ધારા આહિર "પ્રવાહ"

Romance Fantasy Others

4.6  

ધારા આહિર "પ્રવાહ"

Romance Fantasy Others

અણજોતું મિલન

અણજોતું મિલન

3 mins
302


મીરાએ સહેજ ઉપર ગગન તરફ જોયું, તો ઘનઘોર વાદળો છવાઈ રહ્યાં હતાં. વરસાદની મોસમ છે ક્યારે વરસાદ આવી જાય એ કશું જ કહી શકાય એમ ન હતું. સાંજનો સમય અને કાળું ડીબાંગ આકાશ જાણે વાદળોએ આકાશને જકડી રાખ્યું હોય એવો માહોલ હતો. મીરા ફટાફટ પોતાની ઓફિસનું કામ પતાવી ઘરે જવા નીકળી.

ઝરમર ઝરમર મેહુલિયો વરસવા લાગ્યો. મીરા રિક્ષાની વાટમાં ઊભી હતી પણ એક રિક્ષાવાળો એ સમયે નીકળો નહીં. સાંજનો સમય અને ઘરે જવાની ઉતાવળમાં મીરા મનમાં મુંજાય રહી હતી. ઘરે જવા હવે રિક્ષા મળે તો સારું છે. એવામાં એક કાર આવીને મીરા સામે ઊભી રહી ગઈ. ધીરે ધીરે બારીનો કાચ નીચે થયો.મીરા એકાએક તેની સામે જોઈ રહી હતી. 

બારીનો કાચ નીચો જતાં જ એક હેન્ડસમ છોકરાના દર્શન થયાં અને એ બોલ્યો; મેમ તમારે ક્યાં જવાનું છે ? તમને કંઈ વાંધો ન હોઈ તો હું તમને ડ્રોપ કરી દઈશ. મીરા મનમાંને મનમાં વિચારવા લાગી. એક બાજુ વરસાદી વાતાવરણને સાંજનો સમય હતો, ઉપરથી એક પણ રિક્ષાવાળો મળી રહ્યો ન હતો. ઘરેથી પણ ઉપરા ઉપર ફોન આવી રહ્યા હતાં. મીરાંને વિચારતાં જોઈ પેલો છોકરો બોલ્યો અરે...!! મેમ એટલું શું વિચારો છો ? ચિંતા ન કરો ! હું તમને સહિ સલામત તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. 

મીરા મનોમંથન કર્યા બાદ કારમાં બેસી ગઈ. પેલા છોકરાએ પૂછ્યું; તમારું નામ જાણી શકું ? મીરાંએ જવાબ આપતાં કહ્યું ; મારું નામ મીરા છે અને તમારું ? સામેથી જવાબ આવ્યો; હું આકાશ...તમને મળીને સારું લાગ્યું, એટલું કહી મીરા ચૂપ થઈ ગઈ. સફર ઘણો લાંબો હતો પણ બંનેમાંથી એક પણ કંઈ બોલ્યા નહીં. આકાશ એ હવે ધીમા ધીમા ગીતો વગાડવાનું ચાલુ કર્યું. પહેલીવાર મળ્યાં હતાં એટલે બંને કંઈ બોલ્યા નહી, અને થોડી જ વારમાં મીરાનું ઘર આવી ગયું. મીરા આકાશને થેંક્યું કહી પોતાના ઘર તરફ ચાલી ગઈ અને આકાશ પણ પોતાના રસ્તે ચાલતો થયો.

બંને પોતાના ઘરે તો પહોંચી ગયા પણ એકબીજાના ચહેરા તેમને આંખ બંધ કરવા ન દેતાં હતાં. રાતનું સૂકુન છીનવાઈ ગયું, જાણે પહેલી નજરનાં પ્રેમની જ આ અસર હોય. બંને એકબીજાને ફરીવાર મળવા માંગતા હતાં, પણ ઉતાવળમાં એકબીજાને કોન્ટેક્ટ નંબર આપતાં પણ ભૂલી ગયા. અને વધુ વાત ન થઈ હોવાથી એકબીજાથી હજી અજાણ હતાં.

આકાશને આ બેચેની સતાવી રહી હતી. કેટલાંક દિવસો તેને ખુદને ખબર ન પડી કે એને પ્રેમ છે. હવે એનાથી વધુ રહેવાય એમ ન હતું, એટલે એ જ્યાંથી તે દિવસે મીરાંને ડ્રોપ કરી ત્યાં જઈને ઊભો રહેતો હતો, પણ મીરા હવે ત્યાં ક્યાંય પણ જોવા મળતી ન હતી.

આમ રોજ રોજ દિવસો વિતી રહ્યા હતાં. પણ મીરા તેના દિલમાંથી હજી સુધી વિસરી શકી ન હતી. એક દિવસ તે ચા પીવા એક દુકાન પર ઊભો રહ્યો. ચાની રાહ જોતાં જોતાં ત્યાં પડેલું એક છાપું વાંચવા લાગ્યો. છાપું વાંચતા વાંચતા તેની આંખમાંથી આંસુ સરી ગયાં. મીરાંને હવે જિંદગીમાં મળવાની તમન્ના કદાચ ક્યારેય પૂરી નહી થાય.

પહેલી નજરમાં થયેલો પ્રેમ તેનો અધૂરો રહી ગયો. મીરા હવે ઈશ્વરના શરણે ચાલી ગઈ છે. આ શ્રદ્ધાંજલિ ભર્યા સમાચાર સાથે જાણે મીરા તેની લાગણીઓને પણ શ્રદ્ધાંજલિ આપતી ગઈ. આકાશના હવે પછી મીરા સાથે બીજા મિલનની આશ વિયોગમાં પરિવર્તન પામી ગઈ. 

મીરાના હયાત ન હોવાનું દુઃખ તેને દિવસે દિવસે અંદરથી મારી રહ્યું હતું. મળ્યાં પહેલાં જ ભગવાને મીરાને છીનવી લીધી. સાથે ક્યારેય રહ્યા ન હોવા છતાં પણ આ અજોડ પ્રેમની પરિભાષા જ કંઈક અલગ હતી. મીરાનો ચહેરો તેની નજર સામેથી ખસતો ન હતો તેની મુલાકાત એક દિવસની હતી પણ યાદ જાણે દિલમાં વસી ગઈ હતી. મનની તડપ તેને કબ્રસ્તાન સુધી લઈ ગઈ.

કબ્રસ્તાન અંદર જઈને તે કબરે કબરે ફરી રહ્યો હતો, જેમાં એક કબર પર નજર ગઈ ત્યાં મીરાનું નામ લખ્યું હતું. આ જો તેને દોડ મૂકી અને કબરને ભેટી પડ્યો. તેની આંખમાંથી આંસુઓની ધાર રોકાતી ન હતી. તે કબર પર માથું રાખી સૂઈ ગયો. તેનું ઘણા દિવસો થયા છીનવાયેલું સૂકુન જાણે પાછું મળી ગયું હોય. હવે પછી રોજ આ વિયોગ સહન કરી, એકવાર સૂકુનની અનુભૂતિ કરવાં મીરાની કબર પર તે માથું રાખી સૂઈ જતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance