STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

અનોખી પ્રેમ કહાની

અનોખી પ્રેમ કહાની

1 min
250

લજજા

આરવી એટલે હસમુખી, અલ્લડ છોકરી. જયારે જોઉં ત્યારે હસતી જ હોય. આરવી અને તેના પડોશમાં રહેતો અમન. બંને નાનપણથી જ શાળામાં અને હવે કોલેજમાં પણ સાથે જ ભણતાં હતાં. મિત્રતા હવે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. આરવીને અમન વગર જરા પણ ફાવતું ન હતું.

આજે જયાબેન આરવીને કહેતા હતા કે, "આરવી આજે તને જોવા માટે છોકરાવાળા આવવાનાં છે." આરવી તો આ સાંભળી ઉદાસ થઈ ગઈ. કોલેજ જતાં જ આરવીએ અમનને કહ્યું. "ઓ, હીરો જલ્દી મારો હાથ માંગવા મારા ઘરે આવજે નહી તો કોઈ આવી મને લઈ જશે."

સાંજે આરવી કોલેજથી વહેલી જ ઘરે આવી ગઈ હતી. ઉદાસ મને તૈયાર થઈને તે નીચે હોલમાં આવી તો સામે સોફા પર અમન અને તેનાં મમ્મી-પપ્પાને જોઈને લજ્જાથી શરમાઈ ગઈ. આરવી તો તેનાં મમ્મીને ભેટી પડી. બંને કુંટુંબોએ સાથે મળીને મીઠાઈથી મોં મીઠું કર્યું. અમન અને આરવી પણ એકબીજા સામે જોઈ મલકાય રહ્યાં હતાં. આરવીનાં ગાલ લજ્જાથી લાલ થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance