વધુ મેળવવાની લાલચ
વધુ મેળવવાની લાલચ
એક ટેક્સી ડ્રાઈવર જેને ડ્રાઈવિંગ જ આવડે છે, બીજો કશું જ કામ ધંધો તેને ફાવતો ન હતો. બીજાની ટેક્સી ચલાવતાં ચલાવતાં ધીર-ધીરે તેણે પોતાનો ધંધો ચાલુ કર્યો. એક ટેક્સી પોતાની જ ખરીદી લીધે, જેના લીધે જેટલી કમાણી થતી બધી હવે પોતાની જ હતી. માલિકને હવે એને કંઈ આપવાનું થતું નહીં. આમ તે રાત દિવસ મહેનત કરવા લાગ્યો અને વધુ કમાવા લાગ્યો. પે'લા કરતા વધુ પૈસા જોઈને એને વધુ કમાવાની લાલચ જાગી. તેણે સટ્ટો રમવાનો ચાલુ કર્યો. તેની પત્ની અને બાળકોએ ના પાડી છતાં માન્યો નહિ. એક દિવસ તેની ટેક્સી અને જે કંઈ ભેગું કર્યું હતું બધું વેચાઈ ગયું. તે ફરી પાછો રસ્તા પર આવી ગયો.
હવે ધંધો તેને કોઈ આપતું હતું નહી, કારણ કે તે બધા પાસેથી ઉધારી લઈ ચૂક્યો હતો. બીજો ધંધો શોધતા શોધતાં તેની નજર રસ્તામાં દીવાલ ઉપર લગાવેલા પોસ્ટર પર ગઈ, જેમાં એક કાર રેસની જાહેરાત હતી. આ જોઈને તેને એમાં ભાગ લેવાનો વિચાર કર્યો. રેસના દિવસે તે ત્યાં હાજર થઈ ગયો અને રેસના બધા જ નિયમો સમજ્યા બાદ રેસ શરૂ થઈ. અહીં પણ એને પહેલા નંબર પર આવવાની લાલચ ભારી પડી, ચાલુ રેસમાં એક અકસ્માત સર્જાયું જેના લીધે એણે પોતાના બંને પગ ગુમાવ્યા.
