ભૂલ
ભૂલ
આપણે આપણા જીવનમાં કેટલી બધી ભૂલો કરીએ છીએ અને અમુક ભૂલો તો જીવનમાં એવી હોય છે કે જે આપણી કલ્પનામાં પણ નથી હોતી અને જીવનમાં બહુ જ શીખવતી હોય છે. આપણે કહીએ છીએ કે કાર્ય કરવામાં ભૂલ ના હોવી જોઈએ અને ભૂલ કરેલું કાર્ય ના હોવું જોઈએ અને એક કહેવત પણ આપણે જ બનાવીએ છીએ કે " માણસ માત્ર ભૂલ ને પાત્ર ". આપણે ઘણી ભૂલો જાણતા કરીએ અને કેટલીક અજાણતા અને આજ ભૂલો ને લીધે જીવનમાં કેટલીકવાર ઠપકો સાંભરવો પડે છે તો કેટલીકવાર એજ ભૂલ જીવનની નવી દિશા આપે છે. આપણે આપણા કાર્યમાં ભૂલ ના થાય ઍની ચોકસાઈ રાખીએ છીએ. પણ પ્રશ્ન એ થાય છે કે વાસ્તવમાં આ ભૂલ છે શું ? આ ભૂલ આપણા જીવનમાં કેમ થાય છે ? અને આપણા જીવનમાં ભૂલ ના હોય તો શું થાય ? અને આપણું જીવનમાં ભૂલ શુ મહત્વ રાખે છે ? આજે હું આની જ વાત કહેવાનો છું.
મિત્રો આમ જોવા જઈએ તો કોઈપણ કાર્યમાં થતી ભૂલ એ એક શિક્ષક સમાન હોય છે. જે આપણા કાર્યમાં રહેલ ખામીઓ બતાવે છે. જે ખામીઓ દૂર કરીને આપણે આપણા કાર્ય ને વધુ સારું કરી શકીએ છીએ. જેમ જીવનમાં આવતું દુઃખ એ આપણા સુખની ચાવી સમાન હોય છે તેમ આપણા કાર્યમાં થતી ભૂલ એ આપણા કાર્ય ને સારું કરવાની ચાવી સમાન હોય છે. જે ચાવીથી આપણે જીવનમાં નવો રસ્તો શીખી શકીએ છીએ, નવા ટેલેન્ટનો જન્મ થાય છે અને જીવનનો સારો માર્ગ પણ મળે છે. આપણે જોઈએ છીએ કે આપણે કેટલીકવાર એવું કહીએ છીએ કે મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ હવે હું આવું કાર્ય કોઈ દિવસ નહીં કરું અને હું મારી ભૂલ સુધારીશ અને જરૂર સારા માર્ગે આવીશ. અને આપણે આપણા જીવનની આવી ભૂલો સુધારીને આપણા જીવનને વધુ સારું બનાવીએ છીએ.
જો આપણા જીવનમાં આપણે ભૂલ જ ના હોય તો આપણે આપણા કાર્યમાં રહેલી ખામીઓ ને જાણી નથી શકતા અને ખામીઓ ના જાણવા ના કારણે આપણું કાર્ય વધુ સારું નથી બનાવી શકતા. ઘણીવાર તો એવું બને છે કે કાર્યમાં થયેલ એક ભૂલ કઈંક નવો જ વિચાર આપે છે. જેનાથી આપણે આપણા કાર્ય ને આપણા વિચાર્યા કરતાંપણ વધુ સારું બનાવી શકીએ છીએ. હું માનું છું કે આપણે આપણા કાર્યમાં જો ભૂલ ના થાય તો કાર્ય સારું થાય અને ભૂલ વગર નું કાર્ય બધાને ગમે. અને ગણીવાર તો આપણે ઘણીબધી મહેનત કરીએ તો પણ એક નાનકડી ભૂલ ને લીધે આપણું કાર્ય પૂરું થતું નથી અને આપણે હતાશ અને નિરાશ થઈને દુઃખી થઈએ છીએ. પણ વાસ્તવમાં એક ભૂલ જીવનમાં આપણને નિરાશ કે દુઃખી નથી કરતી પણ એ ભૂલ આપણા કાર્યમાં રહેલી ખામીઓને દર્શાવે છે જે દૂર કરીને આપણે આપણા કાર્યમાં સફળ થઈએ છીએ.
આપણે આપણા જીવનમાં ગણી વખત એવી ભૂલો કરીએ છીએ કે આમ ભૂલો નાની હોય પણ એના પરિણામ બહુ જ મોટા હોય છે. આપણી નાનકડી ભૂલ ના લીધે કઈંક વખત તો એવું બને છે કે જેમાં આપણને ખુબજ પસ્તાવો થાય છે અને તે ભૂલ સુધારવાનો પણ સમય આપણી જોડે નથી હોતો અને આપણે એક જ વાત વિચારીએ છીએ કે આપણે આ ના કર્યું હોત તો કેટલું સારું થાત અને મારું કાર્ય પણ સારું થયું હોત અને કેટલીક વખત તો એક નાનકડી ભૂલ પણ માણસ ને મૃત્યુનું કારણ બને છે અને ગણીવાર જે ભૂલ આપણને નાની લાગતી હોય તે સામેવાળા ને બહુ જ મોટી લાગતી હોય છે અને આપણે કહીએ કે સાવ આટલી ભૂલ પણ સુધારી ના શક્યો. ત્યારે સામેવાળો પણ કહે છે કે તને આ ભૂલ નાની લાગે પણ આ ભૂલ બહુ જ ભારે પડી છે અને મોટી ભૂલ છે.
મિત્રો આપણા કાર્યમાં થયેલ ભૂલ એ આપણા કાર્ય ને ખરાબ નથી કરતી પણ આપણા કાર્યમાં રહેલ ખામી ને સુધારવાનું સૂચવે છે કે જેનાથી આપણે તે કાર્ય સફળતા પૂર્વક કરી શકીએ અને આપણે આપણા કાર્યમાં સફળ થઈએ. આપણે જીવનમાં કરેલ ભૂલો એ આપણાં જીવનમાં કેટલીક વખત સારા અનુભવ બને છે. જે અનુભવ આપણા જીવનની સાથે બીજાના જીવન પણ સુધારે છે. અને તેના જીવન ને પણ સારું માર્ગદર્શન આપે છે. આપણે આપણા કાર્યમાં આપણા જીવનમાં થતી ભૂલોથી આપણા જીવન નો વિકાસ થાય છે. આપણને આપણા જીવનમાં રહેલી ખામીઓ ને જાણવા મળે છે અને આપણને ખબર પડે છે કે કઈ ખામીઓ ને સુધારીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ અને આપણા જીવન ને સારા માર્ગ તરફ લઈ જઈ શકીએ. ભૂલો કોના થી નથી થાતી. નાનો હોય કે મોટો માણસ, કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ, દરેક થી નાની મોટી ભૂલો થાય છે અને દરેક ભૂલ માણસને જીવનનો સાચો અર્થ બતાવે છે અને જીવનનું સાચું જ્ઞાન આપે છે.
કેટલીકવાર આપણે જોઈએ છીએ કે માણસ કોઈપણ કાર્યમાં ભૂલ કરે અને તે ભૂલ ઉપર ખુબજ પસ્તાવો કરે છે અને તે પોતાના જીવનમાં આવી ભૂલ કયારેય નહીં કરે અને બીજો કોઈ ભૂલ કરતો હશે તો એને રોકશે કે જેનાથી બીજા વ્યક્તિ નું પણ સારું થાય. અને આજ સારું કાર્ય કરવાની ભાવના માણસ ના જીવનમાં ભાઈચારાની ભાવના ને જન્મ આપે છે અને આજ ભાવના જીવન ના સારા પ્રેમ ને જન્મ આપે છે. જેનાથી માણસ નું જીવન સુખમય બને છે. જીવનમાં કેટલીકવાર માણસની સાથે એવું બને છે કે માણસ પોતે તો કોઈપણ કાર્યમાં ભૂલ કરે પણ તેની ભૂલ સ્વીકારવાની વાત આવે ત્યાં તે બીજા ના માથે તે ભૂલ ઢોળી દે છે. જેના લીધે કેટલીકવાર નિર્દોષ માણસ ને સજા થાય છે. પણ જીવનમાં એક વાત જરૂર યાદ રાખવી કે કોઈપણ પ્રકારના નિર્દોષ વ્યક્તિ પર પોતાની ભૂલ ને ઢોળવાથી તમે તમારી ભૂલ કોઈ દિવસ સુધારી નહીં શકો. એ વ્યક્તિ તો સજા સહન કરી લેશે પણ તમે કરેલ ભૂલ જો તમે નહીં સુધારો તો એ ભૂલ તમારો પીછો કોઈ દિવસ નહીં છોડે અને એ ભૂલ તમને જરૂર એનું પરિણામ પણ આપશે અને એ પરિણામ એવું હોય છે ને કે માણસ ને પસ્તાવાનો પણ પાર નથી હોતો. એટલે કોઈપણ વ્યક્તિએ કોઈપણ ના માથે પોતાનાથી થયેલ ભૂલ ને ઢોળવી નહીં અને થયેલ ભૂલનો સ્વીકાર કરીને જીવનમાં તે ભૂલ ને સુધારવી અને જીવનમાં આગળ વધવું.
જીવનમાં કહેવાય છે કે જ્યાં કોઈ ના પહોચે કવિ ત્યાં પહોંચે અનુભવી. જીવનમાં આજ વાત ખુબજ સારી છે અને જીવનમાં પોતાના કાર્યમાં થયેલ ભૂલો અને તેમાંથી મેળવેલ અનુભવો ના આધારે માનવી જીવનમાં આગળ વધે છે. માણસની ભૂલ એ માણસ ને જીવનમાં જીવનમાં આગળ વધવાનો માર્ગ બતાવે છે. માણસ પોતાના જીવનમાં થયેલ ભૂલો ને સ્વીકારીને જીવનમાં જો આગળ વધે તો માણસ પોતાની સાથે બીજા ના પણ જીવન સુધારે છે. જો કોઈ વ્યક્તિ પોતાનો ધંધો કરવા ઈચ્છે છે. તો સ્વાભાવિક રિતે ધંધામાં કોઈના કોઈ ભૂલ થવાની અને નુકશાન જવાનું. પણ માણસ એ નુકશાન સામે ના હારીને એ નુકશાનમાંથી શીખ મેળવીને જો જીવનમાં આગળ વધે તો જરૂર તે સારો ધંધો કરી શકે છે અને તે ભવિષ્યમાં એક દિવસ એવો જરૂર આવે છે કે જયારે તે પોતાની થયેલ ભૂલોમાંથી શીખ મેળવીને સારો નફો કરે અને પોતાના ધંધાનો સારો વિકાસ કરે છે.
માણસની ભૂલ માણસ ને ટીપી ટીપી ને સોના જેવો બનાવે છે. માણસ જીવનમાં જો કોઈ સમયે કોઈ પરિસ્થિતિ સામે હારી જાય છે તે સમયે માણસ ખુબજ નિરાશ થાય છે અને વિચારે છે કે હવે હું આ પરિસ્થિતિ નો સામનો નહીં કરી શકું. પણ માણસ જો એ પરિસ્થિતિમાં પોતાની ભૂલો શોધીને જીવનમાં આગળ વધે તો તે જરૂર તે પરિસ્થિતિમાં વિજય બને છે. જીવનમાં આપણે જોઈએ છીએ કે ગણા માણસમાં એવા દુર્ગુણ હોય છે કે તેઓ કોઈ દિવસ પોતાની ભૂલ માનતા નથી હોતા અને તેઓ પોતાને જાણે કે સર્વગુણ સંપન્ન વ્યક્તિ માનતા હોય છે અને જો કોઈ દિવસ કોઈ વ્યક્તિ એમની ભૂલ જણાવે તો તેઓ તેની ઉપર જ ગુસ્સે થઈ જાય છે અને સામેવાળાનો વાંક કાઢે છે અને પરિણામે તેઓ કોઈ દિવસ પોતાના જીવનમાં રહેલી ખામીઓ ને જાણી શકતા નથી. અને તેઓ જીવનમાં પાછળ થી ખૂબજ દુઃખી થતા હોય છે અને પછી તેઓ કહે છે કે ભાઈ મેં તારી વાત માની હોત તો સારું થાત. આજે આ દિવસ ના જોવા પડ્યા હોત. અને તેમને પાછળ થી તેમની ભૂલો નો અહેસાસ થાય છે.
આ વાતમાં મહારાજા છત્રપતી શિવાજીની એક વાત સારી છે કે મહારાજ છત્રપતી શિવાજી મહારાજ એક સમયે યુદ્ધ લડી ને ખુબજ થાકી ગયા હતા અને ખૂબજ ઘાયલ થયા હતા. તે સમયે તેઓ એક ઉંમરલાયક બા ના ઘરે જમવા માટે આવે છે. તે સમયે બા કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ એક ભૂલ કરે છે. તો શિવાજી મહારાજ બા ને પૂછે એનું શું કારણ છે કે તમને લાગે શિવાજી મહારાજ કોઈ ભૂલ કરે છે. ત્યારે બા કહે છે કે શિવાજી મહારાજ ને પહેલા નાના નાના કિલ્લા જીતવા જોઈએ અને પોતાની તાકાત વધારવી જોઈએ. તેની જગ્યાએ શિવાજી મહારાજ મોટા કિલ્લા જીતવા જાય છે જેમાં બહુ જ નુકશાન થાય છે. અને આજ વાત ને શિવાજી મહારાજ પોતાના જીવનમાં ખુબજ યાદ રાખે છે અને નાનાં નાનાં કિલ્લા અને રાજ્યો જીતીને પોતાની તાકાતમાં ખુબજ વધારો કરે છે અને પરિણામે તેઓ ખુબજ સરળતાથી મોટા કિલ્લા જીતી શકે છે અને નુકશાન પણ ઓછું થાય છે.
જીવનમાં માણસ ને પણ એક વાત કહેવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ જો તમારી શરણમાં કે પોતાની ભૂલ સ્વીકારે ત્યારે તેને માફ કરવી જોઈએ અને માફી થી મોટી આ દુનિયામાં કોઈ વાત નથી. અને સામેવાળા ને ભૂલ કરનાર ને એ વાત જરૂર શીખવવી જોઈએ કે જેનાથી ભવિષ્યમાંમાં તે આવી ભૂલ બીજીવાર ના કરે. ઘણી વખત એવું બને છે કે માણસ ને જીવનમાં વારંવાર સમજાવ્યા અને શીખવાડવા છતાં તે પોતાની ભૂલો કરે છે અને આપણે તેની ઉપર ગુસ્સે થઈએ છીએ. તે સમયે માણસ ઉપર ગુસ્સે થયા કરતા આપણે એક વસ્તુ જરૂર કરવી જોઈએ કે જેનાથી તેણે કરેલી ભૂલ નો અહેસાસ સાચા અર્થમાં તેને થાય. આપણે તેણે એક વાત જરૂર કરવી જોઈએ કે જેનાથી તેણે કરેલી ભૂલનો અનુભવ તે જાતે કરે કે જેનાંથી તેને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. અને આમ પણ જ્યાં સુધી માણસ ને પોતાની કોઈ પરિસ્થિતિ ના આવે કે પોતાને દુઃખ નો અનુભવ ના થાય ત્યાં સુધી તે કોઈપણ સમયે બીજી વ્યક્તિ નું દુઃખ સમજી શકતો નથી. અને જયારે તે જીવનમાં બીજાનું દુઃખ સમજી શકે તે સમયે તે માણસ બીજા ના દુઃખમાં જરૂર સહાનુભૂતિ બતાવીને જીવનમાં તેની મદદ કરે છે.
માનવીની એક ભૂલ જીવનમાં બીજા ઘણાબધા લોકો ને પ્રેરણાદાયક બને છે અને ઘણાબધાં લોકો ને જીવન જીવવાના માર્ગ બતાવે છે. જીવનમાં માણસ પોતાની ભૂલો થી પોતાને ઓળખે છે અને તેનાથી તે જીવનમાં ઘણીબધી મુશ્કેલી નો સામનો કરવા સક્ષમ બને છે. જીવનમાં ઘણીબધી વખત એવી પણ વાતો બને છે કે જેનાથી માણસ ને જીવનમાં ખુબજ દુઃખ વેઠવું પડે છે. કોઈક વખત તો તે સમાજમાં પોતાનું મોઢું પણ બતાવી નથી શકતો અને તે ખુબજ તકલીફમાં મુકાય છે. જીવનમાં આ વાત એવી હોય છે કે આપણે તેણે સજા આપવાની માંગ કરીએ છે અને તે વ્યક્તિ ને સજા આપવામાં આવે છે. વાત આમ જોવા જઈએ તો બહુ સારી છે કે જેનાથી બીજા લોકો પણ તે ભૂલ કરતા અચકાય અને તે વ્યક્તિ ને થયેલી સજા બીજા વ્યક્તિ માટે ઉદાહરણ બને. પણ તે વ્યક્તિ ને મળવાપાત્ર સજા એવી હોવી જોઈએ કે તે વ્યક્તિની સજા તેના માટે અને બીજા માટે પ્રેરણાદાયી બને. સમાજમાં કોઈ સારો સંદેશો જાય અને તેની સજા લોકો માટે પ્રેરણાદાયી બની ને જીવનમાં એક સારી શીખ મેળવે અને પોતાના જીવનમાં આગળ વધીને બીજા લોકો નું પણ જીવન સુધારે. અને તેનાથી જ સમાજમાં સારો વિકાસ થાય છે અને સમાજમાં આવી વાતો વર્ષો સુધી પ્રેરણાદાયક બની રહે છે.
જીવનમાં આપણે કરેલી ભૂલ એ આપણા માટે શિક્ષક સમાન તો છે જ કે જેનાથી આપણે જીવનમાં સારી શીખ મેળવી શકીએ અને જીવનમાં આગળ વધીએ. પણ એવું પણ ના હોવું જોઈએ કે જેનાથી આપણે એવા માર્ગ પર ચડી જઈએ કે તે માર્ગ ઉપર કરેલી ભૂલો ને સુધારવાનો પણ અવસર ના મળે અને આપણું જીવન ત્યાંજ સમાપ્ત થઈ જાય. જીવનમાં કોઈપણ કાર્યમાં આપણે કોઈ પણ ભૂલ નાં કરવી જોઈએ. કેમકે ભૂલ ભરેલું કાર્ય જીવનમાં કોઈ પણ દિવસ સફળ નથી થતું અને આપણી કરેલી મહેનત અને સમય બંને બગડે છે અને લોકોની ટીકાઓનો ભોગ પણ બનવું પડે છે. આપણે એક વાત જરૂર કહીએ છીએ કે કોઈપણ વ્યક્તિની ભૂલ ને કાઢતા પહેલા આપણા અંદરની ભૂલો ને જાણવી જોઈએ અને તેને સુધારવી જોઈએ અને આની એક વાત કહેવાય પણ છે કે પોતાના ઘર કાચ ના હોય ત્યારે બીજા ના ઘરે પથ્થર ના મરાય. વાત પણ સાચી છે કે આપણે પહેલા આપણા અંદરની ભૂલો ને સુધારવી જોઈએ અને આપણા અંદરની ભૂલો ને સુધારીને આપણે બીજા લોકોની ભૂલ ને સુધારવી જોઈએ. પણ બને છે કેવું કે આપણે આપણી ભૂલો ને તો નથી સુધારતા અને બીજા ને સલાહ આપીએ. ત્યારે સામેવાળો પણ એમ જ કહે છે પહેલા પોતાનું સંભારો પછી બીજા ને કહેજો. અને આપણી વાત અને આપણો બંને નો અનાદર થાય છે. આવી પરિસ્થિતિમાં પહેલા આપણામાં રહેલી ભૂલો ને સુધારીને જો આપણે બીજા ને સારી સલાહ આપીશું તો જરૂર આપણી વાત નું ને આપણું બંનેનું સન્માન થશે અને બીજા લોકોને પણ પ્રેરણા મળશે અને તેઓ પણ જીવનમાં આગળ વધશે.
જીવનમાં આપણે પણ કોઈને સલાહ આપતા પહેલા એવું કાર્ય જરૂર કરવું જોઈએ કે જેથી બીજા લોકો ને પણ લાગે કે ના આ ભૂલ આમને સુધારી તો જીવન કેટલું સારું બન્યુ અને હવે આપણે પણ આપણી ભૂલ ને સુધારવી જોઈએ કે જેનાથી આપણું જીવન પણ સારું બને અને લોકો ને પ્રેરણાદાયી બની શકે. જીવનમાં જયારે તમે પોતાની ભૂલ ને સુધારીને જીવનમાં સારા કાર્યો કરશો તો બીજા લોકો આપોઆપ તમને જોઈને જીવનમાં પોતાની ભૂલ સુધારશે અને તમે તેમને નહીં કહો તો પણ તેઓ સામેથી તમારી સલાહ લેવા આવશે અને તમને જીવનમાં પ્રેરણાસ્ત્રોત માનીને આદર્શ વ્યક્તિ માનશે અને તમારું સન્માન અને ઈજ્જત પણ વધશે અને તેઓ ના જીવનમાં તમારી વાતોનો પ્રભાવ પડશે. અને તમારી વાતો પણ સલાહના રૂપમાં અનેક લોકોનું માર્ગદર્શન કરીને જીવનમાં સારા માર્ગ બતાવશે અને લોકો નું જીવન પણ સાચા અર્થમાં સુખી થાશે.
તેથી આપણે પણ જીવનમાં પોતાની ભૂલ ને બીજા વ્યક્તિ ઉપર ના ઢોળીને આપણે આપણામાં રહેલી ખામીઓ ને જાણીએ અને તે ખામીઓ ને સુધારીને જીવનમાં આગળ વધીએ. અને બીજા લોકો નું પણ જીવન સુખી કરીએ અને બીજા લોકોનું જીવન સુખી કરીને જીવનમાં સારા કાર્ય કરીએ અને સારા કાર્ય કરીને જીવનમાં અનેક લોકો ના જીવન ને દુઃખ ના તડકામાંથી સુખ નો છાંયડો આપીએ અને જીવનમાં સારા કાર્યો કરીને અંતે મોક્ષ અને દેવત્વ પામીએ અને આપણા જન્મ ને સાચા અર્થમાં સાર્થક કરીએ. અને જીવનમાં આપણા જન્મમાંથી પ્રેરણા મેળવીને લોકો બીજા ના અને પોતાના જન્મને સાચા અર્થમાં સાર્થક કરે તે માટે યોગ્ય માર્ગદર્શન આપીએ અને જીવનમાં તેમને પણ મોક્ષ અને દેવત્વ ના માર્ગ તરફ લઈ જઈએ અને તેનાથી જ જીવન નું સાચું કલ્યાણ છે અને તેનાથી જ જીવન નો સાચો માર્ગ છે અને તેનાથી જ જીવન નું સાચું અમૃત છે અને તેનાથી જ જીવન નું સાચું સોનુ છે અને તેનાંથી જ જીવન સફળ છે અને તેનાથી જ જીવન સાચા અર્થમાં સફળ છે. જીવનમાં આપણે પણ આપણે આદર્શ વ્યક્તિ તરીકે એવું વ્યક્તિવ જરૂર બનાવીએ કે જે સૂર્યની સમાન તેજપુંજ જે જીવન ના દરેક અંધકાર ને દૂર કરીને સુખ નું અજવાળું આપે અને દરેક લોકો ને એ અજવાળા થી પોતાના સ્વપન પુરા કરી શકે અને દરેક સ્વપન પુરા કરીને લોકો ના જીવનમાં દુઃખ, નિરાશા,અવગુણ, લોભ, મોહ, માયા જેવા હાનિકારક તત્વો નો નાશ થાય અને સારા સદગુણો નો વિકાસ થાય અને તે સદગુણો થી પોતાના જીવનમાં સારા કાર્યો કરીને પોતાના જીવન ને અને બીજા ના જીવન ને મોક્ષ અને દેવત્વ તરફ લઈ જઈને સાચા અર્થમાં જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને પોતાનું અને બીજાનું જીવનના ઉદેશ ને સફળ અને સાર્થક કરીએ.
