Trupti Patel

Romance

4  

Trupti Patel

Romance

અનામિકા -5

અનામિકા -5

5 mins
355


અનુની માનસિક હાલત હવે બગડી રહી હતી. એક બાજુ સતત એના પપ્પાની બગડતી હાલત અને એમાં અયાનને મળી ન શકાયું એનો વસવસો હિંમત ભાંગી રહ્યો હતો.બે દિવસની હોસ્પિટલની દોડધામ પછી પણ પપ્પાની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નહોતો પ્રત્યેક્ષ ક્ષણે પપ્પા દૂર થઈ રહ્યા હતા.લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ કામ નહોતી કરતી.અને એક દિવસ એમ જ ઊંઘમાં જ હાર્ટ એટેકનો મોટો અને છેલ્લો હુમલો આવ્યો અને પપ્પા એમની પાછળ મમ્મી, ભાઈ અને અનુને રડતા મૂકીને ચાલ્યા ગયા.

પપ્પાના આવા અણધાર્યા મૃત્યુ પછી ભાંગી પડેલી મમ્મીને ઉભી કરવી એ જ અનુની જિંદગીનું ધ્યેય બની  ગયું હતું. પપ્પાના ગયા પછી સતત તેર દિવસ સુધી સગા વહાલા તેમ જ તમામ ક્રિયા કરમની વિધિઓમાં અયાન ભુલાયો તો નહોતો પણ મનના એક ખૂણામાં ધરબાઈ ગયો હતો. આર્થિક રીતે પગભર થવું તેમ જનાનાભાઈને બારમા ધોરણ પછી સારી એન્જિનિરીંગ કોલેજમાં એડમીશન અપાવવું એ જ હવે જીવનનો ઉદ્દેશ બની ગયો હતો .

દિવસો પર દિવસો વીતતા જતાં હતાં. પપ્પા વગરની જિંદગીમાં માનસિક અને આર્થિક ભાર કેવી રીતે ઉપાડવા એ હવે અનુને સારી રીતે આવડી ગયું હતું. ભાઈની કેરિયરની સાથે સાથે પોતાનો પણ અધૂરો રહેલો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂરો કરવો એ જ લક્ષ બની ગયું હતું. ઘર સંભાળવું, મમ્મી અને ભાઈને પણ સાંભળવા અને સાથે પોતાની કોલેજ, એ બધું સરળતાથી મેનેજ કરવા લાગી હતી. આ બધામાં અયાન એક મીઠી યાદ બનીને હૃદયના એક ખૂણામાં રહી ગયો હતો, જે આ બધી જવાબદારી ખુશીથી નિભાવવામાં અને વેરાન બનેલી જિંદગીને આગળ લઇ જવામાં સાથ આપતો હતો.

જયારે પણ અનુ એકલી પડે ત્યારે આંખો બંધ કરીને અયાનને મહેસુસ કરી લેતી અને અયાન સાથેની ક્ષણો માણી લેતી હતી. અનુએ મનોમન નક્કી કરી લીધું હતું કે ભાઈ એની કેરિયર બનાવી લે અને લગ્ન કરી લે ત્યાર પછી જ પોતાની આગળની લાઈફ વિશે વિચારશે. આમ પણ, પ્રેમનું બીજુંનામ બલિદાન અને ત્યાગ છે, જે અનુએ ખૂબ જ સહજતાથી સાબિત કર્યું.

માસ્ટર ડિગ્રી કરવામાં બીજા બે વર્ષનીકળી ગયા. વિજ્ઞાન પ્રત્યેના અગાઢ પ્રેમ અને રસને લીધે જ ભૌતિકશાસ્ત્રમાં અનુ ખૂબ જ આગળનીકળી ગઈ હતી.

કોલેજના પ્રોફેસર દ્વારા સતત મળતા માર્ગદર્શનને લીધે અને જીવનની એકલતા અને આઘાતોમાંથી બહારનીકળવા માટે

અનુએ એની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને આગળ પીએચડી જ કરવી એવો અટલ નિશ્ચય કર્યો. માસ્ટર ડિગ્રીની સાથે સાથે જ એક પ્રાઇવેટ કોલેજમાં કામચલાઉ પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી. નસીબ જોગે નોકરીનો સમય સવારનો હતો એટલે પીએચડીના અભ્યાસ માટે જોઈતો સમય મળી રહેતો હતો, તેથી બેલેન્સ થઈ રેહતું હતું. આ બાજુ ભાઈનું પણ એન્જિનિરીંગનુ છેલ્લું વર્ષ હતું અને એને પણ એક સારી કંપનીમાં પ્લેસમેન્ટ આવ્યું હતું. હવે તો ભાઈ પણ કમાઈને ઘરમાં મદદ કરશે એ વિચારથી રાહત મળી હતી.

અનુના હૃદયમાં અયાન માટે એક ખાસ જગ્યા બની ગઈ હતી. અનુ બસ એક જ અજંપા સાથે જીવતી હતી કે હું મારી લાગણીઓને યોગ્ય સમયે અયાન સામે ખુલીને વ્યક્ત કરીના શકી. પરિસ્થિતિ કોઈ પણ હોય, અયાન મારી સાથે જ છે એવી સ્ટ્રોંગ ફીલિંગ સાથે અનુ ગમે તેવી મુશ્કેલીને પાર પાડી દેતી હતી. અયાન અનુ માટે એક એવો સ્વપ્નપુરુષ બનીને હૃદયમાં વસી ગયો હતો કે ખુદ અયાન પણ સામે આવી જાય તો તે પણ ઝાંખો લાગે. અયાન માટેની લાગણીઓ એક તાકાત બનીને ઉભરી આવી હતી, જિંદગીના અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે...અનુના મનમાં આ લાગણીઓ દિવસેને દિવસે વધતી જતી હતી.

યાદોનું વાવાજોડું આવી જાય વારંવાર,

વરસાદ બનીને વરસી જાય અનરાધાર.

કૉલેજમાં ચીફ ગેસ્ટ તરીકે જઈને આવી ત્યારથી અનુ વારંવાર પોતાના જુના દિવસોમાં ખોવાઈ જતી હતી. અયાનની યાદ તીવ્ર બનીને મન અને મગજમાં ફર્યા કરતી હતી. એ પોતે પણ સમજતી હતી કે હવે આટલા બધાં વર્ષો પછી આ બધું વિચારવું, યાદ કરવું યોગ્ય નથી,અયાન એની જિંદગીમાં સારી રીતે ગોઠવાઈ ગયો હશે,પણ મન વારંવાર એ દિશા તરફ દોડી જતું હતું, જે એના વશમાં નહોતું.

સમય સમયનુ કામ કરી રહ્યો હતો અને નિરંતર વધી રહ્યો હતો. ભાઈ પણ સારી નોકરી અને એની સાથે કામ કરતી પૂજા સાથે લગ્ન કરીને ઠરી ઠામ થઇ ગયો હતો. તો પણ અનુ હવે પોતાના માટે કંઈ વિચારતી જ નહોતી. ઘરથી કૉલેજ જવું અને ઘરે આવીને સાંજે કોફીનો મગ હાથમાં લઈને બાલ્કનીમાં લગાવેલા હીંચકા પર બેસીને અસ્ત થતાં સૂર્યને જોતાં જોતાં પોતાની સપનાની દુનિયામાં ખોવાઈ જવું એ એનો નિત્યક્રમ હતો.

એવી જ એક સિંદૂરી સાંજે અનુ એની મમ્મી સાથે બાલ્કનીમાં હીંચકા પર બેઠી હતી ત્યારે મમ્મીથી રહેવાયું નહિ અને અનુને પૂછી જ લીધું.

"બેટા આમ, ક્યાં સુધી તું એકલી રહીશ હવે ? હવે તારા માટે કંઈક વિચાર. કોઈ છે તારા મનમાં ? કે જીવનમાં ? કે પછી હું શોધું તારા માટે?"

"નાના મમ્મી, એવુ કોઈ જ નથી. " અનુએ બાલ્કનીની બહાર જોતાં કહ્યું.

"ભાઈ તો સારી રીતે એની જિંદગીમાં આગળ વધી ગયો. હવે તું પણ વિચાર તારા માટે. હું પણ ક્યાં સુધી રહીશ ? પછી તું એકલી પડી જઈશ. હજુ પણ સમય છે બેટા." મમ્મી એકદમ ભાવુક થતાં બોલી ઉઠી.

આજે મમ્મી એકદમ લાગણીશીલ બની ગઈ હતી. એના વારંવાર પૂછવા છતાં અનુ ક્યારેય આ વાતનો સીધી રીતે જવાબ નહોતી આપતી. લાગતું હતું કે આજે તો એ આ વાત સાંભળીને જ રહેશે. અનુને પણ થયું હવે કે આ વાત ક્યાં સુધી છુપાવીને રાખવી ? એટલે અનુએ સ્કૂલ સમયથી જ અયાન માટે જે લાગણી હતી, એ મમ્મી સામે વ્યક્ત કરી દીધી. અનુ વાત કરતાં કરતાં એકદમ રડી પડી. સાથે સાથે એ પણ કહી દીધું કે મને ખબર નથી કે અયાનના મનમાં મારા માટે શુ હતું ? એ ક્યાં છે અત્યારે ? અને એના તો લગ્ન પણ થઇ ગયા હશે. એટલે મારે એ દિશામાં વિચારવું જ નથી. હું અયાન સિવાય બીજા કોઈ માટે વિચારી જના શકું એટલી હદે મારી નસનસમાં લોહી બનીને વહે છે.

આ સાંભળીને મમ્મીની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, કે અરે રે મારી અનુ આટલુ બધું દર્દ પોતાની અંદર છુપાવીને બેઠી હતી? એકલી એકલી હસતાં હસતાં સહન કરતી રહી? આટલી બધી વેદનાનો સહેજ પણ અણસાર કોઈને આવવાના દીધો. હું મા થઈને પણ એના હસતાં ચહેરા પાછળનું દર્દ જોઇ ના શકી ?

દીકરી મારી અઢળક મોગરાની સુગંધ,

નિભાવ્યા હસતાં ચહેરે બધાં જ સંબંધ. 

અનુ અને અયાનનો ખોવાઈ ગયેલો સમય ફરીથી આવશે કે નહિ ?એ જાણવા વાંચતા રહો અનામિકા....

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Romance