Patel Shubh

Inspirational Others

4  

Patel Shubh

Inspirational Others

સૂર્યપુત્ર કર્ણ

સૂર્યપુત્ર કર્ણ

11 mins
650


આપણો દેશ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોથી આજે પણ ગૌરવ અનુભવે છે. આપણાં આ મહાન લોકોનાં ત્યાગ ને દેશ માટે તેમણે કરેલા બલિદાન આજના લોકો માટે પ્રેરણા દાયક છે. લોકો તેમના માર્ગે ચાલીને જીવનમાં ખુબજ પ્રગતિ કરે છે. અને જીવનમાં સમર્પણ, દેશ ભક્તિ અને જીવનમાં તેમણે આપેલા બલિદાન આજે પણ લોકો માં ખુબજ ઉપયોગી બને છે અને તેમના વિચારો આજે પણ લોકો માં જીવન ના સાચા માર્ગ ને ઓળખીને જીવનમાં આગળ વધવાની અને જીવનમાં ખુબજ મહેનત, અને જીવન માટે સફળતા પ્રાપ્ત કરવા માટે તેઓ નું જીવન માર્ગ દર્શક બને છે અને તે માર્ગ પર ચાલીને તેઓ જીવનની તમામ સફળતા પ્રાપ્ત કરે છે. આજે મારે એવાજ એક મહાન માણસની વાત કરવી છે તેમનું પરિવર્તનનું સ્વપ્ન અને જીવનમાં તેમણે કરેલા મહાન કાર્યો આજે પણ લોકો માં પ્રેરણા બને છે અને તે છે આપણા મહાન દાનવીર સૂર્યપુત્ર કર્ણ.

સૂર્યપુત્ર કર્ણ નો જન્મ માતા કુંતી ના પહેલા પુત્ર તરીકે થાય છે. તેમને એક વરદાન હતું કે તેઓ જે પણ દેવતા નો નામ લઈને પુત્ર ને પ્રાપ્ત કરવા ઈચ્છે તેમને તે દેવતા નો પુત્ર પ્રાપ્ત થશે અને તેમણે એક દિવસ સૂર્ય દેવ ની આરધના કરી એટલે તેમને સૂર્યદેવના પુત્ર તરીકે અને માતા કુંતી ના પહેલા સંતાન તરીકે સૂર્યપુત્ર કર્ણ નો જન્મ થયો. પણ તે સમયે માતા કુંતી અવિવાહિત હતી તેથી સમાજ ના ડર નાં લીધે તેમણે તે પુત્ર ને નદીમાં પ્રવાહિત કરી દિધો. પણ ત્યાં પ્રવાહિત થયેલા કર્ણ ઉપર એક દિવસ ત્યાંથી પસાર થનાર રાધા અને અધિરજની નજર પડે છે અને તેઓને પણ પોતાનું સંતાન ન હોવાથી કર્ણનો ઉછેર કરવાનું શરૂ કરે છે અને તેનો ઉછેર એક સુત ના ઘરે થયો હોવાથી તે સુત પુત્ર અને રાધે કર્ણ તરીકે પણ ઓળખાય છે.

કર્ણ પોતાના બાળપણથી જ ખુબજ હોશિયાર અને સાહસિક હતો. કર્ણ ના જન્મ ની સાથે જ સૂર્યદેવના આર્શિવાદ સ્વરૂપે તેની સાથે કવચ અને કુંડળ હતા. તે કવચ અને કુંડળ ના લીધે કર્ણ બાળપણથી જ ખુબજ બહાદુર અને સાહસિક હતો. તેના કવચ અને કુંડળ તેનું દરેક પરિસ્થિતિ માં રક્ષણ કરતા હતા અને આખા સંસાર માં તેના કવચ અને કુંડળ ને કોઈ પણ શસ્ત્ર તોડી શકતું ન હતું અને તે ખુબજ પ્રભાવશાળી હતું. કર્ણ નો જન્મ એક સુત ના ઘરે થયો હોવાથી તેના પિતા રથના સારથી હતા. અને તેઓ ખુબજ મહેનતુ અને કર્ણ ના જીવનમાં તેને આગળ વધવા માટે પ્રેરણા આપતા હતા.

કર્ણ નો જન્મ સુત ના ઘરે થયો હોવાથી તેના પરિવાર ને ખુબજ સમાજ ના અપમાન સહન કરવા પડ્યા હતા. તેમની સાથે ખુબજ અન્યાય થઇ રહ્યો હતો. આ અન્યાય ના કારણે તેના ભાઈ ના પેટમાં પ્રવાહી ગરમ સ્વર્ણ નાખવામાં માં આવ્યું હતું. કર્ણ પોતાના સમાજ ના ઉપર થઈ રહેલા અન્યાય ના કારણે ખુબજ વ્યથિત અને દુઃખી થાય છે. અને તે પોતાના પરિવાર ને અને સમાજ ને ન્યાય મળે અને તેમને પણ સન્માન મળે તે માટે જીવનમાં પરિવર્તન નું સ્વપ્ન જોવાનો શરૂ કરે છે અને તે માટે ખુબજ મહેનત કરે છે. અને તેણે આ પોતાના પરિવર્તન અને પોતાના સમાજ ના સન્માન માટે જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરીને મહાન ધનુર્ધર બનવા માંગે છે.

આ માટે તે જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરીને મહાન ધનુર્ધર બને તે માટે ગુરુ પાસે શિક્ષા લેવા જાય છે અને તે માટે સૌથી પહેલા કૌરવ અને પાંડવ ના ગુરુ દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા જાય છે પણ તેઓ ફક્ત રાજકુમારોને જ શિક્ષા આપે છે તેવું કહીને કર્ણ ને શિક્ષા આપવાની ના પાડે છે. પછી તે ગુરુ દ્રોણાચાર્ય ના પણ ગુરુ એવા ભગવાન પરશુરામ પાસે બ્રાહ્મણ ની ઓળખ આપીને જીવનમાં ધનુર્ધર ની શિક્ષા મેળવે છે અને તે મહાન ધનુર્ધર બને છે. તેની સાથે ભગવાન પરશુરામ કર્ણ ને ખુબજ મહાન વિજય ધનુષ આપે છે જે ધનુષ કર્ણ ના હાથ માં હોય તો કોઈ પણ તેણે હરાવી ના શકે. અને તે અર્જુન ના ગાંડીવ કરતા પણ શક્તિશાળી હતું. પરંતુ એક દિવસ તેના ગુરુ નિંદ્રા માં સુતા હોય છે અને તે વખતે તે ગુરુ ના માથાને પોતાના ખોળા માં મૂકીને બેઠો હોય છે અને તે સમયે એક ભમરો આવીને કરડે છે પણ ગુરુ ની નિંદ્રા ના બગડે તે માટે તે બધીજ પીડા સહન કરીને શાંતિથી બેઠો હોય છે પણ જ્યારે ગુરુ નિંદ્રા માંથી જાગે છે ત્યારે તેના ગુરુ કર્ણ નો ઘાવ જુવે છે અને કર્ણ ની સચ્ચાઈ ગુરુ ને ખબર પડે છે. અને કર્ણ ઉપર વિદ્યા ચોરી અને ગુરુ ની સાથે જૂઠું બોલવાનો આરોપ લાગે છે અને તેને જયારે દિવ્યસ્ત્રો ની ખુબજ જરૂરિયાત હશે તે સમયે આની વિદ્યા ભૂલી જશે તેવો ગુરુ પરશુરામ નો કર્ણ ને શ્રાપ મળે છે.

કર્ણ વિદ્યા પ્રાપ્ત કરીને હસ્તિનાપુર આવે છે અને ત્યાં એક દિવસ કૌરવ અને પાંડવોની હસ્તિનાપુરના ભાવિ યુવરાજ તરીકેની પ્રતિયોગિતા ચાલે છે અને ત્યાં ગુરુ દ્રોણાચાર્ય એક પડકાર ફેંકે છે કે સમ્રગ સંસાર મા એવો કોઈ મહાન ધનુર્ધર હોય કે જે અર્જુન ને હરાવી શકે તો અર્જુન ની સામે પ્રતિયોગિતા કરે અને તેને હરાવે. ત્યારે કર્ણ આ પડકાર નો જવાબ આપે છે અને તે અર્જુન સાથે પ્રતિયોગિતા કરવા મેદાન મા આવે છે ત્યારે તેનો ઉછેર સુતપુત્ર ના ઘરે થયો હોવાથી ખુબજ અપમાન સહન કરવું પડે છે અને તે પ્રતિયોગિતા માંથી બહાર નીકળવા આવે છે ત્યારે તે સમયે હસ્તિનાપુર ના કૌરવ ના મોટા ભાઈ અને ગાંધારી અને મહારાજ ધૃતરાષ્ટ્ર ના પુત્ર દુર્યોધન તેણે સાથ આપે છે તેને હસ્તિનાપુર ના અંગ પ્રદેશ ના રાજા તરીકે ઘોષણા કરે છે અને તે અંગરાજ કર્ણ તરીકે ઓળખાય છે.

હસ્તિનાપુર ના અંગ પ્રદેશ ના રાજા બન્યા પછી કર્ણ પોતાના સમાજ ના ન્યાય માટે અને પોતાના સમાજ ને સન્માન મળે અને પોતાના સ્વપ્ન સમાજ ના પરિવર્તન માટે મહેનત કરે છે અને તે ખુબજ મહાન રાજા બને છે અને તે દુર્યોધન ને પોતાના જીવનમાં આજીવન સાથ આપશે તેવું વચન આપે છે. અને શકુની કર્ણ ના આ વચન નો ફાયદો ઉઠાવીને તેના જીવનમાં અર્જુન માટે વેર ભાવ જન્માવે છે અને તેનો કટ્ટર શત્રુ બનાવે છે અને તેને અર્જુન ની સામે દુર્યોધન ની ઢાલ બનાવીને રાખે છે. કર્ણ અંગ પ્રદેશ ના રાજા બન્યા પછી અનેક મહાન કાર્યો કરે છે. તે અનેક રાજાઓને હરાવીને હસ્તિનાપુર ને એક મહાન અને શક્તિશાળી રાજ્ય બનાવે છે અને તે હસ્તિનાપુર ના માટે દિગ્વિજય કરીને અનેક રાજાઓને હરાવીને તે હસ્તિનાપુર ને ખુબજ મહાન અને સૌથી મોટું રાજ્ય બનાવે છે.

કર્ણ એક મહાન દાનવીર હતો અને તેના દાન ની ખુબજ પ્રશંસા હતી અને એમ કહેવાય છે કે જીવનમાં દાનવીર કર્ણથી મોટો દાનવીર આ સંસાર મા ના કોઈ છે ના કોઈ હશે. જીવનમાં દાનવીર બનવાં માટે કર્ણ ની ઉપમા અપાય છે અને લોકો તેને આજે પણ તેના મહાન દાન ના લીધે તેને યાદ કરે છે. કર્ણ ના આવા જ દાન ની એક વાત ખુબજ પ્રખ્યાત છે. એક વાર ઇન્દ્ર દેવ પોતાના અર્જુન ને યુદ્ધ મા જીત મળે અને અર્જુન કર્ણ કરતા શ્રેષ્ઠ ધનુર્ધર બને તે માટે એક વાર સવારે બ્રહ્મણનો વેશ લઈને કર્ણ જોડે પોતાના કવચ અને કુંડળ દાન સ્વરૂપે માંગ્યા. કર્ણ પહેલેથી જ જાણતો હતો કે સવારે બ્રહ્મણ સ્વરૂપે ઇન્દ્રદેવ પોતાના દાન સ્વરૂપે પોતાના કવચ અને કુંડળ માંગવાના છે છતાંપણ કર્ણ કોઈપણ પ્રકારના સંકોચ વગર ઇંદ્ર દેવ ને બ્રહ્મણ સ્વરૂપે દાન માટે કવચ અને કુંડળ આપી દીધા. ઇન્દ્રદેવ છળકપટથી આ કવચ અને કુંડળ પ્રાપ્ત કરે છે એ માટે તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકતા નથી. અને ઇન્દ્રદેવ ના છળકપટથી મુકત થવા માટે પોતાની અમોઘ વાશવી શક્તિ આપે છે જેનો ઉપયોગ કર્ણ જીવનમાં એ જ વાર કરી શકે છે. અને કર્ણના આ મહાન દાનથી તે મહાન દાનવીર કર્ણ તરીકે ઓળખાય છે.

મહાભારતના યુદ્ધમા પણ કર્ણ ખુબજ મહાન યોદ્ધા હોય છે. કહેવાય છે કે વાસુદેવ કૃષ્ણ અર્જુન પહેલા સૂર્યપુત્ર કર્ણ ના સારથિ હતા. પણ કર્ણ દુર્યોધન ની સાથે હતો એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુન ના સારથિ બન્યા હતા. મહાભારતમા કર્ણ અને અર્જુન બને ભાઈ એક બીજાની સાથે યુદ્ધ ના કરે એ માટે પિતામહ ભીષ્મના કહેવા મુજબ તે યુદ્ધમા ૧૦માં દિવસ સુધી ભાગ લેતો નથી અને પિતામહ ભીષ્મ ના બાણ શૈયા પછી તે યુદ્ધ મા ૧૧ માં દિવસે તેના પુત્ર વૃત્સેન ની સાથે યુદ્ધ મા ભાગ લે છે અને તે યુદ્ધ મા ખુબજ મહાન પ્રદર્શન અને ખુબજ કુશળાપૂર્વક યુદ્ધ લડે છે અને તે યુદ્ધ મા ભગવાન ઇંદ્ર એ આપેલી મહાન અમોંઘ વાશવી શક્તિ ના ઉપયોગ દ્વારા મહાન યોદ્ધા ઘટોત્કચ નો વધ કરે છે.

ભગવાન કૃષ્ણ જાણતા હતા કે કર્ણ ભગવાન ઇંદ્ર ની અમોંઘ વાશવી શક્તિ અર્જુનની સામે ઉપયોગ નાં કરે તે માટે અર્જુન નો રથ કર્ણ ના રથથી ખુબજ દૂર રાખતા હતા. કર્ણ ની અમોંઘ વાશવી શક્તિ નો ઘટોત્કચની સામે ઉપયોગ કર્યા પછી જ ભગવાન કૃષ્ણ અર્જુન નો રથ કર્ણની નજીક લાવ્યા અને તેની સાથે યુદ્ધ શરુ કર્યું. મહાભારત માં કર્ણ અર્જુન પર નાગો ના સેનાપતિ ને પોતાના બાણ ઉપર બેસાડી ને અર્જુન ઉપર બાણ છોડે છે ત્યારે ભગવાન કૃષ્ણ રથ ને જમીન માં દબાવીને ને અર્જુન ની રક્ષા કરે છે. મહાભારત માં અર્જુન નું રથ નું ચક્ર પણ કર્ણ ની પહેલા જમીન માં ફસાઈ ગયું હતું ત્યારે તેના સારથી સત્યસેન કહે છે કે તમે અર્જુન ઉપર પ્રહાર કરો અને અર્જુન નો અંત કરો એટલે કર્ણ એમ કહે છે કે હું યુદ્ધ મા નિશસ્ત્ર ઉપર પ્રહાર નથી કરતો કેમકે આનાથી યોદ્ધાની કાયરતા સિદ્ધ થાય છે.

કર્ણ ને એ સમય ના મહાન યોદ્ધા જરાસંઘ ને પણ યુદ્ધ મા હરાવ્યો હતો અને તેના અંગ પ્રદેશ ને જરાસંઘથી મુક્ત કરાવ્યો હતો. ભગવાન હનુમાન અર્જુન ના રથને યુદ્ધ મા તમામ શસ્ત્રોથી બચાવતા હતા પણ તે કર્ણ ના શસ્ત્રોથી અર્જુન ના રથ ને નહોતા બચાવી શક્યા અને યુદ્ધ પૂરું થતાં જ્યારે તેમણે અર્જુન ના રથ ઉપરથી પોતાની ધજા લઈ લીધી ત્યારે અર્જુન નો રથ સળગી ને નાશ પામ્યો હતો અને ભગવાન હનુમાન પણ સ્વીકારતા હતા કે કર્ણ ના બાણથી યુદ્ધ મા રથ ને નહોતો બચાવી શક્યો.

મહાભારત ના યુદ્ધ મા ગુરુ દ્રોણાચાર્ય ના મૃત્યુ પછી કૌરવ સેના નો સેનાપતિ બન્યો હતો અને મહાભારત ના ૧૬ માં અને ૧૭ માં દિવસ કર્ણ કૌરવ સેના નો સેનાપતિ બન્યો હતો. મહાભારત ના ૧૭ માં દિવસે અર્જુન અને કર્ણ નું ખુબજ ભયાનક સંગ્રામ થાય છે એવું લાગે કે જાણે અર્જુન કર્ણ નું નહિ પણ શસ્ત્રો નું યુદ્ધ હોય. એક પછી એક ભયાનક શસ્ત્રો ની લડાઈ થાય છે ત્યારે તે સમયે સાત્યકિ આવીને કર્ણ સામે લડાઈ કરે છે અને તેનો પુત્ર વૃતસેન જે મહાન યોદ્ધા હતો તે અર્જુન સામે લડાઈ કરે છે અને ત્યાં અર્જુન ના હાથે વૃત્સેન્ નું મૃત્યુ થાય છે આ જોઈને કર્ણ ખુબજ ગુસ્સે થાય છે અને અર્જુન સામે લડાઈ કરે છે તે સમયે કર્ણ નું રથ નું ચક્ર જમીન માં ફસાઈ જાય છે જે તેણે માતા ધરતી ને નાના છોકરા ની ઈચ્છા મુજબ જમીન માં ઉપર ઢોળાઇ ગયેલું વીણવા માટે તેણે પોતાની ધનુર્વિદ્યા નો ઉપયોગ કરીને માતા ધરતી ને ખુબજ દુઃખ પહોંચાડ્યું હતો અને માતા ધરતી એ તેના રથ નું પૈડું જમીન માં ફસાઈ જશે તેવો શ્રાપ આપ્યો હતો.

મહાભારત ના યુદ્ધ ના સમયે ૧૭ માં દિવસે ગુરુ પરશુરામ ના શ્રાપ ના લીધે પોતાની વિદ્યા ભૂલી જાય છે અને ત્યારે તેણે ગુરુ પરશુરામ નો અને રાક્ષસ ની માયાથી ગૌ હત્યા ના લીધે અગ્નિહોત્ર બ્રહ્મણ નો શ્રાપ યાદ આવે છે અને તે સમયે કર્ણ ને ભગવાન કૃષ્ણ પાંચાલી નાં વસ્ત્ર હરણ અને અભિમન્યુ ના મૃત્યુ ની ઘટના યાદ કરાવે છે અને ભગવાન કૃષ્ણ અર્જુન ને અંજલિકા શસ્ત્ર નો પ્રયોગ કરવાનું કહે છે અને કર્ણ આ શસ્ત્રથી ખુબજ ઘાયલ થાય છે અને તે યુદ્ધ કરી શકે તેવી સ્થિતિ માં રહેતો નથી. કર્ણ માતા કુંતી ને વચન પણ આપે છે કે યુદ્ધ મા તે અર્જુન સિવાય કોઈ પણ પાંડવ નો વધ નહિ કરે એ માટે તેણે ૪ પાંડવો ને જીવિત છોડી દીધા હતા. અને એવું કહેવાય છે કે કર્ણ ના ૧૦ પુત્ર હતા જેમાંથી ૯ નો મહાભારત ના યુદ્ધ મા મૃત્યુ પામ્યા હતા અને એક પુત્ર ની મહાભારત નાં યુદ્ધ મા ૧૮ માં દિવસે અર્જુન ને ખબર પડે છે કે કર્ણ મારો મોટો ભાઈ છે અને તે કર્ણ નો છેલ્લો પુત્ર છે એટલે અર્જુન સામે ચાલીને તે પુત્ર ને ગળે ભેટે છે અને તેને જીવિત રાખીને મહાન ધનુર્ધર બનાવે છે જેનું નામ વ્રીસ કેતુ હોય છે

કર્ણ જ્યારે અંજલિકા શસ્ત્રથી ઘાયલ થઇને ધરતી ઉપર પડે છે ત્યારે અર્જુન ને કર્ણ વધ નું અભિમાન આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ બ્રહ્મણ નો વેશ લઈને અર્જુન ની સાથે કર્ણ જોડે આવે છે અને કર્ણ ની જોડે દાન માંગે છે ત્યારે કર્ણ કહે છે કે મારી જોડે આપવા માટે કશું જ નથી ત્યારે ભગવાન કૃષ્ણ તેની જોડે તેના મોઢા માં એક સોના નો દાંત હતો જેની તેઓ દાન સ્વરૂપે માંગ કરે છે અને કર્ણ ભગવાન કૃષ્ણ ને તેની સામે રહેલો પત્થર લાવવા કહે છે પણ ભગવાન કૃષ્ણ કહે છે કર્ણ દાન તારે આપવાનું છે એટલે પત્થર લાવવા નું કાર્ય પણ તું કરીશ એટલે કર્ણ ઘાયલ સ્થિતિ માં જમીન ઉપર ઘસાતો ઘસાતો પત્થર જોડે આવે છે અને તે દાંત તોડીને ભગવાન કૃષ્ણ ને આપે છે ત્યારે ભગવાન કૃષ્ણ આ દાંત ને પાણીમાં પવિત્ર કરીને આપવાનું કહે છે ત્યારે કર્ણ પોતાના બાણથી ગંગા નદી પ્રગટ કરે છે અને તે દાંત ગંગા ના નદીના પાણી માં પવિત્ર કરીને ભગવાન કૃષ્ણ ને દાન આપે છે.

ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના બ્રહ્મણ સ્વરૂપ માંથી સાચા સ્વરૂપ મા આવીને કર્ણ ને દર્શન આપે છે અને કહે છે તારે જે માંગવું હોય તે માંગ પણ કર્ણ કહે છે કે હું મારી જોડે દાન લેનાર ની જોડેથી કશું માંગતો નથી. ત્યારે કૃષ્ણ ભગવાન ખુશ થઇને અર્જુન ને ખભા ઉપર થપાટ મારીને કહે છે આ કર્ણ છે હું આ કર્ણ ની વાત કરું છું. ત્યારે અર્જુન નો અહંકાર ઉતરી જાય છે અને તે પણ કર્ણ ને મહાન ધનુર્ધર, મહાન યોદ્ધા થતાં મહાન દાનવીર માને છે.

ત્યાં ભગવાન કૃષ્ણ કર્ણ ને પોતાની અંતિમ ઈચ્છા પૂછે છે ત્યારે કર્ણ કહે છે કે મારો જન્મ એક કુંવારી માતા માં થયો હતો તો મારા મૃત્યુ પછી મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન ઉપર થાય તે સમયે ભગવાન કૃષ્ણ પોતાની આંતર સુજ નો ઉપયોગ કરીને સુરત માં તાપી નદી ના જોડે એક જગ્યા શોધે છે જે કુંવારી હતી અને તેના પછી કર્ણ પોતાના પ્રાણ ત્યાગ કરે છે અને કર્ણ ને લઈને ભગવાન કૃષ્ણ તાપી નદી પર જાય છે અને ત્યાં પોતાના હાથમાં કર્ણના અંતિમ સંસ્કાર કરે છે અને ત્યાં આજે પણ કર્ણના અંતિમ સંસ્કારના સાક્ષી તરીકે એક વૃક્ષ છે જેની ડાળી ઉપર ફક્ત ૩ પતાં આવે છે. જે ૩ પતાં કર્ણ ના અંતિમ સંસ્કાર ના અને ભગવાન શિવ, વિષ્ણુ, અને બ્રહ્માનું પ્રતિક છે.

આમ આપણા જીવનમાં અને સમાજ માં કર્ણ ખુબજ પ્રેરણા દાયક વ્યક્તિત્વ ધરાવે છે જે સમાજને પરિવર્તન અને જીવનમાં સ્વપ્ન સાકાર કરવા મહેનત અને જીવનમાં ખુબજ મોટું ઉદાહરણ પૂરું પાડે છે આજે આપણો દેશ આવા મહાન લોકો ઉપર ખુબજ ગૌરવ પ્રાપ્ત કરે છે અને આવનારા ભવિષ્યમાં પણ આવા લોકો ઉપર આપણો દેશ ગૌરવ પ્રાપ્ત કરશે. આપણે પણ કર્ણ ના મહાન ગુણો જીવનમાં ઉતારીને ઉપયોગી બનાવીએ અને આપણા દેશ માટે, સમાજ માટે કર્ણ ના જેમ જ પ્રેરણાદાયક કાર્યો કરી ને આવનારા ભવિષ્ય ને જીવનમાં આગળ વધવા અને દેશ માટે પ્રેરણા દાયક કાર્યો કરવા પ્રેરિત કરીએ અને આપણું જીવન આવા જ કાર્યો માં ઉપયોગી બનાવીને જીવનમાં આગળ વધીએ અને સફળતા મેળવીને આપણા દેશ નો ગૌરવ વધારીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational