ધારા આહિર "પ્રવાહ"

Inspirational Others Children

3  

ધારા આહિર "પ્રવાહ"

Inspirational Others Children

દાદીની સલાહ

દાદીની સલાહ

1 min
150


છોટુને સ્કૂલ મૂકી આવીને, મનીષાબેન રોજ કરતા બમણી ઝડપે કામ કરવા લાગ્યાં. મનિષાબેનને આજે આવી રીતે કામ કરતાં જોઈ તેના પાડોશીએ પૂછ્યું; આજે કેમ આમ કરો છો તમે ? મનિષાબેન કહે; કંઈ નહિ આજે છોટુનાં દાદીમા આવવાના છે એટલે. હવે તો આવતાં પણ હશે. એવામાં દાદીમાએ દર્શન આપ્યાં. મનિષાબેનએ પાણી આપ્યું અને બોલ્યા; રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડીને તમને ? હવે તમે આરામ કરો થાકી ગયા હશો. ત્યાં તો દાદીમાએ પોતાનું ભાષણ ચાલુ કર્યું.

અરે ! રે...આ આજકાલના છોકરાઓ જોવોને ખાવા પીવામાં ધ્યાન જ નથી રાખતાં. જ્યાં જ્યાં રસ્તામાં લારી આવી છે, ત્યાં ત્યાં હું ભીડ જોતી આવી છું. શું અત્યારના છોકરાઓને ઘરનું ભાવતું જ નથી, બહારનું આચર - કુચર ખાવું છે ને પછી દવાખાને જવું છે. અમારા જમાનામાં તો શુદ્ધ ખોરાક હતો. ગાયો- ભેંસોનું દૂધ, દહી ખાઈને ઉછરેલા અમે કોઈ'દી આ દવાખાના જોયા પણ ન હતાં. દાદીમાં સતત બોલ્યા રાખતાં હતાં. અને તને પણ કહી દઉં છું આ છોટુને અત્યારથી બહારનું ન ખવડાવતી, ઘરનું અને શુદ્ધ દેશી ખોરાક ખાતા શિખડાવજે એટલે ભવિષ્યમાં એણે વાંધો નહિ આવે. વાતો ચાલતી હતી ત્યાં છોટુ બૂમો પાડતો આવ્યો. મમ્મી મને ભૂખ લાગી છે આજે શું બનાવી આપીશ ? પાસ્તા, પીઝા કે પછી બીજું કંઈ ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational