના લોકો આ જોઈને નાસભાગ કરવા લાગ્યા અને બધા છુંપાઈ ગયા. આ નાસભાગમાં કેટલાક ગામના લોકો પણ માર્યા જવાના સમાચાર હતા. અને બહારવટિયા અને પોલીસ વચ્ચે ખુબજ ભયાનક ફાયરિંગ થયું હતો. અને આખા ગામમાં આ ફાયરિંગથી ડરનો માહોલ હતો. અને તે સુકન લેવા માટે બહારવટિયા ખુબજ હિંમતથી લડી રહ્યા હતા.
આ ફાયરિંગની ઘટનામાં બહારવટિયા જ્યારે સુકન લઈને ભાગવા જાય છે ત્યારે પોલીસની ગોળીઓ ૫ થી ૬ બહારવટિયાને વાગે છે અને તેઓ મૃત્યુ પામે છે અને એક ગોળી સાપો જાગીરને પણ વાગે છે અને તે પણ ખુબજ ઘવાઈ જાય છે અને બહારવટિયા તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં ઇન્સ્પેક્ટર કેદાર મોરલીનું મૃત્યુ થાય છે અને રણજીત લાઠીવાળા પણ ખુબજ ઘવાઈ જાય છે. આવી બહારવટિયાની ફાયરિંગ જેવી ઘટનાથી બધીજ જગ્યાએ આ બહારવટિયાને મારવા પોલીસ અને સરપંચના લોકો ખુબજ મહેનત કરે છે. અને એક ગોળી સાપો જાગીરને વાગે તો છે પણ તે બચી જાય છે.
આવામાં કેટલીક જાનોને લૂંટવાની પણ ઘટના સામે આવી હતી. પણ તેઓ એક કામ ખુબજ સારું કરતા હતા આ જાનોનેને લૂંટે, ગામોને લૂંટે પણ કોઈ દિવસ મા કે દીકરી ઉપર ખરાબ નજર નાખતા નહિ અને કોઈ ગરીબ હોય તો તેમને લુંટેલું ધન ગરીબ લોકોને આપી દેતા આનાથી તેમની વાહ વાહ થવા લાગી હતી અને તેમના નામના રાસડા પણ ગવાતા હતા. આ જોઈને પોલીસ અને તેમની ટીમ પણ ખુબજ હેરાન હતી કેટલા લોકો આ બહારવટિયાને પોતાના સારા મિત્ર તરીકે પણ માનતા હતા.
એવામાં મનુજ મોલી નામના બહારવટિયાનું નામ પણ થોડું ઘણું આવતું હતું તેથી તેને સાપો જાગીરનુંનામ વટાવીને ડુંગરપુર નામના ગામમાં લૂંટ ચલાવી અને ત્યાંની સ્ત્રીઓ ઉપર ખરાબ નજર પણનાખી હતી આનાથી ખુબજ મોટા પ્રત્યાઘાતો પડયા હતા અને લોકો સાપો જાગીરના નામથી પણ થુંકતા હતા અને લોકો તેને નફરત કરતા થઈ ગયા હતા અને આ વાત જ્યારે સાપો જાગીરને ખબર પડી તે સમયે બીજી રાત્રે તે ડુંગરપુર ગામમાં આવ્યો આ ડુંગરપુર ગામ મંજાર ગામથી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલું હતું. તે સમયે તેણે ગામમાં ત્રાડ નાખીને કહું કે તમે ડરો નહિ હું સાપો જાગીર બોલું છું અને કાલે કોઈએ મારુંનામ વટાવીને ગામમાં લૂંટ ચલાવી અને ગામની સ્ત્રીઓ પર પણ ખરાબ નજરનાખી છે તેથી તમે બહાર આવોને મને સાચી વાત જણાવો.
એ વખતે ગામના થોડાક લોકો હિમંત પૂર્વક બહાર આવ્યા અને સાપો જાગીરની સામે ઊભા રહ્યા. એ વખતે ગામના લોકોમાં ડર ખુબજ વધુ દેખાતો હતો પણ સાપો જાગીર એ કહું કે તમે ડર અનુભવ કર્યા વગર મને સાચી વાત જણાવો. એટલે ગામના લોકો એ હિમંત કરીને સાચી વાત જણાવી અને ગામના લોકો એ સાપો જાગીરના કાનમાં મનુજ મોલીનુંનામ લીધું. આનામ સાંભળતા જ સાપો જાગીર ગુસ્સે થઇ ગયો હતો અને તેણે ગામ લોકોને કહું કે ફક્ત ૨૪ કલાકમાં જ એ મનુજ મોલીને તમારી સામેના મારું તો મારુંનામ પણ સાપો જાગીર નહિ.
એના પછી બીજા દિવસે તે ડુંગરપુરથી ગોમતી નગરના રસ્તે જતો હતો એ વખતે રાત્રે લગભગ ૯ વાગ્યાનો સમય હતો અને તે રસ્તાની સામે મનુજ મોલી પોતાની ગેંગ સાથે ત્યાં ઊભો હતો અને અને એમ હતો કે આ કોઈનાનો બહારવટિયો હસે લાવ તેને સાપો જાગીરનું નામ લઈને પોતાની ધાક જમાવી લઉં. અને તેને સાપો જાગીરને ઓળખીના શક્યો અને તેને ત્રાડનાખી હોય તેવા અવાજે કહું કે ઊભો રહે તું જે પણ હોય તે હું સાપો જાગીર બોલું છું. અને તું મારા શરણે આવી જા નહીતર વગર મોતે માર્યો જઈશ.
આ સાંભળીને સાપો જાગીરને પણ સમજાઈ ગયું હતું કે આજ એજ મનુજ મોલી છે કે જેણે મારું નામ વટાવીને ડુંગરપુર ગામમાં લૂંટ ચલાવી અને ત્યાંની સ્ત્રીઓ પર ખરાબ નજરનાખી એટલે તેણે કહું કે સાપો જાગીર તો હું છું તું કોણ છે ? આ સાંભળીને મનુજ મોલીના હાજા ગગડી ગયા અને ભાગવા લાગ્યો હતો અને તેની ગેંગના લોકો તો સાપો જાગીરનું નામ સાંભળીને જ ડરના માર્યા ભાગી ગયા પણ સાપો જાગીર પણ જેમ તેમ બહારવટિયો ન હતો અને મનુજ મોલીને તેને પકડી લીધો અને દોરડાથી બાંધીનાખ્યો અને દોરડાનો એક છેડો પોતાના હાથમાં અને બીજો છેડો મનુજ મોલીને બાંધીને પોતાના ઘોડા પર બેસીને ડુંગરપુર ગામમાં આવ્યો અને મનુજ મોલી પણ જમીન સાથે ઘસડાતો અને ચિત્કાર કરતો લોહી લુહાણ હાલતમાં ડુંગરપુર ગામમાં આવ્યો.
એ જ વખતે ગામમાં એને ત્રાડનાખી હોય એવા અવાજે કહું કે આ એજ વ્યક્તિ છેને જેણે તમારા ગામમાં તમારી સ્ત્રીઓ ઉપર ખરાબ નજર નાખી અને ગામમાં લૂંટ ચલાવી. આ એજ મનુજ મોલી છેને જેને પકડવા મે તમને વચન આપ્યું હતું. ગામના લોકો અને સ્ત્રીઓ તરતજ ઓળખી ગયા અને કહું આજ વ્યક્તિ છે જેને ગામમાં લૂંટ ચલાવી અને ગામની સ્ત્રીઓ ઉપર ખરાબ નજરનાખી. આટલું જ સાંભળતાની સાથે સાપો જાગીર એ પોતાની બંદૂકમાંથી ૫થી ૬ ગોળીઓ ચલાવી અને મનુજ મોલીને મારીનાખ્યો.
આ વાત જ્યારે ઇન્સ્પેક્ટર રણજીત લાઠીને ખબર પડી તરત જ તેણે માનપુરથી ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગને તેડાવ્યા અને તેઓ તરત જ ડુંગરપુર આવ્યા અને બધીજ વાત જાણી અને તેણે આ સાપો જાગીરને પકડવા માટે બધીજ ટુકડીઓ લગાવી દીધી. એ વખતે સાપો જાગીર અને તેની ગેંગ બીજા ઘણા બધા ગામડા રંજાડતા હતા અને ગણા બધા લોકોને મારીને લૂંટ ચલાવતા હતા ખેતરમાંથી ઊભો પાક ચોરી લેતા હતા લોકોના ઢોરને પણ ઉપાડી જતા હતા અને ગણી બધી જાનોને પણ લૂંટ ચલાવતા હતા તેમની ગણા મોટા મોટા ઇનામો પણ લાગેલા હતા અને કેટલાય લોકોને મારીનાખ્યા હતા. એવામાં તેમણે કેસર નગરના ઇન્સ્પેક્ટર સોમલને પણ મારીનાખ્યા હતા.
હવે તેમને પકડવા માટે બધાજ ગામોની પોલીસ અને સરપંચ ખુબજ મહેનત કરતા હતા એવામાં ચોમાસાની પણ ઋતુ ચાલુ થઇ હતી અને આ વરસાદ સાપો જાગીર અને તેની ટુકડી માટે ખુબજ આફત જનક હતો એટલા માટે તેમણે પંદ્રાના જંગલોનો સહારો લીધો હતો અને ત્યાજ તેઓ રહેવા લાગ્યા હતા જેથી પોલીસથી બચી શકાય અને તેમની ટુકડીમાં પણ ૧૪થી ૧૬ જેટલા બહારવટિયા હતા અને આટલી ટુકડીને ચલાવવા માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી પડે તેમ હતી. એટલે તે ટુકડીના ૫થી ૬ લોકો બહાર પોલીસથી સંતાઈનેં ભોજનની વ્યવસ્થા કરવા ગયા હતા.
આ ભોજનની વ્યવસ્થા કરવા માટે ગયેલા ૬ લોકોમાંથી ૨ લોકો પોલીસના હાથે પકડાઈ ગયા હતા અને સાપો જાગીરની બધીજ હકીકત પોલીસને કહી દીધી હતી તેથી પોલીસ પણ હવે તેમને પકડવા ખુબજ આતુર હતી એટલે આ બને બહારવટિયાને પકડી લઈને જેલમાં ધકેલી દીધા હતા.અને આની જાણ ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગને કરી હતી આથી આ બધાજ લોકો પોલીસની ટુકડી લઈને પંદ્રાના જંગલો તરફનીકળ્યા અને આખા જંગલને ઘેરી લીધુ હતું અને પછી બહારવટિયાની ખોજ કરવા જંગલમાંનીકળી પડયા હતા. અને સાપો જાગીરને શોધવા ખુબજ ચોકસાઈ અને શાંતિથી કામ લેવાનું ચાલુ કર્યું હતો.
આખા જંગલમા શોધતા શોધતા ૫ દિવસનીકળી ગયા હતા. છતાંપણ બહારવટિયાની કઈ પણ ખોજ ખબર મળી ન હતી. એવું લાગતું હતું કે બહારવટિયા અહીંથી પણ છટકી ગયા હોય તો પણ ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગ હાર માનવામાંગતા ન હતા. તેથી તેમને પણ બહારવટિયાને શોધવાનું બંધ નહોતું કર્યું અને લગાતાર શોધખોળ ચાલુ રાખી પણ આ સાપો જાગીર અને તેમની બહારવટિયાની ટુકડી હોશિયાર હતી એટલે તેમને પહેલા જ ખબર હતી કે એમની ટુકડીના ૨ સાથીદાર પકડાયા છે અને ગમે ત્યારે પોલીસ અહી આવી શકે છે. એટલા માટે તેઓ પણ પોતાનું સ્થાન દર ૨ દિવસે બદલતા હતા. જેથી પોલીસ તેમને પકડીના શકે અને ચોમાસાની ઋતુ હોવાના લીધે વરસાદ પણ ખુબજ વધારે હતો એના લીધે શોધવામાં પણ ખુબજ મુશ્કેલી ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગની ટુકડીને પડતી હતી.
પણ તેઓ હિમંત હાર્યા વગર બહારવટિયાની શોધખોળ ચાલુ રાખી અને તેમને એક દિવસ બહારવટિયાની સાચી જગ્યા મળી ગઈ હતી. તેથી તેઓ શાંતિથી બહારવટિયાને ખબરના પડે તેમ તેઓ એ તેમની જગ્યાની આજુ બાજુથી ઘેરી લીધી હતી અને બહારવટિયાને છટકવા માટે કઇ પણ જગ્યા છોડી ન હતી. તેથી ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગ પણ આ વખતે ખુબજ ચાલાકીથી કામ લેવાનું શરૂ કર્યું અને ઇન્સ્પેક્ટર રણજીત લાઠી એ સાપો જાગીરને પડકાર ફેક્યો કે તમને ૨ ઘડીનો સમય આપી રહ્યો છું તમે કોઈ પણ પ્રકારની ચાલાકી કે હોશિયારી વગર તમે અમારી આગળ આવી જાઓ અને પોતાની જાતને અમારે હવાલે કરી દો.
આ સાંભળીને સાપો જાગીર અને તેમના સાથીદારો ચોંક્યા અને સાપો જાગીર પણ સામે બોલ્યો કે તમે અમને જવાદો નહીતર વગર મોતે માર્યા જાસો. આટલું જ કહેતા બહારવટિયા સાપો જાગીર અને તેમના સાથીદારો સાથે ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગની ટૂકડી પર ગોળીઓ ચલાવી. સામે ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગની ટુકડી એ પણ તેમની પર ગોળીઓ વરસાવી. આ લડાઇમાં સાપો જાગીરના બધાજ સાથીદાર માર્યા જાય છે અને હવે તે એકલો પડે છે છતાં પણ તે ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ અને ઇન્સ્પેક્ટર કુબેરસિંગ પર ગોળીઓ વરસાવી રહ્યો હોય છે. અને તેને એક ગોળી તેના પગમાં અને એક ગોળી તેના હાથમાં વાગે છે અને તે ઘાયલ થઈ જાય છે છતાંપણ બચવાના કે છટકવાનો કોઈ ઉપાય રહેતો નથી.
અને અંતે તે પણ પોલીસની એક ગોરી તેના માથામાં અને એક ગોળી તેના પેટમાં વાગે છે અને તે લથડિયાં ખાઈને ચિત્કાર કરતો મૃત્યુ પામે છે. તેમના સામે પોલીસના ભાગમાં પણ ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ બંનેને ગોળીઓ વાગતા તેઓ પણ મૃત્યુ પામે છે અને આ સાથે જ ખૂંખાર બહારવટિયા તરીકે ઓળખાતો જેનાનામથી બધાજ ગામોમાં ડર હતો તેવો બહારવટિયો સાપો જાગીર અને તેની ટુકડી મૃત્યુને ભેટે છે અને ખુબજ ઈમાનદાર અને સાહસી વ્યક્તિ તરીકે ઓળખાતા ઇન્સ્પેક્ટર રણજીત લાઠી અને ફોજદાર માનસિંગ પણ આ ઘટનામાં મૃત્યુ પામે છે.
