Tirth Shah

Crime Thriller

4.5  

Tirth Shah

Crime Thriller

અપમાન

અપમાન

5 mins
223


" અપમાન એ યુદ્ધનો જન્મ છે ", " અપમાન એ શત્રુનું ઘર છે અને વેરની ભાવના છે ".......

ત્યારે, મારા ક્લાસમાં એક નવો વિદ્યાર્થી આવ્યો હતો. માંડ અમે દસ વર્ષ ના ત્યારે બહુ ઝાઝી ખબર પડતી નહીં. એ સમય એટલો આધુનિક પણ નહતો, જેનાથી તમને તમારી ઉંમર કરતા વધુ નોલેજ મળે....

   એ સમયે અને આજે પણ દરેક સ્કુલના ક્લાસમાં છોકરા અને છોકરી ને અલગ જ બેસાડતા, અને મારી સ્કુલમાં પણ આજ નિયમ ! 

" એ નવો વિદ્યાર્થી બધા સાથે હળી મળી ગયો અને મારો ખાસ મિત્ર બની ગયો " પણ, અમુક એની હરકત છોકરા જેવી લાગતી નહીં. જેમકે : ' એની બોલવાની, ચાલવાની, દોડવાની, મારવાની, વાતો કરવાની, તેનો અવાજ અને તેની હરકતો '

સમય જતાં ક્લાસમાં બધા ને ખબર પડવા લાગી અને તેની ખીજ પડી ગઈ " બાયલો " આ શબ્દથી એને બોલાવતા...

' એક મર્દ માટે આ શબ્દ વધારે ઘાતકી હોય છે '

તે ઘણી વાર રડી લેતો, કોઈ ને કહેતો નહીં અને અપમાનની ગોળી પી લેતો.. રોજ સ્કુલ આવે ત્યારે એની અપમાનની હદ ચાલુ થાય જ્યાં સ્કુલ પતે છેક ત્યાં સુધી..... ઘણી વાર અમારા ક્લાસની છોકરી તેને એવું પૂછી લેતા કે એ કહી પણ શકતો નહીં. 

" ક્લાસ માં હાસ્ય નું સાધન બની ગયો હતો ", રોજ નવા પડકાર સાથે જીવી લેતો.. હું કયારેય મજાક કરતો નહીં.

  પણ, હા એને યાદ બહુ સારી રીતે રહેતું. જૂનું કઈ પણ બન્યું હોય જેમાં એની લાગણી દુભાઈ હોય એ ખાસ યાદ રહી જતું..

સમયની સરવાણી આગળ વધી અને દસમુ આવ્યું. ઘણા ને દાઢી, મૂછ આવી ગયા હતા અને તેને એક સવાલ હતો. 

સમય જતાં ઘણા નવા વિદ્યાર્થી આવ્યા અને તે હાસ્યની સાથે મશ્કરીનું સાધન બની ગયો.

" જો, આ ન્યૂઝ .....એક પુરુષે બીજા પુરુષની હત્યા કરી અને તેનું માંસ ખાઈ ગયો " એમ હું મારી વાઈફ ને કહું છું.

 મને લાગે છે, સમય કેવો આવી ગયો છે.. આજે માણસ નરભક્ષી બની ગયો છે. માણસ માણસ નું ખૂન કરે છે અને તેનું જ માંસ ખાય છે.. જરૂર આ કોઈ અસામાન્ય વ્યક્તિ હશે !, સાથે એની જોડે એવું તો જરૂર બન્યું હશે જે ઘટના માટે જવાબદાર છે.... એમ મારી વાઈફ મને કહે છે.

એ સમયે અલગ અલગ નજીક ના શહેરમાંથી અનેક પુરુષ ની યાદી બહાર આવે છે અને દરેક એક જ હાલતમાં મરી ગયા હોય છે. 

 ખૂન કરનાર ફરાર છે અને ઘટના બની રહી છે. કેટલાય સમયથી આ બનતું રહે છે અને કોઈ અંત જાણતો નથી..સરકાર, રાજ્ય ની સરકાર અને જિલ્લા સરકાર પણ થાકી જાય છે... અને ખૂન અવિરત ચાલુ જ રહે છે. 

એવા માં ન્યૂઝ એજન્સી તેને પકડવા માટે પેપરમાં એક જાહેરાત આપે છે.

  ' શહેર માં એક આદમખોર આવેલ છે માટે અને ઘણી હોનારત કરી છે માટે સરકાર એને પકડવા માટે તમારી પાસે સજેશન માંગે છે '

મારા જેવા ને રસ જાગ્યો અને મેં મારું સજેશન આપી દીધું.

સજેશન મુજબ " શહેર ના તમામ કેમેરા ચેક કરો, જે જગા એ ખૂન થાય છે ત્યાં અચૂક એવી વાત હશે જે એને પકડી શકશે "

 છેવટે મારુ સજેશન માન્ય થયું અને તમામ કેમેરા ચેક કર્યા.. અને એક સિદ્ધિ હાંસલ થઈ. તેનો ચહેરો જોઈ શકાયો અને તેની હરકત પણ જોઈ શકાઈ..

" ચહેરો તેનો લાંબો, લાંબી મૂછ, દાઢી તેની ઘાટી, પાણીદાર આંખો અને લાબું કદ "

મેં તેનો ચહેરો જોયો અને મને યાદ આવ્યું : આ એજ છે જેને હું વર્ષો પહેલા ક્યાંક મળી ગયો છું અને કોણ છે આ ?......................અરે, હા આ તો " તરંગ " છે. મારી જોડે સ્કુલમાં બેસનાર અને મારો મિત્ર હતો.

મને બધું જ યાદ આવી જાય છે અને હું પોલીસની પાસે જાઉં છું.

" સર, આ માણસ ને હું ઓળખું છું મારી સાથે શાળામાં હતો અને મારી જોડે જ બેસતો હતો ".....

 પોલીસ : કેમ ની ખબર એજ છે ? તમારી સ્કુલ પતે તો ઘણો સમય થયો હશે ! અને તમારી યાદશક્તિ એટલી સારી છે.

હું : અરે, સર ...એની હરકત જ પુરાવો છે. મારી સાથે જે બેસ્યો હોય અને એ નોર્મલથી અલગ હોય તો આખીય જિંદગી યાદ રહે..

પોલીસ : હશે, મને નથી લાગતું તમે સાચા છો. માટે તમે જઈ શકો છો.

   મારી વાત ન માની અને મને કાઢી નાખ્યો. હું જાણી ગયો હતો માટે મેં એજ ન્યૂઝ એજન્સી ને લેખ મોકલ્યો.

અને ન્યૂઝ એજન્સી એ છાપી નાખ્યો. જેમાં મેં મારી સ્કુલ અને તેની તમામ વાતો લખી હતી. તેના વિશે મેં બધું જ લખી નાખ્યું અને છેવટે ગણતરીના કલાકોમાં તે ઝડપાઈ ગયો..

   અને હું સાચો જ હતો તે એજ મિત્ર હતો જે અપમાનની ગોળી ગળતો હતો..

" આખરે તે પકડાઈ ગયો અને તેણે કબૂલ પણ કરી નાખ્યું અને કેસ ની પુર્ણાહુતી થઈ "

એનો માત્ર એજ જવાબ હતો : મારી સાથે જે બન્યું એમાં હું ભાંગી પડ્યો અને મેં મારી આજ હરકત થી બેફામ બનેલા પુરુષો ને લીધા અને ખાત્મો કરી નાખ્યો.

હું એવા લંપટ ને પહેલા મારો મિત્ર બનાવું અને પછી છેલ્લે તેની હત્યા..જ્યારે હત્યા કરું ત્યારે એ અપમાનની ગોળી, મારી મશ્કરી અને મારી સાથે બનેલી એ ઘટના યાદ આવી જાય...

 એ બધું ભેગું થાય અને હું મારી નાખું.. અને પછી મારા સ્વાદ માટે તેમનું માંસ ખાઉં જેનાથી મને તાકાત મળે અને હું આગળ વધી શકું.

   આને તમે મારી બહાદૂરી કહો કે મારી મૂર્ખામી એનાથી મને ફરક નહીં પડે.. કારણ એ અપમાનની વ્યથા હું જાણું છું. પુરુષ હોવા છતાં મને બાયલો કહેતા માટે જીવતા જીવ જ મારા માટે અપમાન છે. " હું એ સમય થી બધું લખી નાખતો અને તેનો હિસાબ માંડતો !" 

મારા નસીબ મારો જ મિત્ર મારો વેરી બન્યો અને મને પકડી પાડ્યો. મારી હરકત ને એ જાણી ચુક્યો હતો માટે જ.... બાકી કોઈની તાકાત નહીં કે મને પકડી શકે.

 " પણ જેનું વધારે ધ્યાન રાખો એજ વેરી બન્યો " સારું મારી સજા મને મંજૂર છે..

  : તરંગ એમ કહે છે.

એ વાત ને દિવસો વીતી ગયા અને અચાનક..

" સાહેબ, મારા પતિ નથી આવ્યા હજુ અને એ ક્યારના ગયા છે... " : મારા બીજા ખાસ મિત્રની વાઈફ રિપોર્ટ લખાવા જાય છે.

અપમાનની ગાળો મારા સુધી ના આવે તો સારું ? એવું સાંભળ્યું છે તરંગ ભાગી ગયો છે અને તેના ત્રીજા દિવસે જ લાશ મળી આવી.

કોઈ માણસમાં આટલી ક્રૂરતા, અપમાનની હદો વટાવી ગયેલા એ ખૂન કરી ને હદ વટાવી નાંખી !

   " રેગીંગ એ લડાઈ અને ખૂનની પાતળી રેખા છે."

ઓળંગી ના જતા નહીં તો એજ રેખા તમને મિટાવી દેશે.

માન બધાને વહાલું હોય પણ અપમાન નહીં.. કોઈના મજાકમાં તમે મજાક ના બની જાઓ એજ મહત્વનું છે. 

" મને તો ડર લાગે છે ક્યાંક મને તો ?...


Rate this content
Log in

Similar gujarati story from Crime