ધારા આહિર "પ્રવાહ"

Children Stories Horror Fantasy

3  

ધારા આહિર "પ્રવાહ"

Children Stories Horror Fantasy

રાહુલની વાતો

રાહુલની વાતો

4 mins
137


રાહુલ પોતાના દોસ્તો સાથે શેરીમાંથી રમીને ઘરે ગયો. ઘરે જઈને અચાનક કોઈ'દી ન પૂછવાવાળો સવાલ એને પોતાની મમ્મીને પૂછ્યો કે મમ્મી આ ભૂત જેવું કંઈ હોતું હશે શું ? બધા તો કહેતા હતાં આજે કે આપણી આગળની શેરીમાં પેલા પીપળા નીચે ભૂત થાય છે. પણ મમ્મી હું તો ઘણીવાર સ્કૂલથી આવતી વખતે ત્યાંથી પસાર થયો છું તો મને તો એવું કંઈ ન દેખાયું. કે ને મમ્મી આ ભૂત સારા હોઈ કે ખરાબ ? અને શું સાચે આપણે તેને જોઈ શકીએ ? શું સાચે આપણે તેની સાથે વાત કરી શકીએ ? 

રાહુલના આવા સવાલો સાંભળી તેની મમ્મીને ચિંતા થવા લાગી કે ક્યાંક સાચે રાહુલ ત્યાંથી પસાર થતાં ડરી ન જાય. પણ નવ વર્ષના બાળકને શું ખબર પડે ? રાહુલ સવાલો પર સવાલો કરતો ગયો. રાહુલના મમ્મીને લાગ્યું કે જો હું રાહુલને સાચું કહી દઈશ તો એ ડરી જશે, એટલે રાહુલના મમ્મી એ તેને સમજાવ્યો. જો બેટા ભૂત એ કંઈ ખરાબ નથી હોતું, એમાં ક્યાંકને ક્યાંક આપણા પૂર્વજો જ હોઈ છે. એ આપણે ક્યારેય નુકશાન પોહચાડશે નહી. ક્યાંકને ક્યાંક એની વિધિ અધૂરી કે તેની કોઈ તમન્ના અધૂરી રહી ગઈ હોય એટલે એની આત્મા આમતેમ ભટકતી રહે છે. બીજું કંઈ હોતું નથી. એટલું કહી તેના મમ્મી બોલ્યા; શું તું પણ આવી વાતો લઈને બેસી ગયો છે રાહુલ. મને ભુલાવી દીધું કે હું ગેસ પર દૂધ મૂકીને આવી છું. ચાલ છોડ આવી વાતોને હાથ - મોઢું ધોઈ આવ, પછી નાસ્તો કરી લે, આજે તારો મનગમતો બનાવ્યો છે. 

મમ્મીએ કહ્યા પછી પણ રાહુલના મનમાં આ ભૂત વિશે જાણવાની ઉત્સુકતા બમણી બની ગઈ. તે મનમાં મનમાં વિચાર્યા કરતો હતો. પછી તે નાસ્તો કરવા બેઠો, જોયું તો ગુમસૂમ વિચારમાં પડેલો હતો આ જોઇને તેના મમ્મી બોલ્યા શું થયું રાહુલ ડરી ગયો. જો એવું કઈ ના હોય બેટા અને તને એવું લાગેને તો તારે હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરી દેવાનું એટલે કોઈ પણ ખરાબ આત્મા તારી નજીક નહી આવે. આ સાંભળી રાહુલ વળી બોલ્યો; અને મમ્મી જો સારી આત્મા હોય તો ? તેના મમ્મી બોલ્યા; શું રાહુલ તું પણ આવી વાતો લઈને બેસી ગયો છે આજે, મને કામ કરવા દે અને તું પણ જા હવે વાંચવા બેસ.

રાહુલના મનમાં આ વાતો ચાલતી હતી. એક દિવસ રમતાં રમતાં રાહુલ એ પીપળા નીચે ગયો અને ત્યાં જઈને બેસી ગયો. થોડો સમય બેઠો ત્યાં સામેથી એક વૃદ્ધ, સાવ દુબળા શરીરવાળા એક દાદા આવીને પીપળાના છાયા નીચે બેસી ગયા. રાહુલને લાગ્યું આ દાદાજીને વધુ ખબર હશે ભૂતની, મમ્મી કરતાં. પછી તેને દાદાજીને પૂછ્યું; તમને એક વાત પૂછું આ ભૂત એટલે શું ? બધા કહે છે અહીંયા ભૂત થાય છે. મારે પણ જોવું છે કેવું હોઈ એ. નાદાનીભરી વાતો સાંભળી દાદાજી હસી પડ્યાં. અરે બેટા ભૂત જેવું કોઈ હોતું નથી, એતો બસ કોઈની અધૂરી ઈચ્છાઓને કારણે એનું મન અહીં ભટકતું રહે છે. આ સાંભળી રાહુલ બોલ્યો; હા મમ્મી પણ આવું જ કહેતી હતી. 

બન્ને એકબીજા સાથે વાતોમાં લાગી ગયાં. રાહુલને ઘરે જવાનો સમય થયો. દાદાજી સાથે બેસીને તેને સારું લાગ્યું, એટલે રાહુલ કહે દાદાજી તમે કાલે પણ અહીં આવજો હું અહી જ રમવા આવીશ. આ સાંભળી દાદાજી કહે; ના બેટા હવે હું અહી ક્યારેય નહીં આવું, મારી ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. આ સાંભળી રાહુલને પેલું મમ્મીએ કહેલું ભૂતનું યાદ આવી ગયું અને થોડો ડરી ગયો તે હનુમાન ચાલીસા બોલવા લાગ્યો, તો પણ દાદાજી ગયા નહીં. આ જોઇને નાદાન બાળકના મોંમાંથી સાચું નીકળી ગયું અને તેને કહ્યું; દાદાજી તમે તો ભૂત નથી ને ? પણ મમ્મીએ કહેલ મુજબ મેં હનુમાન ચાલીસા બોલી તો પણ તમે ગયા નહીં. તો તમે એક સારી આત્મા છો ?

દાદાજી ફરી હસવાં લાગ્યા; બેટા જેમ તારા મમ્મીએ કહેલું એમ અહીં બધી આત્મા ખરાબ નથી હોતી. અમુકની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય છે ને એ ભટકતી હોઈ છે. એની ઈચ્છા પૂરી થતાં એ મુક્ત થઈ જાય છે. આ સાંભળી રાહુલ બોલ્યો; તો દાદાજી તમારી કંઈ ઈચ્છા આજે પૂરી થઈ ? દાદાજી બોલ્યા; તને જોવાની મારા પૌત્ર. રાહુલ વિચારમાં પડી ગયો શું હું રોજ રાતે તારાઓ સામે જોઇને દાદાજીને બોલાવતો હોવ છું, તો આ મારા દાદાજી હશે. રાહુલના વિચારો દાદાજી એ સાંભળી લીધા અને કહ્યું હા, બેટા તને જોવાની તમન્ના ઘણી હતી. જ્યારે તું કૂખમાં હતો. તને રમાડવાની, વાર્તા સંભળાવાની ઘણી ઇચ્છાઓ હતી પણ એ પૂરી ન થઈ શકી એટલે હું ભટકતો હતો, પણ આજે હું મુક્તિ પામીશ. આ સાંભળી રાહુલ દાદાજીને ભેટી પડ્યો. ભેટી પડતાં જ દાદાજી તરત અલોપ થઈ ગયા.


Rate this content
Log in