Sunita Mahajan

Romance

4  

Sunita Mahajan

Romance

અનોખી સુહાગરાત

અનોખી સુહાગરાત

3 mins
428


ટપુ અને સોનું બાલવાડીથી સાથે એક જ બાલમંદિરમાં ભણતાં હતા. બંને ફ્લેટમાં પણ ઉપર, નીચેના ફ્લોર પર રહેતા. ટપુ પાસે નાની સાયકલ એ તો સોનુંને બેસાડીને ડબલસીટ જ બાલવાડીમાં સાથે લઈ જતો. ત્યાં બાંકડા પર પણ સોનું સાથે જ બેસતો. સાથે જ ટિફિન પણ રિસેસમાં ખાતો.

વરસાદના દિવસો હતો,ધીમોધીમો વરસાદ રિમઝીમ વરસતો હતો. ટપુતો રોજની જેમ સોનુંને પાછળ બેસાડી ધીમેધીમે આજે સાયકલ ચલાવતો હતો. વરસતાં વરસાદના લીધે આજે એને થોડીક તકલીફ સાયકલ ચલાવામાં થઈ રહી હતી.

એવામાં ચડાણ આવતાં સાયકલ સ્લીપ થઈ અને ટપુ નીચે પડ્યો,એના પર સાયકલ પડી,અને એના પર સોનું પડી.

 આમ પણ સોનું વજનમાં ભારી અને એતો સ્વભાવમાં પણ ભારી જબરી. બધા બાળમિત્રો એમને જોઈને જોરજોરથી હસવા લાગ્યા અને ટપુને ચીડવવા લાગ્યા, જાડીને લઈને જાય તો આવું જ થાય. અને સોનું તો એમને મારવા પાછળ ભાગી. તો ટપુએ એને કહ્યું,અરે. . . . સોનું પહેલાં મને તો ઉઠાવ, આ સાયકલ હટાવ અને સોનું પાછી આવી. ટપુને ભેટી રડવા લાગી. . . મારા લીધે તને બહુ લાગ્યું.

નાનપનથી જ બંનેને વરસાદ બહુ જ ગમતો. પહેલો વરસાદ પડવાની રાહ બંને બહુ આતુરતાથી જોતા રહેતા. વરસાદ પડે નહીં અને બંને અગાસીએ ભાગે નહીં એવુંતો ભાગ્યે જ બને. બંનેની અગાસી એક જ હતીને. બંને બહુ બહુ મસ્તી કરતા. વરસાદમાં નાચે, કૂદે અને રમે.

 થોડાક મોટા થતાં,પછી તો બંને પોતાની અલગઅલગ સાયકલથી સ્કૂલ જતાં,પણ જતા આવતા અને ટિફિન તો સાથે જ ખાતા. એમ કરતાં ટપુ અને સોનું દસમું ધોરણ પાસ થઈ ગયા. બંને ખુબજ હોશિયાર હતા.

 જેમ વરસાદ બંનેને બહુ ગમતો એમ નદીનો કિનારો પણ બહુ ગમતો. બંને રોજ જ નદીકિનારે પોતાની સાયકલ પર આવીને બેસતાં અને કલાકો વાતો કરતા. બાળપણની દોસ્તી એક દિવસ વરસાદમાં પલળતા જ પ્રેમમાં પરિણમી હતી.

બંને પોતપોતાની સાઈકલ પર ઘરે આવી રહ્યા હતા વરસાદ ઝીણોઝીણો વરસી રહ્યો હતો અને સોનુંની સાયકલનું ટાયર પંક્ચર થઈ ગયું. સાયકલ ત્યાંજ સાઈડમાં મૂકી સોનુ તો ટપુની સાયકલ પર ડબલસીટ આવવા લાગી. અને ફરી એકવાર ટપુની સાયકલ ફિસલી ગઈ. એ પડ્યો એનાપર સાયકલ અને સોનું બંને પડ્યાં. બંનેને નાનપણની વાત યાદ આવી.

 એકબીજાનો યુવા ભીનો ભીનો મદમસ્ત સ્પર્શ, માટીની ખુશ્બુ જેવો મોહિત કરી ગયો અને વરસતાં વરસાદમાં બંને એકબીજાના ઉપર પડી પ્રેમમાં પડી ગયાં. પ્રેમનાં લપસણી પર નાનાં નાનાં સ્પર્શ સુખ માટે તરસવા લાગ્યાં. એ સ્પર્શમાં બે યુવા દિલની ધડકનો અને ચાહત વધવા લાગી હતી.

સોનું અને ટપુતો આ સ્પર્શ માટે, આ પ્રેમ માટે નદીકિનારે હાથમાં હાથ નાંખી કલાકો બેસી રહેતા. એમના સ્પર્શમાં ફક્ત વિરુદ્ધ આકર્ષણ સાથે એમનો અનહદ પ્રેમ ભળ્યો હતો.

એમના સંસ્કાર અને શુદ્ધ પવિત્ર મિત્રતા, પ્રેમમાં તો પરિણમી જ હતી, પણ મર્યાદામાં હતી.

 હવે તો બંને કોલેજ જતા હતા. ટપુની એક્ટિવા પરજ રોજ કોલેજમાં ડબલસીટ સોનું જતી હતી. બંનેની દોસ્તી પર એમના પરિવારને પણ વિશ્વાસ હતો અને ગ્રેજ્યુએશન પત્યા પછી બંને એકજ કંપનીમાં નોકરીમાં જોડાયા હતા. ફરી એકસાથે જ જોબ પર જતાં. સાથે ટિફિન ખાતા.

ઓફિસથી આવતા આવતા વરસતાં વરસાદમાં એકદિવસ ફરી ગાડી સ્લીપ થઈ ગઈ અને ટપુ પર ગાડી અને ગાડી પર સોનું પડી. ફરી બંને ખૂબ હસ્યાં અને એમને હસતાં જોઈને બધાં જોવાવાળા પણ હસ્યાં.

ફરી એકવાર બંને પડ્યા. . . હસ્યાં અને એ બંને ફસ્યાં. બંનેએ વિવાહ કરવાનો વિચાર કર્યો. માતાપિતાએ તો તુરંત સંમતિ આપી દીધી. અને એકજ મહિનામાં કોર્ટમેરેજ કરી લીધા હતા.

 આજે એમની સુહાગરાત હતી. લાલ ગુલાબથી સેજ સજાવી હતી. એકબીજાના મિલન માટે બંને આતુર હતા. સ્પર્શ માટે બંને તરસ્યા હતા. ત્યાંજ ઓચિંતા વાદળાં ગર્જવા લાગ્યા,વીજળી ચમકવા લાગી. પ્યાસી ધરાની પ્યાસ બુજવવા આતુર વરસાદની ધારા વરસવા લાગી અને આ નવપરિણિત બાળપ્રેમી યુગલ એકબીજાનો હાથ પકડી અગાસીમાં દોડી ગયા.

 આજે પણ એ વરસાદમાં નાચવા, કુદવા અને રમવા લાગ્યાં. . . . પણ આજની રમત તો અલગ હતી. એકબીજાનાં પ્રેમમાં, આલિંગનમાં ખોવાઈને એકબીજાના અધરરસનું પાન કરતા કરતાં વરસતા વરસાદમાં ભીંજાતા એમણે વર્ષોની પ્યાસ બુઝાવી, એકબીજામાં ખોવાઈ ગયા. અને વરસતાં વરસાદમાં એક અદભુત ભવ્ય- દિવ્ય "અનોખી સુહાગરાત" મનાવી તૃપ્ત થયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance