અસ્તિત્વ
અસ્તિત્વ


અંદરના રૂમમાંથી સાસરેથી રિસામણે આવેલી તેમની દિકરી નિકીનો અવાજ સંભળાતો હતો તે ફોનમાં કોઈની સાથે વાત કરી રહી હતી 'સૌમ્ય તું ઘરે આવ હું તૈયાર જ છું.' તેની થોડીવાર પછી દરવાજાની ડોરબેલ વાગી, દિનુભાઈએ દરવાજો ખોલ્યો ત્યાં જ પાછળથી નિકીનો અવાજ આવ્યો 'ચાલ સૌમ્ય' એમ કહીને ચાલવા જતી હતી ત્યાં જ દિનુભાઈએ તેને રોકીને પૂછ્યું 'ક્યા ચાલી નિકી?' નિકીએ દિનુભાઈ સામે જોઈને કહ્યું, પપ્પા તમે મને સારૂં ઘર, બંઞલો અને ઞાડી જોઈ પરણાવી હતી તે અનિકેતને મારા અસ્તિત્વની'ય પડી નથી, તે તો બસ રાત-દિવસ નાઈટ ક્લબોમાં પડ્યો પાથર્યો રહે છે. તો મને પણ મારી રીતે મારી જીંદઞીનો ફેંસલો કરવાનો અધિકાર છે અને મને ખૂટતું સર્વ સૌમ્યમાં છે, તેથી હું સૌમ્યનું પ્રતિબંબ બની તેની સાથે રહેવા માંગું છું અને સદાને માટે તમને સર્વને ત્યજીને સૌમ્ય સાથે જાઉ છું..!!!' એટલું કહીને નિકી સૌમ્યનો હાથ પકડીને દરવાજાની બહાર નીકળી ઞઈ.