Kalpesh Patel

Abstract

4.9  

Kalpesh Patel

Abstract

બાંકડો

બાંકડો

1 min
1.1K


કોર્ટની ખુલ્લી ઓશરીની તડકી છાંયડી ખમી અડીખભ રહેલ જળ કમળ વત આ બાંકડો. વાદી- પ્રતિવાદી, કાળા કોટ અને ઉજળા દીસતા મનની અંદર બહારના અસંખ્ય આવેગોથી પહેલેથી જ અભડાયેલો હતો.....

કોર્ટનો ફાંકડો આ બાંકડો હર પળ મોજમાં રહે.

સુપ્રીમ કોર્ટનો ચીફ થઈ સાંભળે સૌ કોઈને.

હસી કે રડીને ગરમ ચામાં ક્બસ્કીટ જબોળી ખાતા અસીલોને સાથે રહેલા વકીલોના વાળને રોજ વધુ કાળા થતાં અને તેઓના કપડાં પહેલા કરતાં વધુ સફેદ થતાં ભાળે.

તે અફાટ મૌન વચ્ચે રોજ રોતા હસતાં વકીલોની કપાતા અસિલોને જોઈ ધ્રુજે.

'વર-વહુ કે વારસો કે વારસની તકરાર વચ્ચે જનક બની કોર્ટમાં હર કલાકે 'વન ડે' મેચ જેવી વિતી રહેલી પળ સાથે જિંદગી જીવવાનો સંતોષ કે ખોટ તેનો જવાબ શોધે.

આઝાદી પહેલાની કોરટનો છે આ ખખડધજ બાંકડો,

અખૂટ કથામાં અત્યારે, આવતાં અલ્પવિરામે ઓડકાર ખાવા કોઈ પોતાના શોધે.

કળયુગમાં ધરતીના ચિત્રગુપ્ત બનેલા આ મહાવીર.

....કદાચ કોઈ લેખક તેના જીવનનું કોઈ સુખાંત ગદ્યકાવ્ય રચી શકે

તેની રાહમાં,કોરટનો આ બાંકડો તેના જ બીજા અનેક બાંકડા સાથે પોતે કોરટ ચોગાનમાં રહીને. છળ - કપટ રહિત સફેદ રૂમાલ લહેરવી - બધાનાં આંસુ લૂછવાં વલખાં મારે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract