ધારા આહિર "પ્રવાહ"

Fantasy Others

4  

ધારા આહિર "પ્રવાહ"

Fantasy Others

સ્વપ્નની દુનિયા

સ્વપ્નની દુનિયા

3 mins
294


સવારમાં કૉલેજમાં લેક્ચર ચાલતાં હતાં. જીનલને ગણિત વિષય બહુ જ કંટાળા જનક લાગતો હતો, એટલે જ્યારે જ્યારે આ લેકચર આવે એટલે જીનલ બેન્ચ પર માથું રાખીને સૂઈ જાય, અને પોતાના સપનાઓમાં ખોવાઈ જાય. આજે પણ આ લેક્ચર આવ્યો. રોજની જેમ જીનલ આજે પણ સુઈ ગઈ. સપનાંઓની દુનિયામાં ખોવાયેલી જીનલ કંઇક અલગ જ દુનિયામાં પ્રવેશી ગઈ. બધું જ અહીંયા કરતા અલગ હતું. પોતાના સપનાંઓ સજાવતી સજાવતી જીનલ મશગુલ બની ચાલતી હતી. એવામાં એક સાદા કપડામાં, જોવામાં એકદમ સરળતા ભર્યા વ્યક્તિત્વવાળો, સહેજ ઘઉંવર્ણો, માપના કદ અને શરીરવાળો એક છોકરો ત્યાં માટીની બનાવેલી જુદી જુદી વસ્તુઓ વેચી રહ્યો હતો.  

જીનલની નજરમાં તો પહેલા જોતાં જ આ મનમાં વસી ગયો હતો. અને વિચારવા લાગી કંઇક એવો જ હશે મારો રાજકુમાર. પછી તેને વિચાર આવ્યો કે જોતાં તો કંઈ સારા ઘરનો છોકરો લાગે છે, જોતાં એવું નથી લાગતું કે અને કંઈ કામ કરવાની જરૂર હોય, પણ શા માટે આ કામ કરતો હશે. વિચારતી વિચારતી જીનલ આગળ ચાલવાં લાગી. આગળ જતાં એક છોકરી કોઈ સ્ત્રીને પૂછી રહી હતી કે પેલાં જે માટીની બનાવેલી વસ્તુઓ વહેંચે છે એ કોણ છે ? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે એ અમારા રાજ્યના રાજકુમાર છે. 

આ વાત સાંભળી જીનલની આંખો ખુલી જ રહી ગઈ. પેલી સ્ત્રી વધુ આગળ બોલી; કે એને કંઈ કોઈ જાતની કમી નથી, પણ રાજ્યમાં જે વૃદ્ધ લોકો રહે છે. જે નિ:સહાય છે જેનાથી કામ પૂરતું થતું નથી પણ સ્વાવલંબી જીવન જીવવા ઈચ્છે છે, તેની ઇચ્છાઓ રાજકુમાર પૂરી કરી તેની બનાવેલી વસ્તુઓ અને તેની મહેનતને બજારમાં મૂકે છે. અને જે કમાણી થાય એ પેલા વૃદ્ધ લોકોને આપી આવે છે. આ રોજનું કામ છે. જે કામ કરતાં અમારા રાજકુમારએ કદી શરમ નથી અનુભવી. હવે જીનલના મનમાં આ માણસ માટે વધુ લાગણી અને માન પેલા કરતાં વધુ થઈ ગયું. તે તેને રાજકુમાર તરીકે નહીં પણ લોકોના મદદગાર તરીકેના રૂપમાં જોઇને મનોમન ચાહવા લાગી.

જીનલ હવે રોજ આ બજારમાં નીકળતી હતી. અને પેલા રાજકુમારને જોતી હતી. તેને જોતા જોતા જ બોલી ; કેટલો ઉદાર દિલનો છે આ. કોઈ પણ કામને કે જાતને નીચું નથી ગણતો. બધા જ વ્યક્તિઓને સરખી નજરથી જોવે છે. કોઈક જ હશે સાચે આ દુનિયામાં એવું જે આવું હશે. જીનલ મનમાં વિચારતી હતી હું અહીંથી રોજ નીકળું છું પણ ક્યારેય એ મારી સામે નથી જોતો. વળી બોલી કંઈ વાંધો નહીં ક્યારેક તો એ મારી તરફ નજર નાખશેને અને નહી જોવે તો હું મારા મનની વાત તેને કહી દઈશ. વળી મનમાં વિચાર આવ્યો કે શું હું એક મધ્યમ વર્ગની છોકરી રાજકુમારને મારા દિલની વાત કહીશ તો લોકો મને શું સમજશે ? મેં તેની સાદગી જોઇને પસંદ કર્યો છે પણ લોકોને લાગશે કે મે એને રાજકુમાર જોઇને પસંદ કર્યો છે. વિચારતી વિચારતી બોલી જવાદો કંઈ નહિ સામે જોવે ત્યારે વાત બાકી લોકોનું તો કામ છે કહેવું.

રોજની જેમ આજે પણ જીનલ ત્યાંથી નીકળી, એ આશામાં કે એ સામે જોઈ લેશે આજે તો. બન્યું એવું કે એક મહિલા પોતાની વસ્તુ લઈ લીધી પણ ત્યાં જ મૂકીને ચાલતી થઈ ગઈ. એ મહિલાને બોલાવા રાજકુમારે અવાજ કર્યો. અને તેનું ધ્યાન મહિલાની બાજુમાં ઊભેલી જીનલ તરફ ગયું. તેને જોતાં જ રાજકુમાર તેનામાં લીન થઈ ગયો અને જીનલને લાગ્યું કે હવે આજે કંઇક વાત બનશે. એવામાં લેક્ચર લેતાં લેતાં સરનું ધ્યાન સુતેલી અને મનોમન હસતી જીનલ પર ગયું. સરે ત્યાંથી જીનલ પર ચોકના ટુકડાનો ઘા કર્યો. જીનલ અચાનક ધ્રુજીને જ ઉઠી ગઈ અને તેનાં સપનાંઓ ત્યાં જ તૂટી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy