ધારા આહિર "પ્રવાહ"

Tragedy Thriller Others

4.7  

ધારા આહિર "પ્રવાહ"

Tragedy Thriller Others

અદ્રશ્ય શક્તિ

અદ્રશ્ય શક્તિ

4 mins
220


સાત વર્ષનો રાજ નિશાળેથી દોડતો દોડતો ઘરે આવ્યો. દાદી ! દાદી આ બધાના મમ્મી એમને નિશાળે લેવા આવે છે. મારી મમ્મી કેમ મને લેવા નથી આવતી કોઈ દિવસ ? મને પણ ઈચ્છા થાય છે કે મારી મમ્મી મને નિશાળે લેવા આવે. પોતાના બાળપણભર્યા શબ્દોમાં રાજે કહ્યું. 

 બોલવા શિખ્યો ત્યારથી જ રાજના દાદીમાં એક જ વસ્તુ કહેતા આવ્યા છે. બેટા રાજ ! તારી મમ્મી તારાથી દૂર થોડી ગઈ છે. એ તો હંમેશા તારી આસપાસ છે. તને જોવે છે. તારી સાથે છે. તારું ધ્યાન રાખે છે. રાજ બોલ્યો ; પણ તો મને કેમ દેખાતી નથી ? મને કેમ બોલાવતી નથી ? મારે પણ એને જોવી હોય ને. આટલું બોલી ઉદાસ મન કરી રાજ રૂમમાં ચાલ્યો ગયો.

રાજના દાદીમાં એના મમ્મીનાં ફોટો સામે જોઈ રહ્યા હતા. આંખમાં ઝળઝળીયાં પણ આવી ગયાં, પણ એમની પાસે રાજને સમજાવા સિવાય કંઈ પણ રસ્તો હતો નહીં. રાજ નાનો હતો એટલે સમજાવી દેતાં હતા પણ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ સમજાવો મુશ્કિલ બની જાય છે. અને મમ્મીની ખાલપ કોને ન લાગે. બધા રાજને ખૂબ સાચવે છે પણ એના મમ્મી જેવું તો ન જ થાય. 

રાજ એક દિવસ નિશાળે જતો હતો. રોડ પર ચાલ્યો જતો હતો, એવામાં એક કાર જોરદાર સ્પીડમાં આવતી હતી. રાજનું ધ્યાન ન હતું પણ એક અજાણી સ્ત્રી આવીને બચાવી લે છે. રાજ ઘરે જઈને આ વાત તેના દાદીને કરે છે. દાદી રાજના મમ્મીનાં ફોટો સામે જોઈને કહે છે. આજે તો તે બચાવ્યો તારા દીકરાને. એટલે દાદીમાએ રાજને કહ્યું કે બેટા આ નક્કી તને બચાવનાર તારી મમ્મી જ હશે, એવો મને આભાસ થાય છે. જ્યારે જ્યારે મુસીબત આવે ત્યારે એ ઊભી જ હશે સાથે. 

જેમ જેમ રાજ મોટો થતો ગયો તેમ તેમ તેના પર આવતી બધી મુશ્કેલીઓને ટાળવા એક અદ્રશ્ય શક્તિ છે એવો આભાસ થતો ગયો. રાજ મોટો થયો ત્યારે તેના દાદીમાં સાવ ઘરડા થઈ ગયા હતા. રાજને ભણાવી ગણાવી મોટો કરનાર દાદીમાં હવે ભગવાનના ઘરે આજે જાય કે કાલે સાવ એમ થઈ ગયા હતા. રાજ દાદીમા પાસે રોજ રાતે બેસતો અને રોજ દાદીમાં કહેતાં કે બેટા તને ઉછેરનાર હું છું પણ તારું રક્ષણ કરનાર તારી મા જ છે. 

થોડાક જ દિવસોમાં તો દાદીમાં સ્વર્ગવાસ થઈ ગયા. રાજને ખૂબ આઘાત લાગ્યો. પહેલેથી જ તેની જોડે મોટો થયો હતો એટલે એ તેની મમ્મી કરતાં પણ વ્હાલા હતાં. રાજ મોટો તો થઈ ગયો હતો પણ તેનામાં હજી નાદાની હતી. તે તેની મમ્મીનાં ફોટો સામે જોઈને કહેવા લાગ્યો; મમ્મી તું તો મૂકીને જતી રહી, મને મોટો કર્યો દાદીમાએ, હવે એને પણ છીનવી લીધા. તું તો ત્યાં ભગવાન પાસે છો ને તારે તેને ના પાડી દેવાય ને. 

દાદીમાના મૃત્યુ પછી રાજ તેમના મમ્મીને સાવ ઓછું માનવા લાગ્યો અને અવળા રસ્તે ચડી ગયો. તેના મમ્મી એને દરેક મુશ્કેલીથી બચાવે છે એવું એ ભૂલી ગયો. દારૂના રવાડે ચડેલો રાજ એક દિવસ નશામાં ને નશામાં રસ્તા પર રખડી રહ્યો હતો. પોતાના હોશ ખોયેલા રાજને સામેથી આવતો ટ્રક દેખાયો જ નહિં. પેલા ટ્રકવાળા ભાઈ એ પણ બ્રેક લગાવાની કોશિશ કરી પણ તેનાથી બ્રેક લાગી નહી અને અચાનક ટ્રક રાજની નજીક આવી ગયો. પેલા કાકાને થયું કે રાજ તો ગયો.

 ટ્રકને બ્રેક લાગતાં જ પેલા કાકા ફડફડતા નીચે ઉતરી જોવા ગયા તો રાજ રોડની સાઈડમાં હતો. થોડીવાર કાકા વિચારમાં પડી ગયા કે રસ્તામાં દૂર દૂર સુધી કોઈ છે નહી અને રાજને હોશ જ નથી કે તે દૂર જાય. નક્કી આ કોઈ અદ્રશ્ય શક્તિનું કામ હશે એવો આભાસ પેલા કાકાને પણ થયો. રાજ હોશમાં હતો નહી અને રાતનો સમય હતો તો પેલા કાકા રાજને પોતાના ઘરે લઈ ગયા.

સવારે ઉઠતાં જ રાજે જોયું તો એ પોતાના ઘરે હતો જ નહી. પછી રાતનો બનેલો બનાવ કાકાએ રાજને કહ્યો. રાજને હોશ આવ્યા પછી એને અહેસાસ થયો કે કાલ રાતે મને પણ એવું લાગ્યું હતું કે મને કોઈએ હાથ પકડીને રસ્તા પરથી સાઈડમાં લીધો. મને આભાસ થયો, પણ મને લાગ્યું હું નશામાં છું એટલે એવો આભાસ થયો હસે. રાજે કાકાને બધી વાત કરી. પછી રાજે કહ્યું આજ દિવસ સુધી મારા પર આવતી મુશ્કેલીને દૂર કરતી એક અદ્રશ્ય શક્તિ હોય એવો આભાસ થતો રહ્યો છે. મારા દાદીમાં હંમેશા કહેતા આવ્યા છે કે એ મારા મમ્મી છે.

દાદીમાના અવસાન પછી હું એ માનવા તૈયાર જ ન હતો. પણ આજે ફરી મને બચાવી મારી મમ્મી મારી સાથે છે એવો આભાસ થઈ ગયો. કાકાને બધી વાત કર્યા પછી કાકાએ રાજને પોતાની મમ્મીની આત્માને મુક્તિ આપવા જે વિધિ કહી એ રાજે પૂર્ણ કરી અને રાજના મમ્મીની આત્માને શાંતિ અને મુક્તિ મળી. છેલ્લે રાજ દાદીમાના અને મમ્મીનાં ફોટો સામે જોઈને બોલ્યો; કે મારા પર આવતી દરેક મુશ્કેલી તમે બેય દૂર કરો છો એવો આભાસ નથી પણ આ સત્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy