Kalpesh Patel

Romance Thriller

5.0  

Kalpesh Patel

Romance Thriller

બાંધણું

બાંધણું

8 mins
2.6K


નાનપણમાં કચ્છના એક ગામમાં ત્રણ વર્ષની હતી ત્યારે મારા પિતા શાળાએથી રિટાયર થયા, તેઓ શાળામાં ચોકીદારની નોકરી કરતાં ટૂંકો પગાર અને મોટું કુટુંબ હોવાથી, મારી સફર એટલી સહેલી નહતી. ભરણપોષણ માટે તેઓએ ખેતર અને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરવાનું તો માએ પરચૂરણ કામ શરૂ કર્યું. “હું અને મારા ત્રણ ભાઈ તેમને યથાયોગ્ય મદદ કરતા. એ અઘરો સમય હતો, અને ૧0મા ધોરણમાં પહોંચી ત્યાં સુધીમાં તો મોટા ભાગની છોકરીઓના લગ્ન અમારા ગામમાં થઈ જતા હતા. અને મારા લગ્ન માટે જબરદસ્ત દબાણ હતું પણ હંમેશા મારા પેરેન્ટ્સ મારી પડખે ઊભાં રહ્યાં. મારા મા ને પુરો વિશ્વાસ હતો કે એક દિવસ હું પોલીસ ઑફિસર જરૂર બનીશ. UPSC,ની પરીક્ષા આપતા પહેલાં ગ્રેજ્યુએશન માટે રાજકોટ આવી સરકારી કોલેજમાંથી સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમફીલ કર્યું.

UPSCના પરિણામ પછી, પહેલું પોસ્ટિંગ મને “કડી પાણી “ ગામે મળ્યું, આજે બપોરે આવી, રહેવાનુ પોલીસ સ્ટેશનની બાજુમા આઉટ હાઉસ હતું, નાનું પણ સાફ સુથરું હતું, ગ્રામજનોએ મારૂ સ્વાગત કર્યું હતું અને જમવાની સગવડ ગોઠવી હતી, જમી પછી ઘેર થાક ખાતી હતી, એવામાં બારણે ટકોરા પડ્યા.

નવા ગામમા મને યાદ કરનારું કોણ હશે..? તે દ્વિઘામાં દરવાજો ખોલ્યો, જોયું તો એક બાઈ હતી,..ઊંચું બદન..સપ્રમાણ કાયા.. ગોરો વર્ણ અને અણીયારું નાક અને મોટી આંખ, ઘેરવાળો ચણિયો અને લીલી ચટક અભલા મઢેલી ચોળી અને કેડે ઓઢણી...., ઈ બા, તમારે મારી પાસે, ઘરકામ લગવુંં છે? બાંધવુંં છે ?,ઈ આ તમો નવા આવ્યા છો એટ્લે આવી છું.

અને શું કહેવુંં વિચારતી તેને અંદર આવવા કહ્યું..હા જરૂર.. પણ કામ કરવા નહીં.. વાતું કરવા બોલ આવીશ ?..ઈ બા આ શું ? વાતું માટે કઈ પૈસા થોડા લેવાય..! હું જરૂર આવીશ... કહી પછી વળી.

પહેલું અઠવાડિયું ક્યાં ગયું તે ખબર ન રહી, નવો વિસ્તાર અને અંતળિયાર પ્રદેશ એટ્લે ખૂણે ખૂણો ફરી માહિતગાર થવાનું હતું, તેથી રોજ રાતે મોડુ થતું.. આજે રજાનો દિવસ હતો..બપોરે પાછા બારણે ટકોરા પડ્યા.. જોયું તો તે દિવસ વારી બાઈ હતી.. અરે બા ક્યાં હતા હું તો રોજ આવતી, હું સ્ંતુ ઠાકોર, ગામમાં બધા સ્ંતુડી કહે તમે પણ તે જ કહેજો હો.

એલિ તું તો ભારે રૂપાળી છે ને કઈ, ? અરે બા રૂપ ક્યાં રિયું છે ?તે બોલી ઉઠી, એ તમે મારી જુવાની જોઈ હોત તો, તમે મારા ઉપર વારી જાત.ઈ ટાણે મારી નાતમા ભલભલા જુવાનિયા મારી પાછળ રઘવાયા થતાં,, નાત માથી કેટલાય માંગા આવ્યા હશે ! મારા બાપે એમાથી છેલ છબિલો કનૈયા જેવો રઘુને પસંદ કરી તેની સાથે વળાવી. મુ, ખોટા વખાણ નહીં કરું હો.. મારો રઘુ કળાયેલ મોર અને હું તેની ઢળક્તિ ઢેલ, શું ખુશીની છોળ્યું ઊડતી ઈ ટાણે ?, પૂછો જ નહીં..

હા.... હા.. બોલ તો, હું ક્યાં ખોટું માનું છું.. આજે પણ તારો ઠસ્સો બરકરાર છે ! મે તેને પોરસ ચડાવ્યો.

આતો છોકરાવની હાય વોય..ની લાય,,મા.. એકતો પહેલી સુવાવડમા અધૂરે દીકરો આવયૌ, તેને જેમ તેમ મોટો કર્યો.. પણ મારી મૂઈનું નસીબ જ ફૂટેલા હાંડલા જેવું.. અને તે ઈમા ખપી ગયો. પાછળ જ દીકરી આવી.. પણ ઈને રમાડું, ત્યાં તે પણ સીધાવી ગઈ, મૂઈ ટૂંકી જિંદગી લઈ આવી હશે. ઈ પછી લાખ વના કર્યા પણ આ ખોળે કોઈ ખુદનાર ના થયું.

તો બાઈ તારી જિંદગી ભારે એકલી લાગી હશે ખરુને ?,તું અને તારો વર રઘુ એકલા પડ્યા..ભારે થઈ.

હા બા' ઈ તો લાંબી વાત છે,! તેને નીચે બેસતા કહ્યું.

તું બેસ.. લે આ પાણી પી લે, પછી માડીને વાત કર....

બા શું કહું ?..રઘુ તો ફક્કડ... થોડી મજૂરી કરવી...ખાવુંં.. અને જલસો કરવો.. આગળનો વિચારની ટેવ નોહતી તેની...તો ઈ નેતો સ્ંધુય હાજર હતું,,ઈ માં તે મસ્ત રામને એકલું નોતું લાગતું., પણ શેર માટીની ખોટ મુ ને હતી. અડોશ પડોશમાં બાઈયું વાતું કરતી. તેથી વરહ પછી મારૂ મન મૂંઝાવાં લાગે, અને ચેન નો પડે. પણ ઈ માં કોઈ મારા હાથની વાત કોઈ ખરી..?

એય સંતુ. બિલકુલ સાચું.. નસીબના ખેલ, ભોગવવા પડે, મનમાં એમ ઓછું લાવી દુખી થોડું થવાય ?, એ તે કોઈ દવા ના કરી.. મે તેને સાંતવાના આપવા હેતુ થી મમરો મૂક્યો,.

ના બા, આ ગામમા ક્યાંથી થાય,!.અમે રહ્યા રખડું કોમના, હા હરજી ભુવા પાસે ગયેલા.. પણ કોઈ કીમિયો કારગત ન થયો. અને વિચાર વાયુ અને લોકોના મહેણાથી હું તો ભાંગી પડીને અડધી થૈ જઈ.

મારો વર,, મારા ઉપર ઘેલો.. મને રોજ સમજાવે પણ બરયું મને કોઈ ધરપત કોઠેના સદી, મને સાચવતો,, તો કોઈ વાર ઉદાશ રહેતો, કોઈવાર છાંટો પાણી કરી આવ્યો હોય તો ધોલ ધપાટ પણ કરે. પણ મુ ને એનું કોઈ દખ નહીં, મનમાં હું છોરા વગરની, તે વાત કોરી ખાય. મન વાળુ.. કે જેવી ઉપર વારાની મરજી!

એમાં ઉયપર વારાનો દોષ ન કઢાય. ભગવાને ઘણું હાથમાં આપ્યું હોય છે ! તું કોઈ નું સંતાન દત્તક લઈ શકી હોત, તું હાથે કરીને એકલી પડી.

સંતુ વિચારમાં ગરકી પડી, પળ ખમીને પછી બોલી.. ઈ એવુંં નો સુજયું ઈટાણે, તમારી વાત હાવ સાચી, પણ ખમો વાત હજુ પૂરી નથી થૈ. મે મુઈએ જાતેજ મારી ગર્દનને નવી ધાકડ કરવત ઉપર મેલી, મારા વસંતી સંસારમાં, મે પૂળો મૂક્યો! મનમાં બસ શું ધૂન ચડી ?, કે મારૂ જે થવાનું હોય તે થાય, પણ મારા માનહને ખુશ કરું, સુખી કરું.

મે રઘુને વાત છેડી કે તું બીજી લાય, તે પહેલતો હેબતાઈ ગયો. મને પાકું એમ હતું કે બીજી લાવુંં તેને છોકરા થશેજ,તેને મારા ગણી મોટા કરીશ.

આતો ખરેખર ઉલ માઠી ચૂલામાં..જેવું થયું સંતુ,તને વિચાર ના આવ્યો કે એક ઉપર બીજી લાવવીતે સરકારી ગુનો છે ?

હા બા.. પણ હું રોજ હૈયાની આગથી હેરાન હતી. રઘુ પણ ના જ પડતો હતો, પણ હું કઈ બેસી રહું તેમ થોડી હતી, આદું ખાઈને પાછળ પડી, અને બીજી બાજુ,,એક તાજી વિધવા બાઈને શોધી આવી, ગોરું ચામડું અને લટકાળી અને કાળા ભમ્મરિયા લાંબા વાળ,ભરાયેલું બદન બીજું શું જોઈયે, રઘુ આખરે તે હાડ ચામડાનું માનહ.. ને ?,, એ સંત થોડો હતો ?ઈ ને જોતાં વેત,ફટમાં પીગળી ગયો એ રૂપના જોબનયાથી. અને તેના હાથ, મે મૂઈએ મંજુ હારે કંકુના કરી દીધા.

 તેં તો ભારે કરી બાઈ, ઘર વેચી તીરથ કરાવા બેઠી ! હા પછી શું થયું, વાતમાં મને રસ પડ્યો એટ્લે પૂછ્યું.

થાય શું. વરહમા તો એને કલૈયા જેવો દસ શેરિયો છોકરો જાણ્યો, હું તો ગાંડી થૈ ગઈ. ઘડીક છોકરાને જોઉં તો ઘડીરઘુ તો ઘડી મંજુડીને. છોકરાને આખો દી મારી પાસે રાખતી, સાચવતી, ખાલી ધવરાવવા પૂરતું મંજુ લે.તેનેતો આ છોરું ઉપાધિ લાગતી હતી, પણ મુઈના છોરાને મારો ખોટનો હોય તેમ માનીને પાળતી. ઈને કોઈ તકલીફ નૈ, અને મને હૈયે હવે શાંતિ હતી. અને આ સુખમાં મારૂ શરીર પણ ભરાયું,અને ઈ તો રઘુને મનાવવામાં મસ્ત હતી. છોકરા નું શું ? પ્રેમ -મમતા જુવે ત્યાં મલકે,એમાં ઈ નો છોકરો મારો હવાયો થયો. મંજુને વાંધો ન હતો, પણ પડોશીઑથી કોઈ સુખી હોય તે ના સહન થયું.

વારે વારે તે લોક મંજુને કહેતા ફરે, આ સંતૂડી તારા રતનને ભરખી જવાની છે, જરા ખ્યાલ રાખતી જા,તું જો તો ખરી તેના નસીબમાં છોકરા નથી, આવ્યા એવા જતાં રહ્યા, તે, તારા છોકરાને પણ ભરખી જશે. તું જોતી નથી તારા પેટનો જાણ્યો તારાથી કેટલો દૂર ભાગે છે..? અને અંતે મંજુ ના મગજમાં કીડા સળવળ્યા.

મુ મોટું મન રાખીને ચૂપ રહી, ઈમાં મંજુનો વહેમ ઘર કરી ગયો, ખાલી તેનો છોકરો ખાંસે અને, તે મારી ઉપર ભડકે.લોકો પણ ભારે ખ્ખોડિયા. કેડો ના મૂકે, અને કોઈનું ભૂંડું કરતાં ભગવાનનો ડર પણ નો લાગે. એવામાં તેનો છોકરો માંદો પડ્યો અને તેને જોઈતો મોકો મળી ગયો, આખું ઘર માથે લીધું, રઘુને એવો ચડાવ્યો કે. કાઢ આ સંતુંને બહાર, અહી ક્યાં તે રહેશે ક્યાં હું.!

ઈ રાતે રધુ નીચી મૂડીએ મારી પાસે આવ્યો અને બોલ્યો, સંતુ આપણા લેણદેણ પૂરા થ્યા લાગે છે.તે સીધું બોલી ના શક્યો કે તું ચાલી નિકળ આ ઘરમાં થી... જોયું ને બેન.. મને મારા પરભવના કરમ નડયા, મારી ભલાઈનો સરપાવ મળી રહ્યો હતો. ઘણું બેઠો આખરે તે બોલ્યો સ્ંતુ તો નોખી જા, હું તને ઓરડી શોધી દઉં? આપણા લિન દેન પુરા થયા.

અરે રઘું તું ભગવાનનો ભરૂસો રાખ, લોકોના ચડાવે ચડ માં,તું જોતો નથી હું કેટકેટલું કરું છું તારા સંસાર હાટુ., ઈ હું કઈ ના જાણું, બસ તું ક્યારે નોખી થાય છે ?

હું મૂક નજરે સંતુ ને જોતી રહી તેના આંખ માથી આંસુડા ટપકતા હતા, મે તેને વાંસે હાથ ફેરવ્યૌ,

તે બોલી, બા.. હું તો રહી સ્વમાની, મે તે ઘડીએ તેને, એક ખેંચીને લાફો થોપી દીધો, અને રઘુ તમ્મર ખાઈને હેઠો પડ્યો. મે કીધૂ મેર કાયર.તું શું સમજે છે મને, લે હું આ નીકળી, જોઈ લે કશું લીધા વગર જાઉં છું. જા કાચા કાનના, તું સુ ખી રહે.

પછી તે શું કર્યું ?

મુ શું કરું ?, મે સમયને પારખીને, નવો એકડો કર્યો.અંહી ગામની નિશાળમાં રહું છું અને બદલામાં, તેને સાફ સુથરી રાખું અને બીજા ઘરકામ અને પાકની સીજનમાં મજૂરી કરું, મારે બીજું શું જોઈયે?

હું તો સ્તબ્ધ થઈ, ખરી નીડર છે બાઈ ? અરે સંતુ તું કહે તો કઈ તને તારા જીવન નિર્વાહ માટે બોલ, તને બાંધણું બંધાવી દઉ.. ? અમારા સરકારી દંડામાં તાકાત ઘણી હોય છે, તે તો તું જાણતી હોઈશ.!..

પણ.. બા હજુ મારી વાત અધૂરી છે.!

રઘુ, એ મને તગેડી ઈ ના છ મહિને તેનો દીકરો ભગવાનને ધામ પહોચી ગયો, અને મંજુતો મોજીલી હતી,તેના હોક પુરા ન થતા તેને રઘુના જીવતે, નાતરું કર્યું અને ભાગી ગઈ. તમે મને બાંધણું બાંધવો તે પહેલા ઉપરવરાએ એનું બાંધણું મારી હાટે ગોઠવી રાખેલું.

હું સમજી નહી. કેવુંં અને કોનું બાંધણું.?

અરે બા મંજુના ગયા હોત, રધુ ડધાઈ ગયો, અને ઈના શરીરે લકવો લાગી ગયો, સમજ્યાને બા ?, ઈ બિચારા નું કુણ? મારા સિવાય ?, ઈ તો પહેલીથી ભગવાનનો માનહ હતો, આતો કોઈના ચડાવે લપસી ગયો બાકી મનનો ખરો, અને મેલ વગરનો હો ! તે ઘડીથી આજનો દી, રઘુનો પૂરો ખ્યાલ, મુ જ રાખું છું, મેં મૂઈએ બે ત્રણ ઘર વધારે લગાવી દીધા, અમારું ગાડું આજે બરાબર ચાલે રાખે છે.. કાલની વાત કાલે.!

“સંધાય સંજોગને કાંખમાં લેતી ચાલી,

તું, જિંદગીને હસતાં જીવી ચાલી”,

ઈ હું હેંડી, આ અમારી વાતો આવી અમથી મોં માથું નો મળે, બવ ટેમ લીધો બા, તમારો મે મૂઈ ?. ઈ હાલો રામ રામ.. કાલે નવરી પડીશ ત્યારે આવીશ હો. કઈ કામ હોય તો બાકી રાખજો હું તમને કરી આપીશ.

સંતુએ વર્ણવેલ માનવીય સંબંધો અને તેના સૂક્ષ્મ લાગણીના તંતુની ગહન ગહેરાઈ જોઈ હું તો છક થઈ ગયી, સંસારમાં આવા કેટકેટલા દુ:ખી લોકો વસે છે ? સંતુની કથની સામે મારી જિંદગીમા કોઈ તકલીફ જ ન કહેવાય,.મનો મન આ ઉમરે સંતુંની નીડરતા સાથેનો આત્મવિશ્વાસને બિરદાવી. તેને શું મદદ કરી શકાય તે વિચારે..હળવી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance