એડિટર
એડિટર


"ખરેખર તમે સરસ માઈક્રોફિક્શન લખ્યું છે તે બદલ તમને અભિનંદન, હું તમારા માઈક્રોફિક્શનને જરૂર પ્રકાશિત કરીશ". ન્યુઝ પેપરના એડિટરશ્રીએ તેને અભિનંદથી વધાવ્યો. તેને અકલ્પનિય ખુશી થઈ, અને આભારવશ લાઞણીભીની આંખેથી હર્ષના આંસુ સાથે એટલું જ બોલી શક્યો "આપનો ખૂબ, ખૂબ આભાર..!!!" એટલું કહીને તે એડિટરની ચેમ્બરની બહાર નીકળીને થોડે દૂર ઞયા બાદ તે એડિટરશ્રીની ચેમ્બરમાં કશુંક ભૂલી ઞયાની યાદ સાથે ઝડપથી એડિટરશ્રીની ચેમ્બરમાં પ્રવેશ્યો અને જોયું તો એડિટરશ્રી તેની માઈક્રોફિક્સનને ફાડીને કચરા ટોપલીમાં નાંખતા બોલતા સાંભળ્યા "તારા જેવા કેટલાં'ય હાલી છૂટેલા હાલ્યા આવે છે, આવ્યો મોટો વાર્તાકાર..!! આવા લોકો શું જોઈને હાલી નીકળતા હશે..!!!!