અંકુશ -2
અંકુશ -2
આજે આપણે જોઈએ તો બાળકોમાં ટેક્નોલજીનો ક્રેજ ખુબજ છે અને જમાનો પણ ટેક્નોલોજી નો છે અને આવા ટેકનોલોજી ના જમાનામાં બાળક ની સાથેમાં બાપ પણ જો વધું શીખતાં થશે અને બાળકો ની સાથેમાં બાપ પણ ટેકનોલોજીમાં દરેક ડગલે ને પગલે સાથે રહેશે તો જ બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે. આપણે જોઈએ છીએ કે દરેકમાં બાપ નું સ્વપન હોય છે કે એમનું બાળક આવા ટેકનોલોજીના યુગમાં દરેક જગ્યાએ સૌથી આગળ રહે અને જીવનમાં પ્રગતી કરે અને એના માટે જમાં બાપ બાળકો માટે ઘણા રૂપિયા ખર્ચે છે સારી સારી ટેકનોલોજી ધરાવતી સ્કુલમાં ભણવા મૂકે છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાંમાં બાપ હંમેશા બાળકો માટે સારું કરવાની અને જીવન ને ઉજ્જવળ બનાવાની આશા રાખે છે.
આપણે જોઈએ છીએ કેમાં બાપ પોતાના બાળક ને જીવનમાં ખુબજ હોંશિયાર અને સમજદાર બનાવવા માંગે છે તેની સાથે સાથે ટેકનોલોજીમાં પણ ખુબજ સમજદાર બનવવા માંગે છે. આપણે જોઈએ તો અત્યાર ના યુગમાં બાળકો ને નાનપણથી જ મોબાઈલ ફોન એમાં પણ સ્માર્ટફોન જોઈતા હોય છે. આપણે સાંભરીએ છીએ કે બાળક જમવા વગર રહી શકે કદાચ પણ સ્માર્ટફોન વગર નહીં. નાનપણથી જ સ્માર્ટફોન બાળકો ને એવો પસંદ આવે છે કે તે સ્માર્ટફોન વગર એક મિનિટ પણ રહી શકતું નથી. અને આજ વાત કેટલાકમાં બાપ માટે એમ લાગતી હોય કે મારુ બાળક નાનપણથી જ સ્માર્ટફોન ઉપયોગ કરે કેટલું હોંશિયાર બનશે અને બીજાં ને પણ જાણે ગૌરવ લઈને વાત કરતા હોય એમ કરે. કે મારું બાળક તો એન્જિનયર કે મોટો માણસ બનશે અત્યારથી સ્માર્ટફોન નો ઉપયોગ કરીને સ્માર્ટ બને છે તમારા બાળકો ને પણ આવા બનાવો એટલે બીજાને પણ એમ થાય કે વાત તો બરાબર છે. ચાલ હું પણ મારા બાળક ને સ્માર્ટફોન લઈ આપું તો હોશિયાર બને અને જીવનમાં ખુબજ આગળ વધે એટલે એ પણ એના બાળક ને સ્માર્ટફોન લાઈ આપે અને કે હાશ હવે મારા બાળક જોડે પણ સ્માર્ટફોન છે એટલે કોઈ ચિંતા નહીં.
પણ મિત્રો હું સાચું કહું જીવનની વાસ્તવિક ચિંતા ત્યારેજ શરૂ થાય છે જયારે આપણા બાળક જોડે સ્માર્ટફોન આવે અને તેનો ઉપયોગ કરતા શીખે. કેમકે આપણાં બાળક જોડે સ્માર્ટફોન આવે એટલે એ ફકત કેવળ આપણને જ નહીં દેખતો એની સાથે આખી દુનિયાને દેખે છે અને એમાં જ વધું જાણવાની ઈચ્છા બાળકને મોબાઈલ પ્રત્યે નાનપણથી જ ખુબજ લગાવ થઈ જાય છે અને તે જીવનભર તે લગાવ ને નથી મૂકી શકતો. બાળક જયારે નાનું હોય ત્યારેજ સ્માર્ટફોનમાં દુનિયાને જોવાનું શરૂ કરે છે અને એના લીધે જ બાળકોમાં ઘણોબધો બદલાવ આવવાની શરૂઆત થાય છે. બાળકો ને સ્માર્ટફોન ઉપયોગ કરવાની ખબર તો હોય છે પણ સમજણ નહીં અને તેના માટે સ્માર્ટફોન નાનપણથી જ લોહીમાં ભળી જાય છે.
બાળકો ને નાનપણથી જ સ્માર્ટફોન આપવાથી તે તેમાં ખુબજ ખોવાઈ જાય છે અને તેને આજ વાત કેટલીક ગંભીર અસરો પણ પહોંચાડે છે. જેવી કે બાળકોના સ્વાસ્થ ઉપર , આંખો ઉપર તો અસર પહોંચે જ છે તેની સાથે બાળકોમાં હિંસાત્મક પ્રવુતિ અને અશ્લીલતા નો પણ ભોગ બને છે. સ્માર્ટફોનમાં આવતી અશ્લીલતા બાળકોના વિવેક ઉપર , બુદ્ધિ ઉપર અને સંસ્કારો ઉપર ખુબજ ગંભીર પરિણામ આપે છે. અને તેના કારણે બાળકોમાં નકારાત્મક બાબતો પ્રવેશ કરે છે અને બાળકોને જીવનના અવળા માર્ગ ઉપર લઈ જાય છે. અને મોબાઈલમાં આવતી ગેમો તો બાળકો માટે જાણે મજા નું સાધન હોય એમ રમતા હોય છે. અને મોબાઈલમાં ગેમો બનાવતી કંપનીઓને પણ ખબર જ હોય છે કે હું આવી ગેમ બનાવીશ તો જ બાળકોને નશો લાગશે અને આપણી ગેમ ચાલશે. એટલે બાળકો તે ગેમોમાં આવીને જે બાળકોના જીવનમાં ઉપયોગી હોય અને સ્વાસ્થ માટે ઉપયોગી હોય તેવી ગેમો રમવાનું ભૂલી જાય છે અથવા બંધ કરી નાખે છે. જેને આપણે મેદાનમાં રમાતી રમતો પણ કહીએ છીએ.
આપણે આપણાં ઘણા જે ઉંમરલાયક માણસો હોય તે કહેતા હોય છે કે અમારા સમયે તો આવું કંઈપણ નહોતું તે સારું હતું અને આ સ્માર્ટફોન આવ્યા તે છોકરા બગડ્યા કે આવા ફોને તો બધો જમાનો બગાડી મુક્યો. એમની કેટલીક વાત સાચી પણ છે કે આવા ફોન ના લીધે બાળકોમાં ગેરસમજણ ઉભી થતી હોય છે અને આવા ફોન ના લીધે બાળકો અનેમાં બાપ નું દિવસે દિવસે અંતર ઘટતું જાય છે. અને હવે તો ટેલિગ્રામ અને વોટ્સએપ ના લીધે કામ સાવ સરળ બની ગયું જે કામ પહેલામાં બાપ ની હાજરીમાં થતું તે હવે એક મેસેજથી પૂરું થઈ જાય અનેમાં બાપ કે બેટા ફોન આપજે તો કાતો મેસેજ ડિલીટ થઈ જાય અથવા નંબર બ્લોક કરીને આપે અથવા ગૂગલ હોય તો એક્ટિવિટી ડિલિટ કરીને આપે. માં બાપ કે મારો છોકરો સારો ઉપયોગ કરે પણ તેમના પીઠ પાછળ કેટલાય બીજા કામ થતાં હોય જેનીમાં બાપ ને પણ ખબર ના હોય કે શું થાય છે અને શું બને છે.
પછી કઈંક ઘટના બનશે એટલેમાં બાપ ની એક જ પરિસ્થિતિ હોય કે મારો છોકરો આવો નહોતો એતો ખુબજ સિધો હતો અને ખુબજ ભોળો હતો આતો ખબર નહીં શુ થયું હે ભગવાન કે મારો છોકરો આવો બની ગયો અથવા આવો નીકળ્યો. ઘેર આવીને તો સારી સારી વાતો કર અને કયારેય પણ ઊંધા રસ્તે જાય એવો નહોતો અમારી કેટલી બિક હતી સમાજમાં નામ બગાડી મૂક્યું. અને કોઈ પણમાં બાપ ને કે તોપણમાં બાપ કે તમારા છોકરાં ની ચિંતા કરો. તમારો છોકરો કેવો છે આખી દુનિયાને ખબર છે અમારી ચિંતા નહીં કરવાની તમારું કરો અમાર છોકરાં પર રિષે બળ્યા વગર. અમારો છોકરો તો અમારો કાળજા નો કટકો અને ખુબજ હોશિયાર અને સમજદાર છે. છે ને મજાની વાત. માં બાપ ની આવી જ વિચારધારા બાળકોને ખુલી છૂટ આપે છે. અને તેમને જીવનમાં સમજણ નો અભાવ કેળવે છે.
આપણે એક વાત સમજવી જોઈએ કે આપણા છોકરાંને બગાડનાર અને સુધારનાર આપણેમાં - બાપ જ છીએ અને આપણે જ આપણાં બાળકોને જીવનમાં રસ્તો બતાવનાર છીએ. મેં કેટલીક વખત કેટલીક વાતો એવી જોયી છે ને કે ખૂબ જ આમ કહેવાય ને નવાઈ લાગે એવી હોય. કેટલીક વખત જે ઉંમરલાયક લોકો હોય એમના હાથમાં સ્માર્ટફોન આવે તો તેઓ હાથમાં લેતા પણ ડરતા હોય કે ક્યાંક બગડી ના જાય અને હાથમાં સ્માર્ટફોન પકડ્યો હોય તો પણ ધ્રુજારી આવતી હોય કે ફોન જોરદાર લાયો માર છોકરો અને કેટલીક વાર તોમાં બાપ ને ના તો સ્માર્ટફોન આવડે નાતો સ્માર્ટફોન ને સમજવાનું અને એવામાં તેઓ સ્માર્ટફોન લઈ આપે બાળકોને એ પણ કોઈકવાર બીજાને જોઈને લાવીને આપે કે માર પાડોશી નો લાયો તો મારો છોકરો પણ લાવે અને એના જ કારણે છોકરાઓને સમજાવનાર કે નિયંત્રણમાં રાખનાર કોઈ હોતું નથી અને તેમને ખુલી છૂટ મળે છે.
આપણે જાણીએ છીએ કે સ્માર્ટફોન દરેક વખતે નુકશાનકારક નથી બનતા જોમાં બાપ ને બાળકોના સ્માર્ટફોન કે અન્ય કોઈપણ ટેકનોલોજીમાં પૂરતું નોલેજ હોય અને તેઓ બાળકોને તેમના નોલેજના અંદર રહીને ટેકનોલોજી ઉપયોગ કરવા આપશે. બાળકોને સારા શિક્ષણ માટે અથવા બાળકોના શારિરીક અને માનસિક વિકાસ માટે અથવા બાળકોના જીવન ઉપર ખૂબ જ હકારાત્મક અસર પડે તેવુ સ્માર્ટફોનમાં ઘણું બધું આવે છે અને બાળકો તે જોઈને ખુબજ આગળ વધી શકે છે. અને એવી જીવનલક્ષી વાતોમાં સ્માર્ટફોન આર્શિવાદ રૂપ પણ બને છે. બાળકોમાં અંગ્રેજી શીખવું હોય કે દુનિયાની કોઈપણ વસ્તુમાં સમજ મેળવવી હોય તો સ્માર્ટફોન ખુબજ ઉપયોગી બને છે અને જીવનના અનેક ગુણ સ્માર્ટફોનથી શીખવા પણ મળે છે. અને એક પ્રકાર કહીએ તો ટેકનોલોજી ને જીવનમાં ભાગ્યેજ કોઈ હોય છે. જે ઉપયોગ નહીં કરતા હોય. બાકી બધાજ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને આપણાં બાળકો અને આપણે પોતેપણ જીવનમાં આગળ વધીએ છીએ.જે ખુબજ સારી વાત છે.
અને હવે આપણે છેલ્લે ટેકનોલોજીને ઉપયોગ કરવા શું ધ્યાનમાં રાખવું તે સમજીએ છીએ અને કેટલીક વાત કરીએ છીએ. તો એમાં એક વાત એ છે કે આપણે આપણા બાળકોને જે વસ્તુ ઉપયોગમાં આપીએ તેને પહેલા આપણે સમજીએ અને આપણે શીખીએ અને આપણે બધી વાત સમજીને આપણાં બાળકોને કોઈપણ વસ્તુ ઉપયોગ કરવા આપીએ. એ સિવાય કોઈ વસ્તુ આપણાં બાળકોને ઉપયોગ કરવા આપવી તે આપણાં જ પગ ઉપર કુહાડી મારવા જેવી વસ્તું છે. અને આપણે પોતે પણ એવું ના રાખવું જોઈએ કે મારે ટાઈમ નહીં અને મારુ બાળક શીખસે તો ઘણું છે અમે કયાંય વધુ ભણ્યા છીએ તે આવડે અને અમારા વખતે શુ આવું કહી હતું તે અમારામાં બાપ શીખ્યા હોય તો અમને શીખવાડે અથવા અમારા વખત ક્યાં આવો જમાનો હતો તે અમને આવડે. આતો બધું અત્યાર ના બાળકોનું કામ આપણી જિંદગી તો લાકડે જવા થઈ હવે શીખીને શું કરવાનું અને હવે અમારે આવતાભવમાં શિખવાનું. અને આવી નકારાત્મક વાતો છોડવી જોઈએ અને આપણે પણ જીવન ની દરેક વાતમાં અપગ્રેડ થતું રહેવાનું અને આપણાં બાળકોને પણ દરેક વાતમાં હોશિયાર બનાવાના અને આપણે પણ હોશિયાર બનવાનું અને બાળકો ની સાથે આપણાં જીવન નો પણ વિકાસ કરવાનો અને બાળકોથી પહેલા આપણે કોઈપણ વાત જાણવી અને સમજવી પછી જ આપણા બાળક ને કહેવી અથવા ઉપયોગમાં આપવી તો જ આપણા બાળકનો અને આપણાં પોતાનો સારો વિકાસ થશે અને આવનાર ભવિસ્ય પણ સારું બનશે અને જીવનનો સાચો માર્ગ પણ મળશે અને જીવનના દરેક જગ્યાએ સૌથી વધુ આગળ આવીશું અને એક વાત હંમેશા યાદ રાખો કે જીવનમાં શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને સારું શીખવાથી કોઈ મોટી વાત નથી હોતી એટલે જીવનની કોઈપણ ઉંમર હોય હંમેશા શીખતાં રહેવું અને આગળ વધવું અને બીજાને પણ શીખવાડવું અને આપણા , આપણાં બાળકોના અને બીજાના જીવનને આપણાંથી બનતી યોગ્ય મદદ કરીએ અને આપણી સાથે બીજાનું પણ જીવન સારું બનાવીએ અને નકારાત્મક ખરાબ વાતોથી દૂર થઈને સારા અને હકારાત્મક જીવન તરફ આગળ વધીને આપણું , આપણા પરીવાર નું અને આપણાથી બનતા તમામ લોકો નું ઉજવવળ ભવિષ્ય બનાવીએ. અને તો જ આપણાં દેશ નો સાચો વિકાસ થશે અને ભારત માતા સાચા અર્થમાં બાળકો બનીશું અને " મેરા ભારત મહાન " નું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કરીશું અને આપણાં ભારત દેશ ને વિશ્વમાં સૌથી મહાન બનાવીને આપણાં દેશ ને આપણી ભારત માતા ને વિશ્વમાં ગૌરવ અપાવીશું અને આપણાં દેશના સાચા સપૂત બનીશું અને આપણો દેશ વિશ્વમાં મહાન છે, મહાન હતો અને મહાન હશે તે સાચા અર્થમાં સાર્થક કરીશું.
