STORYMIRROR

Kalpesh Patel

Action Crime Thriller

4  

Kalpesh Patel

Action Crime Thriller

ભાઈ`- 4 - સિનિયર સોઢાને ના સાંભળવાની આદત નથી

ભાઈ`- 4 - સિનિયર સોઢાને ના સાંભળવાની આદત નથી

2 mins
1.1K

સિનિયર સોઢાને ના સાંભળવાની આદત નથી

તાજના દરબાર હોલના ટેબલ નંબર ત્રણ ઉપર ફિલ્મજગતના મોટા ફાઈનાન્સર અને જાણીતા મ્યુજિક ડિરેક્ટર ડી’સોઝા ડીકોસ્ટા આતુરતા પૂર્વક કોઈની રાહ જોઈ રાહ જોઈ રહ્યા હતા. વાત વાતમાં ડી’સોઝા ડીકોસ્ટા તેનું ઘડિયાર જોઈ ઊંચા નીચા થઈને શેઠ તનુમલની સામે જોઈ મૂંગી બેચેની દર્શાવતા હતા.

તનુમલે માસ્ટરની વ્યગ્રતા જોઈ, ધરપત આપતા કહ્યું, બસ પાંચ મિનિટ માસ્ટર, વિનય સોઢા ટાઈમ અને જુબાનનો પાક્કો છે, આખે જુહુ બીચ ઉપર તેને જોઈ પોતાની ઘડિયારનો સમય ઠીક કરે છે. હજુ બોલિવુડના મોટાં ગજાના ફાઈનાન્સર આગળની વાત પતાવે તે પહેલા, દરબાર હોલના દરવાજે ચહલ પહલ આછી થઈ અને બે બ્લેક કમાન્ડોના કવર સાથે વિનય સોઢાએ તાજના દરબાર હોલમાં એન્ટ્રી લીધી અને સીધો ટેબલ નબર ત્રણ પાસે આવી કમાન્ડોને ઈશરથી અળગા કર્યા. વેલકમ ડ્રિંકની ઔપચારિકતા પછી, વિનયે શેઠ તનુમલની સામે માર્મિક નજર રેલાવી, અને શેઠ તનુમલ, બોલ્યા માસ્ટર તું ભાઈ સાથે વાત કર હું એક ફોન કરીને આવું છું.

થોડીક પળોની ચૂપ્પી પછી, વિનયે વાતનો દોર હાથમાં લેતા ડી’સોઝા ડીકોસ્ટાને કહ્યું માસ્ટર તમારા નામના આજકાલ સિક્કા પડે છે ને કઈ ? આ તમારો રિયાલીટી શૉ એ શહેરમાં સપાટો બોલાવ્યો છે અને ફાઈનલ ટોપ ટેનમાં નવ સ્પર્ધકો તો વોટિંગથી આવી ગયા છે અને દસમો સ્પર્ધક વાઈડ કાર્ડથી આ શનિવારે કોણ આવશે તેનો પણ બજારમાં સટ્ટો જામ્યો છે. ત્યારે મારૂ તમને એક સૂચન છે કે દસમા સ્પર્ધકમાં તમરી વગ વાપરી મારી બહેન ગુંજનને એક તક આપો, અને તેના બદલામાં લો આ એક ચેક. રકમ તમારી, પણ કામ મારૂ, અને સહી મારી. કહી વિનયે ખિસમથી ચેક બુક કાઢી એક ચેક સહી કરી ડી’સોઝા ડીકોસ્ટાના હાથમાં થમાવ્યો.

પરંતુ ડી’સોઝા ડીકોસ્ટા એકદમ એકસાઈટ થઈ ઊભો થઈ ગયો અને બરાડો પાડી ઉઠ્યો, પણ હોલમાં સભ્ય સમાજના લોકોને જોતાં તરત અવાજ અને આવેશને કાબુમાં રાખી બોલ્યો, મિસ્ટર સોઢા, તમે મને શું બિકાઉ સમજી બેઠા છો ? સ્પર્ધામાં કોઈને પણ વાઈડ કાર્ડનો સહારો નથી આપવાનો અને આપવાનો હોત તો પણ તે ગુંજન “ કાગડી નેતો નહીજ આપું, કહેતા, વીણાએ આપેલો ચેક ટેબલ ઉપર કેંડલ સ્ટેન્ડ ઉપર સળગી રહેલી જસ્મિન મીણબત્તીની જ્યોતમાં ધરી સળગાવી નાખ્યો.

વિનયે કોઈજ પ્રતીભાવ વગર ઊભા થઈ ડી’સોઝા ડીકોસ્ટાએ પહેરેલી રેડ ટાઈની નોટ થોડી ટાઈટ, કરી કહ્યું “ઈટ્સ ઓકે તાનસેન સાહેબ”, જેવી તમારી મરજી, તમે ચઓ તેમ તમારી વીણા વગાડજો, પરંતુ સિનિયર સોઢાને કદીય ના સાંભળવાની આદત નથી. મારે સિનિયર સોઢાને તમારી મરજી જણાવી પડે તેમ હોવાથી, હું તમારું મંતવ્ય જાણવું છું, કહેતા મોબાઈલમાં “ડીલ નોટ થૃ ભાઈ”,નો ટૂંકો સંદેશો વહેતો મૂકી, આવ્યો હતો તે ઝડપે તેના કમાન્ડો સાથે પાછો વળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Action