End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Bhavna Bhatt

Romance


5.0  

Bhavna Bhatt

Romance


અનોખાં બંધન

અનોખાં બંધન

3 mins 477 3 mins 477

ઓગણીસો એસીના દાયકાની વાત છે. મા - બાપે નક્કી કર્યું એ પ્રમાણે પરણી ગયા. લગ્નની રાતેજ એકબીજાના મોં જોવા મળે. અતુલ અને અનિલા પહેલી રાતેજ એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક હતો. બંન્નેની પસંદગી પણ ખુબજ અલગ હતી એકને પૂર્વ ગમે એક ને પશ્ચિમ આમ આ રામ મિલાઈ જોડી હતી. બન્નેની ખાવા પીવાની વસ્તુઓ પણ વિરોધા ભાસી હતી. અતુલને તીખું ખાવાનું જોઈએ અને અનિલાને ગળ્યું જોઈએ. છતાંય તેમનો સંસાર સુખરૂપ ચાલ્યો.

અતુલને બાપ દાદાના વખતનો ધંધો હતો તે સંભાળતો અને અનિલા ઘર સંભાળતી. અતુલ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો પણ અનિલા એકદમ શાંત હતી. એ બધું સમજીને સંભાળી લેતી. અતુલને પોતાની જવાબદારીનું કંઈ પડીજ નહોતી એને તો મોજ મસ્તી અને શેર સપાટા અને ગપાટાજ પસંદ હતાં. જ્યારે અનિલા જવાબદાર વ્યક્તિ હતી એ પોતાની ફરજ બખુબી નિભાવતી અને પરિવારને વફાદાર રહેતી. પણ છતાંય એ બન્નેનો અનોખો પ્રેમ હતો. જો એક ને તાવ આવે તો બીજાને તાવ આવીજ જાય.... આમ આ બન્નેનું આત્માથી આત્માનું જોડાણ કંઈક અલગજ હતું.

એક દિવસ અતુલને ફેક્ટરીમાં હાથમાં વાગ્યું તો ઘરે અનિલા બહાર શાકભાજી લેવા નિકળી તો એ જાળીએ અથડાતાં એને પણ હાથે વાગ્યું. સમય જતાં એક દિકરો થયો એનું નામ જેનિલ પાડ્યું. થોડો મોટો થતાં જેનિલને ભણવા મુકયો. જેનિલ ભણવામાં હોંશિયાર હતો. સાથે ખુબજ દેખાવડો પણ હતો. અનિલાની જવાબદારી વધી ગઈ એણે જેનિલને ભણાવાનો અને ઘર પણ સંભાળવાનું.

એક દિવસ અતુલને ખુબજ તાવ આવ્યો. અનિલા એ વિકસ લગાવીને માથે પાણીના પોતા મૂકવાના ચાલુ કર્યા અને અનિલાને એકદમ જ ઠંડી ચડીને તાવ આવ્યો. જેનિલ ઘરેજ હતો એ ગામમાં જઈને ડોક્ટરને બોલાવી લાવ્યો. આમ આ બન્નેની કંઈક અલગજ આત્મયિતા હતી.

આમ કરતાં જેનિલ મોટો થયો અને ભણવા માટે અમેરિકા ગયો અને ત્યાં ભણતાં ભણતાં પાર્ટટાઈમ જોબ કરે આમ ત્યાં તે સ્થિર થઈ ગયો અને બે વર્ષે એક વખત મા બાપ ને મળી ગયો. જેનિલે ત્યાંજ ભણવા આવેલી અને સાથે જોબ કરતી હેમા જોડે લગ્ન કરી લીધા. માતા પિતાને ફોનથી જાણ કરી દીધી. એક વર્ષમાં આવીને માતા પિતાને બન્ને પગે લાગી ગયા. અતૂલ અને અનિલા ખુબ ખુશ થયા અને આશિર્વાદ આપ્યા.

હેમા પણ લાગણીશીલ હતી તો સાથે રહી એટલાં દિવસ આ બન્નેની ખુબ સેવા ચાકરી કરી અને અનિલાને રસોઈમાંથી રજા આપી. જેનિલ અને હેમા પાછાં અમેરિકા ગયા અને એક દિકરી અને એક દિકરો થયાં. આમ કરતાં જેનિલે ત્યાં પોતાનો મોટેલ લીધો અને પોતાનું ઘર પણ લીધું. અચાનક જેનિલને મન ખેંચાવા લાગ્યું તો એ હેમા અને બાળકો ને મૂકીને તાત્કાલિક પંદર દિવસ માટે ટીકીટ કઢાવીને ગામ આવે છે.

જેનિલને જોઈને અતૂલ અને અનિલા ખુબજ રાજી થયા અને ખુબજ વાતો કરી ને બીજા દિવસે સવારેજ અતૂલને છાતીમાં દુખાવો ઉપડ્યો અને અનિલા એ જેનિલને ઉઠાડ્યો. પિતાની આવી હાલત જોઈને જેનિલે તાત્કાલિક નજીકના શહેરમાં હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટર એ તપાસીને કહ્યું કે એટેક છે આઈ.સી.યુ.માં દાખલ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને આ બાજુ ઘરે અનિલાને ભારે એટેક આવ્યો અને એ અતૂલ પહેલાજ સુહાગન પ્રભુધામ પહોંચી ગઈ.

જેનિલ બાજુવાળા ભાભીને માતા પાસે બેસાડીને ગયો હતો એમણે ફોન કરી જેનિલને જાણ કરી આ સાંભળીને જેનિલ કંઈ નિર્ણય લે એ પહેલાં ડોકટરે આવીને કહ્યું કે તમારાં પિતાને બચાવી શક્યા નથી. જેનિલ તો આ અનોખા બંધન જોઈજ રહ્યો. આઘાતમાં જેનિલ ઉતરી ગયો એને સમજ નહોતી પડતી શું કરવું અને કેમ કરવું એટલામાં જ હેમાનો ફોન આવ્યો અને જેનિલ ઘ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બધી વાત કરી.

હેમા પણ રડી પડી. ગામમાં પણ બધાં આ બન્નેના પ્રેમને સલામ કરી અને એક સાથે બે અંતિમયાત્રા નીકળી અને આખું ગામ અને સગાંવહાલાં પણ હિબકે ચડ્યા.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Romance