અસમંજસ ભાગ-૪
અસમંજસ ભાગ-૪


અચાનક માનુષ હોટલ રૂમનો દરવાજો રાતનાં ત્રણ વાગે ખોલે છે. અને માનુષના ચહેરા પર ખુબજ સરસ મુસ્કાન હોય છે. જાણે કોઈ વસ્તુ કે વ્યકિતી ખુબ જ સમય પછી મળી હોય. હેતલ ખુબ જ ઘહેરી ઊંઘમાં ઊંઘી હોય છે. હેતલને હોટલ રૂમનો દરવાજો ખુલ્યોએ પણ નથી ખબર. માનુષ હોટલ રૂમનો દરવાજો ખોલે છે તો, સામે બીજું કોઈ નહીં પણ હેતલના ઓફિસમાં કામ કરતી, હેતલની સૌથી પહેલી ઑફીસની દોસ્ત કિંજલજ હોય છે. કિંજલ તેના ચહેરા પર એક ઠંડી મુસ્કાન લઈને સીધી રૂમમાં આવી જાય છે. અને રૂમનો દરવાજો બંદ કરીને તરતજ કિંજલ માનુષને ખુબ જ જોરથીભેટી પડે છે. અને માનુષ પણ કિંજલને એટલાજ જોરથી તેની બાહોમાં લઇ લે છે.
માનુષ અને કિંજલ જાણે વર્ષોથીઅલગ થઇ ગયા હોય એવી રીતે. માનુષ અને કિંજલ એ જ રૂમમાં હેતલ છે. એનો વિચાર કર્યાં વગરજ બસ કિંજલ અને માનુષ એકબીજામાં ખોવાઈ ગયા હતા. એક કડક આલિંગન સાથે માનુષ અને કિંજલ બંને એકબીજા ઉપર પ્રેમનો વરસાદ કરી રહ્યા હતા. માનુષ અને કિંજલના કિસ્સીસના અવાજથી હેતલ તેનું પડખું બદલે તો છે પણ, હેતલ એટલી થાકી ગઈ હોય છે કે તે પોતાની આંખ ખોલતી જ નથી. અને સુઈ જાય છે.
બેહયા, બે શરમ, રૂપગંડી, ચાલ બાજ, ભાવનાહીન, મતલબી જે પણ શબ્દ આપીએ એ ઓછા છે. કિંજલ દેખાવે ખુબ સુંદર હતી. રંગ ગોરો. ઊંચાઈ પણ 5 ફીટ 4 ઇંચ. એક દમ પાતળી પાતળી અને ઊંચી દેખાય. હાથની આંગળીઓ પાતળી. તેમાં ફક્ત એકજ હાથના જમણી આંગળીમાં ખુબ જનાજુક અંગૂઠી પહેરે. લાંબી લાંબી અણીયાળી આંખો. તેના પરજ ધ્યાન કેન્દ્રિત થાય. છોકરી હોય કે છોકરો બસ નજર તેની આંખો ઉપરથી હટે જ નહીં. કિંજલ જોડે તેના શબ્દોનું જાદુ એવુ કે કોઈ પણ તેની વાતમાં આવી જાય. બોલે ખુબ જ ધીમું ધીમું, છતાં તેનો સ્વર મધુર. કિંજલ જોડે એક ખુબજ સરસ ખૂબી હતી કે, કિંજલ જેના જોડે સારી રીતે રહે તેની જ પીઠ પર ખંજર ભોંકાતા એક મિનિટનો પણ વિચારના કરે. અને બીજી જ ક્ષણે તેના જ સામે ખુબ જ સામાન્ય વ્યક્તિના જેમ જ વર્તે. લોકોના મનમાં નહીં પણ લોકોના દિમાગમાં ઘર કરી દે. કિંજલ એક એવી વ્યક્તિ કે કોઈ પણના સબંધની વચ્ચે જો આવે તો એ સબંધને કાટ લગાવી ખોંખારો કરી દે. તેના દેખાવ, છાયા અને શબ્દોના ઝારમાં એક સબંધ ક્યારે તેનું અસ્તિત્વ ગુમાવી દે એ જ બન્ને વ્યક્તિને ખબર જના પડે.
માનુષ અને કિંજલ ધીરે ધીરે કરીને એકબીજાના કપડાં ઉતારતા હોય છે. કિંજલે પહેલા મનુષની ટી-શર્ટ ઉતારી. અને તેના ઘાટીલા બદન ઉપર કિંજલ તેનો હાથ હળવેથી ફેરવી રહી હતી. અને અલગ અલગ જગ્યા એ કિસ કરી રહી હતી. માનુષ પણ ધીરેથીકિંજલની ટી-શર્ટ ઉતારે છે. માનુષ બસ કિંજલના ખુલ્લા શરીરને નિહારી જ રહ્યો હોય છે. માનુષ કિંજલને જોરથી તેની બાજુમાં ખેંચેને ગળા ઉપર એક લવ બાઈટ આપે છે.ને કિંજલના મોંમાંથી " આઆઆઆઆ " અવાજનીકળે છે. બંને એકબીજાના ખુલ્લા શરીરનો આનંદ લઇ રહ્યા હોય છે. માનુષ અને કિંજલ બંને એકબીજામાં એવા ખોવાઈ ગયેલા હોય છે. કોઈને ભાન નથી કે તે ક્યાં છે ?
માનુષ કિંજલને બીજા રૂમમાં લઇ જવાનું કહે છે. પણ કિંજલના આ પ્રેમના આગોશમાં બંને એ બસ ત્યાંજ શરુ થઇ ગયા. માનુષ અને કિંજલ શરીરનો આનંદ લેતા લેતા કિંજલના મોંમાંથી મંદ મંદ તેમના પ્રેમનો આનંદનો અવાજ આવે છે. તે અવાજ વધારે આવવાથી હેતલની થોડી થોડી ઊંઘ ઉડી જાય છે. માનુષ કિંજલનું જેન્સ નીકળીને નાખે છે. બંનેના આગોશમાં ભૂલથી એ જેન્સ હેતલના પગ ઉપર પડે છે. અને હેતલ ચમકીને જયારે આંખ ખુલે છે ત્યારે, હેતલને સામેના અરીસામાં કિંજલ અને માનુષ નગ્ન અવસ્થામાં, પોતાનાજ હોટલ રૂમમાં, હેતલની બેડની આગળની બાજુમાંજ બંને પ્રેમનો આનંદ લઇ રહ્યા હોય છે. હેતલ આ દેખીને કઈ જ બોલી જના શકી. હેતલ તેનું ભાનજ ગુમાવી બેઠી. હેતલ બસ એક નજરે માનુષ અને કિંજલને તેમના પ્રેમનો અહેસાસ મળતા હતા ત્યાંજ નજર જામી ગઈ. બંનેને બસ દેખ્યાજ કરતી હતી. અને કિંજલના મોંઢામાંથી નીકળતા અવાજને "આઆઆઆ, ઉઉઉઉઉઉઉ" બસ આજ અવાજને સાંભળ્યા કરતી. હેતલના મોઢામાંથી એક શબ્દનાનીકળ્યો. હેતલે માનુષ અને કિંજલને જ્યાં સુધી પ્રેમની ચરણસીમા સુધી દેખ્યા. અને હેતલનું ઓશીકું આંસુથી ભીનું થઇ ગયું.
માનુષ અને કિંજલ બંને ઉભા થયા. કિંજલે જેન્સ પહેરીને ઉભીજ થઇ હતીને. ફરીથી માનુષ તેના ખુલ્લાં શરીરને જોરથીભેંટી પડ્યો. કિંજલ અને માનુષ બંને કિસ કરવા લાગ્યા એકબીજાને. હેતલ આ બધું જ બેડ ઉપર સૂતાં સૂતાં આંખમાંથી તો અશ્રુધારા વહેતી હતીને દેખી રહી હતી. એટલામાંજ કિંજલ માનુષને તેના શરીરથી દૂર કરીને બોલે છે, "અરે માનુષ બસ હવે, કાલ માટે તો બાકી રાખ. કાલે આપણે મળીએને હવે આપણી જગ્યા ઉપરજ. મારે ઘરે. અને ચાલ, હવે હું જાઉં છું, હેતલ જાગી જશે તો તારે પ્રોબ્લેમ થશે. ચાલ બાય... આઈ લવ યું સો મચ." માનુષ કિંજલની વાતો સાંભળતા હસતાંની સાથે બોલેજ છે, "અરે કિંજલ, તું હેતલનું ટેન્શનના લે. હેતલને મનાવવી ખુબ જ સહેલી છે. હેતલ માટે જે હું કહું જ એના માટે પથ્થરની લકીર છે. હેતલને ડફોર બનાવવી મારા ડાબા હાથની વાત છે. અને હા, કાલે પાકું આપણે મળીશું. ચાલ બાય.... લવ યુ ટૂ..." હેતલ આ બધુ જ ચુપ ચાપ બસ રજાઈમાંથી સાંભળતી હતી.
હેતલ આને ખરાબ સ્વપ્નની જેમ ભૂલવામાંગતી હતી. અને સવારે નવી શરૂઆત કરવા માંગતી હતી. અને સવારે હેતલે બસ જેવું વિચારીયું હતું એવી જ શરૂઆત કરી પણ ખરા. હેતલે માનુષને એક ક્ષણ પણ એવો અહેસાસના કરાવ્યો કે તેને માનુષ અને કિંજલના પ્રેમ સબંધની ખબર પડી ગઈ છે. સવારે ઉઠાવાની સાથે જ નવી શરૂઆત કરી.
હેતલ અને માનુષ ફરીથી પોતાના શહેરમાં પહોંચી ગયા. ફ્રેશ થઇને બંને ઓફિસ માટેનીકળી ગયા. લગ્નને હવે ઘણીને 2 જ દિવસ બાકી હતા. હેતલ મનમાં બધું છુપાવીને ખુશ થઇને લગ્નની બાકી રહેલી તૈયારી ઓ કરવા લાગી. અને ક્યારે દિવસ પૂરો થઇ ગયો એની પણ કઈ ખબર જના પડી. જોત જોતામાં લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નનું મુહર્ત સાંજના પાંચવાગ્યાનું હતું. માનુષ આજે પણ ઓફિસમાં ગયો હતો. માનુષ ઑફિસેથી બપોરે ચાર વાગે ઘરે આવીને તૈયાર થઇને પછી હેતલ અને માનુષ લગ્ન કરવા માટે મંદિર જવાના હતા. માનુષ કંપનીનો બોસ હોવાથી હેતલ તેને "ના"ના કહી શકી. માનુષ ઓફિસે જતો રહ્યો. અને હેતલ ઘરે રહીને લગ્નની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ ગઈ.
બપોર થવાની શરૂઆત જ હતી. અને હેતલે બપોરના બાર વાગ્યાની આસપાસ માનુષને ફોન કર્યો. હેતલ ખુબ જ ખુશ હતી. અને માનુષ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી હતી કે, "માનુષ હું આજે તો ખુબ જ ખુશ છું. આજે આપણે લિગલી એક થવા જઈ રહ્યા છે. હું ક્યારનીયે આ દિવસની રાહ જોતી હતી. તને ખબર છે હું તને ખુબ જ પ્રેમ કરું છું. મારાં માટે તું જ છે." માનુષ આટલુ સાંભળતા બસ તેના મોંમાંથી ફક્ત ચાર જ શબ્દોનીકળ્યા. " હા મને ખબર છે. " હેતલ પોતાની લાગણીને વ્યક્ત કરતી હતી અને સામેથી માનુષ ફક્ત આટલું જ બોલે એવી અપેક્ષા હેતલનેના હતી. હેતલ થોડી ઉદાસ થઇ જાય છે. અને માનુષના ચાર શબ્દો વચ્ચે હેતલ "હમમમમમમ " બોલે છે. હેતલ અને માનુષ બંને થોડી સેકન્ડ તો મૌન જ છે ફોનમાં. અને હેતલ બસ બોલવા જઈ જ રહી હોય છે માનુષ કહેવાની સાથે જ માનુષ હેતલને રોકીને તરત જ બોલે છે. "હેતલ સાંભળ, તું તૈયાર થઇને રહેજે. મારે ઓફિસમાં કામ વધારે હોવાથી મારે મોડું થઇ જ જશે. તું મારાં કપડાં અને બીજું જે પણ પહેરવાનું હોય એ બહાર નીકાળીને રાખજે. હું આવીને ફટોફટ તૈયાર થઇ જઈશ. અને પછી આપણે લગ્ન કરવા મંદિર જઈશું. "
હજી હેતલ કઈ વિચારે કે બોલે બસ એટલામાં જ માનુષે "ચલ બાય હેતલ. હું કામ કરું છું" કહીને હેતલ સામેથી બાય કહે તેની પણ રાહ દેખ્યા વગર ફોન મૂકી દે છે. હેતલ થોડી હતાશ થઇ જાય છે. છતાં તેને મનને માનવીને પોતાને અરીસામાં દેખીને બોલે છે કે, "ભલે માનુષ મોડા આવતો. મારી પુરી વાતના સાંભળી. અને એ દિવસે જો હોટલ રૂમમાં કિંજલ જોડે થયું, એ માનુષની ભૂલ હતી. પણ ફરીથી આવું નઈ કરે. હું માનુષની દરેક ભૂલ ભૂલવા તૈયાર છું. અને આજે તો અમે બંન્ને લગ્નગ્રંથીમાં જોડાવા જઈ રહ્યા છીએ. હું માનુષને એટલો પ્રેમ આપીશ કે માનુષને બીજાની જરૂર પણ નહીં પડે. માનુષ બધું જ ભૂલી જશે. હું હંમેશા માનુષ સાથે જ રહીશ. " હેતલ અરીસા સામેથી પોતાને માનવીને બાકીની તૈયાર કરવા લાગે છે.
બધી તૈયારી થઇ ગઈ હતી. હેતલ શાંતિથી તેના સોફા ઉપર બેસીને આરામની શ્વાસ લે છે. હેતલ મોબાઈલમાં કઈ કરે છે. અને એટલામાંજ હેતલની નજર ઘડિયાળ પર જાય છે. બપોરના બે વાગ્યાં હોય છે. હેતલના મગજમાં માનુષે કહેલી વાતો યાદ આવે છે કે, "હું મોડા આવીશ. મારે ઓફિસમાં ખુબ જ કામ છે. હેતલ તું તૈયાર થઇને રહેજે અને મારાં કપડાં તૈયાર રાખજે." હેતલ વિચારે જ છે કે આજે પણ માનુષ મોડા આવશે. અને રસ્તામાં કંઈક નડે કે ટ્રાફિકમાં ફસાઈ જાય તો... " આ વિચારો બસ ચાલતા જ હતા કે એટલામાં હેતલ નક્કી કરી લે છે કે, " હું વહેલા તૈયાર થઈને માનુષના બધા કપડાં, વસ્તુઓ લઈને ઓફિસમાં જાઉં. અને માનુષને ત્યાંથી જ તૈયાર થઇને અમે બંને સાથેજ ઓફિસથી સીધાજ મંદિરે જતા રહીશું. " બસ આટલુ વિચારતા જ હેતલ એક દમ ઝડપથીતેના વિચાર પર અમલ કરવા જતી જ રહે છે. અને ફટાક લઇને દુલ્હન તૈયાર થઈને આવી પણ જાય છે.
હેતલ 30 મિનિટમાં તૈયાર થઇને આવી પણ જાય છે. હેતલ તો પહેલેથી ખુબ જ સુંદર હતી એટલે તેને વધારે તૈયાર થવામાં સમય પણના લાગ્યો. અને કોઈ મેકઅપ આર્ટિસ્ટને પણ નહોતી બોલાવી. જાતે જ તૈયાર થઇ ગઈ હતી. લાલ રંગની ચોલી, લીલા રંગની ચુંદરી ઓઢેલી, હાથમાં લાલ, સફેદને લીલા રંગનો લગ્નનો ચૂડો. અને મેકઅપનાનામે ફક્ત લાલ રંગની લિપસ્ટિક અને કપાળમાં એક ગોળ ચાલ્લો. મેકઅપ દેખાય તો ફક્ત એકલી આંખોને શણગારેલી. છતાં કયામત ઢાલતી અદાઓ જાણે સ્વર્ગની અપ્સરા.
હેતલ તૈયાર થઇને માનુષની દરેક વસ્તુ અને કપડાં લઈને ખુબ જ સ્પીડમાં ઓફિસ માટે જવા નીકળી ગઈ. હેતલના ઘરેથી ઓફિસનો રસ્તો 30 મિનિટનો છે. દરરોજ માનુષ અને હેતલને ઘરેથી ઓફિસ જતા 30 મિનિટ લાગે છે. હેતલને પોતાના લગ્નની ખુશી એટલી કે આજે હેતલ 30 મિનિટની જગ્યાએ 20 જ મિનિટમાં ઓફિસ પહોંચી ગઈ. હેતલ ઓફિસની અંદર જાય છેને અંદર જતાની સાથે જ દેખે છે તો અંદર કોઈજ હોતું નથી. ઓફિસ ખાલી છે. કોઈ જ સ્ટાફ મેમ્બર નથી. હેતલ ઘભરાઈ જાય છે. છતાં હિંમત કરીને હેતલ ધીરે ધીરે અંદર જાય છે.
થોડી અંદર જતાની સાથે જ હેતલને અજીબ અજીબ અવાજ આવે છે. હેતલ તરતજ આ અવાજને ઓળખી જાય છે. હેતલ તેના જીવનમાં કદી આ અવાજને ભૂલી નથી શકે. હેતલ અવાજની પાછળ પાછળ અંદર માનુષના કેબીન તરફ જાય છે. અને આ અવાજ બીજા કોઈનો નહીં પણ કિંજલ અને માનુષ નગ્ન અવસ્થામાં બંનેના વચ્ચે થઇ રહેલી રતિક્રીડામાં કિંજલનો "આઆઆ, ઉઉઉઉઉ"નો અવાજ હેતલના કાનમાં ગુંજતો જ રહેતો હતો. હેતલ હજી તો હોટલમાં થયેલા અવાજને ભૂલી પણ નહોતી શકીને આજે ફરીથી એ જ અવાજ સાંભળતા, એ જ સ્થિતીમાં બંનેને દેખતાની સાથે જ હેતલ કાચના જેમ તૂટીને રેતી જેવી બિખરાઇ ગઈ. કિંજલ અને માનુષના પરાકાષ્ટાનો અવાજ હવે હેતલની સહનશક્તિની સીમાથી બહાર જતો રહ્યો હતો. હેતલ તેના તૂટેલા સ્વપ્ન અને વિશ્વાસને લઇને આંખમાં આશું લઈને ત્યાંથી દોડતી ઘર તરફ જવા માટેનીકળી ગઈ. સજેલી દુલ્હનને રસ્તા ઉપર આવી રીતે રડતી દેખતા રસ્તાના દરેક વ્યકિતઓ હેતલની તરફ જ દેખતા. અને આ હેતલને બિલકુલ પસંદ નહતું. એટલામાં જ ત્યાં એક કોફી શોપ હતી. તો હેતલ ત્યાં તેની રડેલી હાલત અને આંખોને સરખી કરવા માટે કોફી શોપમાં જાય છે.
હેતલ વૉશરૂમમાં ફ્રેશ થઇને કોફી શોપમાં એક ટેબલ લઈને બેસે છે. હેતલને માનુષના કરેલા આવા વર્તન કેમ કર્યું એજ સમજવાની કોશિશ કરતી હતી. સમજવામાંગતી હતી કે માનુષને એવુ તો શું મે નહોતું આપ્યું હતું કે તે કિંજલ જોડે ગયો. અને એ પણ મારી સાથે બેવફાઈ કરીને. એવામાં અચાનક જ હેતલના કાન તેની પાછળના કોફી શોપના ટેબલ પર પડે છે. હેતલ પાછળ ફરીને દેખે છે તો કોઈ નૌજવાન બેઠેલો છે. તે માણસનો મેનેજર વાતો કરતો હોય છે. હેતલનું ધ્યાન આપોઆપ તેમની વાતોમાં ખેંચાય છે. અને તેમની વાતો સાંભળે છે.
હેતલને આ વાતો સાંભળીને પોતાને રોકીજ ના શકી. અને તે ટેબલ પાસે જાય છે. હેતલ તે નૌજવાનની સામે નહીં પણ પીઠ તરફ ઉભી રહે છે. હેતલ તે નૌજવાન ની પીઠ થપથપાવીને બોલાવે છે, " હે! " છતાં તે નૌજવાન હેતલ તરફ દેખતો નથી. પણ મેનેજર બોલે છે, " મેમ.. ". હેતલ મેનેજરને રોકી દે છે. અને હેતલ જ બોલવાનું શરુ કરે છે. હેતલ પીઠ તરફ જ દેખીને બોલે છે કે, "હે મેન ! પહેલા તો સોરી કે મેં તમારી વાતો સાંભળી લીધી. જે મારે ખરેખર તોના જ સાંભળવી જોઈએ. પણ એ વાત છોડો. હું તમને નથી ઓળખતી, કે તમે મને નથી ઓળખતા. બસ મને તમારી વાતો સાંભળીને એટલી તો ખબર પડી જ ગઈ કે તમારે કઈ પણ કિંમતે આજેજ લગ્ન કરવા છે. કોઈ પણ સંજોગોમાં. અને તમારી ગર્લફ્રેન્ડ આજે આવી નથી. કે નથી તમારા મેનેજરના ફોન પણ નથી ઉંચકતી. અને હું પણ આજે લગ્ન કરવા જઇ રહી હતી અને... " આટલું જ બોલીને હેતલ ત્યાં જ 20 સેકેંડ માટે થોભી ગઈ. અને પછી ફરીથી હેતલે તેનો વિચાર મુક્યો કે, " hey !!તમને કોઈ આપત્તિના હોય તો હું તમારા જોડે લગ્ન કરવા માટે તૈયાર છું. મારે તમારા પૈસા કે કોઈ મિલકતની જરૂર નથી. હું તમારા જીવનમાં કઈ જ દખલ નહીં આપું. તમને જેટલી આજે લગ્ન કરવાની ઉતાવળ છે તેના કરતા પણ વધારે મને છે. મારે આજનો દિવસ મારા જીવનમાં એવો ઉતારવો છે કે મારાં મૃત્યુ સુધી પણ યાદ રહે. શું તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો ? "
આ સાંભળતા જ એ નૌજવાન ઉભો થઇને હેતલ તરફ ફરે છે. અને હેતલ એ નૌજવાન ને દેખીને અચંબિત થઇ જાય છે.
"થી બિઝનેસ ટાયકૂન મિસ્ટર અવિનાશ કપૂર. જેના જોડે લગ્ન કરવામાં માટે છોકરીઓની લાઈન લાગે. છોકરીઓ અવિનાશ કપૂર જોડે એક ફોટો પાડવા માટે મરે છે. જેની પર્સનાલીટી તો જાણે દિલને ઘાયલ કરીનાંખે. 5 ફૂટ 10 ઇંચ જેટલી ઊંચાઈ, રંગ એક દમ ગોરો, વાળ રેશમી, સ્વરની જગ્યા એ આંખો થી વાતો કરે. તેના ઈશારામાં જાણે જાદુ. અવિનાશ કપૂરને કોઈ કામ કરવું મતલબ એક ચપટીમાં જ થઇ જાય. સિમ્પલ સફેદ રંગનો શર્ટ, અને નીચે વાદળી રંગનું પેન્ટ અને શર્ટના અંદરથી જે અવિનાશ કપૂરની કસાયેલી બોડી દેખાય જાણે નજર જ હટે જ નહીં. ડોલ્સ એન્ડ ગબાનાના બ્રાઉન ગોગલ્સ, હાથમાં રોલેક્સની વૉચ, અરમાનીનો બેલ્ટ, પોલ પાર્કમેનના બ્લેક કલરના શુઝ. દરેક છોકરીઓના સ્વપ્નનો એક કમ્પ્લીટ મેન.
ક્રમશ: