STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

3  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

કંઈક કરવાની ધગશ

કંઈક કરવાની ધગશ

1 min
133

એક નાનું બાળક રોજ ચાલવાં શીખે અને રોજ બે પગલી ભરતાં જ પડી જાય. ફરી ઊભું થાય અને ફરી પડી જાય, પણ તે પોતાની હિંમત ક્યારેય હારતું નથી. આ હિંમત તેને પોતાના પપ્પાને જોઈને આવે છે. બાળક ધીરે ધીરે મોટું થતું ગયું. જેમ જેમ બાળક મોટું થયું, તેમ તેના પિતાની જવાબદારી વધતી ગઈ. તેને પોતાના પપ્પાને જોઈને ક્યારેય હિંમત હારી ન હતી. સતત પડ્યા પછી પણ તે પાછું ઊભું થવાની હિંમત રાખતો હતો. બાળક હવે એક યુવાન છોકરો બની ગયો છે. અને તેના સુપરમેન પપ્પા હવે એક વૃદ્ધ.

બધી જવાબદારીઓ હવે એ યુવાનના ખભે આવવાની હતી.પોતાની જવાબદારીઓ પૂરી કરવા તેને ધંધો ચાલુ કર્યો પણ એ ધંધામાં સતત તેને ખોટ રહી હતી. ધંધો કરતાં પહેલા તેને ધંધાનું જ્ઞાન લેવું જરૂરી હતું, માટે તેને કોઈ એક દુકાનમાં કે કંપનીમાં કામ કરવાનું ચાલું કર્યું. લોકોએ તેને સતત વગોવ્યો છે અને તેની ટીકા કરી છે. પણ તેના પપ્પાએ શિખવ્યું હતું તેમ લોકોની ટીકાઓમાંથી નિરાશ થવાને બદલે તેમાંથી શીખ મેળવી લેવાની અને હિંમત ક્યારેય હારવાની નહિ ભલે નિષ્ફળતા મળે. 

આમ તેને ધંધો કરતાં કરતાં થોડાક વર્ષોમાં જ ધંધો કરવાની રીત શીખી લીધી. હવે તેણે પોતાનો ધંધો ચાલુ કર્યો. એક દિવસ શેરીમાં એક કાર આવી જે કદાચ કોઈએ સપનાં પણ નહી જોઈ હોય. કારનો દરવાજો ખુલતાં જ શેરીના બધા જ લોકોની આંખો ખુલી જ રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational