Patel Shubh

Inspirational Others

3  

Patel Shubh

Inspirational Others

દીપક

દીપક

6 mins
194


આપણા જીવનમાં દીપક એ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો એક ખુબજ સરસ ઉદાહરણ પૂરું પાડે છે. આપણા જીવનના અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાનો માર્ગ એક દીપક જ સૂચવે છે. જીવનમાં આવતા દુઃખ, તકલીફ, વગેરે જેવી અંધકારરૂપી જીવનમાંથી સુખ, જ્ઞાન, ભક્તિ જેવા પ્રકાશ તરફ જવાનો માર્ગ એક દીપક જ સૂચવે છે. દીપક એ આપણા જીવનમાં એક પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આવતી તકલીફ કેટલી પણ અંધકાર કેમ ના લાવે તેને સાચું જ્ઞાન, સાચી મહેનત અને સાચી નિષ્ઠાના પ્રકાશ સામે અવશ્ય ઝૂકવું પડે છે.

જીવનમાં દીપક જ્ઞાનરૂપી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવે છે જે માર્ગ પર ચાલીને માણસ જીવનમાં પોતાની સાથે બીજાનું પણ કલ્યાણ કરે છે બીજાનું જીવન પણ સુખી કરે છે. જીવનમાં અસત્યનું અંધારું કેટલું પણ કેમ ના હોય પણ સત્યની જ્યોત, સત્યના પ્રકાશ સામે તેને ઝૂકવું પડે છે. જીવનમાં આવતા દુઃખ કેટલા પણ તકલીફવાળા કેમ ના હોય પણ જીવનનાં મહેનતના પ્રકાશ સામે તે દુઃખમાંથી સુખ મેળવી શકાય છે. જીવનમાં આવતી તકલીફ ભલે પીડાદાયક હોય પણ તે તકલીફ આપણને જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ સામે લઈ જવાનો માર્ગ બતાવે છે.

જીવનમાં આવતી તકલીફ માં માણસ એક જ વાતનો વિચાર કરે છે કે મારે જ કેમ ભગવાન આવી તકલીફ આવે છે ? મારા જીવનમાં જ કેમ અંધકાર આવે છે ? મારા જીવનમાં જ કેમ આવી ઘટના બને છે ? પણ એ દુઃખ, એ તકલીફ, એ અંધકાર જીવનના અંધકાર નથી પણ જ્ઞાન, સત્ય, મહેનત અને જીવનમાં સુખી થવા માટેનો એક માર્ગ છે જે માર્ગ પર ચાલીને માણસ જીવનનો સાચો અર્થ સમજે છે. આપણને એક પ્રશ્ન હંમેશા થાય છે કે જીવનમાં દુઃખ કેમ આવે છે સુખ કેમ નથી સીધું જ નથી આવતું કેમ જીવનમાં તકલીફનો સામનો કરવો પડે છે ? તો જીવનમાં આનો જવાબ ખુબજ સરળ છે જેમ સોના ને ૨૪ કેરેટ સોનું બનવા માટે આગમાં તપવું પડે છે ટીપાવું પડે છે એ રીતે મનુષ્યને પણ જીવનમાં સોનું બનવા માટે તકલીફ, દુઃખનો સામનો કરવો પડે છે અને એ તકલીફનો સામનો કરીને જ માણસ જીવનમાં ૨૪ કેરેટ સોનું બને છે.

જીવનમાં પ્રકાશ લાવવા માટે અંધકારરૂપી અજ્ઞાનનો નાશ ખુબજ જરૂરી છે માણસ જીવનમાં જ્યાં સુધી અંધકારરૂપી અજ્ઞાન નો નાશ નથી કરતો ત્યાં સુધી જીવનમાં જ્ઞાન નો માર્ગ સરળ રીતે નથી મળતો.જીવનમાં આવતા તકલીફ અને દુઃખ મા માણસ ખુબજ નાસીપાસ થઈ જાય છે તે એક જ વાત માને છે કે જીવનમાં આ તકલીફ સિવાય કશું નથી મળતું પણ માણસ જીવનમાં એક વાત વિચારે કે જીવનમાં આ અંધકારરૂપી અજ્ઞાન અને તકલીફની સામે જ્ઞાન અને મહેનત નો માર્ગ પણ છે જે માણસ નાં જીવનમાં હિમંત અને આત્મવિશ્વાસ આપે છે જે માણસ ને જીવનનો સાચો અર્થ સમજાવે છે જેનાથી માણસ જીવનમાં જીવનનો સાચું મહત્વ સમજે છે જીવનમાં સાચી તકલીફ સામે લડીને જીવનમાં સાચો યોદ્ધા બને છે.

જીવનમાં એક વાત ખુબજ સરસ કહી છે જીવનમાં અંધકાર અને અજ્ઞાન ના અંધકાર સામે લડવું જો સફળ થયા તો જીવનમાં સફળતા મેળવશો અને નિષ્ફળ ગયા તો બીજાં ના પથદર્શક થશો. જીવનમાં અંધકાર મા આવતી તકલીફ અને દુઃખ મા માણસ જીવનમાં પોતાના નસીબનો વાંક કાઢે છે કે મારા નસીબ માં આવું હસે તેથી બન્યું પણ માણસ એમ નથી વિચારતો કે મારા નસીબમાં જો દુઃખ અને તકલીફ લખાઈ છે તો મારા નસીબ માં મહેનત ને સત્યતા નો માર્ગ પણ છે અને એ સત્યતા ના માર્ગ પર ચાલીને જીવનમાં સુખી થવાનો પણ માર્ગ છે. જીવનમાં આપણી સામે અન્યાય થાય અને આપણે જીવનમાં અન્યાય રૂપી અંધકાર સામે લડવાને બદલે જીવનમાં નાસીપાસ થઈને હાર માની લઈએ છીએ પણ આપણી સામે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવીશું તો એ અવાજ કેટલાય માણસો ના જીવન પરિવર્તન કરી શકે છે કેટલાય માણસનાં જીવન સુખી કરી શકે છે.

ભગવાન પોતે કહે છે જીવનમાં અન્યાયની સામે અવાજ ઉઠાવ્યો તો અર્જુન બનશો અને અન્યાય ની સામે અવાજ ના ઉઠાવ્યો તો કર્ણ બનશો. જીવનમાં લક્ષ સાચું હોય અને સારું હોય તો આપણા જીવનમાં તે લક્ષ સુધી પહોંચવા માટેનો માર્ગ પણ સાચો અને સારો હોવો જોઈએ જો લક્ષ સાચું અને સારું હોય અને જો માર્ગ યોગ્ય ના હોય તો તે લક્ષ સુધી પહોંચી શકાતું નથી. જીવનમાં લક્ષ મેળવવા માટે જીવનમાં સાચો સંઘર્ષ કરવો પડે છે ભગવાન કહે છે તું કર્મ કર ફળ આપવા માટે હું હજાર હાથે બેઠો છું. કર્ણ જીવનમાં પરિવર્તન ઈચ્છતો હતો પણ તેણે જીવનમાં અમૃત મેળવવાની ઈચ્છા વિસધર ના ખભા ઉપર રહીને કરીને અને અંતે તે પોતાના જીવનના સાચા લક્ષ સુધી ના પહોંચી શક્યો.

આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ આપણા જીવન ની પસંદગી નું પરિણામ છે આપણે જીવનમાં પસંદ કરેલો માર્ગ જ આપણા જીવનમાં પરિણામ નક્કી કરે છે એટલે મહત્વ નું એ છે કે માર્ગ કયો પસંદ કરવો. ભગવાન કહે છે હું લોકો ને પસંદ નથી કરતો પણ લોકો મને પોતાની ઈચ્છા અને ભક્તિ મુજબ મને પસંદ કરે છે અને જીવનમાં સુખ અને દુઃખનો માર્ગ પોતે નક્કી કરે છે. જીવનનો સાચો અર્થ મોક્ષ નથી આપણા જીવનમાં આપણે સારા કર્મ કરીશું, દીપકના પ્રકાશની જેમ લોકોના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ લાવીશું તો આપણને મોક્ષ ચોક્કસ મળશે. એટલે મોક્ષની આશા વગર તમે બીજા ના જીવનમાં ઉપયોગી બની એના જીવન ને મોક્ષનો માર્ગ બતાવો તો ભગવાન આપણાથી હંમેશા ખુશ છે.

જીવનમાં બધાંનું સન્માન કરો, કોઈની પ્રત્યે વેર ભાવ ના રાખો, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો, લોકો ને જ્ઞાનનો માર્ગ બતાવો, લોકોને જીવનમાં સુખ અને દુઃખનો ભેદ સમજાવો, લોકોને જીવનમાં પરોપકાર નું ભાવના સમજાવો, હું ભગવાન નો અને ભગવાન અમારા એવો જીવનમાં ભાવ લાવો, સત્સંગ માં સારો ભાવ રાખો, બધાને સમાન રાખો, તો ૧૦૦૦ હાથે આપવાવાળો ૧૦૦૦૦૦ હાથે આપશે. આપણે જીવનમાં એક જ ભાવ રાખીએ છીએ કે સાથે શું લાવ્યા હતા અને સાથે શું લઈ જાશું ? આપણે સાથે ભગવાનના આર્શિવાદ લાવ્યા હતા અને સાથે પણ લોકો ના સારા આર્શિવાદ, આપણા સારા કર્મ, અને ભગવાન નો રાજીપો સાથે લઈને જ જવાનું છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.

આપણે ભગવાન ને હંમેશા એક જ પ્રાર્થના કરવી જોઈએ કે હે ઈશ્વર મને જીવનમાં ભૌતિક સુખ નહીં આપો તો ચાલશે અને મને જીવનમાં હંમેશા સત્પુરુષનો સંગ કરાવજો અને સત્સંગી વ્યક્તિ હોય એમનો સંગ કરાવીને મને જીવનનો સાચો માર્ગ બતાવજો જીવનમાં મને અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી સત્સંગ તરફ લઈ જાજો. મારું જીવન અંજલિ થાજો અને મારી આ જીવનરૂપી હોડી ને સંસારરૂપી સાગરમાંથી બહાર લઈ જવા માટે તમે જ નાવિક બનજો અને મારા અંતિમ સમયે તમેજ મારી આત્મારૂપી રથના સારથિ બનજો અને મારા આત્મારૂપી રથ ને સદગતિના માર્ગે લઈ જાજો.

આપણે પણ આપણા જીવન મા ભગવાન ને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર મારા અંતિમ સમયે તમે જ મારા ગુરુ, તમે જ મારા માતા -પિતા, તમે જ મારા બંધુ - બાંધવ અને તમે જ મારા જીવનરૂપી રથ ના સાચા સારથિ છો.હે ઈશ્વર મારું જીવન હંમેશા આપના સત્સંગ મા રહ્યુ છે અને આ અંત સમયે તમે જ મારા સત્સંગ ના સાર છો અને હવે પ્રભુ મારા જીવન ને સાચા માર્ગ પર લઈ જાવ અને તમારી ભક્તિ માં, તમારા સત્સંગ મા અને તમારી મૂર્તિ સામે તમારું નામ લેતા તમારી શરણમાં મારા દેહ ના પ્રાણ નીકળે એનાથી મોટું સુખ મારી માટે આ સંસાર મા ના કોઈ છે ના કોઈ હતું ના કોઈ હશે. અને મારું આવનારું ભવિષ્ય માં પણ તમારી શરણે રહીને તમારી ભક્તિ અને સત્સંગ કરી શકું અને લોકો ને જીવનમાં ઉપયોગી થઈને તમે જ મારા જીવનની હોડી ને સંસારરૂપી સાગરમાંથી મને સાચો માર્ગ બતાવો એજ મારી પ્રાર્થના અને વિનંતિ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational