Trupti Patel

Romance

3  

Trupti Patel

Romance

અનામિકા -3

અનામિકા -3

2 mins
157


અનામિકાની આજ ખૂબી હતી કે એ દરેક બાબતને સાહજિકતાથી લેતી હતી જે ખરેખર સહજ નહોતી.

ઘરના પેન્ટ હાઉસમાં બેઠા બેઠા આજે એમ જ અયાન અને કોલેજની યાદ આવી ગઈ.

યાદોની એક વાદળી વરસીને જતી રહી પરંતુ લાગણીઓની કોરી ધાકોર સાંજ જરા અકળાવતી હતી. આજે પણ યાદ છે અનામિકાને એ દિવસ ..હા આવી જ એક સાંજે અયાનનો કોલ હતો મળવા માટે....મોડી રાત સુધી જાગીને અયાનને મળવાના શમણાં સજાવ્યા હતાં.

સવારે વહેલી ઊઠીને મમ્મીને ઘરકામમાં મદદ કરીને અયાનને મળવા માટે તૈયાર થતી હતી..હરખઘેલા અરમાનોને આજે પ્રીત રૂપી વાદળીથી સિંચવાના હતા...અયાન એનો દોસ્ત..એનો પહેલો અને આખરી પ્રેમ.

અયાને ગમે તે કામ માટે મળવા બોલાવી હોય, પણ આજે તો હું મારી લાગણીઓ વ્યક્ત કરીને રહીશ... અયાનને જે વિચારવું હોય એ વિચારે, એ હા કહે ના કહે ... બસ આમ એકલી એકલી,મનમાં ને મનમાં બોલતાં બોલતાં વોર્ડરોબ ખોલીને કમર પર હાથ રાખીને ઊભી રહે છે... સરસ રીતે ગોઠવાયેલી ડ્રેસની થપ્પીને ઉપર નીચે કર્યા કરે છે,..કયા કલરનો ડ્રેસ પહેરીશ તો અયાનને ગમશે ?..આખરે અયાનનો ફેવરિટ બ્લેક કલરની કુર્તી, મેચિંગ લેગિન્સ અને ઓઢણી પહેરીને ગીત ગણગણતી તૈયાર થાય છે.

એક વાદળી આવી છે અધૂરી અધૂરી,

પ્રેમની મોસમ લાવી છે મધુરી મધુરી.

 આંખોમાં આછું કાજલ, નાની બિંદી અને એકદમ લાઈટ પિંક લિપસ્ટિકમાં નજર લાગે એવી લાગતી અનુ હાથમાં પર્સ લઈને રૂમમાંથી બહાર નીકળતી હતી ત્યાં જ એની મમ્મીએ જોરથી બૂમ પાડી.

  " અનુ, જલદી આવ " બેડરૂમમાંથી આવેલા અવાજની દિશામાં અનુ ભાગી અને અને ત્યાં જઈને જુએ છે તો એના પપ્પા બેહોશ થઈને પડ્યા હોય છે અને એની મમ્મી એમને હલબલાવતી હોય છે અને અનુ એ પરિસ્થિતિ સમજી જાય છે અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને એમને હોસ્પિટલમાં ખસેડે છે.

હોસ્પિટલમાં તાત્કાલિક આઇ.સી.યુ. માં જ જરૂરી બધાં ટેસ્ટ કરાવ્યાં ત્યારે અનુને ખબર પડી કે એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો.. અયાનને મળવા જવાના સપનાં જોતી અનુ એની રડતી મમ્મીને સંભાળતા સંભાળતા હોસ્પિટલની ફોર્માલિટી પુરી કરવા લાગી... આ બધાં કામમાં થોડી વાર માટે અયાન વિસરાઈ જ ગયો... ફોન કરવાનું પણ યાદ ના આવ્યું...એક તરફ જિંદગી જતી હતી અને બીજી તરફ જિંદગી આપનારનો જીવ દાવ પર લાગેલો હોય છે.

એક વાત તો નક્કી જ છે કે ઉંમર કોઈ પણ હોય, જનરેશન કોઈ પણ હોય પણ હંમેશા સંજોગો સામે પ્રેમ હારતો જ આવ્યો છે.

શું અનામિકા અયાન ને મળી શકશે ?

શું અનુની લાગણીઓ અયાન સુધી પહોંચશે ?

શું અનુ ના પપ્પાનો જીવ બચી જશે ?

એ માટે વાંચતા રહો અનામિકા....

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Romance