Vibhuti Desai

Abstract Tragedy Others

3  

Vibhuti Desai

Abstract Tragedy Others

ભાભીમા

ભાભીમા

1 min
195


 ચંદુની મા ગુજરી ગઈ પછી ચંદુની ભાભીએ એક માની જેમ ચંદુનો ઉછેર કર્યો, એટલે ચંદુ ભાભીને ભાભીમા જ કહેતો.

   એક અકસ્માતમાં ચંદુનાં ભાઈ ગુજરી જતાં ચંદુએ ભણતરની સાથે સવારે પેપર વેચવાનું કામ ચાલુ કર્યું. ભાભીમાની ખુબ જ કાળજી રાખતો. ભાભીમા પણ સિલાઈકામ કરી ચંદુને ટેકો કરતાં. ચંદુ ભણવામાં હોશિયાર. કલેકટર બન્યો ત્યારે ભાભીમાને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું.

   ચંદુનાં નીલા સાથે લગ્ન થયાં. નીલાને ભાભીમા આંખનાં કણાંની જેમ ખૂંચે. એવામાં ભાભીમાને રક્તપિત્તનો બીનચેપી રોગ થયો. ચંદુ ભાભીમાની સેવા કરે એ નીલાને ગમે નહીં અને એટલે જ એણે ચંદુને કહ્યું," રક્તપિત્ત આપણને પણ થાય એટલે આ ઘરમાં કાં ભાભી રહે કાં હું." તરત ચંદુએ કહ્યું," તું જ રહે આ ઘરમાં." આટલું સાંભળતા તો નીલા ખુશ.

    બીજે દિવસે નીલા ઊઠી તો ઘરમાં ચંદુ અને ભાભીમા ઘરમાં ન હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract