ધારા આહિર "પ્રવાહ"

Others

3  

ધારા આહિર "પ્રવાહ"

Others

ગામડાનું આકર્ષિત વાતાવરણ

ગામડાનું આકર્ષિત વાતાવરણ

2 mins
143


સવારના ૯ :૩૦ વાગ્યે નગરપાલિકાના સફાઈવર્ગના કામદારોની મિટિંગ યોજવામાં આવી. ત્યાં અલગ અલગ ગામડાના અને શહેરના બધા જ કામદારોને બોલવામાં આવ્યા હતાં. કામદારવર્ગ માટે એક અલગ જ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરપાલિકાના મેયર દ્વારા વિવિધ સલાહ સૂચનો આપવામાં આવ્યા અને બાદ બધા કામદારોને મિટિંગમાંથી છૂટા કરવામાં આવ્યાં.

એક બાજુ એક - બે કામદારો ઊભા હતાં. વાતો કરતાં કરતાં વાતમાંથી વાત આવી. એક કામદાર જે ગામડામાં સફાઈનું કામ કરતો હશે. તે બોલ્યો; "અરે હરેશભાઈ તમે આવો તો ખબર પડે ગામડાની મજા જ કંઈક અલગ છે. પરોઢિયે સવારમાં ગામડાના લોકોની સાથે સાથે જ ગામના પશુ - પંખીઓ પણ જાગી જાય છે ને પોતાના ગીતડાં ગાવાના ચાલું કરી દે છે. મંદિર ઝાલર વાગતાં જ ગામનું ધણ છૂટી જાય છે અને સાંજે મંદિર ઝાલર વાગતાં જ પાછા ઢોર ખીલે બંધાય જાય છે. ગામની પનહારીઓ સવાર સાંજ પાણી ભરવા કુવે કે તળાવે જતી હોય છે.ગામડાનું કુદરતી દ્રશ્ય રમણીય છે. 

ગામડામાં સુખ - શાંતિ અને સગવડ પણ પૂરતી હોય છે. વીઘા - વીઘા જેવડા ફરિયાને વિશાળ મકાન પણ હોય છે. દૂધ - છાશ અને ઘી જેવી વસ્તુઓ એકદમ શુદ્ધ મળે છે, જેથી બાળકોનું સારું સ્વસ્થ પણ જળવાઈ રહે છે. શુદ્ધ હવા - પાણીને જમીનના ઓછા પ્રદૂષણના લીધે શહેરના પ્રમાણમાં ગામડામાં રોગચાળો ઓછો હોય છે, એટલે ગામડાની મજા જ કાંઈક અલગ હોય છે."

"વાત તો તમારી સાવ સાચી છે ભરતભાઈ ગામડું તો ગામડું છે. હું મારી વાત કરું તો હું અહીંયા શહેરમાં જ્યાં જ્યાં સફાઈ કરવા જાઉં છું ત્યાં ગંદગી જ ગંદગી છે. અને આપણા જેવા લોકોને રહેવા માટે પણ એવો વિસ્તાર આપે અને પછી આપણા બાળકોમાં રોગચાળો ફેલાય ને એ હોસ્પિટલના ધકામાં જેટલું કમાતા ના હોય એટલું તો ચાલ્યું જાય. આ શહેરના લોકો પોતાની સુવિધાનો દુરુપયોગ વધુ કરતાં હોય છે. ગટરની દુર્ગંધ ક્યારેક તો આખા એરિયામાં ગંદગી ફેલાવી દે છે. કોઈને કોઈ નાળા કે ગટર ઉભરાયેલી જ પડી હોય છે. ફ્લેટમાં રહેતાં અમુક લોકો કચરો ત્યાંથી પણ નીચે ફેંકી દેતા હોય છે અને અમુક ગીચવિસ્તારમાં રહેવું શક્ય જ નથી."

"વિવિધ ઉધોગોને લીધે શુદ્ધ વાતાવરણ પણ નથી હોતું. વાહનોના ઘોઘટ શાંત વાતાવરણનો ભંગ કરે છે. અને એક આ વધતી જતી મોંઘવારીમાં બધું જ બહારથી લેવું પડે છે અને એ પણ પછી શુદ્ધ ન હોય. શહેરની બધી જ વસ્તુઓ તકલાદી બનતી જાય છે અને સાથે સાથે માણસો પણ. ભરતભાઈ તમારી વાત સાંભળીને મને પણ ગામડામાં બદલી કરી નાખવાનું મન થયું છે."

આ સાંભળી ભરતભાઈ; હસતા હસતા બોલ્યા "કંઈ વાંધો નહિ આવી જાઓ, રૂડા રૂપાળા અમારા ગામડામાં. બીજે જ દિવસે હરેશભાઈ સવારમાં નગરપાલિકામાં પોતાના કામની બદલી ગામડે કરવાની અરજી આપી આવ્યા. આમ હરેશભાઈને પણ ગામડાના વાતાવરણે પોતાની તરફ આકર્ષિત કરી લીધા. એટલે તો કહેવાય છે ગામડું તો ગામડું છે જે શહેરની આરસની ઈમારતોને પણ ટક્કર મારે છે.


Rate this content
Log in