Kalpesh Patel

Action Crime Thriller

4.8  

Kalpesh Patel

Action Crime Thriller

ભાઈ - 5

ભાઈ - 5

4 mins
668


યામા, વધુ વિનમ્ર થવાની જરૂર નથી. ચોક્કસ પણે તું કેળવાયલી ગાયીકા છે.

ડી’સોઝા ડીકોસ્ટા આજે રાજકમલ સ્ટુડિયોમાં આજનું રેકોર્ડિંગ પેક અપ થયા પછી, યામાને ખાબે હાથ મૂકી બોલ્યો ચાલ હું તને તારા ઘેર ડ્રોપ કરી દઉં, યામાએ આભાર વસ થઈ ડી’સોઝા ડીકોસ્ટાની ગાડીમાં સ્થાન લીધું, ડ્રાઇવરની હાજરી ગણો કે થાક રસ્તામાં ડી’સોઝા ડીકોસ્ટાએ કોઈ ખાસ વાત ન કરી, અને યમાં ના દેખડેલા રસ્તે ડ્રાઇવરે ગાડી આખરે યામાના એપાર્ટમેંટે પહોચાડી. શિષ્ટાચાર ગણો કે સંમોહન પણ યામા,ડી’સોઝા ડીકોસ્ટાને તેના એપાર્ટમેંટમાં ચા પીવા ખેચી ગઈ.

બે રૂમના સાફ સુધરા એપટમેંટમાં પેસતા ડી’સોઝા ડીકોસ્ટા બોલ્યો યામા તું જ નંબર વન બનીશ એવી મારી તને ખાતરી છે. શું સર તમે માનો છો એવું સરસ હું ગાતી નથી. બસ, શોખને ખાતર થોડું ગાઉં છું એજ.’

‘યામા, વધુ વિનમ્ર થવાની જરૂર નથી. ચોક્કસ પણે તું કેળવાયલી ગાયીકા છે. એની સાક્ષી આ દીવાલ પરનો ફોટો છે.આ તારી સાથે હાર્મોનિયમ પર કોણ છે ?’ ડી’સોઝા ડીકોસ્ટાએ પ્રેમથી પૂછ્યું.

‘એ મારા પપ્પા છે.’

હા હું જાણું છું. પ્રખ્યાત ગઝલગાયક મદનજીને કોણ ન ઓળખે. તું મદનની બેટી છે તે લોકો ન જાણે પણ મારા કોલેજ કાળમાં એઓ ખૂબ જાણીતા હતા. અમારી કોલેજમાં એક ગઝલનો પ્રોગ્રામ હતો એમાં એમને આમંત્રીત કર્યા હતા.અને તેઓ મારા રોલ મોડલ હતા, તું મને તારે ઘેર લાવી તે સારું કર્યું, નહિતો મને ખબર જ ન પડેત કે તું કસાયેલ કલાકારની છોકરી છે.

ડી’સોઝા ડીકોસ્ટા અને યામાને સબંધ હવે માત્ર સંગીતની પ્રેક્ટિસ પુરતો સીમિત ન રહેતા આગળ વધી ચૂકેલો હતો.. હવે કેટલીક રાતો ડી’સોઝા ડીકોસ્ટા યામાને ત્યાં વિતાવતો તો કેટલીક રાતો યામા ડી’સોઝા ડીકોસ્ટાના ઘરે વિતાવતી હતી. ડી’સોઝા ડીકોસ્ટા આધેડ પરંતુ હેન્ડસમ હતો. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેનું મોટું નામ હતું. કોઈપણ છોકરીને એની સાથે મૈત્રી કરવાનું ગમે એવો હતો. એ યામાને પણ ગમતો હતો,તે જાણતી હતી કે એ કોઈ એકને વફાદાર રહે એવો ન હતો. મ્યુઝિક કોમ્પિટીશનના પ્લેટફોર્મ પર ઘણાંની એકમેક સાથે મોસમી મૈત્રી થાય છે ત્યાર પછી ભાગ્યે જ એકમેક સાથે સંબંધ જાળવી રખાય.’.પરંતુ ડી’સોઝા ડીકોસ્ટા યામા માટે અપવાદ હતો, તે તેનાં માટે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પ્રસ્થાપિત થવાનો રાજમાર્ગ હતો એટલે, આંધળા પ્રેમમાં પાગલ બનેલી યામા કાદવના મોટા દલદલમાં સ્વ્ચ્છાએ જઈ રહી હતી. તેને મન તેનું ભવિષ્ય ઉજળું દેખાતું હતું ડી’સોઝા ડીકોસ્ટાના બંગલામાં નોકર-ચાકર વચ્ચે રાણીની જેમ રહેવા લાગી હતી. જાહોજલાલીમાં આજ કાલ કરતાં ત્રણ મહિના જેવો સમય પસાર થઈ ગયો.અને યામાએ ડી’સોઝા ડીકોસ્ટાને રીજવવાની એક પણ તક છોડતી નહીં અને સંગીત સાધના સાથે સગવડિયો સબંધ બનાવી રાખેલો હતો.

“યામા યુ આર માય ડ્રીમ ટ્યુન”

જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટાની માનીતી ગાયિકા યામાની સ્મશાન યાત્રામાં હજારો માણસો જોડાયા હતા. ડી’સોઝાએ રડતી આંખ સાથેસૌથી પ્રથમ યામાને ખભો આપ્યો હતો. મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટાની માનીતી ગાયિકા યામા“આવતી કાલની ગાયિકા” સ્પર્ધામાં પહેલા દસમાં પસંદગી પામી ચૂકી હતી. સ્પર્ધાનો દોર ચાલુ જ હતો અને એદરમ્યાન જ એનું મૃત્યુ થયું હતું. યામાં સ્ટુડિયોના ગ્રીન રૂમમાં એકલી હતી, અને ફાઇનલ શુટિગના કોલ માટે જ્યારે ક્લેપ બોય તેને બોલવા આવ્યો તે દરમ્યાન,તેણે યામાને ડાબા હાથમાં હેર ડ્રાયરના પકડેલી અવસ્થામાં ભડથું થયેલી જોઈ ચીસાચીસ કરતો રેકોર્ડિંગ ફ્લોર ઉપર દોડી યાવ્યો ત્યારે, ફ્લોર ઉપર પસંદગી સમિતિના ચેર પર્સન જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા અને બીજા સહ કલાકારો દોડી અને ગ્રીન રૂમમાં પહોચી અને જોયું તો યામા વીજળીના શૉક લાગવાથી ભડથું થઈ મૃત્યુ પામી ચુકી હતી.

પોલીસે ઘટતા કાગળિયા કરી લાશનો કબજો ડી’સોઝા ડીકોસ્ટાને સોંપ્યો હતો. સ્મશાનઘાટ પર ચિતા ખડકાઈ. અને ડી’સોઝા ડીકોસ્ટાએ “યામા યુ આર માય ડ્રીમ ટ્યુન” કહી અશ્રૂધોધ સાથે પોતે આગ ચાંપી હતી. યામા એમણિ માનીતી ગાયિકા અને નો દત્તક લીધેલી પુત્રી હતી. જે અકાળે અકસ્માતે ભસ્મ થઈ જતાં એક આશાસ્પદ કલાકારનો સૂરજ અસ્ત થઈ ગયો હતો.

મોટિવ અને મર્ડરર શોધવા ક્રાઈમબ્રાન્ચની આખી ટીમ કામે લાગી ગઈ હતી. ડી’સોઝા ડીકોસ્ટાને અનેક મિત્રો અને ઈર્ષ્યાળુ દુશ્મનો પણ હતા. સોહામણો અને રંગીલા સ્વભાવનો ડી’સોઝા સ્ત્રી મિત્રોથી ઘેરાયલો રહેતો હતો. પોલીસ ટીમને તેના વિરુધ્ધ કોઈ પગેરું મળ્યું ન હતું. સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા, સ્પર્ધામાંથી લઈ દૂર થઈ ગયેલાઓથી માંડી, સ્પર્ધામાંના ગાયકો અને આયોજકોની કડક તપાસ થતી રહી. ઘણાંના ફિંગર પ્રિન્ટસ લેવાયા. બે વીક થઈ ગયા. ડી’સોઝા ડીકોસ્ટા મુંબઈથી પોતાના ઘરે બેંગલોર પહોંચી ગયો. દિવસો વીતતા ગયા. ગુનેગાર પકડાયો નહિ. અંતે યામાનું મૃત્યુ એક અકસ્માત ગણી ફાઇલ ક્લોઝ થઈ ત્યારે, યામાના રંગીન સહવાસ ગુમાવવાથી, દુઃખનું ઓસડ દહાડા ડી’સોઝા ડીકોસ્ટા માટે કારગત ન નિવડ્યું. માનીતી યામાનો શોક વધતો ગયો અને તેનું ડિપ્રેશન વધી ગયું. તેની સંગીતમય ખોપરીમાં હવે બદલાના રાગના સૂરો ઉમટી રહ્યા હતા, અને આ સૂરોની સૂરાવલિ ગોઠવી તેણે નવી ટ્યુન (તર્જ) રચેલી હતી. તેને વહેતી મૂકી, શું પ્રતીભાવ આવે છે ?, તેની રાહ જોતો હતો.

આ બાજુ યામાંના મોત અંગે ન્યુઝ મીડિયા, સોસિયલ મીડિયાએ બે દિવસ કાગારોળ મચાવી અને બીજા વિષય તરફ વળી ગયું. સંગીત સ્પર્ધા પૂરી થતાં મીડિયા પણ શાંત થઈ ગયું હતું. મહિનામાં જ રિયાલીટીશોનાં સ્પોંસર બદલાઈ ગયા અને ગુંજન સોઢા વાઈડ કાર્ડથી સિફતથી શોમાં આવી રનરઅપની ટ્રોફી જીતી આવી.


Rate this content
Log in

Similar gujarati story from Action