ધારા આહિર "પ્રવાહ"

Romance

3.4  

ધારા આહિર "પ્રવાહ"

Romance

બે વર્ષ પછી

બે વર્ષ પછી

2 mins
227


રાતના બાર વાગ્યાના ટકોરા સાથે જ મેસેજની નોટિફિકેશન ટપકી, 

'હેલ્લો !

હેપ્પી બર્થ ડે...

"ખરેખર, હું જેની રાહ જોઈ રહ્યો હતો તેનો જ આ મેસેજ હતો. મને ખબર હતી સાથે નથી તો શું થયું પણ મારા જન્મદિવસ પર સૌથી પહેલા વિશ તારું જ આવશે. થેંક્યું યુ ! કહીને મેં વાતને પૂરી કરી દીધી.ખરેખર બોલવું તો મારે પણ હતું, પણ બે વર્ષ થયા હિંમત કરતો હતો પણ ક્યારેય આવી જ નહી અને આજે પણ એવું જ થયું. પણ એને વાત આગળ વધારી,

"કેમ છે ? શું ચાલી રહ્યું છે જિંદગીમાં ?"

હું ; "બસ મજામાં તને કેમ છે ?"

"હા , હું પણ મજામાં જ છું."

ધીમે ધીમે મને હિંમત આવતી ગઈ અને જ્યાં બે વર્ષ પેલા સ્ટોપ માર્યું હતું ત્યાંથી જ વાતો આગળ ચાલતી ગઈ. એ વાત જાણીને ખુશી થઈ કે બન્નેના મનમાં પ્રેમ આજે પણ પેલાની જેમ અતૂટ છે. વાતો થઈ અને સમય વીતતો ગયો. એક મહિનો, બે મહિના જેમ જેમ સમય વિતી રહ્યો હતો, તેમ તેમ બે વર્ષ થયા દબાયેલી લાગણીઓ બાહર આવતી રહી. બે વર્ષ પહેલા એક અસમજણના લીધે જે સંબંધ પૂરો થયો હતો, તે બધું જ બન્ને એ વાત કરી દૂર કર્યું. ખરેખર સંબંધ કહેવાનો પૂરો થયો હતો, બન્નેના દિલ તો આજે પણ એકબીજા માટે જ ધબકતા હતાં.

બધું જ પેલા જેવું હતું. એકબીજા પ્રત્યેનો પ્રેમ, ચિંતા, લાગણી, એકબીજાને સમજવાની રીત બધું એવું જ હતું તેમાં કશું જ ફર્ક ન હતો.બે વર્ષના સમયગાળામાં એની જગ્યા કોઈ લઈ શક્યું ન હતું. બે વર્ષના લાંબા સમયની રાહ પછી બન્ને એ એક દિવસ મળવાનું નક્કી કર્યું, અને બે વર્ષની એકબીજાને મળવાની તડપને અંત આપવા ફરી સાથે રહેવાના અને જીવવાના સપના જોઈ, એકબીજાને વચન આપ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance