Trupti Patel

Romance

3  

Trupti Patel

Romance

અનામિકા - 6

અનામિકા - 6

3 mins
167


અવિરત સ્થિર અને એકધારા પ્રવાહમાં અચાનક ધસમસતું પૂર આવે અને વહેણ બદલી નાંખે એવી જ રીતે અનુની જિંદગીમાં પણ એક નવો વળાંક આવી ગયો.

સ્કૂલ અને કોલેજમાં રહેલી તેની જીગરી દોસ્ત એવી નમ્રતા છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડા સ્થિર થઈ હતી અને ત્યાંની સિટીઝનશિપ મળતા જ એ અનુને સ્પોન્સર લેટર મોકલીને ત્યાં બોલાવવા માંગતી હતી.

"અનુ, અહીં થોડા દિવસ આવ વિઝિટર વિઝા પર....પછી તને ફાવે તો અહીં રહેવું કે પાછું જતાં રહેવું એ હંમેશા તારા પર છોડ્યું છે. બસ, તું એક વાર અહી આવી જા..તારા સાયન્સના અનુભવોને લીધે તને જોબ મળી જશે.અને જોબ ના મળે ત્યાં સુધી અમારી મોટેલ છે ને ત્યાં જોબ કરજે..પછી શું ચિંતા તને ?"

 જયારે ભાઈ અને ભાભીને આ વાતની ખબર પડી.

 તો બંનેએ ના પાડી કે ત્યાં જવાની શું જરૂર છે ? અહીં જ રહો ને.આટલી સરસ જોબ છે, મજાની જિંદગી છે, અમે બંને છીએ, મમ્મી છે. પછી શું જોઈએ તારે ? ત્યારે મમ્મીએ ભાઈને સમજાવ્યો કે એની અહીંની આ ઘરની જવાબદારી પૂરી થઈ ગઈ. હવે એને એની જિંદગી જીવી લેવા દે. ખાલી ફરવા જવું કે ત્યાં જ રહેવું એ અનુને જ નક્કી કરવા દે. અનુને જેમ ફાવે એમ કરશે. "અનુ, તું તારી રીતે નિરાંતે નિર્ણય કરીને કહેજે અમને. તારું મન કહે એવું કરજે."

 એમ કહીને અનુના માથા પર વહાલથી હાથ ફેરવીને અનુના રૂમની બહાર નીકળી ગયા.

પણ, અનુના મનમાં તો સતત અવઢવ ચાલતી હતી. શું કરવું એ જ સમજાતું નહોતું. અહીં ઘરમાં બધાં જ હતાં અને સાથે અયાનની યાદ પણ હતી. અહીં રહે તો ક્યારેક અયાનને મળવાની કે જોવાની શક્યતા હતી.એને ગળા સુધી વિશ્વાસ હતો કે ક્યારેક તો અયાન આવશે જ.અયાન માટેની લાગણી અહીં જ રહેવા માટે મજબૂર કરી રહી હતી. કાયમ માટે જતાં રહેવું કે પછી થોડા દિવસ રહીને પાછું આવી જવું, અજીબ ઉલઝનમાં ફસાઈ ગઈ હતી.

 અચાનક એક સાંજે ... એણે નિર્ણય લઈ લીધો અને નીકળી ગઈ પોતાના ધ્યેય તરફ. વિઝીટર વિઝા પર કેનેડા જવાનો નિર્ણય લઈ લીધો અને બધી જ તૈયારીઓ કરવા લાગી. દિવસો પર દિવસો વિતતા ગયા...બે મહિના ત્યાં રહેવાનું હોવાથી તેની તૈયારીઓ તેમ જ ખરીદી ચાલુ થઈ ગઈ. જીવનની એક નવી દિશા કેનેડા તરફ લઈ જઈ રહી હતી.

 અંતે એ દિવસ આવી જ ગયો. અનુ જીવનમાં પહેલી વાર આટલા બધાં દિવસ માટે પોતાના પરિવારથી દૂર જતી હતી. એક પ્રકારની બેચેની સાથે એ નીકળી હતી કારણ કે નીકળતી વખતે મમ્મી એક જ વાક્ય બોલી હતી, "દીકરા, જીવી લેજે પૂરી રીતે અને હા પાછું વળીને જોતી નહિ અમે અહી ખુશ જ હોઈશું. જ્યાંથી મળે અને જેટલો પ્રેમ મળે એ બધો જ આ બે મહિનામાં સમેટી લેજે, જીવી લેજે અને માણી લેજે.

અજીબ છે આજની આ ગભરાહટ !

લાગે છે કોઈના આવવાની આહટ !

 અનુ પહેલી વાર જતી હતી એટલે સમય કરતાં થોડા વહેલા પહોંચી ગયા એરપોર્ટ પર. ભાઈ ભાભી અને મમ્મી મૂકવા આવ્યા હતાં. એરપોર્ટ પર બહુ બધી ભીડ હતી.અનુનો તો આજે સમય જતો જ નહોતો. એનું શરીર તો અહીં હતું પણ મન એ જ યાદોની ગલીઓમાં અટવાઈ ગયું હતું. મનમાં તો એક જ નામ ગુંજતુ હતું. અયાન...અયાન ક્યાં છે તું ? આજે કેમ આટલી બધી યાદ આવે છે ? અનાયાસે એની આંખો બંધ થઈ ગઈ..આંખોમાં આવતાં આંસુને રોકવાની કોશિશ કરી રહી હતી.

અચાનક ભાઈભાભીનો અવાજ સંભળાયો ને અનુ હોશમાં આવી ગઈ. ધીમે રહીને સહેજ પાછળ વળીને આંખો લૂછીને સ્વસ્થ થઈ ગઈ, ને મમ્મી અને ભાભી સાથે વાત કરવા લાગી.

હવે ફ્લાઈટનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી અને ભાઈભાભીને ગળે મળીને અનુ લગેજ લઈને અંદર ગઈ અને બોર્ડિંગ પાસ કાઉન્ટર પરની લાઈનમાં જોડાઈ ગઈ. લગેજ પણ કાઉન્ટર પર જ ચેક કરાવી લીધો. પાસપોર્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બતાવીને બોર્ડિંગ પાસ લીધો, અને હૅન્ડબેગ લઈને સિક્યુરિટી ચેકીંગ માટે આગળ વધી.આ બધી પ્રોસેસ કરતાં કરતાં પણ ખબર નઈ કેમ એના મનમાં વારંવાર અયાન ઝબકી જતો હતો. એની નજર આગળપાછળ ફર્યા કરતી હતી. ખબર નઈ કંઈ સારુ થવાનું હશે કે ખોટું પણ હૃદયમાં હલચલ મચી ગઈ હતી. બધી જ પ્રોસેસ પતાવીને હવે લોન્જમાં બેસીને અનુ ફ્લાઈટની અનાઉન્સની રાહ જોતી હતી.

 કેમ અધૂરી લાગે છે આ સફર,

 મંઝિલથી હું છું સાવ બેખબર.


Rate this content
Log in

Similar gujarati story from Romance