મોક્ષ
મોક્ષ
આપણે આપણા જીવનમાં આપણને મોક્ષ મળે અને આપણે આ જન્મ - મરણના ફેરામાંથી મુક્ત થઇએ તે માટે આપણે હમેશા જીવનમાં સારા કાર્યો, સારા કર્મ કરીએ છીએ અને આપણને લાગે છે કે ભગવાન આપણા આ મહાન કાર્યોથી ખુશ થશે અને મોક્ષ મળશે. પરંતુ વાસ્તવમાં મોક્ષનો સાચો અર્થ થાય છે કે જીવનમાં ખુબજ સારા કાર્યો કરો, આ મોહ રૂપી સંસારમાંથી બહાર આવીને ભગવાનનું એકાંત સ્વરૂપ જાણો, ભગવાનની એકાંતિક ભક્તિ કરો, સારો સત્સંગ કરો, જીવનમાં બધાને આદર આપો, લોકોને ખરાબ રસ્તેથી પાછા લાવીને જીવનનો સાચો માર્ગ બતાવો, લોકોમાં સત્સંગની ભાવના જન્મે તે માટે પ્રયત્નો કરો અને જીવનમાં ભગવાનની સેવા કરીને આપણા જીવનને ભગવાનને સમર્પણ કરો.
આપણે જીવનમાં સારા કર્મ કરીએ છીએ, સારા કાર્યો પણ કરીએ છીએ એ ફક્ત આપણા માટે જ કરીએ છીએ. આપણને એક જ સ્વાર્થ હોય છે કે આપણને મોક્ષ મળે આપણું જીવન સુખી થાય પછી બીજાનું જે થવું હોય તે થાય. પણ ભગવાન કહે છે કે મોક્ષનો સાચો અર્થ એ નથી કે તમે ફક્ત તમારા સારા માટે અને તમારા સ્વાર્થ માટે બધું કરો.પણ ભગવાન એમ કહે છે કે તમે પોતાના માટે નહિ પણ જીવનમાં બીજા નું સારું થાય બીજા લોકોને સત્સંગની ઓળખ થાય અને તે પણ જીવનમાં મોક્ષનાં માર્ગે આગળ વધે તે માટે સારા કાર્યો કરો.જીવનમાં સત્સંગ માટે સત્પુરુષનો સંગ કરો અને સત્પુરુષનો સંગ એટલે જ સત્સંગ તે વાત જાણો અને બીજા લોકોને પણ જીવનમાં સારું થાય તે માટે સત્પુરુષની ઓળખ કરાવો.
જીવનમાં ભગવાનની ભક્તિ કરો તો એવી કરો કે બીજા લોકોને પણ તમને જોઈને પ્રેરણા મળે. બીજા લોકો પણ તમને જોઈને ભક્તિના માર્ગે આગળ વધે. અને ભક્તિનો માર્ગ નિસ્વાર્થ હોય જેમ મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત શકુબાઈ જેમની ભક્તિ નિસ્વાર્થ હતી અને તેમને પણ જીવનમાં જોઈને બીજા લોકો પણ તેમને પોતાના જીવનની પ્રેરણા માનવા લાગ્યા. ભક્તિ જ્ઞાન છે, ભક્તિ મોક્ષ છે, ભક્તિ ભગવાન છે અને ભક્તીજ મનુષ્યના જીવનનો આત્મા છે. જીવનમાં સારા વિચારો, સારા કર્મો કરવા માટે ભક્તિ પણ ખુબજ જરૂરી છે. પ્રાથના આત્માનો ખોરાક છે અને આત્મામાં ભગવાનનો વાસ છે. દરેક જીવમાં શિવ હોય છે તે વાતના ભૂલો.
આપણને એક પ્રશ્ન હંમેશા થાય છે જે બધા જીવનમાં એક સમાન છે તો જીવનમાં દુઃખ અને તકલીફ બધાને કેમ અલગ અલગ આવે છે ?, કોઈ સુખી તો કોઈ દુઃખી હોય છે ? તેનો જવાબ પણ ખુબજ સરળ છે ભગવાન કહે છે કે તમે મને જ્યાં સુધી દેહના સ્વરૂપથી દેખશો ત્યાં સુધી તમને બધામાં સુખ દુઃખ દેખાશે અને બધામાં તમને તકલીફ દેખાશે પણ જીવનમાં તમે મને આત્માના સ્વરૂપથી ઓળખશો તો બધા એક સમાન દેખાશે. તમે મને દેહના સ્વરૂપથી જુવો છો અને હું આત્માના સ્વરૂપથી જોઉં છું.તમે આત્માના સ્વરૂપને ઓળખતા શીખો જીવનમાં મૃત્યુનો ભય કે કોઈપણ ભય નહિ રહે.તમે આત્માને ઓળખશો તો કોઈ પણ પ્રકારે દુઃખી નથી તમે બધા જ પ્રકારે સુખી છો.
તમે આત્માને જીવનનો સાચો મિત્ર બનાવો અને આત્મામાં મારો જ વાસ છે તેમ માનીને તમે મારી ભક્તિ કરો અને તે આત્માને જીવનમાં મારી ભક્તિ રૂપી ખોરાક આપો અને તમારા જીવનને ધન્ય બનાવો. તમારો આત્મા અમર છે. આત્માનેના કોઈ મારીના કોઈ તેનું મૃત્યુ છે.આત્મા અવિનાશી છે અમર છે.જીવનનો સાચો માર્ગ આત્મા છે. તમારા આત્માને જીવનનો સાચો સારથિ બનાવો.તમારા આત્માને દેહ કરતા પણ ઉપર જાણો અને એ આત્માની સદગતિ માટે સારા કાર્યો કરો.હું આત્મા છું અને મારી આત્મામાં ભગવાન પોતે છે અને આત્મા મારો મિત્ર છે આ વાત જીવનમાં હમેશા યાદ રાખો તો તમને ચોક્કસ જીવનમાં સારા કાર્યો કરવા પ્રેરણા મળશે અને જીવન ધન્ય થશે.
આત્મા મોક્ષ છે અને મોક્ષ આત્મા છે એ વાતને જાણો. આત્માને કોઈ દુઃખ નહિ કે કોઈ સુખ નહિ આત્મા સ્થિર છે અને સ્થિર આત્માને જીવનમાં સુખી કરવાનું કાર્ય આપણા ભગવાન કરે છે. કેમકે આત્માનું સાચું સુખ ભગવાન છે, સદગતિ છે. આપણે જીવનમાં આગળ વધવા માટે હંમેશા એમ પ્રાથના કરીએ છીએ કે મને આ કાર્યોમાં સફળતા આપો અને મારું જીવન સુખી કરો પણ તમે ભગવાનને એમ પ્રાથર્ના કરો હે ભગવાન મને આ જીવન તમે ખુબજ સારું આપ્યું છે અને એ જીવનમાં હું સારા કાર્યો કરી શકું તે માટે તમે મારા સારથિ બનો અને મારા જીવન રૂપી રથનેં તમે આ જીવનમાંથી મોક્ષનાં માર્ગે લઈ જાઓ.જીવનમાં આપણે એટલું જમાંગવું જોઇએ કે જેટલું આપણે ખાઈ શકીએ અને આપણી ભૂખ સંતોષાઈ શકે.કેમકે ભૂખ કરતાં વધુ જમવાનો બની જાય તો અનાજનો બગાડ થવાની શકયતા વધી જાય છે એટલે ભગવાન જોડે એટલું જમાંગવું જેટલી આપણી ભૂખ હોય.
મનુષ્યનો જન્મ એ ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે મનુષ્યના જન્મ મા સારા કાર્યો કરો તો મોક્ષ મળે અને તે માટે ૮૪ લાખ પુણ્ય પણ કરવા પડે છે.બહુ જ મોંઘો અવતાર છે તેને આમ વ્યર્થના જવા દો.જીવનમાં અમર થવાના મુખ્ય ૧ જ માર્ગ છે જેનાથી આપણે જીવનમાં અમર બની શકીએ અને તે માર્ગ છે જીવનમાં સારા કાર્યોનો, સારા કર્મોનો જેનાથી આપણે જીવનમાં અમર બની શકીએ છીએ.આપણા ઇતિહાસમાં ગણા આવા અમર લોકો જોવા મળે છે જે જન્મ મા ગરીબ અને સામાન્ય કુટુંબમાં હતા પણ તેમના કાર્યો આજે પણ લોકોમાં પ્રેરણા બને છે અને તે પ્રેરણા આજે અનેક લોકોને જીવનમાં ઉપયોગી બનીને જીવનમાં સારો માર્ગ બતાવે છે.આપણે જીવનમાં એક જ વાત વિચારીએ છીએ કે આપણા કરતાં બીજા લોકો મહાન છે અને આપણે કઈ નહિ.આવોજ પ્રશ્ન આપણા દેશના મહાન વીરાંગના રાણી લક્ષ્મબાઈને પૂછ્યો હતો ત્યારે રાણી લક્ષ્મીબાઈ કહે કે હું મહાન છું અને હું મહાન બનીશ આ જીવનની પ્રેરણા છે આજ જીવનનો સાચો માર્ગ છે.
આપણે જીવનમાં એમ વિચારીએ કે હું મહાન છું અને હું મહાન બનીશ તો આપણા જીવનમાંથી તમામ વેરભાવ દૂર થઈ જશે અને આ વેરભાવ દૂર થઈ જવાથી આપણને જીવનમાં સાચો માર્ગ મળે છે અને આ વેરભાવ દૂર થવાથી જીવનમાં સારા વિચાર આવે છે અને સારા વિચાર આવવાથી જીવનમાં સારા કર્મ કરીએ છીએ અને સારા કર્મ કરવાથી જીવનમાં સારા આર્શિવાદ મળે છે.અને આજ સારા આર્શિવાદ જીવનમાં સારા કર્મ કરવા માટે જીવનમાં મનુષ્યને સારી પ્રેરણા મળે છે અને આ સારી પ્રેરણા જીવનમાં મનુષ્યને સારા સત્સંગ તરફ લઈ જાય છે અને આજ સારા સત્સંગ જીવનમાં લોકોને સારા માર્ગે લઈ જવા માટે ઉપયોગી બને છે અને મનુષ્યને જીવનમાં જ્ઞાન, આત્મીય સુખ આપે છે.
આ આત્મીય સુખ જ મનુષ્ય નું સાચું સુખ છે અને આજ સાચું સુખ મેળવવા મનુષ્ય જીવનમાં મહેનત કરે છે અને જીવનમાં ખુબજ આગળ વધે છે. આપણે પણ આપણા જીવનમાં આત્મીય સુખ અને સત્સંગ નું મહત્વ સમજીએ. આપણા જીવનમાં બધાને સત્સંગ ઓળખાવીને તેમના જીવનમાં પણ દુઃખમાંથી સુખનો માર્ગ બતાવીએ. સત્પુરુષનો સંગ કરીએ અને બીજા પણ સત્પુરુષનો સંગ કરાવીએ.અને સત્પુરુષનો સંગ જ જીવનમાં સારો સંગ છે અને આપણી આત્માનેં ઓળખીએ અને આપણી આત્માથી ભગવાનને ઓળખીએ અને આપણી આત્માને ઓળખીને ભગવાનની ભક્તિ કરીએ.અને આત્માની ઓળખ થવાથી જીવનની તમામ મોહ માયા અને તકલીફમાંથી મુક્ત બનીને જીવનમાં સારા કર્મ અને કાર્યોથી જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરીએ અને આપણા જીવનને અમર બનાવીને બીજા લોકોને પણ આપણા જીવનમાંથી પ્રેરણા મળે તેવા કાર્યો કરી બીજાના જીવનને પણ મોક્ષ મળે તેવા કાર્યો કરીએ.
