Nirali Shah

Abstract Inspirational

4.7  

Nirali Shah

Abstract Inspirational

અપમાનનો બદલો

અપમાનનો બદલો

2 mins
559


અંતરા બહેન ને દસમા ધોરણનાં બધા જ વિદ્યાર્થીઓ "બટકી" કહી ને ચીડવતા અને તેમનું અપમાન કરતાં. હા, તેમની હાજરીમાં તો કોઈની મજાલ નહોતી તેમને ચીડવવાની પણ તેમની પીઠ પાછળ "બટકી" એ " બટકી" ની બૂમો તેમણે ઘણીવાર સાંભળી હતી. તેમના સાથી શિક્ષકો ઘણીવાર તેમને આ અપમાનનો બદલો લેવાનું કહેતાં.

બધાજ વિદ્યાર્થીઓમાં સૌરભ સૌથી વધારે તોફાની અને તોછડો હતો. એકવાર સૌરભે તેના અંતરા મેડમનું બ્લેકબોર્ડ પર ચોક વડે ડ્રોઈંગ બનાવ્યું અને નીચે લખ્યું,"લિલીપુટ", બરાબર અંતરા બહેનનાં પીરીયડ પહેલાં જ. જેવા અંતરા બહેન ક્લાસમાં દાખલ થયા ને તેમની નજર બ્લેકબોર્ડ પર પડી ને બધાજ વિદ્યાર્થીઓ હસવા માંડ્યા. તરત જ અંતરા બહેને રાડ પાડી ને કહ્યું કે," આ કોની ટીખળ છે ?". આખો ક્લાસ શાંત થઈ ગયો, ખાલી સૌરભ સિવાય. એણે બિન્દાસ્ત ઊભા થઈ ને કહ્યું," કેમ મેડમ ! જેણે પણ કર્યું હોય, તમે શું બગાડી લેશો એનું ?" અને પછી જોરથી હસી પડ્યો. અંતરા બહેન સમજી ગયા કે આ ટીખળ સૌરભની જ છે. તે માત્ર એટલું જ બોલ્યા કે," એ તો સમય જ બતાવશે કે હું તમારા સૌનું શું બગાડી શકું છું ?".

આજે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ. સૌરભનું પરીક્ષા કેન્દ્ર તેની શાળા જ હતી, એટલે તેને થોડો હાશકારો થયો. પરીક્ષા ચાલુ થઈ ને સૌરભની પાછળની બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી એ કાપલી કાઢીને લખવાનું ચાલુ કર્યું, તેવામાં જ બોર્ડની ચેકીંગ ટીમ આવી પહોંચી. આથી ગભરાઈ ગયેલા વિદ્યાર્થી એ કાપલીનો ડૂચો કરી ને આગળ ફેંક્યો,જે સૌરભનાં પગ પાસે પડ્યો. સૌરભ ને આ વાતની ખબર નહોતી, તે તો પેપર લખવામાં મશગુલ હતો, ચેકીંગ ટીમ સૌરભ પાસે આવી ને તેના પગની નજીક થી કાપલીનો ડૂચો ઉઠાવ્યો ને સૌરભને ક્લાસની બહાર મોકલવા માંડી, એટલામાં જ બહારથી આ બધું જોઈ રહેલા અંતરા બહેન દોડી આવ્યા ને તેમણે ચેકીંગ ટીમ ને કાપલીનાં ને સૌરભનાં હસ્તાક્ષર મેળવવા કહ્યું ને સૌરભને એક સારો હોંશિયાર વિધાર્થી ગણાવ્યો, આથી ચેકીંગ ટીમે હસ્તાક્ષર જોઈને સૌરભને જવા દીધો ત્યાં સુધીમાં તો સૌરભ ચોધાર આંસુએ રડતાં રડતાં અંતરા બહેનનાં પગમાં પડી ગયો, માફી માંગવા માટે શબ્દો પણ તેના મોઢામાંથી નીકળતા નહોતા, અંતરા બહેને એને ઊભો કરીને ખાલી એટલું જ કહ્યું," ચલ, જા હવે ક્લાસમાં ફટાફટ, નહીતો તારું પેપર છૂટી જશે."

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Abstract