અનોખો પ્રેમ
અનોખો પ્રેમ
કૃતિ સાવ સીધી અને સાદી છોકરી. લાંબો ચોટલો, કાળી મોટી આંખો અને હમેંશા સલવાર કમીઝમાં જ હોય. તેણે કોલેજમાં એડમિશન લીધુ. આજે કૃતિનો કોલેજમાં પહેલો દિવસ હતો. કોલેજ વિષે કૃતિએ ઘણુ સાંભળ્યું હતું કે કોલેજમાં રેગિંગ થાય છે. તેથી તે ડરતી હતી.
આજે કોલેજનો પહેલો દિવસ હતો. બ્રેકમાં બધા કેન્ટિનમાં ગયા ત્યાં કવનની નજર કૃતિ પર પડી. અને સાદી, સીધી કૃતિ કવનનાં દિલમાં વસી ગઈ. કવન કોલેજનો હેન્ડસમ છોકરો હતો.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ. અને કોલેજમાં રોજ વિવિધ ડેની ઉજવણી ચાલુ થઈ. રોઝ ડેનાં કવન લાલ ગુલાબ લઇ ફરતો હતો. તેની નજર કૃતિ પર જ હતી. એ પછી પ્રોમીસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કીસ ડે બધા ડે જતાં રહ્યા. પણ કવન પોતાનાં પ્રેમનો ઇઝહાર કરી શકયો નહી.
આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે હતો. બધા છોકરા છોકરીઓ કેન્ટિનમાં હતા. ત્યાં જ હિંમત કરી કવન હાથમાં ગુલાબ સાથે ઘુંટણીએ પડીને કૃતિને ગુલાબ આપી પ્રપ્રોઝ કર્યુ.
"વીલ યુ બી માય વેલેન્ટાઈન ?"
અને કૃતિ શરમાય ગઈ. કૃતિ પણ મનોમન કવનને ચાહવા લાગી હતી. અને પુરી કોલેજમાં કવન અને કૃતિની ચર્ચા ચાલતી થઈ ગઈ.

