Tirth Shah

Horror Tragedy

4.5  

Tirth Shah

Horror Tragedy

અનુભવ

અનુભવ

4 mins
363


અમુક ઘટના કાયમ માટે યાદ રહી જાય તેવી હોય છે. તેની ઊંડી અસર આપણા દિલો-દિમાગ પર રહી જતી હોય છે. 

 " આજે મારે મોડું થશે સલોની, આજે મંથ એન્ડિંગ હોવાથી જરા વર્ક વધારે છે.. તું સમજી ગઈને ! તું તારે આરામથી સુઈ જજે ને મારે બે-અઢી જેવા થઈ જશે. "....એમ સનદ તેની પત્નીને કહે છે. 

શિયાળાની ગાઢ ઋતુ જામી છે. ચારેકોર ઠંડક ફેલાઈ ગઈ છે તેમજ પવન સુસવાટા બંધ ફૂંકાઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ ગઈ છે એની અસર અહીંના નજીકના ટાઉનમાં વર્તાઈ રહી છે. ઠંડી તેની ચરમસીમા દર્શાવે છે.

" સનદ આટલું કામ કરી દેજે ! અને પેલી ચન્દ્રપ્રકાશની ફાઇલ પૂર્ણ કરીને જજે. જોડે, મહેતા અને સુધન કૃષ્ણની પેલી પેન્ડિંગ ફાઇલ પતાવી દેજે. આજે તારો જુનિયર કેશવ વહેલો જશે માટે સમજી લેજે ને ! તારે જતા અઢી વાગી જશે, બીજું જતા બધું બંધ કરીને દરવાજા સરખા કરીને ચાવી લઈને જજે. સારું ત્યારે સનદ કામ પતાવીને જજે.. ".....એમ તેનો બોસ સનદને કામ સોંપી જાય છે. 

સનદ તેનું કામ મન લગાવીને કરતો હતો. સમય તેનું કામ કર્યે જતો હતો, રાતના અગિયાર વાગવા આવ્યા અને તેટલામાં....મારા બધા જુનિયર ઘરે જતા રહ્યા. સિક્યોરિટી ગાર્ડ વાળો ચોથી ઊંઘે સુઈ ગયો હતો. મારા જુનિયર આગળની લાઈટો બંધ કરીને જતા રહ્યા. હું મારા કામે વ્યસ્ત હતો તેવામાં મને આળસ ચડી. 

" લાવને, જરા કોફી પી લઉં અને સલોનીને કોલ કરું ! આ બાજુ સલોનીને કોલ કરીને તેની સાથે સહેજ વાર વાત કરી અને ફરી મારા કામે લાગી ગયો. સિક્યોરિટી ગાર્ડ તેની ઊંઘમાં વ્યસ્ત અને મારા કામમાં હું વ્યસ્ત..એવામાં મને એવો અહેસાસ થયો મારી પાછળ જાણે કોઈ ઊભું છે. મેં એ વાતને ઇગ્નોર કરી અને પેલી ફાઈલોમાં ભરાઈ ગયો. 

એવામાં ફરી કોઈનો રડવાનો અવાજ આવ્યો, અને બીજી સેકન્ડે કોઈના હસવાનો અવાજ આવ્યો. હું મારા કામમાં વ્યસ્ત હોવાના કારણે એ બાબતને ધ્યાનમાં ન લીધી..મને અંદરખાને ડર લાગવા લાગ્યો. મનમાં એક બાજુ થતું સાલું કેમ મને અવાજ આવે છે ? મનેજ કેમ રડવા હસવાના અવાજો આવે છે ? મનેજ કેમ આભાસ થાય છે ? મનેજ કેમ આજે.......? 

એવામાં ઘડિયાળમાં જોયું રાતના બાર વાગવા આવ્યા હતા. સુનકાર વ્યાપી ગયો હતો તેમજ બધે નીરવ શાંતિ પથરાયેલી હતી. ચારેકોર માત્ર અંધારું ને શિયાળાની ગાઢ ધુમમ્સ વાળી ઠંડી, સુસવાટા મારતી હવા વાળી રાત..સલોનીનો ગુડ નાઈટનો મેસેજ આવી ગયો ને તે સુઈ ગઈ. કામ એટલું હતું ભર શિયાળે પરસેવો છૂટી ગયો તેમજ પેલા ભયંકર અવાજના કારણે ! 

ઘડિયાળનું ટીક ટીક પણ જાણે કોઈ ચાલતું હોય તેમ લાગી આવતું. સમય પસાર થતો ગયો અને મારે કામ પતવા આવ્યું. સિક્યોરિટી વાળાને જગાડી બધું બંધ કરી નાખ્યું અને ચાવી લઈ નીચે ઉતરી ગયો. નીચે આવ્યો કોઈ કરતા કોઈ નહિ..હું અને મારો અવાજ, રાતના અઢી વાગ્યા હતા અને શિયાળો પુરપાટમાં જામ્યો હતો. ઠંડી હવાના કારણે બાઈક જામી ગયું હતું, કેટલીય કીકો મારી પણ ઠંડકના કારણે બાઈક રીતસરનું ચોંટી ગયું હતું. મારી કિકનો અવાજ મને અથડાતો હતો અને મારા સિવાય કોઈ નહીં..

ગમેતેમ ચાલુ કરી બાઈક અને વધુ રેઇસ આપી બાઈક ભગાડી. ઠંડીના કારણે હાથ ધ્રુજતા હતા અને બીજી બાજુ મનમાં ડર હતો. મારે લગભગ દસેક કિલોમીટર ઉપર કાપવાના હતા. રસ્તામાં માત્ર હું એકલો અને કૂતરાઓની ફોજ...

"એવામાં હાઇવે પરના નજીકના નાના ગામ ચાલુ થયા. કોઈ લાઈટો નહીં, મારી બાઇકની લાઈટના સહારે હાઇવે પાર કરતો ગયો.."

અને...........,

મારી બાઈક રફતારમાં જતી હતી અને દૂર મને એક વૃદ્ધ વડીલ જેવા કાકા દેખાયા. પહેલા મને લાગ્યું કોઈ આત્મા હશે પણ આતો રીતસરની વ્યક્તિ હતી..મારુ બાઈક તેમની નજીક ગયું અને તેમણે હાથ ઊભો કર્યો. મેં દયાના ભાવે બાઇક ઊભું રાખ્યું, એ કાકા મારી સામે ઊભા રહી ગયા. મને એકદમ અલગ રીતે જોતા હતા..

મેં પૂછ્યું " ક્યાં જાઉં ? આ રાત્રે શું કરો ? આટલી મોડી રાત્રે ? "

 સામે કાકાએ કીધું " બસ,બેસણામાં ગયો હતો..ગાડી બગડી ગઈ હતી અને મને અહીં હાઇવે પર મૂકી ગયા, ચાલતો જતો હતો પણ તું દેખાયો..

મેં કીધું "બેસો કાકા, દેવ કોલોની બાજુ જાઉં છું. ત્યાં સુધી ઉતારી દઉં.."

સામે કાકાએ કીધું " ના રે, મારેતો ધર્મપુરી સુધીજ જાઉં છે. પછી હું જતો રહીશ..

કાકા મારી પાછળ બેઠા અને બાઈક ચાલુ કરી. જેવા બેઠા પણ બાઈક બંધ, કેટલીય કીકો મારી પણ બાઈક બંધ. વીસેક મિનિટ બાદ બાઈક ચાલુ થયું અને કાકા મારી પાછળ બેસી ગયા. મેં કાકા સાથે વાત ચાલુ કરી....

મેં કીધું " કાકા શું નામ ?

કાકા " નામ જાણી શું કરવું છે ?

મેં કીધું " કાકા વૃદ્ધ છો, કોઈ લેવા આવ્યું નહીં ?

કાકા "બધાય મરી ગયા છે..મારી પત્ની ત્રણેક વર્ષ પહેલાં મરી ગઈ..મારો દીકરો બાજુના રાજયમાં છે અને દીકરી સાસરે છે. 

મેં કીધું " કાકા એકલા રહો છો..બરાબર ! બાકી કાકા આમતો હું કોઈની મદદ ના કરું પણ મને દયા આવી ગઈ..

કાકા "બેટા, સામે પેલી દેખાય છે ? મારી સામે ધારીધારી ને જુએ છે.. મને ડર લાગે છે.. મને રડવું આવે છે, મને હસવું આવે છે, બેટા મને ઉતારી દે ! બેટા મને મારી નાખશે ! મને બેટા બહુ બીક લાગે છે. 

મેં કીધું " કાકા તમે મને બીવડાવો છો.. એક કામ કરું તમને ઉતારી દઉં. 

કાકા " સરસ ! "

ત્રણેક મિનિટ બાદ,

માત્ર હું બોલ્યે જતો હતો અને કાકાનો અવાજ સંદતર બંધ.. હું ગભરાઈ ગયો..મેં બાઈક સાઈડમાં ઊભું રાખ્યું અને પાછળ ફરી જોયું તો......કોઈ નહીં. કાકા મારી પાછળ હતા નહીં..મને ધ્રાસકો પડ્યો અને બાઈક સ્પીડમાં ભગાડ્યું અને સીધો ઘર ભણી.

મારી બિલ્ડીંગના ગેટે બાંકડા પાસે એજ કાકા લોહીથી ખરડાયેલા પડ્યા હતા અને મારી સામે જોતા હતા. 

એવામાં,

સિક્યોરિટી વાળો આવ્યો અને કહ્યું સાહેબ ઊભા થાઓ, ઘરે જવાનું નથી ? મારે પણ જવાનું છે અને રાતના ત્રણ વાગી ગયા. તમે કયા વિચારે ચડી ગયા ? સાહેબ ઓફિસ બંધ કરવી રહી.. હાલો સાહેબ.......

હું પરસેવેથી રેબઝેબ..

ઓફિસ બંધ કરી અને હું ચાવી લઈ નીચે આવ્યો. એજ સમય અને એજ ચિત્ર મારી સામે નજરે પડ્યું. 

મને મનમાં થયું " શું એ કાકા સાચે આવશે ? "


Rate this content
Log in

Similar gujarati story from Horror