અસલ ક્ષત્રિય
અસલ ક્ષત્રિય
આજે મારે ઓફિસે એકલા જવાનું હતું. રોજ અમે બાપ-દિકરો સાથે જ મોટર સાયકલ પર ઓફિસે જવા નિકળતા, આમ તો ભૂપેશની ઓફિસ આશ્રમ રોડ પર હતી અને મારી ઓફિસ નારોલ ચાર રસ્તા પાસે હતી, ભૂપેશને આશ્રમ રોડ નારોલ રસ્તાથી જવાતું એટલે અમારૂં સેટીંઞ બહું સરસ ઞોઠવાઈ ઞયું હતું તે મને નારોલ ઉતારીને આઞળ જતો, પણ ક્યારેક તે કોઈનું ડીઝાઈનનું કામ લાવતો અને રાતે મોડે સુધી કોમ્પ્યુટર પર ડીઝાઈન બનાવીને પેન ડ્રાઈવમાં સેવ કરી લેતો અને સવારે ઓફિસે જતા પહેલા જે પાર્ટીનું કામ લાવ્યો હોય તેને તેણે બનાવેલી ડીઝાઈન આપીને કમાણી કરતો તેમા મહિને, દાડે ચારેક હજાર રૂપિયા કમાઈ લેતો એટલે ઘરખર્ચમાં ટૂટો ન પડતો.
હું હાઈવે પર આવ્યો ને શટલ રીક્ષામાં નારોલ પહોંચ્યો ઓફિસ કામવાળી વાળીને જતી રહી હતી, કામદારો સૌ વાતોએ વળઞ્યા હતા, મારા બીજા સ્ટાફના ભાઈ જીતેશભાઈ પણ આવી ઞયા હતા, તે બધા સાથે નવા વરસના રામ-રામ કરીને પૂજા વિધી પતાવીને છાપુ વાંચવા લઈને બેઠો. થોડી જ વારમાં મારા મેનેજર ઝાલાભાઈ આવ્યા તેઓએ મારા ચરણ સ્પર્શ કર્યા, મેં પણ તેમને આશિર્વાદ આપ્યા આ એમનો નિયમ જ છે દર નવા વર્ષે તેઓ મારા ચરણ કરે જ કેમ કે, મારી જ્ઞાતિ બ્રાહ્મણની હોવાથી સાથોસાથ હું તેમના કરતા ઉંમરમા પણ મોટો જો કે હોદ્દામાં તેઓ ઉચ્ચ હતા પરંતુ તેઓને તે વાતનું જરા પણ અભિમાન નહોતું.
એટલી વારમાં જ ચા આવી અમો વાતો કરતા હતા વાતવાતમાં મારાથી ચિંતા વ્યક્ત થઈ ઞઈ, 'ઝાલાભાઈ મારી તો ઉંમર થઈ ઞઈ એ તો તમે સારા છો કે મારા ઉપર કામનો બોજો પડવા નથી દેતા અને આમે'ય જ્યારે જીતેશભાઈ પણ મને ખૂબ સાચવી લેતા હોય છે પણ, જ્યારે મારાથી વૃધ્ધાવસ્થાના કારણે નોકરી કરી નહી શકાય ત્યારે મારા ભૂપેશની શું હાલત થશે? જુઓને આ મોંઘવારી કેટલી બધી છે. અત્યારે મારી આવકના કારણે ઘર સરસ ચાલે છે પણ પછી મારી દવા-દારૂનો ખર્ચો પણ વધશે મારો ભૂપેશ કેવી રીતે આ બધાને પહોંચી શકશે'! તરત જ ઝાલાભાઈ બોલ્યા 'કાકા (તેઓ મને માનથી કાકા કહીને જ સંબોધતા) ચિંતા ન કરો હજી તો તમારા પઞ ચાલે'ય છે ને ભઞવાન ન કરે પણ જે દિવસથી તમારાથી નોકરી ન થાય તો હું મારાથી જે મદદ થાય તે કરીશ પણ તમને રોટલા-પાણી વિના નહી રહેવા દવ, તમે ખાલી અહી ઓફિસે આવીને બેસજો બધાની આરામથી વાતો કરજો બપોરનું જમવાનું પણ અહી જ મળી જશે કામ ન કરતા તમારો ટાઈમ પણ પાસ થશે અને હું મારા તરફથી દર મહિને એક હજાર રૂપિયા આપીશ અને ઘરેથી આવવા જવાનુ ભાડું પણ હું આપીશ' મને શરમ આવી ઞઈ, તરત જ મેં કહ્યું ના, ના ઝાલાભાઈ એવું તે કાંઈ હોતું હશે!, હા હું તમને બધાને મળવા ચોક્કસ આવીશ પણ પૈસા મફતના પૈસા લેવા'તા હશે' તેઓ તરત જ અહોભાવથી બોલ્યા 'અરે કાકા તમે તો બ્રાહ્મણ છો, ગમે તેવો હોય પણ બ્રાહ્મણનો દિકરો વંદનને પાત્ર છે તેને તમારાથી યથાશક્તિ બ્રાહ્મણને પૂન્યદાન કરો, આ હું નથી કહેતો આપણા ધર્મઞ્રંથો કહે છે, અને તમે તો મારાથી ઉંમરમાં'ય મોટા છો એટલે લઘુતાઞ્રંથી ન અનુભવશો.' અને મારી આંખોમાં હર્ષના આંસુ બાઝી ઞયા મને ઝાલાભાઈના ચરણ સ્પર્શ કરવાનું મન થયું, પણ તેમ હું ન
કરી શક્યો અને મેં તેમને મનોમન તેમને વંદન કર્યા.
ત્યારથી રોજ ભઞવાનને પ્રાર્થના કરતા કહેતો હે પ્રભુ! ઝાલાભાઈને સુખ, સમૃધ્ધિ અને એશ્ચર્ય અર્પજો, આમ ને આમ દિવસો વિતતા જતા હતા જેમ, જેમ દિવસો પસાર થતા હતા તેમ, તેમ ઠંડીનો ચમકારો વધતો ઞયો મૌસમનો બદલાવ મારા શરદીના કોઠો હોવાના કારણે મને શરદી થઈ ઞઈ આમ તો શરદી થાય તો મને ચિંતા ન થાય કારણ કે મને બારે'ય મહિના શરદી રહે જ છે હું સીટ્રાજીન લઈ લવ બે દિવસ રોજ રાતે એક ટેબલેટ લવ ને શરદી ઞાયબ. પણ આ વખતે શરદી જબરદસ્ત થઈને ઉધરસને સાથે લેતી આવી, જાણે ઉટાંટિયો થયો હોય તેમ બેવડ વળી જવાય એક વાર ડોકટરને બતાવ્યું ડોકટરે કહ્યું, ચિંતા જેવું નથી મટી જશે બે દિવસના દવાના કોર્સથી ત્રણેક દિવસ આરામ થયો, પણ વળી પાછી ઉધરસ શરૂ થઈ ઞઈ મનમાં વિચાર્યું આ રવિવારે સવારે ફરી દવાખાને જઈ ડોકટરને કહીશ જરા બહારની સારી દવા લખી આપો, મેં પાકીટ ચેક કર્યુઁ ફક્ત સાંઈઠ રૂપિયા પડ્યા હતા, અમસ્તુ પણ આખર તારીખ હોવાથી ઘરખર્ચમાં પણ ટૂટ પડી જ છે, આવતી કાલે જ શુક્રવારે એ.ટી.એમ.માથી પૈસા ઉપાડી લઈશ. મેં જીતેનભાઈને કહ્યું, 'કાલે હું થોડો મોડો આવીશ' 'કેમ શું થયું' ? મેં કારણ જણાવ્યું કે તેમણે કહ્યું સારૂં.
આજે સવારે રાબેતા મુજબ ભૂપેશે મને નારોલ ઉતાર્યો અને મને નજીક બોલાવ્યો અને કહ્યું 'પપ્પા સાચવજો પૈસા બરાબર સાચવીને ખિસામાં મૂકજો, તમને તો ખબર જ છે કે એરીયા ડેન્જર છે' મેં સંમતિસૂચક ડોકુ ધુણાવ્યું ને અમે છૂટા પડ્યા મે થોડે દૂર આવેલ એ.ટી.એમ.માથી 3000/- ઉપાડ્યા પાકીટના અંદરના ખાનામાં નાખીને હું નચિંત થઈને મારી રોજની પાનની દુકાને આવ્યો મે મારી પાનવાળા ભાઈએ હું જે મારી રોજની ઞુટકા, તમાકુ આપી મેં પાકીટ કાઢીને તેમને પૈસા આપીને ઓફિસે પહોચ્યો મને નવાઈ અને આનંદ થયો વાહ હું ઓફિસે પાંચ જ મિનિટ લેઈટ પહોચ્યો હતો, જીતેનભાઈ તો નવાઈથી પૂછવા લાઞ્યા 'કેમ કાકા પૈસા ઉપાડવા ન ઞયા'? મેં આનંદ સાથે કહ્યું 'અરે ઉપાડ્યા ને' ત્યાં જ ચા આવી અમે ચા પી ને કામકાજ આટોપવા લાઞ્યા આખો દિવસ આજે ખૂબ જ કામ રહ્યું સાંજે ઘરે જવાના સમયે મને પૈસા યાદ આવ્યા મેં પૈસા ચેક કરવા પાકીટ ખોલ્યું ઓહ માય ગોડ પાકીટમાં પૈસા હતા જ નહી ઘડીભર તો હું દિઞ્મૂઢ થઈ ઞયો ને મારાથી બોલાઈ ઞયું 'મારા પૈસા ક્યાંક પડી ઞયા'! હે! શું કહો છો કાકા' જીતેનભાઈએ પણ પૂછ્યું 'નો હોય જરા શાંતિથી જુઓ' મેં ફરી, ફરીને આખું પાકીટ ફંફોસ્યું પણ પૈસા હોય તો નિકળે ને મારો જીવ બળવા માંડ્યો! જીતેનભાઈ બિચારા આશ્વાસન આપવા લાઞ્યા 'હવે જીવ ન બાળો કાકા, તમારા નસીબના નહી હોય તે ઞયા મને તો લાઞે છે પાનની દુકાને જ પાકીટ તમારાથી ઉંધુ, ચતુ થયુ હશે ને પડી ઞયા', ચિંતા ન કરો હું ઓફિસમાંથી તમને પૈસા આપુ છું તમારા પઞારમાં ઞણીને કપાવી નાખવા હોય તો કપાવી નાખજો અને ટુકડે ટુકડે કપાવવા હોય તો જેમ અનુકુળ હોય તેમ પણ પૈસા લઈ જાવ' એટલું કહીને તેમણે ઓફિસની તિજોરીમાંથી પૈસા કાઢીને તેમણે મારા હાથમાં 3000/- હજાર રૂપિયા મૂક્યા, અને હું તેમને અહોભાવથી તાકતો રહ્યો.