અસીમ ની મહેનત રંગ લાવી.
અસીમ ની મહેનત રંગ લાવી.
અસીમ આજે પોતાના અતીતમાં સરી ગયો. પોતે સાવ અનાથ હતો. મામાં મામી સાથે મોટો થયો હતો. ભણવામાં ખૂબ હોશિયાર હતો. પણ મામી ઘરના બધા જ કામ તેની પાસે કરાવતા. તેમજ સ્કૂલની ફીસ પણ નહોતા આપતા. પણ દુનિયામાં એનું બીજું કોઈ હતું નહિ. પણ ક્લાસમાં ખૂબ હોશિયાર હતો એટલે પ્રિન્સિપાલ અને શિક્ષકોનો ખૂબ માનીતો હતો.
એક દિવસ પ્રવાસે જવાનું હોય છે. પરંતુ અસીમ પ્રવાસમાં આવવાની ના પાડે છે. અને પ્રવાસ કંપલસરી હતો કેમ કે એના પર આખો પ્રોજેક્ટ બનાવવાનો હતો. અને પ્રિન્સિપાલ સર પૂછે છે ત્યારે અસીમની આંખોમાં આંસુ આવી જાય છે. અને પોતાની જિંદગીની બધી જ વાતો પ્રિન્સીપાલ છે. પ્રિન્સીપાલસર ખૂબ સારા હોય છે. તે તેનો પ્રવાસનો અને ભણવાનો તમામ ખર્ચો ઉપાડી લે છે.
અસીમ બધું ભૂલી ભણવામાં રસ લે છે. એની રાત દિવસની મહેનત રંગ લાવે છે. આજે એનું ક્લાસવન ઓફિસર બનવાનું સપનું પૂરું થાય છે. આજે એની પાસે ગાડી. બંગલા મોટર. સમજું પત્ની છે. પ્યારા બાળકો છે. પ્રિન્સિપાલ સર જેવા પિતા સમાન પથદર્શક છે. આજે કોઈ કમી નથી એના જીવનમાં. પણ એ અતીતને યાદ રાખે છે. આજે જેની પાસે ફીસ ભરવાના પૈસા નથી એવા બાળકોની ફીસ ચૂકવે છે. અનાથાલય ખોલ્યું છે. કેટલાય બાળકોની સંભાળ લે છે. પ્રેમ આપે છે જીવનમાં આગળ લાવવા સહાય કરે છે અને ઢગલાબંધ દુઆઓ મેળવે છે.
ક્યારેક અતીત શૂરવીર બનાવે તો ક્યારેક પોચટ બનાવે આ અતીત પણ કેવો જબરો પહાડ જેવા અડીખમ ને પણ ચૂર ચૂર કરી નાખે. અતીત સારો હોય તો વાગોળવા નહિ તો હૈયાના કબ્રસ્તાનમાં દફનાવી દેવો.
અતીત ને યાદ રાખી ભવિષ્ય બગાડવું ના જોઈએ. પણ વર્તમાન જેના હિસાબે સુંદર બન્યો. એવા અતીતને હંમેશા યાદ રાખવો.
