Patel Shubh

Inspirational Others horror

3  

Patel Shubh

Inspirational Others horror

રાત્રી રોકાણ

રાત્રી રોકાણ

29 mins
378


આજે ઘણા સમય પછી રાજુ ખુબજ ખુશ હતો કેમકે તેના મિત્રો અક્ષય, રાહુલ, દિપક અને તેની ખુબજ સારી મિત્ર અંજના સાથે તેના મામા ઘરે જવાનું થયું હતું. પછી તેઓ બીજા દિવસે તેઓ મામાના ઘરે જવા નીકળી જાય છે. અને મામાનું ઘર પણ ખુબજ દૂર હતું. તેથી આખો દિવસ મુસાફરી કર્યા બાદ પણ તેઓ મામાના ઘરથી ખુબજ દૂર હોય છે અને રાત્રી ના 7 વાગ્યા હોય છે તે સમયે અંજના કહે છે કે આજે રાત્રી ના 7 વાગ્યા છે તેથી આપણે અહીં નજીકના ગામમાં આજે રાત્રે રોકાઈએ. તેથી અંજનાં ના કહેવા મુજબ તેઓ નજીકના ગામમાં રાત્રી રોકાણ માટે જાય છે.

પણ તેઓ ને ત્યાં કોઈ ઓળખતું નથી તેથી તેમના રાત્રી ના રોકાણ માટે કોઈના ઘરે રોકાવું તે યોગ્ય લાગતું નથી. તેથી તેઓ ગામનાં કોઈ વડીલ વ્યક્તિને પોતાની વાત જણાવે છે અને તે વડીલ વ્યક્તિની મદદથી ગામની વાડીમાં તેમની રાત્રી રોકાણની વ્યવસ્થા થઈ જાય છે. એટલે બધા ખુબજ ખુશ હોય છે ત્યાં અક્ષય કહે છે કે હવે શાંતિ થઈ આપણા રાત્રી રોકાણની વ્યવસ્થા થઈ ગઈ તેથી આજની રાત્રી ની ચિંતા નહીં. પણ એમને હજુ ક્યાંય ખબર હોય છે કે આ રાત્રી કેટલી ભયાનક બનવાની છે. તેથી તેઓ બધા પોતાની મસ્તીમાં હોય છે.

બધા પોતાની મસ્તી માં હોય છે ત્યાં રાહુલ કહે છે કે હજુ તો રાત્રે ના 7 ; 45 જ થયા છે અને રાત્રે જમવાનું એ દાદા ના ઘરે જ કીધું છે જેમને આપણને અહીં વાડીમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરી આપી હતી. તેઓ એ આપણને 8 :30 એ કહ્યું છે. તો હજુ તો ગણો સમય છે ચાલોને મિત્રો આપણે ગામમાં એક ચક્કર મારતા આવીએ અને એ બહાને આપણી ગામ લોકોની સાથે ઓળખાણ અને મુલાકાત પણ થાય અને આપણને ગામ દેખવા અને જાણવાં પણ મળે.

પછી દિપકએ કીધું કે સારો વિચાર છે ચાલોને ગામમાં જતા આવીએ. અને બધા ગામની મુલાકત લેવા જાય છે તે સમયે તેઓ એક વૃદ્ધ બાને જુવે છે અને રાજુ કહે છે ચાલોને આપણે એ વૃદ્ધ બા ને મળીએ અને ગામને જાણીએ કેમકે ગામના વિષે તેમનાથી વધુ જાણકારી કોઈ નહીં આપી શકે અને બધા તે વૃદ્ધ બાને મળવા જાય છે. પછી બાની નજીક જતા જ અંજના બોલે છે કે નમસ્તે બા,ત્યાં બા પણ એક સ્મિત સાથે કહે છે કે જયશ્રીકૃષ્ણ, પછી બા કહે કે બેટા તમે કોણ મેં તમને ના ઓળખ્યા.

તેના પછી રાજુ કહે છે કે આ મારા મિત્રો છે રાહુલ, દિપક, અંજના અને અક્ષય. અમે બધા માર મામા ના ઘરે જવા નીકળ્યા હતા અને સાંજના સમયે અંધારું થતા અમે ગામમાં રાત્રી રોકાણ માટે આવ્યા હતા અને અત્યારે અમે ગામમાં એક ચક્કર મારવા નીકળ્યા છીએ જેથી ગામના લોકોની મુલાકાત પણ થાયને ગામ પણ જોવા મળે. ત્યારે બા હળવા હળવા સ્મિત સાથે કહે છે કે બહુ જ સારો વિચાર છે તમારો. પણ એક વાત નું ધ્યાન રાખજો કે ગામમાં ભલે તમે બધે ફરો પણ ગામના તળાવ જોડે રાત્રે કોઈ જતા નહીં કેમકે ત્યાં આત્માઓ નો વાસ હોય છે અને રાત્રે ગામનાં તળાવ જોડે જતા લોકો નો ભોગ લે છે એટલે તમે ત્યાં ના જતા. બધા બાની આગળ તો સારું કહે છે કે અમે નહીં જઈએ પણ બધા ના મનમાં ત્યાં જવાની ઈચ્છા હોય છે.

એટલે બાને મળીને જેઓ થોડા આગળ જાય છે ત્યાં રાહુલ કહે છે કે ચાલોને આપણે ગામનાં તળાવ જોડે જતા આવીએ અને ત્યાં જોઈએ કે કેવી આત્માઓ રહે છે. ત્યાં અંજના કહે છે કે ના બાબા ના. આપણે કયાંય નથી જવું અત્યારે સીધા જ જમવા જઈએ અને મેં ફિલ્મો અને સિરિયલોમાં પણ જોયું છે કે લોકો આવી વાતોની અવગણના કરે છે અને પછી તેઓ મૃત્યુ પામે છે. ત્યાં દિપક બોલે છે ઓ કમોન અંજના મને નથી ખબર કે છોકરીઓ પણ આટલી ડરપોક હોય છે ને ફિલ્મો અને સિરિયલોની વાત સાચી માને. તે સિરિયલો અને ફિલ્મો માં બને વાસ્તવિક દુનિયામાં નહીં. ત્યાં રાજુ પણ બોલે છે કે મને અંજના ની વાત સાચી લાગે આપણે ત્યાં ના જવું જોઈએ. પછી રાહુલ અને દિપક કહે છે શું કહેવું અક્ષય ત્યાં જવું જોઈએ કે નહીં.

એટલે અક્ષય બોલે છે કે રાજુ અને અંજના ડરે છે એટલે નથી જવું આપણે એ બંને ડરપોક છે. એટલે રાજુ અને અંજના ગુસ્સે થઈને કહે છે કે અમે ડરપોક નથી અમે તો સિરિયલો અને ફિલ્મોમાં જે જોયુ તે કહીએ છીએ. એટલે અક્ષય કહે છે કે ફિલ્મો ની દુનિયા અને વાસ્તવિક દુનિયા માં ગણો ફર્ક હોય છે એટલે જરૂરી નથી કે ફિલ્મો અને સિરિયલો માં જે બને તે વાસ્તવિક દુનિયા માં પણ બને. તો ચાલો આપણે ગામનાં તળાવે જતાં આવીએ અને આમ પણ જમવાની હજુ 15 મિનીટ બાકી છે એટલા માં આવતા રહીશું. એટલે બધા અક્ષય ની વાત ને હા કહીને તે તળાવ તરફ જવા નીકળે છે.

પછી તેઓ ચાલતા ચાલતા થોડાક સમયમાં જ તળાવની જોડે પહોંચે છે અને ગામનું સુંદર રમણીય તળાવ જુવે છે અને તળાવ ને જોતા જ અંજના બોલે છે કે વાહ કેટલું સુંદર તળાવ છે. મેં આના પહેલા આવું તળાવ કયારેય પણ નથી જોયું અને તળાવ ની આજુબાજુ આવતા પક્ષીઓનો અને જીવજંતુ ના અવાજ કેટલા સારા છે અને તળાવના પાણીમાંથી આવતો ઠંડો પવન મનને કેટલી શીતળતા આપે છે. ત્યાં જ રાજુ બોલે છે કે ખબર છે ને પેલા બા એ શું કહ્યું હતું. તળાવ જેટલું સુંદર છે તેટલા જ લોકોનો ભોગ પણ લે છે. આપણે અહીં વધારે સમય ના રોકાતા જલ્દીથી નીકળી જઈએ.

ત્યાં જ રાહુલ બોલે છે કે જો રાજુ ડરપોક બોલ્યો. અહીં આટલા સુંદર તળાવ માં થોડી કોઈ આત્મા હોય કે લોકોનો ભોગ લે અને દિપક પણ તેની હામાં હા મિલાવી કહે છે કે સાચી વાત છે રાહુલ ની અને જોશ માં ને જોશ માં બોલે છે કે આવવા દો આત્માઓને આજે એમને પણ જોઈ લઈએ કે કેવી રીતે ભોગ લે છે અને ત્યાં જ અક્ષય બોલે છે કે અહીં આવી જ ગયા છીએ તો ચાલોને મિત્રો અહીં બેસીએ કેટલી સુંદર જગ્યા છે. અને બધા જ થોડીવાર માટે ત્યાં બેસે છે. અને જાત જાત ની વાતો કરીને મજાક મસ્તી કરે છે.

અને ત્યાં જ એક ભાઈ લાકડી ના ટેકે ટેકે આ મજાક મસ્તી કરતા મિત્રો જોડે આવે છે અને કહે છે કે તમે અહીં વધારે ના રોકાવો અને ફટાફટ ચાલ્યા જાઓ અને ત્યાં જ રાહુલ બોલે છે કે અમે આ જગ્યા પર હાલ તો આવ્યા છીએ એટલે થોડા સમય માટે અહીં રોકાઈસુ અને જગ્યા પણ સારી છે એટલે અમને પણ મજા આવે. ત્યાં પેલો ભાઈ બોલે છે કે તમારી આ મજા ક્યાંક તમારી સજા ના બને એનું ધ્યાન રાખજો અને એટલામાં જ અંજના બોલે છે કે મને પણ આમની વાત સાચી લાગે અહીં વધારે ના રોકાવું જોઈએ. ત્યાં જ રાજુ બોલે છે કે અંજના બરાબર કહે છે. આપણે અહીં ના રોકાવું જોઈએ અને આ હું તો ચાલ્યો તમારે રોકાવું હોય તો રોકાવો મારે નહીં રોકાવું.

ત્યાં જ અક્ષય બોલે છે કે જો ડરપોક રાજુ ચાલ્યો અને આવા ડરપોક લોકો આપણા મિત્રો છે. ત્યાં જ રાજુ પાછો આવીને કહે છે કે ફરીવાર કહું છું કે હું ડરપોક નથી. તો અક્ષય કહે છે તો જાય છે કેમ ઉભો રહેને. કોઈ આવીને તને ખાઈ નહીં જાય. ત્યાં જ રાહુલ બોલે છે ને ઓ ભાઈ અહીંથી નિકળોને ખોટું બધા ને ડરાયા વગર. ત્યાં જ પેલો ભાઈ બોલે છે કે હું ડરાવતો નથી. આતો તમને ચેતવું છું. ત્યાં જ રાહુલ ફરીથી બોલે છે કે અમને કહી નહીં થાય અને વધારે ડરાવીશ તો તારા માટે સારું નહીં થાય. એટલા માટે અહીંથી નીકળવાનું કર.

ત્યાં જ પેલો ભાઈ રાહુલ ની વાત સાંભરીને એક ચહેરા પર સ્મિત સાથે ભડકો થઈને ગાયબ થઈ જાય છે. તે જોઈને બધા ખુબજ ડરી જાય છે અને ત્યાં જ અંજના બોલે છે કે આ શું થયું ? અને ત્યાં જ રાજુ પણ બોલે છે કે આ ભડકો શાનો હતો ? અને દિપક પણ ડરતા ડરતા બોલે છે કે મેં આવું પહેલા કયારેય નહીં જોયું. અને ત્યાં જ અક્ષય બધાને હિંમત આપતા કહે છે કે ચિંતા ના કરો આવું તો ફિલ્મો અને સિરિયલો માં પણ થાય છે તેથી ડરો નહીં અને અક્ષય નું આટલું બોલતા જ રાહુલ મારી ભૂલ થઈ ગઈ,મારી ભૂલ થઈ ગઈ કરતા જ બેભાન થઈ જાય છે અને ત્યાં બધા વધારે ડરે છે ને એ ડર ના લીધે રાજુ અને અંજના ખુબજ ધ્રૂજી રહ્યા હોય છે.

ત્યાં જ દિપક ફરી બોલે છે કે હા રાજુ અક્ષય સાચું કહે છે. આપણે આ સમયે રાહુલ ની મદદ કરવી જોઈએ ના કે પછી આવી ફિલ્મી વાતોથી ડરવું જોઈએ. અને રહી વાત ભડકો થવાની તો હું નથી માનતો કે તે ભૂત કે કોઈ આત્મા હોઈ શકે આપણને કોઈ ડરાવીને અહીંથી ભગાડવા માંગે છે. ત્યાં અંજના કહે છે કે તમારે જે કહેવું હોય અને જે માનવું હોય તે માનો પણ આ આત્મા જ હતી. ત્યાં જ અક્ષય ગુસ્સે થઈને કહે છે કે અહીં આપણા મિત્ર ને મદદ કરવી જોઈએ એ બેભાન છે તો એને ભાનમાં લાવવો જોઈએ એની જગ્યાએ તમે આત્મા અને ફિલ્મો ની વાતો કરો છો. આપણૅ એને ભાન માં લાવવા માટે ગામમાં લઈ જઈએ અને એને ભાન માં લાવીએ કેમકે અહીં બધા ડરી રહ્યા છો અને આવી રીતે તો રાહુલ ભાન માં આવ્યા પછી પણ બીમાર પડશે એટલે ગામમાં એને લઈ જઈએ અને ગામ લોકો ની મદદથી ભાનમાં લાવીને એને હિંમત આપીએ તેથી એનો ડર હોય તો દૂર થઈ જાય. તેથી બધા મિત્રો એને ગામ લોકો જોડે લઈ જવા રાહુલ ને ઉચકી લે છે અને ચાલતા ચાલતા તેઓ ગામ લોકો જોડે આવવા નિકળે છે.

ત્યારપછી થોડા સમય માં જ તેઓ ગામ લોકો જોડે રાહુલ ને લાવે છે અને તેના ચહેરા ઉપર પાણી છાટીને તેને ભાન માં લાવવામાં આવે છે અને ભાન માં આવતા જ રાહુલ બોલે છે કે મને શું થયું હતું. ત્યારેજ અક્ષય રાહુલ વધારે ડરે નહીં એટલે કહે છે કે કઈ નહીં થયું. આપણે પેલા દાદા ના ઘરે હવે રાત્રી ના જમવા માટે જવાનું છે. ત્યાર પછી તેઓ દાદા ના ઘરે જમવા જાય છે. તે સમયે દાદા રાજુ ને પૂછે છે કે અહીં આવવામાં કંઈપણ તકલીફ તો નથી થઈ ને ? ત્યારે રાજુ બોલે છે કે ના અમને કઈ તકલીફ નથી થઈ અને જમવાનું શરૂ થાય છે. તે સમયે અંજનાથી રહેવાયું નહીં અને એને પુછ્યું કે દાદા આ તળાવ જોડે લાકડીવાળો ભાઈ આવે છે અને તે ભડકો થઈ ને ગાયબ કેમ થઈ જાય છે ?.

ત્યાંજ દાદા અંજના ને પૂછે છે કે તને આની ખબર ક્યાંથી પડી ત્યારે અંજના કહે છે કે અમે ગામ લોકો જોડે થી સાંભર્યું હતું. અહીં અંજના તેઓ તળાવ જોડે રાત્રે ગયા હતા તે વાત છુપાવા માંગે છે. ત્યાંજ દાદા એ કીધુ કે એ લાકડીવાળો ભાઈ અમારા ગામના મણીભા નો છોકરો છે. આજથી લગભગ 2 વર્ષે પહેલા તેનું ગામના તળાવ ના કાંઠે રાત્રે ખેતર થી ઘરે આવતા મૃત્યુ થયું હતું અને એની આત્મા આજેપણ તળાવ ના કાંઠે દેખાય છે.

એટલું સાંભરતા જ રાહુલ બોલે છે કે હવે હું વધારે નહીં જમી શકું. મને બહુ જ થાક લાગ્યો છે. એટલે હું વાડી માં જાઉં છું. અને ત્યાંજ રાજુ બોલે છે કે આમ એકલો જઈશ થોડી રાહ જો હજુ તો જમવાનું શરૂ થયું છે આપણૅ જમીને સાથે નિકળીશું. ત્યાં જ રાહુલ ગુસ્સે થઈને બોલે છે કે તમારે આવવું હોય તો આવો હું તો જાઉં છું અને ગુસ્સે થઈને ત્યાંથી વાડી એ આવવા એકલો નિકળી પડે છે. ત્યાં જ અંજના અક્ષય ને પૂછે છે કે શું થયું આને ? કેમ આટલો ગુસ્સે થઈને સરખું જમ્યો પણ નહીં અને નીકળી ગયો ? ત્યાંજ અક્ષય કહે છે કે એ થાકી ગયો છે એટલે એ આરામ કરવા નીકળી ગયો હશે. આપણે કંઈપણ ચિંતા કર્યા વગર જમી લઈએ અને જમીને એને આપણે વાડીમાં મળીશું.

ત્યાંજ દિપક બોલે છે કે રાહુલ આપણો બેસ્ટ મિત્ર છે અને આવું આજથી પહેલા કોઈ દિવસ નથી કર્યું. એટલે મને જરૂર કઈંક દાળ માં કાળું લાગે છે અને હું પણ રાહુલ ને આમ અજાણ્યા ગામમાં એકલો જવા દેવા માંગતો નથી એટલે હું પણ તેની પાછળ જાઉં છું. જેથી કંઈપણ તકલીફ માં એની મદદ કરી શકાય. ત્યાંજ અંજના કહે છે કે અક્ષય તું તો દિપક ને સમજાવ કે તે શાંતિ થી જમીલે આમ ટેન્શન ના વધારે. ત્યાં અક્ષય પણ દિપક ની વાત માં હા માં હા મિલાવીને કહે છે કે દિપક ની વાત સાચી છે. આમ રાહુલ ને એકલો અજાણ્યા ગામમાં ના જવા દેવાય અને દિપક પણ રાહુલ ની પાછળ ની પાછળ વાડી એ આવવા નીકળી પડે છે.

વાંચક મિત્રો અત્યારસુધી ની જે તમે વાર્તા વાંચી તે વાર્તા મુસીબત માં ફસાવવા ની શરૂઆત છે. અને હવે જે વાર્તા આવશે તે તમને સાચા ડરનો અનુભવ કરાવશે. અને તેની મજા ત્યાંરે આવશે જયારે તમે ઉપર નો ભાગ વાંચ્યો હશે ને વાર્તા ને સમજ્યા હશો. એટલા માટે નીચે નો ભાગ પણ શાંતિ થી વાંચજો જે તમને સાચા ડરનો અનુભવ કરાવશે.

દિપક પણ રાહુલ ની પાછળ આવવા નીકળી પડે છે અને મનમાં એક વાત નો વિચાર કરે છે કે રાહુલ પણ કેટલું ઝડપી ચાલે. રસ્તા માં કયાંય પણ દેખાતો નથી. આમ આવા વિચારો કરતા કરતા દિપક વાડી ના રસ્તે રાહુલ ની પાછળ આવતો હોય છે અને એટલામાં જ દિપક એક ભાઈ ને લાકડી ના ટેકે ટેકે પોતાની તરફ આવતા જુવે છે અને મનમાં વિચારે છે કે આટલી રાત્રે લાકડી ના ટેકે ટેકે મારી સામે કોણ આવી રહ્યું છે ? કદાચ એ ભાઈ તો નહીં જે અમને તળાવ આગળ મળ્યા હતા અને ભડકો થઈ ગયા હતા. તો પણ એ મન મક્કમ કરીને વિચારે છે કે ના ના એ ભાઈ થોડા અહીં આવે અને હું પણ આવી વાતો માં ડરી રહ્યો છું.

ત્યાર પછી થોડી વારમાં એ ભાઈ દિપક ની સામે આવી ને ઉભા રહે છે પણ આ શું એમની જોડે તો એક યુવાન સ્ત્રી અને બીજા 2 વૃદ્ધ લોકો હતા જેમની તરફ દિપક ની નજર જાય છે અને ત્યાર પછી પેલાં દાદા ની વાત યાદ આવે છે કે આતો ભાઈ 2 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને એની આત્મા તળાવે ભટકે છે. તેથી દિપક ડરતાં ડરતા અવાજે બોલે છે કે તમે એજ ભાઈ છો ને જે અમને તળાવે મળ્યા હતા તો પેલા સામેવાળા ભાઈ કહે છે હા. એટલે આ સાંભરીને દિપક બહુ જ ગુસ્સે ભરાય છે અને પેલા ભાઈ ની સામે ઊંચા અવાજે કહે છે કે તમારા લીધે મારો મિત્ર રાહુલ ત્યાં બેભાન થયો હતો અને અત્યારે સરખું જમ્યો પણ નહીં અને તમે જ અમને ડરાવતા હતા અને ભડકો થઈ ગયા. હવે હું તમને નહીં છોડું હવે તમારું આવી બન્યું.

ત્યાંજ ફરીથી દિપક બોલે છે કે અમે લોકો જમવા ગયા ત્યાં દાદા કહેતા હતા કે તમે મણીભા ના છોકરા છો જેમનું 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું શુ આ વાત સાચી છે ? ત્યાંજ પેલો સામેવાળો ભાઈ કહે છે હા એ વાત સાચી છે. મતલબ. . . . બોલતા જ દિપક ગભરાઈ ને જમીન ઉપર પડી જાય છે. ત્યાં જ તે ફરીથી ગભરાતા ગભરાતા બોલે છે કે તમે આત્મા કેવી રીતે હોઈ શકો ? કેમકે તમે તો માણસ જ દેખાઓ છો અને મેં ફિલ્મો માં અને સિરિયલો માં જોયું છે અને મારી બા જોડે થી પણ મેં ભૂત ની કહાનીઓ સાંભરી છે કે ભૂત ના પગ ઊંધા હોય છે,તે ડરાવના હોય છે અને તેમના માથા ના વાળ સફેદ હોય છે, સફેદ કપડાં પહેરે છે અને તે હવામાં ઉડે છે અને તેમની આંખો લાલ હોય છે અને તે પેટમાં ઘૂસી જાય છે અને તે ખુબજ ભયાનક લાગે છે અને અંતે તે મારી પણ નાખે છે પણ તમારાં માં તો આવું મને કહી નથી દેખાતું એટલે તમે આવા ડરાવાના નાટક બંધ કરો નહીંતર તમારું આવી બન્યું.

આટલું સાંભરતા જ પેલો ભાઈ કહે છે કે તે ફિલ્મો, સિરિયલો અને કહાનીમાં ભૂત વિષે સાંભર્યું હશે અને આજે વાસ્તવિક દુનિયા માં જોઈ પણ લે અને એટલું કહેતા પેલા ભાઈની સાથે રહેલી યુવાન સ્ત્રી હવામાં ઉડવા લાગે છે અને તેની આંખો લાલ થઈ જાય છે અને તેની આંખોમાંથી અને ગળામાંથી લોહી વહેવા લાગે છે. અને પેલા 2 વૃદ્ધ લોકો પણ દિપક ને ઘેરી લે છે અને તેમનો આકાર ખુબજ મોટો થતો જાય છે. આ જોઈને દિપક બચાવો બચાવોની બુમો પાડે છે પણ કોઈ સાંભળનાર હોતું નથી અને અંતે પેલા ભાઈ ની સામે જુવે છે જે લાકડી ના ટેકે ટેકે ચાલતા હતાં અને તેમનું માથું પણ ધડમાંથી અલગ થઈને હવામાં ઉડવા લાગે છે અને એમનું ધડ દિપક સામે ચાલતું ચાલતું આવે છે અને દિપકની એકદમ નજીક આવીને ઊભું રહી જાય છે અને ત્યાં જ દિપક પણ બેભાન થઈ જાય છે.

ત્યાંજ અક્ષય, અંજના અને રાજુ નું જમવાનું પૂરું થઈ જાય છે અને તેઓ દાદા ને કહે છે કે જમવાનું બહુ જ સારુ બન્યું હતું. તમારો ખૂબ ખુબ આભાર દાદા. અને એટલું જ કહેતા અંજના બોલી કે મને રાહુલ ની અને દિપક ની બહુ જ ચિંતા થાય છે કે તેમણે જમવાનું સરખું જમ્યુ પણ નહીં અને તેઓ બને ખુબજ ભૂખ્યા હશે. અને ત્યાંજ અક્ષય કહે છે કે આપણે વાડીએ પહોંચવું જોઈએ. એટલે બધા દાદા નો આભાર માનીને વાડીએ આવવા નીકળી પડે છે અને રસ્તામાં રાજુ બોલે છે કે જમવાનું ખુબજ ટેસ્ટી હતું મજા આવી ગઈ. ત્યાંજ અંજના રાજુ ને ટોકતા કહે છે કે રસ્તામાં આટલી રાત્રે જમવાની વાત ના કરાય અને ત્યાંજ અક્ષય કહે છે ચાલો હું તમને એક જોક્સ સંભળાવું અને તેઓ આમ જ પોતાની મસ્તીભરી વાતો કરતા કરતા વાડી તરફ આવતા હોય છે.

અને ત્યાંજ રાજુ ની નજર દિપક ના રસ્તામાં પડેલા હાથરૂમાલ તરફ પડે છે અને કહે છે કે જુવો મિત્રો આ દિપકનો હાથરૂમાલ અને ત્યાંજ અંજના પણ કહે છે કે આ જુવો દિપકના સેન્ડલ. અને ત્યાંજ અક્ષય ની નજર સેન્ડલ ની બાજુ માં રહેલા વિચિત્ર નિશાન તરફ જાય છે અને અક્ષય કહે છે કે અહીં જુવો મિત્રો આ એક વિચિત્ર નિશાન પણ દેખાઈ રહ્યું છે અને તેની બાજુમાંજ કોઈને ઘસેડીને લઈ જવાના પણ નિશાન છે. અને ત્યાંજ અંજના બોલે છે કે હે ભગવાન દિપક ની સાથે કોઈ અનહોની તો નહીં બની હોય ને ? અને ત્યાંજ અક્ષય રાજુ અને અંજના ને હિંમત આપતાં કહે છે ચિંતા ના કરો દિપક ને કહી નહીં થાય. પણ આ ઘસેડીને લઈ જવાના નિશાન કઈ તરફ જઈ રહ્યા છે ? અને ત્યાંજ અંજના બોલે છે કે આ નિશાન તો તળાવ તરફ જઈ રહ્યા છે તો શું દિપક. . . . . . એમ કહેતા અંજના પણ ખુબજ ડરી જાય છે અને ત્યાંજ અક્ષય કહે છે કે અરે યાર આમ તમે ડરો નહીં અને મને પણ ડરાવો નહીં.

ત્યાંજ અક્ષય કહે છે કે અંજના અને હું તળાવ તરફ જઈએ અને દિપક ને બચાવીએ અને રાજુ તું વાડી માં જા અને ત્યાં રાહુલ હશે એટલે ત્યાં જઈને એનું ધ્યાન રાખજે અમે હાલ જ આવીએ છીએ અને એટલું જ કહેતા અંજના અને અક્ષય તળાવ તરફ જવા નિકળે છે અને રાજુ વાડી માં આવવા ઝડપથી નીકળે છે. અને થોડા સમય માં જ દિપક ને શોધવા અંજના અને અક્ષય તળાવ નજીક આવે છે અને દીપક ને શોધવાનું શરૂ કરે છે અને દિપક દિપક કરીને બુમો પણ પાડે છે અને પણ ત્યાં કોઈ દેખાતું નથી અને તેથી અંજના અને અક્ષય ખુબજ ચિંતા કરે છે અને ત્યાંજ એકાએક જ તળાવ માં કોઈના ડૂબવાનો અવાજ આવે છે અને બચાવો બચાવો ની બુમો સંભળાય છે.

ત્યાંજ અંજના અક્ષય ને કહે છે સામેના કાંઠે કોઈ ડૂબી રહ્યુ હોય એવો અવાજ આવી રહ્યો છે અને ત્યાંજ અક્ષય બોલે છે કે આ અવાજ તો દિપક નો છે અને ત્યાંજ તેઓ દિપક દિપક કરતા સામેના કાંઠે આવી પહોંચે છે પણ એટલામાં બહુ જ મોડું થઈ ગયું હોય છે અને દિપક નું મૃત્યુ થઈ જાય છે અને એની લાશ સામેના કાંઠે આવી જાય છે. આ જોઈને અંજના અને અક્ષય ખુબજ ગભરાઈ જાય છે અને અંજના દિપક દિપક કરતી રડવા લાગે છે અને ત્યાંજ અક્ષય કહે છે. આપણે આ સમયે હિંમત થી કામ લેવાનું છે અને એજ સમયે એક પડછાયો અંજના અને અક્ષય ની પાછે આવીને ઉભો રહે છે અને કહે છે કે મારું મૃત્યુ થઈ ગયું છે તેથી તમે મારામાં વધારે વિલાપ ના કરો અને ખુબજ ઝડપથી રાહુલ ની જોડે જાઓ નહીંતર તમારામાંથી કોઈપણ નહીં બચે.

આટલુ સાંભળતા જ અંજના અને અક્ષય રાહુલ ની જોડે આવવા ખુબજ ઝડપથી નિકળી પડે છે અને ત્યાંજ રાજુ પણ રાહુલ ની જોડે વાડી માં આવી પહોંચે છે પણ આ શું ? રાજુ જુવે છે કે રાહુલ દિવાલ ની સમક્ષ મોઢું રાખીને બેઠો છે અને દીવાલ ઉપર કઈંક નિશાન બનાવી રહ્યો હોય છે અને આ નિશાન પણ વિચિત્ર અને ડરાવના હોય છે. અને વાડી ના બધાજ પંખા અને લાઈટો પણ ચાલુ હોય છે. એટલે ત્યાંજ રાજુ રાહુલ તું શું કરે ? અને આ નિશાન શાના બનાવે ? અને આખા રૂમ ની લાઈટો કેમ ચાલું રાખે ? તને ખબર પડે છે કે નહીં કોઈ આપણને આમ રાત્રી રોકાણ કરવા વાડી આપે અને આપણે તેનો દુરુપયોગ કરીએ. ત્યાં રાહુલ કઈ પણ બોલતો નથી તેથી રાજુ કહે છે કે હું તને કહી પૂછી રહ્યો છું કઈંક ઉત્તર આપ અને ફરીથી પણ રાહુલ કંઈપણ બોલતો નથી. તેથી રાજુ ખુબજ ગુસ્સે થાય છે અને જોરથી બોલે છે તને સંભળાય છે કે નહીં અને હવે મારા ધૈર્યની પરીક્ષા ના લઈશ. અને જણાવ કે આ નિશાન શાના છે અને કેમ આમ લાઈટ ને પંખા આખી વાડી ના ચાલું કર્યા છે. અને ત્યાં પણ રાહુલ કંઈપણ બોલતો નથી. અને અંતે રાજુ કહે છે કે તું એમ નહીં માને ને અને તે રાહુલ ના ખભા પર પાછળ થી હાથ મૂકે છે.

ત્યાંજ રાહુલ એક ભયંકર અવાજ સાથે બોલે છે કે મારા ખભા પર થી હાથ લઈલે રાજુ. આ સાંભળીને રાજુ બોલે છે કે હવે તું મને ડરાવે છે અને હસે છે અને ત્યાંજ ફરીથી રાહુલ ભયંકર અવાજ સાથે કહે છે કે મારા ખભા પર થી હાથ લઈલે. પણ રાજુ આ વખતે ઓવરકોન્ફિડન્સ માં આવી જાય છે અને કહે છે કે હું હાથ નહીં લઉં અને ત્યાં રાહુલ બોલે છે કે હવે છેલ્લી વાર કહું છું હાથ લેવો છે કે નહીં અને ત્યાં જ રાજુ બોલે છે કે નાં મારે નથી લેવો અને આવા અવાજ કાઢીને દિપક ને ડરાવજે. મને અને અંજના ને નહીં. પડી ખબર.

અને રાજુ નું આટલું કહેતા જ રૂમ ની અને વાડીની બધી જ લાઈટો અચાનક બંધ થઈ જાય છે અને વાડીનો અને રૂમનો દરવાજો ખુબજ જોરથી વખાઈ જાય છે અને ત્યારપછી ખુબજ ડરાવની આંખોથી રાહુલ રાજુ સામે જુવે છે. રાજુ ને રાહુલ ની આંખો ખુબજ લાલ અને એનો અવાજ પણ ભયંકર લાગે છે અને રાહુલ ની ગરદન પણ ચારેય દિશામાં ગુમી રહી છે આ જોઈને રાજુ રાહુલ. . . રાહુલ. . . કરતા નીચે પડે છે અને તે ખુબજ ડરી જાય છે અને ત્યારપછી રાહુલ હવામાં ઉપર ઉડવા લાગે છે અને રાજુ નું પણ ગળું પકડીને તેને હવામાં ઉંચે સુધી લઈ જાય છે. જયાં રાજુ ખુબજ તરફડીયા માળે છે અને બચાવો બચાવો ની બૂમો પણ પાડે પરંતુ રાજુ નો અવાજ ડરના લીધે દબાઈ જાય છે અને રાહુલ નું શરીર પણ ખુબજ સફેદ થવા લાગે છે અને ત્યારપછી રાહુલ રાજુને ગળા થી પકડીને તેને દૂર એક ટેબલ પડ્યું હોય છે. તેની ઉપર ફેંકી દે છે અને રાજુ ટેબલ ઉપર પડે છે અને ટેબલ ની ધાર રાજુના કપાળ માં વાગવાથી ખુબજ લોહી આવે છે અને રાજુ ને ચક્કર આવે છે અને તેને ધૂંધરું ધૂંધરું દેખાવાનું પણ શરૂ થઈ જાય છે અને અંતે તે બેભાન થઈ જાય છે.

અને આ બાજુ પણ અંજના અને અક્ષય ખુબજ ઝડપથી વાડી તરફ આવતા હોય છે અને ત્યાં રસ્તામાં તેમણે લાકડી નો ટેકો લઈને આવતા કોઈક ભાઈ ને જુવે છે અને તેની સાથે એક યુવાન સ્ત્રી પણ હોય છે. અને ત્યાંજ અક્ષય સમજી જાય છે આ એજ છે જે આપણને તળાવ ના કાંઠે મળ્યા હતા અને તેઓ આપણી તરફ આવી રહ્યા છે. પણ આપણને તો તે ભાઈ જ મળ્યો હતો અને આની બાજુમાં આ યુવાન સ્ત્રી કોણ છે ? અને તે કેમ આપણી તરફ આવી રહી છે ? પછી તે ભાઈ અને યુવાન સ્ત્રી એકદમ રાહુલ અને અંજનાની નજીક આવી જાય છે અને અંજના પણ ડરના માર્યા ખુબજ ધ્રૂજી રહી છે અને તેનું શરીર પણ પરસેવો પરસેવો થઈ રહ્યું હોય છે અને ત્યાંજ અંજના બોલે છે કે આપણો અંતિમ સમય આવી ગયો લાગે છે. ત્યાં અક્ષય ફરીથી હિંમત આપતા કહે છે કે કઈ નહીં થાય આપણે ડરીશું તો જરૂર માર્યા જઈશું એટલે આપણે ડરવાની જરૂર નથી અને હીંમત થી કામ લેવાનું છે.

એટલે ત્યાંજ અક્ષય લાકડી ના ટેકે ટેકે આવતા ભાઈને પૂછે છે કે તમે એજ છોને જે અમને તળાવ ની જોડે મળ્યા હતા અને અત્યારે અમારો મિત્ર દિપક ત્યાં મૃત્યુ પામ્યો છે અને હવે હું પણ તમને ઓળખી ગયો છું કે તમે કોણ છો અને ત્યાંજ અંજના પણ બોલે છે કે મને પૂરો વિશ્વાસ છે કે દીપકને મારનાર પણ આજ વ્યક્તિ છે. ત્યાંજ અક્ષય પૂછે છે કે શું તમે જ દિપક ને માર્યો હતો ? ત્યાંજ પેલી સ્ત્રી ઉત્તર આપે છે હા. ત્યાં જ અક્ષય પૂછે છે કે કેમ તમે મારા મિત્ર ને માર્યો એણે તમારું શુ બગાડ્યું હતું ? ત્યાંજ પેલો ભાઈ બોલે છે તમારો મિત્ર દિપક અમને જોઈ લેવાની અને બતાવી દેવાની મોટી મોટી વાતો કરતો હતો અને તમારો મિત્ર રાહુલ તો અમને ચેલેન્જ કરતો હતો. તેથી તેઓ અમને પરિણામ બતાવે એ પહેલાં અમે તેમને પરિણામ બતાવી દીધું.

મતલબ રાહુલ. . . . . રાહુલ. . . . . કરતો અક્ષય ઘૂંટણિયે બેસી જાય છે અને ખુબજ રડવા લાગે છે અને ત્યાંજ અંજના બોલે છે કે અમને તમારી વાતોમાં વિશ્વાસ નથી આવતો અને અત્યારેપણ અમારો રાહુલ સુરક્ષિત છે. ત્યાંજ પેલો ભાઈ બોલે છે કે જાવ વાડીએ અને જોઈલો તમારા રાહુલ ને અને ત્યાંજ પેલી સ્ત્રી પણ બોલે છે તમારામાંથી કોઈજ નહીં બચે બધાજ માર્યા જાશો અને એટલું કહીને ત્યાંજ એક ભડકા જેવું થઈને બંને અદ્રશ્ય થઈ જાય છે અને અંજના અક્ષય ને હિંમત આપતા કહે છે કે હજુ પણ આપણે હિંમત ના હારવી જોઈએ અને આપણો રાહુલ અત્યારે પણ જીવતો અને સુરક્ષીત છે. આ લોકો આપણને ડરાવે છે. તેથી આપણે ખુબજ ઝડપથી વાડીએ પહોંચવું જોઈએ અને આપણો રાજુ પણ ત્યાં પહોંચી ગયો હશે એટલે રાહુલ ને કઈં નહીં થાય અને ત્યાંજ અક્ષય અને અંજના ખુબજ ઝડપથી વાડીએ આવવા દોડે છે.

અને અંજના અને અક્ષય ખૂબજ ઝડપથી વાડીએ પહોંચી જાય છે અને વાડીના દરવાજે પહોંચતા જ અક્ષય ના હાથ ઉપર લોહી ના ટીપાં પડે છે અને અક્ષય અંજના ને કહે છે આજો માર હાથ ઉપર કઈંક પડ્યું અને ત્યાં જ અંજના કહે છે કે આતો લોહીના ટીપાં છે અને તે ઉપર થી પડ્યા લાગે છે અને અંજના અને અક્ષય ઉપર તરફ જુવે છે તો ત્યાં ઝાડ ઉપર કોઈ લટકતું દેખાય છે અને અંજના અક્ષય ને કહે છે કે અહીં કોઈક લટકતું દેખાય છે અને ત્યાં અક્ષય ખુબજ ધારીને જુવે છે અને ત્યાંજ તેને રાહુલ નું શરીર ટુંપો કાઢેલી હાલતમાં લટકતું દેખાય છે અને રાહુલ ના મોઢામાંથી લોહી વહે છે અને જેના ટીપાં અક્ષયના હાથ ઉપર પડે છે.

ત્યાંજ અક્ષય અંજના ને કહે છે કે ઝાડ ઉપર જે લટકી રહ્યું છે તે બીજું કોઈ નહીં આપણો મિત્ર રાહુલ છે અને તેના મોઢામાંથી લોહી પણ વહી રહ્યું છે. ત્યાંજ અંજના કહે છે કે પેલો લાકડી ના ટેકે ટેકે આવતો ભાઈ સાચું કહી રહ્યો હતો અને આપણો રાજુ ક્યાંય છે એને તો કઈ નહીં થયું ને ? આટલું કહેતા જ અંજના બોલે છે કે હવે બધું જ પૂરું,હવે આપણામાંથી હવે કોઈજ નહીં જીવતું રહે. ત્યાંજ અક્ષય અંજનાને કહે છે કે આપણે આવી નેગેટિવ વાતો માં ધ્યાન ના આપતા આપણે રાજુ ને શોધવો જોઈએ અને તેઓ રાજુ રાજુ કરતા વાડી ના અંદર જાય છે જયાં રાજુ એક ટેબલ ની નીચે કપાળમાં વહેતા લોહીની સાથે બેહોશ હાલત માં જોવા મળે છે અને ત્યાંજ અંજના રાજુ રાજુ કરીને ખુબજ કરુણતાથી રડવા લાગે છે

અને ત્યાં જ અક્ષય પાણી લાવે છે અને રાહુલ ના મોઢા પર થોડાક પાણી ના ટીપાં છાટે છે અને રાજુને ફરીથી હોંશ આવી જાય છે અને હોશ આવતા ની સાથે જ રાજુ રાહુલ. . . રાહુલ. . . . કરીને ખુબજ ડરે છે અને રોવે છે. ત્યાંજ અંજના કહે છે શું થયું રાજુ કેમ આટલો ડરે છે અને આ કપાળ માં શું વાગ્યું તે આટલું બધું લોહી વહે છે અને એટલુ જ કહેતા ની સાથે અક્ષય પોતાનો હાથરૂમાલ રાજુ ના કપાળ માં બાંધી દે છે તેથી લોહી આવતું ધીરે ધીરે બંધ થઈ જાય છે. અને પછી રાજુ પોતાની સાથે બનેલી ઘટનાં અક્ષય અને અંજના ને કહે છે. અને ત્યાંજ અંજનાને વધારે ડર ના લીધે તેણે પણ ચક્કર આવવા લાગે છે અને ઊલટીઓ પણ થવા લાગે છે. ત્યાંજ અક્ષય પાણી લાવીને અંજના ને પાય છે અને અક્ષય રાજુ ને જણાવે છે કે દિપક અને રાહુલ નું મૃત્યુ થઈ ગયું છે. અને પેલો લાકડીના ટેકા વાળો ભાઈ ભાઈ નહીં પણ તે પોતે એક આત્મા છે અને તેજ બધાનાં ને મારી નાખે છે.

એટલે અંજના પૂછે છે હવે શું કરવું આપણે વાડી છોડીને દૂર જતા રહીએ. ત્યાંજ અક્ષય કહે છે કે ના આપણે એવું કરીશું તો તે આપણને એક એક કરીને મારી નાખશે. એટલે અહીં સાથે રહીને આપણે લડાઈ લડીશું. અને અંજના ફરી પુછે કે હવે શું કરવું ? ત્યાં જ રાજુ કહે છે કે મને તો કઈ નહીં સૂઝતું. ત્યાંજ અક્ષય કહે છે કે આપણે શાંતિ થી અત્યારે સુઈ જઈએ અને સહેજ પણ અવાજ કે કઈ પણ થતા તરત જ જાગી જઈસુ. અને આપણી વાડી ને અને આપણા રૂમ ને હું અંંદરથી તાળું મારી દઉં છું જેથી કોઈ બહાર ના જાય અને એની ચાવી મારી જોડે રહેશે જેથી કરીને કોઈને કંઈપણ તકલીફ આવે ત્યાંરે આપણે સાથે જઈશું.

એટલે બધા જ સુઈ જાય છે અને અક્ષય રૂમ ને અને વાડીને તાળું મારી દે છે અને ત્યાંજ રાત્રી ના 2 વાગતાં જ અંજના ને કોઈ બોલાવતું હોય તેમ લાગે છે અને તે ઉભી થઈને બારીની બહાર જુવે છે તો ત્યાંજ રાહુલ અને દીપક અંજના બચાવો બચાવો અને મદદ કરો મદદ કરો તેની બુમો પાડતા સંભરાય છે અને તેમની પાછળ એક માથા વગર નું ધડ તેમને મારવાં માટે દોડી રહ્યું છે અને અંજના આ જોતાજ કંઈપણ વિચાર્યા વગર રાહુલ અને દીપક ની મદદ કરવા માટે રૂમ અને વાડીના પાછલાં બારણે થી પહોંચી જાય છે.

અને ત્યાંજ પહોંચતા જ રાહુલ અને દિપક કયાંય પણ દેખાતા નથી અને તરત જ પાછળથી જોર જોરથી હસવાનો અવાજ આવે છે અને અંજના પાછળ ફરીને જુવે તો એક માથા વગર નું ધડ ઉભું હોય છે જેનું માથું હવામાં હોય છે અને ધડ નીચે જમીન પર હોય છે. અને બાજુ માં જ એક યુવાન સ્ત્રી દેખાય છે જેની આખો માંથી અને ગળામાંથી લોહી વહી રહયું હોય છે અને અંજના આ જોઈને ત્યાંથી ભાગવા જાય છે પણ ત્યાંજ તે આત્માઓથી ઘેરાઈ જાય છે અને અને આત્માઓ તેના શરીરમાં પ્રવેશ કરે છે અને અંજના નું શરીર આત્માઓને વશ થઈ જાય છે એટલે ત્યાં આગળ એક લાકડાનો અણીદાર ટુકડો હોય છે જે અંજના પોતાના પેટમાં અને ગળા માં મારે છે અને ત્યાંજ અંજના નું પણ મૃત્યુ થઈ જાય છે.

અને આ બાજુ રાજુ ને ડરના ના કારણે ઊંઘ નથી આવતી અને જેવી રાજુ ની આંખ ખુલે છે તેવી જ ત્યાં અંજના દેખાતી નથી અને તે ખુબજ ડરતાં અવાજે અક્ષય ને ઉઠાડે છે અને અક્ષય પણ ઉઠતાં ની સાથે જ ઘભરાઈ જાય છે અને બને જણ અંજના અંજના કરીને ટહુકો કરે છે પણ અંજના ક્યાંય પણ દેખાતી નથી અને એકાએક નજર રાજુ ની બારી માં જાય છે ત્યાં રાજુ ને લોહીથી લથપથ અંજના દેખાય છે અને તરત જ અક્ષય ને રાજુ ખુબજ ઝડપથી અંજના જોડે પહોંચે છે પણ બહુ જ મોડું થઈ જાય છે અને અંજના મૃત્યુ પામે છે આ જોઈને અક્ષય અને રાજુ ખુબજ ડરી જાય છે અને રાજુ પણ ખુબજ ભાંગી પડે છે અને અક્ષય ને કહે છે કે આપણું મૃત્યુ નક્કી છે આપણે પણ નહીં બચી શકીએ અને આ આપણો અંતિમ સમય છે.

ત્યાંજ અક્ષય રાજુ ને કહે છે કે ભગવાન થી મોટું કોઈ નથી આ દુનિયામાં. ચાલ મારી સાથે. અને અક્ષય રાજુને ઉપર રૂમમાં લઈ જાય છે અને ત્યાંજ અક્ષય પોતાનાં પોકેટમાંથી હનુમાન ચાલીસા ની બુક નિકાળે અને અક્ષય અને રાજુ બને જણ હનુમાન ચાલીસા નો પાઠ કરે છે અને પાઠ શરૂ કરતાં ની સાથેજ રૂમ ની લાઈટો અને પંખા ચાલું બંધ થવા લાગે છે અને બહાર થી ચીસો પાડવાના અને રોવાના અવાજો જોરજોર થી સંભરાય છે અને રાહુલ, દિપક અને અંજના ની બચાવો બચાવો ની બૂમો સંભળાય છે અને જોરજોર થી વાતાવરણમાં માં તોફાન આવવા લાગે છે ને હવાઓ ખુબજ તેજ ચાલવા લાગે છે અને બારી અને બારણાં એકબીજાને અથડાઈને ખુબજ અવાજ કરે છે.

અને આ જોઈને રાજુ અને અક્ષય ખુબજ ગભરાઈ જાય છે. તોપણ તેઓ હનુમાન ચાલીસાનો પાઠ ચાલું છે અને 3 કે 4 પાઠ કર્યા પછી બધું જ અચાનક શાંત થઈ જાય છે અને કોઈનો પણ અવાજ સંભળાતો નથી. પછી અક્ષય કહે છે કે હવે આપણે બચી જઈસુ અને એ આત્માઓ આપણું કંઈપણ નહીં કરી શકે અને ભગાવન આપણી રક્ષા જરૂર કરશે અને તારે તાર મામા નાં ઘરે જવાનું સ્વપન જરૂર પૂરું થશે. તેના પછી તેઓ તરત જ સુઈ જાય છે અને લગભગ સવાર ના 4;30 વાગ્યા હોય છે અને એવામાં પેલી યુવાન સ્ત્રી અંજના નું રૂપ લઈ ને આવે છે અને રાજુ ને રાજુ રાજુ હું અંજના અંજના કરીને ટહુકો કરે છે અને ત્યાંજ રાજુ ની આંખ ખુલે છે અને ત્યાંજ અંજના ને જોતા રાજુ બધુજ ભાન ભૂલીને અંજના ને મળવા ચાલ્યો જાય છે અને ત્યાંજ અક્ષયની પણ આંખો ખુલે છે અને તે પણ રાજુ ની પાછળ ને પાછળ રાજુને બચાવવા માટે જાય છે.

અને રાજુ તરત જ અંજના ને જોતા અંજના અંજના કરીને મળવા જાય છે અને તરત જ અંજના ના રૂપ માં રહેલી યુવાન સ્ત્રી દૂર રહેલો એક મોટો પથ્થર ખુબજ ઝડપથી રાજુને માથા તરફ મારે છે પણ જેવો પથ્થર રાજુ ને વાગવા જાય છે તેવો જ અક્ષય વચમાં આવી જાય છે અને તે પથ્થર અક્ષય ના માથામાં વાગી જાય છે અને અક્ષય નું માથું પથ્થર વાગવાથી ખુબજ લોહીલુહાણ બને છે અને અક્ષય ત્યાંજ મૃત્યુ પામે છે આમ અક્ષય નું પણ મૃત્યુ થાય છે. પણ અક્ષય મરતા મરતા રાજુ ને કહે છે કે મારી હનુમાન ચાલીસા ની ચોપડી ઉપર રૂમ માં પડી છે અને હવે સવાર થવાની પણ તૈયારી છે એટલે ઉપર ના રૂમ માં હનુમાન ચાલીસા ની ચોપડી પડી છે તે સવાર સુધી વાંચજે અને કોઈપણ સંજોગોમાં હનુમાન ચાલીસા વાંચવાના બંધ ના કરતો અને એટલું કહેતા જ રાજુ ખુબજ ઝડપથી વાડી ના ઉપર ના રૂમ માં આવે છે અને હનુમાન ચાલીસા ના પાઠ વાંચવાનું શરું કરે છે.

અને જેવો રાજુ હનુમાન ચાલીસા ના પાઠ કરવાનું શરૂ કરે છે અને ત્યાંજ પહેલા કરતા પણ વધુ જોરજોર થી ચીસો સંભરાય છે, અંજના ની બચાવો બચાવો ની બૂમો અને અંજનાનો રડવાનો અવાજ સંભરાય છે, તેના મિત્રો નો રાજુ રાજુ નો ટહુકો સંભરાય છે, જોરજોર થી બારીઓ અને બારણાં એકબીજાને અથડાય છે અને રૂમ ની અને વાડીની લાઈટો જોરદાર અવાજ સાથે ફૂટવા લાગે છે અને પંખા પણ ખુબજ ઝડપથી થી ફરે છે અને માથા વગર નું ધડ રાજુ ને મારવા માટે આવતું હોય તેનું દ્રશ્ય રાજુ ને અંદર થી ખુબજ હચમચાવી મૂકે છે. તોપણ તે હનુમાન ચાલીસા નો પાઠ ચાલું રાખે છે અને થોડા જ સમય માં સવાર પડી જાય છે અને લોકો નો અવરજવર નો અવાજ સંભરાય છે.

અને એટલામાં જ 4 લોકો રાજુ ની નજીક આવીને ઊભા રહે છે અને રાજુ રાજુ કરે છે અને રાજુની નજર પડતા જ તે 4 મિત્રો બીજું કોઈ નહીં પણ રાહુલ, દિપક, અંજના અને અક્ષય છે જે હવે મૃત્યુ પામીને આત્મા બની ગયા હોય છે. અને ત્યાંજ રાજુ એ 4 મિત્રો ને જોઈ ને ખૂબજ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે અને તેમને ખુબજ યાદ કરે છે. અને એટલામાં જ અંજના બોલે છે કે રાજુ હવે રડીશ નહીં હવે કોઈ ખતરો નથી અને તું બચી ગયો છે અને હવે તું તારા મામા ના ઘરે જવાની ઈચ્છા જરૂર પુરી થશે. અને ત્યાં અક્ષય પણ કહે છે કે હા રાજુ અંજના ની વાત સાચી છે અને હિંમત રાખ. કોઈ દિવસ ડરીશ નહીં. અને ત્યાં રાહુલ પણ બોલે છે કે હા રાજુ ભલે અમે આ દુનિયામાં નથી પણ તને હંમેશા યાદ કરીશું. તને કોઈ દિવસ નહીં ભૂલીએ. અને ત્યાં દિપક પણ બોલે છે કે રાજુ હવે ફરીથી આ ગામમાં કોઈ દિવસ ના આવતો અને આ ગામથી ખુબજ દૂર જતો રહેજે અને કોઈ દિવસ આ ઘટના ને યાદ કરીને મનદુઃખ ના કરતો અને હિંમત ના હારતો અને બહાદુરી અને સમજણ થી કામ કરીશ તો જીવનમાં તું હંમેશા વિજય બનીશ અને કોઈ દિવસ તને નિરાશા નહીં જોવી પડે.

અને ત્યાં રાજુ પણ પોતાના મિત્રો ને કહે છે કે હું તમને હંમેશા યાદ કરીશ અને મને એક વચન આપો મિત્રો તો તેના મિત્રો કે બોલ રાજુ. કે મેં તમને આ દુષ્ટ આત્માઓને લીધે ગુમાવ્યા છે તેવા કોઈ બીજા લોકો આ રીતે મૃત્યુ ના પામે અને બીજા લોકો પોતાના સ્વજનો ના ગુમાવે તે માટે હંમેશા તમે આ દુષ્ટ આત્માઓ થી બધા લોકો નું રક્ષણ કરજો અને કોઈનું પણ મૃત્યુ ના થવા દેતા અને તેમના ઈરાદા કોઈ દિવસ સફળ ના થવા દેતા. મને આટલું વચન આપો અને ત્યાંજ અંજના કહે છે કે અમે તને આપણી મિત્રતાની સોગંદ ખાઈને વચન આપીએ છીએ કે તારા વચનની દરેક વાત પૂરી થશે અને કોઈ દિવસ બીજી વાર આવું નહિ બને અને ગામના લોકો સુરક્ષિત પણ રહેશે. અને આટલું કહેતા ની સાથે જ તેના મિત્રો એક હળવા સ્મિત સાથે આછા પ્રકાશ માં અદ્રશ્ય થઈ જાય છે.

અને ત્યાંજ લોકો અવરજવર ખુબજ વધી જાય છે અને એટલામાં જ રાજુ અને તેના મિત્ર રાત્રે જે દાદા ના ઘરે જમવા માટે ગયા હતાં તે દાદા સવારનો નાસ્તો અને ચા લઈને વાડી માં આવે છે અને ત્યાં રાજુ ને લોહીથી લથપથ હાલત માં જુવે છે અને વાડી માં ખુબજ ગંભીર રીતે નુકશાન થયેલું જોવે છે અને ત્યાં રાજુ તેના મિત્રો ની અને પોતાની સાથે બનેલી બધી જ ઘટના દાદા ને કહે છે અને આ ઘટના સાંભરીને દાદા નું પણ હૃદય અત્યંત દ્રવી જાય છે અને દાદા રાજુને દવાખાને લઈ જાય છે જ્યાં તેની સારવાર ચાલુ થાય છે અને દાદા બધી જ વાત ગામલોકો ને કરે છે અને ત્યાંજ ગામ લોકો રાજુ ના મામાં ને ફોન કરે છે અને રાજુના મામાં બપોર સુધી માં રાજુને લેવા આવી જાય છે.

અને બપોર સુધીમાં વાડીની આજુબાજુથી અને તળાવ માંથી રાજુના મિત્રો અક્ષય, અંજના, રાહુલ અને દિપકની મૃત હાલતમાં લાશો મળે છે. અને બપોર પછી રાજુ ના મામાં રાજુ ને લઈને તેમના ઘરે જવા નીકળી જાય છે અને સાંજે રાજુ મામાં ના ઘરે પહોંચી જાય છે. આમ રાજુ ની મામાં ના ઘરે જવાની ઈચ્છા પૂરી થઈ જાય છે. અને તે ઘટના પછી ગામમાં તળાવે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ખુબજ ઓછી થઈ જાય છે અને ફરીથી લોકો નિર્ભય રીતે પોતાનું જીવન જીવે છે. અને ગામના સરપંચ પણ તે વાડી ને પાડી ને તેની જગ્યાએ રાજુ ના મિત્રો અક્ષય, દિપક, અંજના અને રાહુલ ના સ્મારક બનાવે છે અને તે સ્મારક ની પૂજા કરે છે. અને તે પછી ગામ લોકો ની અને ગામની ઘણી તકલીફો દૂર થઈ જાય છે અને ગામમાં કોઈપણ તકલીફ આવતી નથી અને ગામ ફરીથી સમૃદ્ધ બને છે.

અને આ બાજુ રાજુ આ ઘટના ને કોઈ દિવસ ભૂલી શકતો નથી અને આ ઘટનાને કારણે રાજુના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખુબજ ગંભીર અસર થાય છે અને રાજુ માનસિક બીમારીનો ભોગ બને છે અને આ માનસિક બીમારી તેના શારીરીક સ્વાસ્થ ઉપર પણ ખુબજ ગંભીર અસર કરે છે અને રાજુ શરીરની રીતે પણ ખુબજ ગંભીર બીમારી નો ભોગ બને છે અને તેની ઘણીબધી હોસ્પિટલમાં સારવાર થાય છે પણ તે સ્વસ્થ થઈ શકતો નથી અને તે થોડાક મહીનાની સારવાર ના અંતે મૃત્યુ પામે છે. આમ રાજુ અને તેના મિત્રોની રાત્રી રોકાણની વાર્તાનો કરૂણ અનેે અનોખા ડર સાથે વાર્તા નો અંત આવે છે .


Rate this content
Log in

Similar gujarati story from Inspirational