અંધારી રાત
અંધારી રાત
એક પ્રેમી યુગલ લગ્ન બંધનમાં બંધાય છે. બંને એકબીજાને પ્રેમ કરતાં હોય છે. થોડો સમય જાય છે. પછી બંને બાળકનો પ્લાન બનાવે છે. પરંતુ કોઈ ક્રિટિકલ કન્ડિશના કારણે તેને બાળક થતું નથી. ઘણાં ડોક્ટરને બતાવે છે. પરંતુ બધા જ ના કહે છે કે તમને બાળક થશે નહીં.
બંને પતિ-પત્ની નિરાશ થઇ જાય છે. અને આત્મ હત્યા કરી લે છે. ઘણાં સમય સુધી ઘર બંધ રહે છે. તેથી એ ઘર એકદમ ડરામણું બની જાય છે. ઘરની આસપાસ રાતનાં સમયે કુતરાઓ જોરજોરથી ભસ્યાં કરે છે. એ ધરનો દેખાવ એકદમ ડરામણો બની જાય છે.
થોડા સમય પછી એનાં ઘરનાં સભ્યો ઘરની સાફ સફાઈ કરાવે છે. અને મકાન ભાડે આપે છે. ચાર છોકરાઓ ભેગાં મળીને ઘર ભાડે રાખે છે. અને ત્યાં રહેવા જાય છે. એ દિવસ હોય છે પૂર્ણિમાની રાત. એકદમ કાળા ડીબાંગ વાદળો, સફેદ ગોળ ચંદ્ર, એકદમ ભયાનક લાગે એવું ડરામણું વાતાવરણ. એ ચાર છોકરાઓમાંથી એક છોકરો કેતન પરિણીત હતો. તેને એક રૂમમાં પોતાનો અને તેની પત્નીનો ફોટો દિવાલ પર લગાવ્યો. સવારે ઊઠે તો ફોટો ફાડીને કોઈએ ફેંકી દીધો હોય છે. બીજા દિવસે ફરીથી બીજો ફોટો દિવાલ પર લગાવે છે. તો બીજા દિવસે પણ ફોટો ફેંકી દે છે.
કેતને તેનાં બીજા મીત્ર સાથે વાત કરી અને કહ્યું કે, "આ રૂમમાં જરૂર કંઈક છે". આજે રાત્રે આપણે તપાસ કરીએ. હું આજે એ રૂમમાં સૂઈ જઈશ. અને મદદ માટે અવાજ કરું એટલે તમે તૈયાર રહેજો.
કેતન અને તેનાં મિત્રો બધી તૈયારી સાથે પ્લાન બનાવે છે. કેતન હિંમત કરીને એ રૂમમાં સુવા જાય છે. બરાબર રાતનાં બાર વાગ્યાને કેતનને કંઈ અજીબ ડરામણાં અવાજો સંભળાવા લાગ્યા.
કેતન ગભરાઈ ગયો. પડખું ફરીને સૂવાની કોશિશ કરે છે. તો એક બાજુ પેલી સ્ત્રી સૂતેલી દેખાય ને બીજી બાજુ પડખું ફરે તો એનો પતિ દેખાય. આ જોઈને કેતન ખૂબ ગભરાઈ ગયો. તે પોતાને બચાવવાં ત્યાંથી ઉભો થાય છે. પરંતુ બંને પતિ-પત્નીનો આત્મા તેને રોકવાની કોશિશ કરે છે. અને કેતન મોટે મોટેથી બૂમો પાડવાં લાગે છે. એટલે તેનાં મિત્રો તરત જ રૂમમાં આવે છે. અને કેતનને બચાવી લે છે.
બીજા દિવસે કેતન મકાન માલિકને મળે છે. ત્યારે બધી હકીકત કહે છે. ત્યારે પેલાં મકાન માલિક તેને કહે છે કે, "આ ઘરમાં પતિ પત્નીએ આત્મ હત્યા કરી હતી. તેનો આત્મા હજી પણ અહીં ભટક્યાં કરે છે". આ હકીકત જાણ્યાં પછી કેતન અને તેનાં મિત્રો તરત જ એ ઘર ખાલી કરી દે છે. એ આત્મા આજે પણ એ ઘરમાં ભટકે છે.

