વિચાર
વિચાર
આપણે આપણા દિવસ દરમિયાન અનેક વિચાર કરતા હોઈએ છીએ અને આપણે વિચારતા હોઈએ છીએ કે આપણું જીવન સુખી થાય અને સારા માર્ગે તરફ આપના જીવન નો વિકાસ થાય અને તે માટે સારા કર્યો પણ આપણે કરીએ છીએ અને ખુબજ મહેનત પણ કરીએ છીએ. આપણે જીવનમાં વિચાર પણ ખુબજ મહત્વ ધરાવે છે સારા વિચાર સારા માર્ગે અને ખરાબ વિચાર ખરાબ માર્ગે લઈ જાય છે. આપણે આપણા જીવનમાં સારા વિચાર આવે અને ખરાબ વિચારો નો નાશ થાય તે માટે આપણે જીવનમાં અનેક સત્સંગ, ભગવાનની ભક્તિ અને જીવનમાં ખુબજ સારી વાતો ને આપણે જીવનમાં ઉપયોગી બનાવીએ છીએ.તે માટે આપણે મહાપુરુષો ને આપણા જીવનના આદર્શ બનાવીએ છીએ અને તેમના જણાવ્યા મુજબના માર્ગે આપણે ચાલીએ છીએ અને આનેજ આપણે જીવન ની સાચી સફળતા માનીએ છીએ અને આનેજ જીવનની સાચી સફળતા માનીને આપણે જીવનમાં સુખ મેળવીએ છીએ.અને જીવનમાં આગળ વધીએ છીએ.
આપણે આપણા જીવનમાં અનેક વખતે એવી મુશ્કેલી માં પણ મુકાઈએ છીએ કે કેટલીક પરિસ્થિતિમાં આપણું વિચારેલું સફળ નથી થતું અને કંઈક અલગ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે વખતે આપણે પણ એક જ પ્રશ્ન માં મુકાઈએ છીએ કે મે આવું નહોતું વિચાર્યું અને આવું થયું અને આપણે પણ તે માટે હંમેશા કહેતા હોઈએ છીએ કે નસીબ માં લખ્યું છે તેમ થશે આપણુ વિચારેલુ કોઈ દિવસ નથી થાતું બધું ઉપર વારા ની ઈચ્છા થી થાય છે. જીવનમાં આપણે આવી જ વાતો હંમેશા સાંભળતા આવ્યા છીએ.અને આપણે આપણા જીવનમાં આવી જ વાતો ના લીધે કોઈક વાર સુખી અથવા દુઃખી થઈએ છીએ અને આપણે હંમેશા આવીજ વાતો માં આપણું જીવન પસાર કરીએ છીએ.
પરંતુ તમને ખબેર છે કે જીવન નો એક સારો વિચાર એક યુગ બદલી શકે છે અને જીવનનો એક ખરાબ વિચાર માણસનો નાશ પણ કરી શકે છે. તેથી આપણા જીવનમાં આપણા જીવનમાં વિચારોનું ખુબજ મહત્વ રહેલું છે.વિચાર માણસ ના જીવનમાં એક મિત્રના જેમ હોય છે જે કોઈ પણ પરિસ્થિતિ માં માણસ ને દરેક સમસ્યામાંથી બહાર લાવે છે.વિચાર સારો હોય તો આપણું આચરણ પણ સારું હોય છે અને આચરણ સારું હોય તો આપણું કાર્ય પણ સારું હોય છે. માણસ જીવનમાં પોતાના વિચારોથી જ પૂજાય છે અને પોતાના વિચારોથી જ જીવનમાં અધોગતિ પામે છે. સારો વિચાર જીવનમાં અમૃત સમાન હોય છે જે માણસ ની વિચારધારા તેના મૃત્યુ પછી પણ અમર રહે છે અને અનેક લોકો ને માર્ગ દર્શન કરે છે.
કહેવાય છે કોઈ પણ વાત ના ૨ વિચાર હોય છે એક સારા અને ખરાબ.દરેક ની વાત નો અલગ અલગ દષ્ટિકોણ હોય છે.અને એ દષ્ટિકોણ થી માણસ પોત પોતાના વિચાર રજૂ કરે છે અને એ વિચારો થી માણસ જીવનમાં આગળ વધે છે.સારા વિચાર માણસ ના જીવનમાં એક વૃક્ષ સમાન હોય છે જેમની છાયાં અનેક લોકોના જીવન સુખી કરે છે.મહાભારત માં મહાન કર્ણ ની પરિવર્તન નો વિચાર હતો અને એ પરિવર્તન નો વિચાર એક લક્ષ બની ગયો અને એ પરિવર્તનની વિચારધારા આજે અનેક ના જીવન સુખી કરે છે. માણસનો વિચાર સારો હોય તો તે સમાજ સુધારક બને છે અને તે સમાજ સુધારક સમાજ માં અનેક પરિવર્તન લાવીને ખરાબ વિચારો દૂર કરે છે અને સારા વિચારો ની સ્થાપના કરે છે જેનાથી તેના સમાજનું અને તે વ્યક્તિનું પણ માન- સન્માન વધે છે અને તે સમાજ પણ સુખી થાય છે.
આજે આપણા દેશમાં અનેક સારી વિચારધારાઓ ની જરૂર છે અને એવા વ્યક્તિઓની પણ જે દેશમાં પોતાના વિચારો થી સારા સમાજ સુધારક બની શકે કેમકે તેમના સમાજ સુધાર ના પ્રયત્નોથી આપણા દેશમાં અને આપણા સમાજ માં અનેક સારી વિચારધારાઓ આવે છે અને તેમની સારી વિચારધારા થી આપણા સમાજનું અને આપણા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આપણા દેશમાં સારી વિચારધારા એ આપણા દેશ ને અને આપણા સમાજ ને જ્ઞાન અને સંસ્કૃતિ ની ભેટ આપે છે. આપણા દેશમાં સારી વિચારધારા અને સારા સમાજ સુધારકો આપણાં સમાજ ને અને આપણા દેશ ને પ્રગતિ નો માર્ગ બતાવે છે. જે પ્રગતિ ના માર્ગ થી માણસ પોતાની સાથે બીજાનું પણ કલ્યાણ કરે છે.અજ્ઞાન રૂપી અંધકાર થી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર રસ્તો બતાવે છે.જેનાથી આપણા દેશમાં એક નવી પ્રેરણા, નવી આશા અને નવા પ્રગતિ ના માર્ગો ની શરૂઆત થાય છે.
આપણા દેશમાં આજે ગણા લોકો એવા હોય છે જેમના અજ્ઞાન રૂપી અંધકાર ના લીધે જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જઈ શકતા નથી અને પરિણામે આપણા દેશમાં અજ્ઞાનતા વધી રહી છે.આવી અજ્ઞાનતા ના લીધે તે વ્યક્તિઓ સારા માર્ગે આવી શકતા નથી અને તેમના જીવન ખુબજ દુઃખી હોય છે. તેમના માટે સારી વિચારધારા ધરાવતા માણશો અને સારા સમાજ સુધારકો આર્શીવાદરૂપ બને છે અને તેમને અજ્ઞાન રૂપી અંધકાર થી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લાવે છે અને તેમના જીવન સુધારે છે અને તેમના જીવનમાં સુખ લાવે છે.આજે આપણા દેશમાં સારી વિચારધારા આવી છે અને સારી વિચારધારા ના લીધે અનેક સમાજ સુધારક પણ પોતાના પ્રયત્નો થી આપણા સમાજ માં ચાલી રહેલા કુરિવાજો દૂર કરે છે અને તેમના આ કુરિવાજો દૂર કરવાના પ્રયત્નો ના કારણે આપણા દેશમાં અનેક લોકો જીવન પરિવર્તન થયું છે અને થઈ રહ્યું છે અને તેઓ પણ સમાજ સુધારક તરીકે આપણા દેશમાં અનેક સારા પરિવર્તન લાવે છે જેના લીધે આપણા દેશ નો વિકાસ થાય છે.
આપણા દેશમાં અનેક મહાપુરુષો થઈ ગયા અને તેમની સારી વિચાર ધારા આજે પણ આપણા દેશ માટે એક અમૃત જેવું કાર્ય કરે છે. જેમના માર્ગે ચાલીને આપણા દેશમાં અનેક લોકો ના જીવનમાં અને અનેક લોકો ના સમાજ માં સમાજ સુધાર ના પ્રયત્નો થાય છે. આપણા દેશમાં કહેવાય છે આપણું યુવાધન વ્યસન માં બરબાદ થઈ રહ્યુ છે. આપણા દેશમાં અનેક પ્રકાર ની ખરાબ વાતો આજે ઘર કરી રહી છે અને જેના લીધે આપણા દેશ ની દીકરીઓ પર અત્યાચાર થાય છે. આજે આપણા દેશમાં બેરોજગારી, અજ્ઞાનતા, ગરીબી,ભૂખમરો, કુપોષિત બાળકો જોવા મળી રહ્યા છે. પરિણામે આપણા દેશ આજે ખુબજ કમજોર બની રહ્યો છે. આપણા દેશમાં આજે બાળકો ના સારા શિક્ષણ, તેમનું સારું આરોગ્ય, અને તેમના વિકાસ માટે આજે આપણી સરકાર, આપણા સમાજ ના સમાજ સુધારકો અને આપણા દેશમાં ચાલી રહેલા NGO અનેક પ્રકારે મદદ કરીને આપણા દેશ ને આવી પરિસથિતિમાંથી બહાર લાવવા ખુબજ પ્રયત્નો કરી રહ્યા છે અને તેના પરિણામે એક આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યુ છે.
આપણા દેશમાં સારી વિચારધારા ના લીધે અનેક પ્રકારના કુરિવાજો, નાત જાતના ભેદભાવ અને અનેક પ્રકાર ના દુષણો દૂર થઈ રહ્યા છે જે આપણા દેશ ને અધોગતિ ના માર્ગે લઈ જઈ રહ્યા હતા અને આજે આપણા દેશ ના અનેક મહાપુરુષો ની સારી વિચારધારા ના લીધે આપણા દેશમાં આજે અનેક સારી સારી બાબતો નો સ્વીકાર થઈ રહ્યો છે અને માણશો પોતાની ખરાબ આદતો દૂર કરી રહ્યા છે આપણા દેશમાં આજે અનેક મહાપુુષોએ એવા થઈ ગયા કે જેમને પોતાના દેશ માટે અનેક બલિદાન આપ્યા અને આપણા દેશમાં તેમણે આપેલી સારી વિચારધારાના કારણે આપણા દેશ ને તેમના ઉપર ગર્વ થાય છે. આજે આપણો દેશ સારી વિચારધારા ના કારણે વ્યસનમુક્તિ, નારી સશક્તિકરણ ના પ્રોગ્રામ થાય છે અને લોકો ને સારી વિચારધારા ની પ્રેરણા આપવામાં આવે છે.
આજે આપણા દેશમાં અનેક પ્રકારે સમાજ સુધાર ના સારા કાર્યો થઈ રહ્યા છે અને અનેક પ્રકારે આપણા દેશમાં નવી અને સારી વિચારધારા અમલમાં આવી રહી છે. પરંતુ આપણા દેશમાં એક વર્ગ એવો પણ છે જે આ સમાજ સુધારક ના કાર્યો માં જોડાતો નથી અને આપણા દેશમાં સારી વિચારધારા નો અમલ કરતો નથી.આજે પણ આપણા દેશમાં સારા સમાજ સુધારક ને લોકો ટીકા કરતા હોય છે અને તેમના આ કાર્ય ને નકામું માને છે પરિણામે તેમના સમાજ માં સારી વિચારધારા આવી શકતી નથી અને લોકો માં સુખ આવતું નથી.આજે આપણા દેશમાં સમાજ સુધારક કોઈ વાત રજૂ કરે છે ત્યારે એવો પણ વર્ગ હોય છે જે કહે છે કે અમારે આની જરૂર નથી અને અમારે જે ચાલે છે તેજ સારું છે અને આવી વિચારધારા ના કારણે સમાજ સુધારકો ના પ્રયત્ન સફળ બનતા નથી. પરિણામે આપણા દેશમાં અનેક ખરાબ બાબતો ઘર કરી જાય છે.આજે આપણા દેશમાં કોઈક વ્યક્તિ એમ કહેવા જાય કે મારે સમાજમાં આ કાર્ય કરવું છે અને મારા સમાજ ને સુખી કરવો છે તો કેટલાક એવા લોકો પણ હોય છે જે કહે છે કે તારાથી આ ના થાય ને, તું આ ના કરી શકે ને તારુ આ કાર્ય નથી ને, તું હજી નાનો છે અને તારા માં ઠેકાણા નથી ને તું આ બધું છોડી દે અને આ બધાથી કઈ નહિ મળે.અને આવી બધી વિચારધારા ના લીધે આપણા દેશમાં લોકો પોતાના સમાજ ના સુધારક માટે આગળ નથી આવી શકતા અને તેમના વિચારો ને ત્યાં જ દબાવી દેવા માં આવે છે અને તેમના કાર્યો ની શરૂઆત થતાં પહેલાં જ અંત થઈ જાય છે.
આજે આપણા દેશમાં જો એક બાળક ને સારા સંસ્કાર અને સારું શિક્ષણ બને તો તે પણ આપણા દેશમાં સમાજ સુધારક બની શકે છે અને આપણા સમાજ અને આપણા દેશમાં અનેક મહાન કાર્યો કરી શકે છે.ફક્ત જરૂરિયાત એટલી છે કે તેમના પ્રોત્સાહન ની. આપણું બાળક કે આપણા સમાજમાંથી જો કોઈ વ્યક્તિ પોતાના સમાજ માટે સારું કાર્ય કરવા માંગે તો તેને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ અને તે મુજબ એને પ્રેરણા આપવી જોઈએ અને તેને કોઈ પણ સારા કાર્ય માં ભાગ લેતા ના રોકવા જોઈએ આજે આપણે જોઈએ છીએ કે એવા અનેક લોકો હોય છે જે જીવનમાં અનેક સારા કાર્યો કરી શકે છે અને તેમની સારા વિચારધારા ના લીધે દેશમાં નવું પરિવર્તન લાવી શકે છે.પરંતુ તેમના માં રહેલો સ્ટેજ નો ડર અને લોકો ના ખરાબ વિચારો નો ભોગ બને છે અને તેઓ પોતાની વાત રજૂ કરી શકતા નથી અને પરિણામે દેશ નો વિકાસ થતો નથી.તેમના સારા વિચારો ની શરૂઆત થતાં પહેલાં જ અંત થઈ જાય છે અને પરિણામે આપણા દેશમાં સારી વિચારધારા નો અમલ થતો નથી.
તેથી આપણા સમાજમાં રહેલા નાના હોય કે મોટા બાળકો, નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય દરેક ને આપણા સમાજ માં સારું કાર્ય કરી શકે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને દરેક વ્યક્તિ એ આપણા સમાજ અને આપણા દેશ ની સેવા કરવી જોઈએ.નાના હોય કે મોટા હોય દરેક માંથી સ્ટેજ નો ડર દૂર કરવો જોઈએ અને તેમના જીવન ને યોગ્ય દિશા માં લઈ જવું જોઈએ જે દિશા જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણની હોય તોજ તેમના માં સારો વિકાસ અને સારા જીવનની શરૂઆત થશે અને તેમના માં નવો આત્મવિશ્વાસ આવશે.અને આ આત્મ વિશ્વાસ થી તેઓ આપણા સમાજ અને આપના દેશ માટે કોઈ પણ કાર્ય કરી શકશે.અને તેઓ પોતાની સાથે બીજા લોકોનું જીવન પણ સુખી કરશે.આજે આપણે જોઈએ છીએ કે જયારે આપણા દેશમાં કોઈ વ્યક્તિ પોતાની વાત રજૂ કરે તે સમયે લોકો વાત શાંતિ થી સાંભરે તો છે પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એવું થાય છે અને લોકો એમને કહેલી વાતો ને જીવનમાં ઉપયોગી બનાવી શકતા નથી.
આજે આપણે જોઈએ છીએ કે કોઈક સારો સમાજ સુધારક કે સારો વ્યક્તિ પોતાની વાત રજૂ કરે તે સમયે લોકો એમની વાત સાંભળીને એવા ઉત્સાહિત થાય છે કે હાલ જ કોઈ સારું કાર્ય કરી દઉં અને હાલ જ દેશ નો અને સમાજ નો વિકાસ કરી લઉં પંરતુ બને છે કેવું કે લોકો માં આ ઉત્સાહ લાંબા સમય સુધી નથી રહેતો અને થોડા સમય પછી લોકો નો ઉત્સાહ શાંત થઈ જાય છે અને તેઓ કોઈ કાર્ય કરી શકતા નથી પરંતુ જો એ ઉત્સાહ આજીવન રહે તો દેશમાં અને સમાજ માં કેટલા બધા સારા કાર્યો થઈ શકે અને કેટલા બધા લોકોનું જીવન સુખી બને. અને કેટલીક પરિસ્થિતિ માં લોકો કાર્ય શરૂ તો કરે પણ તેમના મનમાં આવી રહેલા વિચારો જેવા કે લોકો મારા વિશે શું વિચારશે અને લોકો મારી કેવી વાતો કરશે, લોકો મારી કેવી મજાક ઉડાવશે અને હું સ્ટેજ પર જઈશ તો મારી વાતો લોકો ને ગમશે કે નહિ, લોકો મને શું કહેશે અને લોકો મને સારો વ્યક્તિ ગણસે કે નહિ આવી બધા નકારાત્મક વિચારો ના લીધે લોકો પોતાના જીવનમાં આગળ વધી શકતા નથી અને તેમનો અને સમાજ થતાં રાષ્ટ્ર નો વિકાસ કરી શકતા નથી પરિણામે આપણા સમાજ માં અંને આપણા દેશમાં કુરિવાજો અને ખરાબ બાબતો દૂર થઈ શકતી નથી. તેથી આપણે આવા નકારાત્મક વિચારો થી દૂર રહીને સારા અને રાણી લક્ષ્મબાઈ ના વિચારો હું મહાન છું અને હું મહાન બનીશ ના વિચારો ને જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ.તેથી જ આપણા દેશમાં અનેક મહાન કાર્યો થઈ શકશે અને આપણા સમાજ અને રાષ્ટ્ર ને પ્રગતિ નો માર્ગ મળશે અને બધા લોકોનું જીવન પણ સુખી બનશે.
આપણે પણ આપણા સમાજ ને અને આપણાં રાષ્ટ્ર માં આવા લોકો ને પ્રોત્સાહન આપવું જોઈએ જેઓ આપણા સમાજ માટે અને આપણા દેશ માટે સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. અને આપણા દેશમાં સારા કર્યો કરી શકે અને તેમની વિચારધારા આપણને અને આવનારા ભવિષ્ય ને ઉપયોગી બને અને તેમની વાતો ને આપણાં જીવનમાં, આપણા સમાજ માં અને આપણા રાષ્ટ્ર માં ઉપયોગી બનાવવી જોઈએ અને તેમનો વિરોધ અને તેમના પ્રત્યે ના નકારાત્મક વિચારો થી દુર રહેવું જોઈએ ત્યારેજ આદર્શ વ્યક્તિ, આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થશે અને આપના દેશમાં પણ વિકાસના અનેક નવા માર્ગોનું નિર્માણ થશે અને ત્યારેજ આપણો દેશ પ્રગતિ ના માર્ગ તરફ આગળ વધીને આપણો દેશ છે એના કરતાં પણ વધુ સુખી અને સમૃદ્ધ બનશે.અને ત્યારેજ આપણા દેશમાં સાચા અર્થ માં રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન સાકાર થશે. આપણો દેશ ત્યારેજ આપણા દેશમાંથી ખરાબ બાબતો દૂર થઈને સારી બાબતો નો દેશમાં અમલ થશે અને દેશ ફરીથી સોને કી ચીડિયા બનશે.અને આપણે પણ આપણા સમાજ માટે, આપના રાષ્ટ્ર માટે નકારાત્મક બાબતોથી દૂર રહીને હકારાત્મક બાબતો નો સ્વીકાર કરવો જોઈએ અને દેશ ના વિકાસ માં ઉપયોગી બનીને આપણા બાળકો પણ આવા સારા કાર્યો માં જોડાય તે માટે પ્રેરણા આપવી જોઈએ અને તેમને પોતાના જીવનમાં સારા સંસ્કાર, સારા વિચારો અને સારું શિક્ષણ આપવું જોઈએ અને તેમને પણ આવા કાર્યો માં જોડવા જોઈએ. અને ભવિષ્યમાં પણ લોકો આવા સારા વિચારો ને સ્વીકારે અને લોકોનું જીવન સુખી થાય અને લોકોમાંથી ખરાબ આદતો અને કુરિવાજો, અજ્ઞાન દૂર થાય તે માટે સતત કાર્યશીલ રહેવું જોઈએ.ત્યારેજ આપનો જન્મ સાર્થક બનશે અને બીજા લોકો ના જીવન પણ સાર્થક બનશે.તો આવો આપણે બધા આપણા માં રહેલી ખરાબ બાબતો થી દૂર રહીને સારા વિચારો નો સ્વીકાર કરીએ અને આપણે આપણા સમાજ માં અને આપણાં દેશમાં નવ નિર્માણ ના કાર્યો માં સહભાગી બનીને આપણું જીવન સાર્થક કરીએ અને આપણા બાળકો માં, આપણા સમાજ માં આપણા દેશમાં સારા વિચારો નુ, સારા શિક્ષણ અને સારું પ્રોત્સાહન આપીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.
