Vandana Patel

Tragedy Inspirational Thriller action drama

4.5  

Vandana Patel

Tragedy Inspirational Thriller action drama

અવર્ણનીય આનંદ

અવર્ણનીય આનંદ

6 mins
275


                મુંબઈ શહેરનાં એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા એક બંગલામાં એક સુખી-સંપન્ન કુટુંબ રહેતું હતું. આ કુટુંબમાં રાજનભાઈ પોતાના પત્ની રશ્મિબેન અને બાળકો સાથે રહેતા હતા. એમનો દીકરો શિવ બહારગામ ગયો હતો. રાજનભાઈ ઓફિસે અને રશ્મિબેન મંદિરે જવા નીકળી ગયા હતા. વહુ શિવાની અને દીકરી રાધિકા ઘરે હતા.

ઘરની અંદરના ડાઇનિંગ રૂમમાં..,,

રાધિકા : ભાભી એ ભાભી......મારું ટિફિન ન બનાવતા.

શિવાની: પણ રોજ રોજ બહારનું......

રાધિકા:કેન્ટીનમાં નાસ્તો કરવો એ મારો મોભો કહેવાય.

તમારી કોલેજમાં કેન્ટીન હોય તો ખબર પડે ને ! 

શિવાની: સમજણ અને રિજલ્ટને મહત્વ આપો. નહી તો

પસ્તાવા સિવાય કંઈ હાથ નહીં લાગે.

રાધિકા: બસ, આવું અપશુકનિયાળ જ બોલજો. મારું સારું

 જોઈ શકો તો ને...

રાધિકા પગ પછાડતી જતી રહે છે. શિવાની રાધિકાના રૂમમાં જાય છે. ચાદર વ્યવસ્થિત કરી પુસ્તકો ગોઠવે છે. કચરો એકઠો કરીને કચરાટોપલીમાં નાખે છે. રાધિકાનો રૂમ વ્યવસ્થિત કરી નીચે આવે છે. રાધિકાના મોબાઇલમાં રીંગ વાગે છે. કયારની વાગતી હશે...રાધિકાનો રૂમ ઉપર હોય છે એટલે ત્યાંથી નીચે આવતા શિવાનીને વાર લાગે છે. થોડીવાર પછી પાછી રીંગ આવતા શિવાની મોબાઈલ ઉઠાવે છે. હલ્લો બોલે એ પહેલા જ.... 

કોઈ છોકરો : હે બેબી... ઘરેથી નીકળી કે નહીં ? જો

 આવતીકાલે સાંજે નવ વાગ્યે રોયલ ક્લબમાં જવાનું નક્કી કર્યું છે. ૩૧મી ડિસેમ્બરની પાર્ટી... રાત્રે મોડા જ ઘરે આવીશું.

શાલિની કંઈ બોલે એ પહેલા જ ફોન કટ થઈ જાય છે.... ..ત્યાં તો રાધિકા ધડાધડ ઘરની અંદર આવે છે. એક તો ગઈકાલે દોસ્તો જોડે રહેવાયું નહીં, ને મોબાઇલ ઘરે ભૂલાઈ ગયો હોવાથી અડધેથી પાછું આવવું પડયું. 

(રાધિકાના પપ્પાએ ગઈકાલે સાંજે રાધિકાને બહુ મોડુ થઈ ગયું હોવાથી ફોન કરી બોલાવી લીધી હતી.)

શાલિનીના હાથમાં ફોન જોતા રાધિકા ખુબ ખુબ ગુસ્સામાં ન કહેવાનું કહી બેસે છે. તમે નાના શહેરની છોકરીઓને એટલી પણ ખબર નથી પડતી કે કોઈના અંગત ફોન પણ હોય શકે. અંગત નું મહત્વ ખબર છે તમને.....

શિવાની : તમે મારા અંગત છો એટલે જ ઉપાડ્યો હતો. 

રાધિકાના કોલેજ ગયા પછી શિવાની વિચારમાં પડી જાય છે. આ છોકરો કે જે રાધિકાને બેબી કહીને બોલાવતો હતો. કોણ હશે એ ?.... હું રાધિકાનું ધ્યાન રાખીશ તો જ મારા મમ્મી પપ્પાનું ગૌરવ જળવાશે. ભલે રાધિકા મારું અપમાન કરે, હું એને ધ્યાનમાં નહીં લઉં. . અત્યારે કોઈને કંઈ કહીશ તો કોઈ માનશે નહીં. શિવાની પોતાની જાત સાથે વાત કરી રસોઈમાં વ્યસ્ત થઈ જાય છે.

                           ફોનની રીંગ વાગતી રહે છે.......શિવાની જુની યાદોમાંથી બહાર આવતા પોતાનો મોબાઈલ ઉઠાવે છે. રાધિકાનું નામ વાંચતા જ ખુશીથી ઉછળી પડે છે. 

(સામે છેડે રાધિકા વિદેશથી ભાભીને ફોન કરે છે.)

શિવાની : હેલ્લો, જય શ્રીકૃષ્ણ રાધિકા..

રાધિકા: હાય ભાભી, તમે તો એવા જ જુનવાણી રહ્યા.

શિવાની: હમ્મમ.... તો શિવ ઓફિસેથી જમવા આવે ત્યારે કહી દઉ ને કે ૩૧મી ડિસેમ્બરની પાર્ટીમાં....

રાધિકા : અરે ! તમે તો સ્માર્ટ થઈ ગયા ને બ્લેકમેલ કરતા પણ શીખી ગયા. પણ મને ખબર છે તમે કોઈને કંઈ નહીં કહો.

શિવાની : હા, અમુક વાતો પર પડદો જ સારો..

રાધિકા : ભાભી, હું ભારત આવું છું. પૂરા પાંચ વરસે.....

શિવાની : સરસ, સરસ, એકલા જ આવો છો કે...

વચ્ચેથી રાધિકા : ના, તમારી ભાણી કે ભાણો પણ સાથે આવે છે. હું મમ્મી બનવાની છું. 

શિવાની : શું વાત કરો છો ? ઓહ, મમ્મી તો ખુશીથી ગાંડા થઈ જશે. શિવ, શિવ તો કેટલા સમયથી આ સમાચારની રાહ જુએ છે. પપ્પાએ તો નક્કી કર્યું હતુ કે રાધુ આવશે કે તરત નિવૃત્તિ જાહેર કરશે. હું તો ખુબ ખુબ ખુશ છું. તમે ટિકિટના ફોટો મોકલી દો. અમે એરપોર્ટ આવી જઈશું. 

રાધિકા : અરે ! મારી વાત તો સાંભળો. મારા સાસુ સસરા પણ આવે છે એટલે અમે પહેલા એ ઘરે જઈશું.

શિવાની: સારુ, સારુ. હું સ્વાગતની તૈયારી કરી લઉ. .

રાધિકા : સારું ચાલો, બધાને સમાચાર આપી દેજો. હું ફોન રાખું. આવજો ...જય શ્રીકૃષ્ણ ભાભી.

શિવાની : જય શ્રીકૃષ્ણ રાધિકા.

*************

       શિવાની વળી પાછી પાંચ વરસ પહેલાંની પાર્ટીની યાદમાં સરી જાય છે. 

  તે દિવસે:-

                     ધડાધડ કરીને જતી રહેલી રાધિકા સાંજે કોલેજથી આવીને શિવાની પર રીતસર વરસી પડે છે. તમારે મારી વાતમાં કંઈ માથું મારવાની જરૂર નથી. હું મારું જોઈ લઈશ. તમારા

સંસ્કારમાં પાર્ટી એટલે શું ? ખબર પણ છે તમને ? સંકુચિત મગજ હોય એને એવું જ દેખાય. આવતીકાલે હું પાર્ટીમાં જઈશ જ.

 રાધિકા રૂમમાં જતી રહી. શિવાની રડી પડે છે. શિવાની ઘરની આબરું માટે કંઈ બોલતી નથી. પાર્ટી ન કરીએ એટલે સભ્ય ન કહેવાય ? પોતાનું ધ્યાન રાખવું એ સંકુચિત માનસ કહેવાય ?- મનમાં બોલે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે યોગ્ય રસ્તો બતાવજો. આ ઘરની આબરું સાચવજો. મને એમાં નિમિત્ત બનાવશો તો મારું કર્તવ્ય હું નિભાવીશ.

બીજા દિવસની રાત્રે નવ વાગ્યે રાધિકા ઘરેથી પાર્ટીમાં જવા નીકળી જાય છે. મમ્મી પપ્પા કોઈની ઘરે સત્યનારાયણની પૂજામાં ગયા હતા. રાધિકાએ શિવાનીને કંઈ કહેવાની જરૂર ન લાગતા નીકળી જાય છે. 

શિવાની દુઃખી થતા સોફામાં બેસી પડે છે. . રોયલ ક્લબનું નામ તો ખબર જ હતી. શિવાની સાડા અગિયાર વાગ્યે ક્લબ પહોંચે છે.

શિવાની ક્લબમાં.........

                         શિવાનીની નજર ક્લબમાં પ્રવેશતા બહુ જ ઘોંઘાટ અને શોરબકોરની વચ્ચે રાધિકાને શોધે છે. શિવાનીની કરડાકીભરી નજરનો સામનો કરવો મુશ્કેલ હોવાથી આગળ જવાની જગ્યા તરત થઈ જાય છે. સમગ્ર હોલમાં નજર ફેરવ્યા પછી ઉપર નજર કરે છે. ત્યાં રૂમમાં હિલચાલ જણાતા ફટાફટ ઉપરના માળ તરફ આગળ વધે છે. ઉપરના માળે રૂમની નજીક જતા અંદરથી હે બેબી, હે બેબીનો અવાજ આવે છે. શિવાની અવાજ ઓળખી જાય છે. દરવાજો ખખડાવે છે. ચાર -પાંચ વાર ખખડાવ્યા પછી દરવાજો ખુલે છે. અંદરથી દરવાજો ખોલનાર રોકી રિયા સમજીને બોલે છે કે રાધિકાને તો પૈસા માટે ફસાવી છે. હું તારો જ છું. તું જા. હું વિડિયો શૂટ કરીને આવું છું. રૂમમાં વિડિયો ચાલુ હતો. રોકીના દરવાજે બોલાયેલા શબ્દ રેકોર્ડ થઈ જાય છે. રોકી દરવાજો બંધ કરવા જાય છે ત્યાં જ સાઇડમાં સંતાયેલી શિવાની અંદર ઘુસી જાય છે. દારૂના નશામાં રહેલ રોકીને કરાટેથી બેભાન કરી દે છે. રોકી બેભાન થતા પહેલા શિવાનીને જીન્સ અને ટોપમાં જુએ છે. શિવાની રાધિકાના મોં પર પાણીનો જગ ઢોળે છે. રાધિકા થોડી સળવળે છે. શિવાની મહા મુસીબતે રાધિકાને ભાનમાં લાવે છે. રાધિકાનું પર્સ લઈ રાધિકાનો હાથ પકડી બહાર લઈ જાય છે. કંઈક યાદ આવતા રાધિકાને રૂમમાં જ દિવાલના ટેકે છોડે છે. આમ તેમ નજર ફેરવી બેડની સામેની બાજુએ જુએ છે. જે જોઈએ એ નજરમાં આવતા જ આંખોમાં ચમક આવી જાય છે. ફટાફટ એ વસ્તુને પર્સમાં મૂકે છે. રાધિકાનો હાથ પકડી રૂમનો દરવાજો ખોલે છે. બંને ક્લબની બહાર આવે છે. શિવાની નિરાંતનો શ્વાસ લઈ રાધિકાને લઈને ઘરે આવે છે.

 ઘરે આવી શિવાની રાધિકાને એના રૂમમાં સુવડાવી દે છે. પોતે પણ ત્યાં જ સુઈ જાય છે. નીચે થોડોક

અવાજ થાય છે. શિવાની સમજી જાય છે કે મમ્મી- પપ્પા આવી ગયા. 

બીજે દિવસે સવારે:- શિવાની નાસ્તો લઈને રાધિકાના રૂમમાં આવે છે. ટિપોઈ પર નાસ્તો મુકી રૂમના પડદા હટાવી રહી હોય છે ત્યાં જ...

 રાધિકા : તમને ના પાડી હતી તોય તમે વચ્ચે પડ્યા. 

શિવાની : તમે એમ માનો છો કે રોકી તમને પ્રેમ કરે છે ?

રોકી રિયાને પ્રેમ કરે છે. તમને તો પૈસા માટે ફસાવતા હતા. આ જુઓ. (જે વસ્તુ શોધીને પર્સ માં મૂકી હતી એ આ કેમેરો હતો.)

 શિવાની ફટાફટ વિડીયો ચાલુ કરે છે. રોકીનો અવાજ સાંભળ્યો. રાધિકા પોતાને બેડ પર અને રૂમમાં રોકીને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. રાધિકા બધું સમજી જાય છે. ભાભીને ભેટી પડે છે. પોતાને બચાવવા માટે આભાર માને છે.

રાધિકા: તમે તમારી સુઝબુઝથી મને ત્યાંથી છોડાવી લાવ્યા.

તમારામાં ધીરજ, કરાટે, કાર ડ્રાઇવ વગેરે ગુણો છે.

હું ક્યારેય જોઈ ન શકી. તમે આધુનિક જ છો. મને રોકી દારૂ પીવડાવી ક્યારે રૂમમાં લઈ ગયો એ ખબર જ ન રહી. દારૂ પીવો અને રોકી જેવા દોસ્ત સાથે ડાન્સ ક્યારેય સ્ટેટસ ન કહેવાય - એ હું સમજી ગઈ.

શિવાની: તમે કોલેજ પુરી કરી વિદેશ માસ્ટર કરવા જજો. ખુબ સારી રીતે અભ્યાસ પૂરો કરજો. ભવિષ્યમાં જરૂર પડે તો ભણતર જ કામ આવે. એ સાથે ગણતર પણ હોવું જોઈએ.

રાધિકાની સગાઈ રાધિકાના પપ્પાના મિત્રના દીકરા જોડે કરવાનું નક્કી કર્યું. કોલેજ માર્ચ-એપ્રિલમાં પૂરી થઈ. એ પછી સગાઈ લગ્ન કરી રાધિકા વિદેશ ગઈ. ત્યાં રાધિકાએ માસ્ટર બે વરસમાં પુરુ કરી લીધું હતું. આજે પાંચ વરસે રાધિકા આવે છે એ યાદ આવતાં જ શિવાની ભૂતકાળમાંથી બહાર આવતાં હસી પડે છે. શિવાનીને અવર્ણનીય આનંદ પોતાની નણંદનું જીવન બચાવ્યાનો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy