STORYMIRROR

Patel Shubh

Romance Others

2  

Patel Shubh

Romance Others

પ્યાર

પ્યાર

5 mins
89

પ્યાર જીવનનો એવો ભાગ છે જ્યાં જીવનની સાચી દિશા જ બદલાય છે. પ્યાર એક શબ્દ નથી પ્યાર એક અહેસાસ નથી પ્યાર એ છે કે જ્યાં આપણે એક જ વાત આપણાં દિલને કહીએ છીએ કે તું જે પણ છે મને સ્વીકાર છે તું જે પણ સ્થિતિમાં છે હું તારી સાથે છું. તું જ્યાં પણ છે ત્યાં તારા હર શ્વાસ બસ તારા જ નામનો છે. જીવનમાં પ્યાર એ વસ્તુ નથી જે વાપરી શકાય પણ પ્યાર એ છે કે આખા બ્રહ્માંડમાં મારો વિશ્વાસ ફકત તું જ છે તારા વગર મારુ અસ્તિત્વ નથી. પ્યાર એ એક જ તાકાત છે કે જે માણસ ને સૌથી વધુ જીવનમાં સફળ બનાવે છે. તારા અને મારા જીવનનું લક્ષ એક છે પણ પ્યાર બે જીવ એક શરીર જેવો અતૂટ છે. દિલમાં એક જ આશ છે કે લડીશ તો જીવન જીવીશ અને ક્યાંક હાર મળશે તો તારા પ્રેમ નો છાંયડો છે. નથી ફાવતું તારા વગર નથી રહેવાતું તારા વગર એ જ શબ્દો છે જે માણસ ને એક બીજાના બનાવે છે. અને પ્યાર એક તાકાત છે કે જ્યાં માણસ ને વિશ્વ વિજેતા પણ બનાવે છે અને માણસ ને અંદર થી હરાવી પણ નાખે છે. મોટા મોટા કેટલાય રાજાઓ થયી ગયા જે પ્યારમાં ને પ્યારમાં પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી નાખ્યું અને કેટલાય એવા વ્યક્તિ બની ગયા જે પ્યારમાં ને પ્યાર ઈતિહાસ વિજેતા બની ગયા. માણસ જીવનમાં ભરોંસો મૂકે છે અને બીજાને પોતાના ના જીવનમાં સ્થાન આપે છે. એક વસ્તુ સમજીએ તો પ્યાર જીવનમાં લાગણી નો છેડો છે. જીવનમાં સૌથી વધુ જો કોઈ સમસ્યા હોય તો તે પ્યાર ની જ છે અને અત્યાર ની સ્થિતી જોઈએ તો એવું કહેવાય પહેલા કે ભગવાન જોડી બનાવી ને મોકલે પણ હવે તો એ વાત પણ બદલાઈ છે અને એવી વાત બની છે કે જોડી જીવનની જાતે જ પસંદ કરવી પડી રહી છે. પ્યાર એ વસ્તુ છે કે માણસ એક વ્યક્તિ ને પોતાનો જીવનસાથી બનાવે છે અને તેની સાથે જીવનમાં રહે છે અને તે જ એક જ વાત સ્વીકાર કરે છે કે મારે તારા સિવાય દુનિયામાં કોઈ પણ આવે મને સ્વીકાર નથી મારા જીવનમાં અને અંતમાં તારો એક પ્યાર છે અને તારો એક જ આશરો છે. અને દુનિયામાં જો કોઈ માણસ ની કમજોરી અને તાકાત હોય તો તે પ્યાર છે. એક વસ્તુ આમાં જરૂર છે કે જ્યાં પ્યાર છે ત્યાં શંકા નથી અને જ્યાં પ્યાર છે ત્યાં બસ એક બીજામાં સમાઈ ને જીવન જીવવાની બસ આશ છે. અને ભગવાન ને પણ પ્યાર ની તાકાત ખબર જ છે એટલે તો સાત જન્મો નો સંબંધ બનાવે છે. એક વાત જરૂર સમજો કે સાત જન્મોમાં માણસ કેટલા કૂળ બદલે છે કેટલા સમાજ બદલે છે કેટલા ભાઈ બહેન બદલે છે અને કેટલામાં બાપ બદલે છે અને છેલ્લે કેટલા જીવન બદલે છે પણ આ બધા છતાં માણસનો પ્યાર એક જ રહે છે. આત્મા શરીર બદલે છે પણ પ્યાર નથી બદલતો એટલે તો પ્યાર જીવનમાં સૌથી મહત્વનો છે.

પ્યાર કરો ત્યારે ખૂબ કરો અને જીવનમાં પ્યારને પોતાની તાકાત બનાવીને સૌથી સારું જીવન પસાર કરો. પ્યારમાં દુનિયાને સમાવી નાખો ને પ્યાર ને પ્યાર કરો કે હું મારા પ્રેમને પ્રેમ કરું છું.સમય બદલાય જીવન બદલાય અને મુશ્કેલી પણ બદલાય તો પણ એક જ આશ એક જ શ્વાસ જીવીશ તો તારા પ્રેમમાં જ. તમે એક જીવનસાથી માટે કેટલો બધો લાંબો સમય પસાર કરો છો. મૃત્યુ ના પછી નવો જન્મ લેવો અને નવા જન્મોમાં એકલા હાથે શરૂઆતનું જીવન પસાર કરવાનું અને તેના પછી જીવનસાથી ની મુલાકાત થવી અને જીવન જીવવું કેટલો સમય આમાં પસાર કરો છો ત્યાર પછી તમને જીવનસાથી મળે છે. અને નસીબ પણ કેટલી પરીક્ષા લે છે પોતાના જીવનસાથી ને મેળવવા. કેટલીકવાર પ્રશ્નો પણ ઘણાં એવા જોરદાર થાય છે ને કે જીવનસાથી તો સાત જન્મો માટે હોય છે તો માણસ ને વર્ષો સુધી એકલા હાથે કેમ જીવન જીવવું પડે છે અને વર્ષોના લાંબા સમય પછી કેમ મળે છે કેમકે જીવનસાથી વગર તો જીવન શક્ય નથી તો આટલો લાંબો સમય કેમ રાહ જોવાની ? જવાબ પણ ઘણા બધા અલગ અલગ આવે છે પણ સાચો જવાબ તો એજ છે કે જ્યાં સુધી તમે જીવનસાથી ની સાચી પરિસ્થિતિ નહીં સમજી શકો અને જ્યાં સુધી તમેં જીવનસાથી મેળવવા પુરી લાયકાત નહીં ધરાવો ત્યાં સુધી ભગવાન પણ એકલા હાથે જ લડાઈ જીવનની લડાવશે અને કહેશે એક જ વાત હું તારી સાથે છું અને સારું કર્મ કર અને ફળ હું આપીશ. અને પ્રશ્ન એક બીજો પણ ઘણો એવો છે કે ભગવાન જીવનસાથી શોધીને મોકલે તો જીવનમાં લોકો ને જીવનસાથી કેમ નથી મળતા અને બિચારા જીવનમાં એકલા હાથે જ લડાઈ લડશે. તો એનો જવાબ પણ સ્વાભાવિક છે કે જ્યાં સુધી તમારાં લગ્ન એની સાથે નહીં થાય ત્યાં સુધી એના પણ નહીં થાય કેમકે ભગવાને જોડી બનાવીને મોકલી છે તો અન્યાય તો નહીં જ થાય ને તો એમાં નિરાશ થવાની કોઈ વાત નથી. અને એક બીજી વાત પણ છે કે જીવનસાથી મળે તો પણ એવું કેમ બને છે કે તે લાંબા સમય સુધી ટકાવી રાખવા મુશ્કેલ બને અને જુદું પડવું પડે છે તો એ પણ સ્વભાવિક છે પ્યારમાં સંપુર્ણ સમર્પણ કરવું પડે છે અને જીવનસાથીમાં પણ. અને બને છે એવું કે આપણે સંપુર્ણ સમર્પણ નથી કરી શકતા અને આપણે આપણા જોડે જે પણ છે એમાં જ મોટી મોટી વાતો બનાવીએ છીએ અને એના કારણ માણસ દંભ અનુભવે છે અને એક બીજા કરતા ચડિયાતા બનવા જાય છે પરિણામે એ દંભ સ્વતંત્રતા બને છે અને સંપુર્ણ સમર્પણ નથી થતું જેથી જીવનમાં મુશ્કેલી આવે છે ને દૂર જવાનો વારો આવે છે કેમકે પ્યાર સંપૂર્ણ સમર્પણ અને ત્યાગનું પ્રતીક છે અને ત્યાં બીજા બહાર ના કોઈપણ તત્વો ચાલી ના શકે અને જ્યાં બહારનાં તત્વો ચાલે ત્યાં જીવન પણ સદા બહારનું બને છે અને આપણે પણ જીવનની લડાઈમાં બહાર ફેંકાઈ જઈએ છીએ. જેથી જીવનમાં હંમેશા સાથે રહેવું અને સુખી જીવન જીવવું અને જીવનમાં ત્યાગ અને સમર્પણ ની ભાવના રાખી કર્તવ્ય પથ પર આગળ વધવું અને સારું જીવન જીવીને પ્રેમ ની નવી મિશાલ ઊભી કરવી અને બીજાને પણ પ્રેરણા આપી જીવનને સાચા અર્થમાં સાર્થક કરવું અને જીવનમાં હંમેશા ખુશ રહેવું.


Rate this content
Log in

Similar gujarati story from Romance