STORYMIRROR

Bhavna Bhatt

Tragedy Drama

5.0  

Bhavna Bhatt

Tragedy Drama

અફસોસ ભાગ ૩

અફસોસ ભાગ ૩

3 mins
658


એક રવિવારે તે ઘરે હતી ત્યારે તેને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. મયંક અને કાજલ કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠી તો લાગ્યું કે, કાજલ રામુ કાકાને કઈંક સૂચનાઓ આપી રહી છે.


રામુ કાકા રોટલી આપવા આવ્યા એટલે તેને પૂછ્યુ : ‘’શું વાત છે?’’

કંઇ નહીં.. બેટા આ તો મયંક બાબા અને કાજલ વહું બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’


‘’બહારગામ જવાના છે? ક્યારે? અને ક્યાં?ત્યાં તો કાજલ એના રૂમમાંથી ડાઇનિંગ ટેબલ પર જમવા માટે આવી.. અનવીએ પુછ્યું કાજલ ક્યાં જવાના છો?


 ‘’મોટી બહેન અમે યુરોપની ટૂર પર જઇ રહ્યા છીયે.."


"હેં.. ક્યારે?’’ અને કોની સાથે? અને કોણ કોણ જાવ છો?

પરમ દિવસે..


મારા પપ્પા મમ્મીની ઈચ્છા હતી કે જીવનમાં એક વખત યુરોપ ટૂર કરવી તો એમની લગ્ન તારીખ આવે છે તો અમે બે બહેનો એટલે અમે ચાર જણ ભેગા થઈ એમને ગિફ્ટ આપી. 


તમે જાણો છો અમારે ભાઈ નથી તો એમની ઈચ્છા પુરી કરવાની અમારી ફરજ છે..

અનવીનો કોળિયો હાથમાં જ રહી ગયો..એણે જેમતેમ સ્વસ્થતા કેળવી.

 મયંક જમી રહે એટલે મારા રૂમમાં મોકલજે. કહી તે ઉભી થઈ ગઈ.


રામુ કાકા તેને જતી જોઈ રહ્યા.

 જમીને મોડેથી મયંક તેના રૂમમા આવ્યો.

 ’’તમે મને બોલાવ્યો મોટી બહેન ?’’

‘’હા. મેં સાંભળ્યુ છે કે, તમે યુરોપ જવાના છો?


 હા મોટી બહેન કાજલના મમ્મી પપ્પાની લગ્નની તારીખ આવે છે તો અમે ચારે ભેગા થઈને પ્લાન બનાવ્યો. એટલે અમે પણ જઈએ છીયે..’’


‘’અને તે મને પૂછવાની દરકાર પણ ન કરી?

‘’એમાં પૂછવાનુ શું..?

મોટી બહેન હવે હું નાનો નથી કે તમારી આંગળી પકડીને ચાલુ. 


‘’કેમ હજુ ગયા મહીને તો તારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ચાર જણનો ખર્ચો નીકળશે??


>

‘’હા.. થોડી ઘણી થઈ છે..

"તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?

‘’ મોટી બહેન તમને હવે આ ઊમરે બહેનપણીઓ સાથે જઈને શુ કરવુ?"


બાકીનું વાક્ય મયંક ગળી ગયો.

આ ઊમરે એટલે? અનવીને ઝાળ લાગી ગઈ..


મયંક રૂમની બહાર જતો રહ્યો..

અનવી ઘા ખાઈ ગઈ.. 

એને મયંક આવુ કરી શકે તે એના માન્યમા નહોંતુ આવતું.. પોતાનું આખુ જીવતર મયંકને મોટો કરવામાં અને ભણાવી ગણાવી કાબેલ બનાવવામાં પોતાનો સુખનો ક્યારેય વિચાર ના કર્યો. પોતે પાઈ પાઈ જોડી બધું જ એના સુખ માટે કર્યું એને ભરોસો હતો કે, મયંક એને સાચવશે.. એટલે પોતાની માટે તેણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેણે સપનામાંએ નહોતું વિચાર્યુ.


મોડી રાત સુધી અનવી રૂમમાં આંટા મારતી રહી. 

હવે શું?

આખી જિંદગી આમજ કાઢવી પડશે?


ભવિષ્યમાં પૈસા માટે મયંક પાસે હાથ લાંબો કરવો પડશે?

આખી જિંદગી ખુમારીથી જીવી હતી.. હવે મારે બાકીની જિંદગીએ લાચારી ભોગવવી પડશે..?

ના..ના.. એવું તો ના જ બને

આમ અનવી વિચારોમાં અટવાઈ ગઈ.


બીજો આખો દિવસ તે રૂમમાં જ રહી. 

રામુ કાકા અનવીનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી જતા અને કહેતાં બેટા ચિંતા ના કર બધું સારુ થાશે. 


અનવીએ થોડું ઘણુ ખાધુ.

બેટા તબીયત બરાબર નથી?


કેમ આટલું મોં ઉતરી ગયુ છે?

કોઈ વાત છે?

વર્ષોથી અનવી સાથે રહેતા રામુ કાકાને અણસાર આવી ગયો કે, કઈક ગરબડ છે..


ત્રીજે દિવસે વહેલી સવારે મયંક, કાજલ જ્યારે નિક્ળ્યા ત્યારે અનવી સુતી હતી.

મોડેથી જાગીને એણે રામુ કાકાને બૂમ પાડી કે ચા આપો કાકા... 


ચા નાસ્તો કરીને તરત એણે એની ઓફિસમાં સાથે કામ કરતી હતી એ સખી નીલાને ફોન કર્યો ..અને તેને મળવા બોલાવી ધરે વાત કરવા.

વધુ આગળ વાંચો આવતા અંકમાં...



Rate this content
Log in

Similar gujarati story from Tragedy