માઈક્રોફિકેશન
માઈક્રોફિકેશન


નવા રચાયેલા પ્રધાન મંડળમાં કગથરિયાનો સમાવેશ ન થતા તેણે મોવડી મંડળને ચીમકી આપતા કહ્યું,
"મને પક્ષ તરફથી વચન અપાયેલું જો તમે ચૂંટાઈને આવશો તો પ્રધાનપદ આપવામાં આવશે, અને હું વિરોધપક્ષ છોડીને પક્ષ તરફથી ચૂંટણી લડ્યો અને જીત્યો હવે મને પ્રધાનપદ નહી મળે તો હુ મારા મતક્ષેત્રમાં જન આંદોલન કરીશ.'
અને બીજા દિવસે જ કગથરિયાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, જેમા તેમની માંગ લખી હતી પોતાના વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની સુવિધાનો પ્રશ્ન ત્રણ દિવસમાં હલ નહી થાય તો "ગાંધી ચિંધ્યા માર્ગે" અનશન ઉપવાસ પર બેસી જઈશ !"
આવેદન પત્ર આપ્યાના ત્રીજા દિવસે છાપામાં ફ્રન્ટ પેજ પર મોટા હેડિંગમાં સમાચાર ચમક્યા "ધારાસભ્ય કગથરિયાને 'પાણી અને પુરવઠા પ્રધાન' તરીકે પ્રધાન મંડળમાં સમાવાયા."