Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Nayana Charaniya

Romance

3.7  

Nayana Charaniya

Romance

અને તારું મળી જવું

અને તારું મળી જવું

5 mins
23.2K


નેહા ડાંસ ક્લાસમાં જવા નીકળી અડધે પોચી ત્યાં ગાડી બગડી પડી, કિક મારી પણ નાજુકડી ને નમણી એવી નેહાની કિકની કોઈ અસર ન થઈ મોડું થતું હોવાથી એને પ્રયાસ ચાલુ રાખ્યા, અચાનક ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ! એ ગાડી પર બેસી નીકળવા લાગી ત્યાંઅચાનક કોઈ જાણીતો અવાજ કાને પડ્યો.

'હાય, નેહા ઓળખ્યો કે ?'

નેહા : 'અરે સુમિત તું !'

સુમિત : 'ઓળખાણ પડી હો,મને તો એમ કે...'

નેહા : 'શું એમ હે ? એ તું ભૂલી જા હું ની સમજ્યો, આજ સ્કૂલ છોડયે આપણને પાંચ વર્ષ થઈ ગયા મને હજી બધાયના નામ યાદ છે,કેમ છે બધા ? પાર્થ, વકારભાઈ, સંજયભાઈ, હેત ભાઈ, નામાં, પેલી કરીના ! આ બધા તારા કોન્ટેક્ટમાં ખરા કે ?'

સુમિત : 'ના હો મારા ટચમાં હાલ તો કોઈ નહિ પણ એ તો કે આ પાર્થના નામની પાછળભાઈ કેમ ન બોલી !'

નેહા : 'સુમિત બસ હો,એતો નાનપણની વાતો એ સમયે શું ખબર પડે ?'

સુમિત : 'હા, હો શું ખબર પડે ! રોજ લખતા લવ લેટર અને અપાતી ગિફ્ટો ! એમાંય વળી બલીનો બકરો બનું હું !'

નેહા : 'તું વળી કેમ ?'

સુમિત : 'લે ,તારા એ પત્રોની હેરફેરજ હું જ તો કરતો વડી કેમ હજી કે ભૂલી નથી બધું યાદ !'

નેહા : (શરમથી નીચું જોઈ ) 'સુમિત યાદ તો આજ પણ બધું જ છે, કશું જ નથી ભૂલી નથી ભુલાતું ! (આંખોમાં પાણી ભરાઈ ગયું એ જોઈ સુમિત વાત બદલી)

સુમિત : 'એતો ઠીક પણ આવા તડકા માં ક્યાં નીકળી એ કે ?'

નેહા : 'અરે મારે ડાંસ ક્લાસમાં જવું મોડું થાય છે એકાદ બે સ્ટેપ પણ થઈ ગયા હશે ! હું રહી જઈશ.'

નેહા : 'ચાલ હું નીકળું ફરી મળીશું.'

(ગાડી સ્ટાર્ટ કરી પણ કિક ના લાગી,બન્ને એક બીજા સામે જોઈ હસવા લાગ્યા)

સુમિત : 'નેહા આજ તારે એમ પણ મોડું તો થઈ ગયું છે જો ને તારા સ્ટેપ પણ નીકળી ગયા હસે એકાદ બે, આજ રેવા દે,ચાલ કોફી શોપ બાજુમાં જ !'

નેહા : 'અરે પણ..'

સુમિત : 'ઓકે, ઓકે જા નો પ્રોબ્લેમ, જો પાર્થ હોત તો પરીક્ષાઓમાં પણ જો એ આસપાસ આવતો તો ભૂલી જતી પેપર લખવાનું છે ખરું,બસ વાતો જ વાતો ને જોયા કરવું એક બીજાને.'

નેહા : 'હા ,અને ગણિતનું પેપર અધૂરું રહી ગયું ને પ્રિન્સિપલ સર પાસે રડતી રડતી ગયેલી !'

સુમિત : ...'ને એમને કાહિયું સમયસર લખો !'

નેહા : 'તોય પણ એ પરીક્ષામાં સેકન્ડ નંબર હું ને ફર્સ્ટ નંબર પર પાર્થ રહ્યો હતો.'

સુમિત : 'હા હો , તમારા જેવા હોશિયાર લોકોની વાત થાય કઈ ? ક્યાં તમે ને ક્યાં અમે !'

નેહા : 'બસ હો વડીળી બવ બોલતા શીખી ગયો હો, પેલા તો કેવા જોઈ ને ભાગી જતા છોકરાઓ બધા એમાંય વડી તું ખાસ !'

સુમિત : 'હા , એ સમયે તું ડોન જે હતી ! અને ચોર પણ...'

નેહા : 'લે ચોર! મે વળી કોનું શું ચોરી લીધું ?'

સુમિત : 'બધી વાતો એમ રસ્તામાં જ કરી લેવી કે ?'

નેહા : 'અરે હા, ચાલ તારી પેલી કોફી શોપ પર, આમ પણ આજ તે મને જવા તો દીધું નહિ, ચાલ આજનો એ ચાર કલાકનો સમય તારો બસ !'

સુમિત : 'બસ ચાર જ કલાક ! મને તો સાતો જનમ તારો સાથ જોઈએ છે !'

નેહા : 'સુમિત, બવ જ મસ્તીખોર થઈ ગયો છે હો, કેવો પ્રાથમિક શાળામાં તો એક દમ ચૂપ ચાપ બેસી રેતો, સામે પણ જોવે તો હું ન જોવ ત્યારે ! વાત કરવી હોય મારાથી તો ડરી ડરીને !'

સુમિત : (કિક લગાડી ગાડીને ત્યાં તરત ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, બને હસવા લાગ્યા) ચાલ મારે ગાડી ઘરે છે હું જરા અહી સંજય પાસે આવ્યો હતો, તારી જ સ્કૂટીમાં ચાલુ તો વાંધો નહિ ને ?'

નેહા : 'બસ હો, હું એવડિય અકડુ નથી ! બટ તારે મારી પાછડ બેસવું પડશે !'

સુમિત : 'નેહા તું ન બદલી હો, ચાલ એ બહાને તારી સાથે એકજ સ્કુટી પર બેસવાનો લહાવો નથી ગુમાવો મને !

(બન્ને નજીકની કોફી શોપ પર જાય છે, સામ સામે બેસે છે.)

સુમિત : 'હજી એવી જ ક્યૂટ ને સ્વીટ, ને આ તારી નશીલી આંખો મન થાય કે હોય જ કરું!'

નેહા : 'ઓય હોય, શું વાત છે સુમિત, પ્રેમ થઈ ગયો કે શું ?'

સુમિત : 'પ્રેમ ? એતો પ્રાથમિક શાળામાં હતો ત્યારથી જ હતો, પણ એ છોકરીને કોઈ બીજાથી હતો '

નેહા : 'ઓહ,મને ખબર પણ ન પડી સેમ, એવું કેમ કર્યું એ ને, એ કોણ હતી ? નામ તો કે મને મને આવી બવ જ ખબર રેતી ને હું જ અજાણ કેમ ? સાચું કવ તો તે મારી ઘણી બધી હેલ્પ કરી છે હો,નહિ તો હું ક્યારેય પાર્થને પ્રપોઝ ન કરી શકી હોત અને મારા મનની વાત ક્યારેય એ જાણી ન શકયો હોત.'

સુમિત : 'સાચું કીધું,ઘણી વખત કીધા વગર ક્યાં આપણા મનની વાત કોઈ જાણી શકે જ છે.'

નેહા : 'ઓહો,પ્રેમ સાગરમાં ડૂબેલ પ્રેમી હવે નામ પણ જણાવો આપની એ પ્રેમિકાનું જેથી અમે અજાણ રહ્યા !

સુમિત : હા, તું જ અજાણ રહી એનું જ તો દુઃખ !'

નેહા : 'અરે સેમ હવે આ તારી પહેલીઓ મૂક અને નામ કે એનું ચાલ, જલદી..'

સુમિત : 'એનો ખુશનુમા હસતો ચહેરો,મંજરી શી આંખો, હરણીની જેમ ચાલ,પાતળી પરમાર,એને જોઈ કેટલાયના ચહેરા ખીલી ઉઠતા.. ને કેટલાય તો ઘાયલ થઈ જતાં...'

નેહા : 'ઓહો હો,આવી તે કોણ હતી !( એ વિચારવા લાગી અને એક પછી એક નામ બોલવા લાગી) કરીના?' 'ના'

'કવિતા ?'

'ના ના અને ના તું કોફી પૂરી કર જલ્દી ચાલ,'

'ના મારે સાંભળવું એ કોણ હતી,'

'ઓકે , પેલા કોફી પૂરી કર..'

'તને કોને કીધું કે કોફી મંગાય ?'

'નથી પીવી મારે'

'તો ચાલ,હું પી જાઉં,'

'ના, મારી એંઠી છે.'

'અરે પ્રેમ વધે એંઠી પીવાથી તો !'

'પણ તારે મારી સાથે ક્યાં પ્રેમ કરવો કે પ્રેમ વધારિશ ?'

'ક્યાં કરવો ?'

'સુમિત, તું બવ જ નાટક કરે હો હવે બોલને હવે કોણ હતી એ ,બધીના નામ બોલી ગઈ તોય ના પાડે, એ બીજા ક્લાસમાં હતી કે ?'

'ના,ના'

'આપણાજ કલાસની જ તો, એ સમયે પ્રણય ત્રિકોણ રચાયેલું,હું એને પ્રેમ કરતો એ કોઈ બીજાને કરતી !

ઓહ સેમ સો સેડ !'

'હા,અને એના પ્રેમ પત્રો પણ પોંચડતો,'

'સેમ,તું ગ્રેટ છે હો,કેટલાની હેલ્પ કરી અને ગોડ તને જ તારો પ્રેમ ન આપ્યો તું ચિંતા ન કર.એથીય વિશેષ મળી જશે.'

'ના જોઈએ તો એજ આજ પણ એટલા વર્ષો પછી પણ જો એની સાથેની મુલાકાત આનંદદાયક લાગે છે...

'એટલે ?' 

'એટલે તારું આજે મળી જવું...'


Rate this content
Log in

More gujarati story from Nayana Charaniya

Similar gujarati story from Romance