STORYMIRROR

Vandana Patel

Fantasy Inspirational Others

4  

Vandana Patel

Fantasy Inspirational Others

અમી

અમી

6 mins
262

એક મોટું શહેર. શહેરમાં પ્રમોદભાઈ અને પ્રેમીલાબેન પરિવાર સાથે અમીધારા સોસાયટીમાં રહેતા હતા.

દીકરો અમિત ને વહુ અમી. બાળકો બે હર્ષ અને ખુશી. અમિત અને અમી, બંનેને બાળકોના જન્મ સમયે જે અનુભૂતિ થઈ હતી એ જ નામ પાડ્યા હતા. 

અમી બહુ જ વાતોડી. ખુબ વાતો કરવા જોઈએ. 

પ્રેમીલાબેનને અમી કામ પડતું મૂકી વાતો કરે એ ન ગમે. 

લગ્નની શરૂઆતમાં તો વાતો સાથે કામમાં પહોંચી જતી. રસોઈના વખાણ તો પ્રમોદભાઈ રોજ કરે. પ્રેમીલાબેન તો છણકો જ કરે. હા, અહીં શું કામ છે ? ખાઈને ખાવાનું જ કરવાનું છે ને ! રસોઈ મારી નહોતી સારી થતી ? 

આપણે તો ગામડે ખેતી ઢોર બધું થઈ જતું. પ્રમોદભાઈ કંઈ ન બોલે એટલે વાત આગળ ન વધે. ધીમે - ધીમે અમી પણ ટેવાઈ ગઈ હતી.

નાના બાળકો મોટાં થઈ ગયા હતા. પણ ક્યારેક ભૂતકાળમાં સરી પડતી કે હું કેવી બાળકોની શાળાની મિટિંગમાં જતી. બા ને દવાખાને મહિનામાં બે-ત્રણવાર તો થઈ જ જતું. ડાયાબીટીસ બી.પી. ની તકલીફ, સ્ત્રીઓની તકલીફ ગેસ વગેરેમાં દવાખાને લઈ જવા, આવીને સમયસર દવા આપવી, આરામ કરાવવો, ને ઘરનું બધું જ કામ એકલે હાથે.

અમિતના કહેવાથી વાસણ પોતું બંધાવ્યા હતા. પણ બાળકોના ગૃહકાર્ય, ટીફીન વગેરેમાં નવરી જ ન પડે. અમી તો હસતી જ હોય. ને વાત કરવા મળે કોઈ જોડે તો તો રાજીના રેડ. પ્રેમીલાબેન ને મમ્મી જ સમજતી એટલે એમની જોડે પણ ખુબ વાતો કરે. પણ સમય આવ્યે પ્રેમીલાબેન સંભળાવાનું ચૂકે નહી. પણ અમી ક્યારેય ખોટુ ન લગાડતી. તેના સ્વભાવની સુવાસ અમિત અનુભવતો. પોતાની નોકરી જ એવી કે ઈચ્છવા છતાં હંમેશા સાથે નહોતો રહી શકતો. ઓછું બોલવાની ટેવને લીધે અમીને વધુ વાતચીત કરી પ્રોત્સાહિત કરી શકતો ન હતો. પરંતુ પ્રેમ અનહદ કરતો. એના વગર પોતાને શૂન્ય સમજતો. પતિ પત્નીનો પ્રેમ સોસાયટીએ પણ નોંધ્યો હતો. ખુબ સમજશક્તિ અને સહનશક્તિથી પોતાનો માળો ગુંથી રાખ્યો હતો. અચાનક જ મમ્મી ...મમ્મી..ના અવાજથી અમી ભૂતકાળમાંથી બહાર આવી. અમી દોડીને  

હર્ષ પાસે આવી. શું થયુ બેટા.? આમ કેમ બોલાવી ? ખુશી દાદીમાને પાણી પીવડાવી રહી હતી. અચાનક ધ્યાન પડતા હર્ષ ને પૂછવાનું પડતું મૂકી બા પાસે આવી. બા... બા ..

ડરો નહી ..હું ..હું ગાડી બહાર કાઢું છું. તમે હિંમત ન હારતા.

હર્ષ દાદાજીને મંદિરેથી બોલાવી લાવ. ખુશી બેટા તારા પપ્પાને ફોન કર. તત્કાળ આવી જાય, સીધા 'નવજયોત 'માં

આવે. અમી આવી પરિસ્થિતિમાં કપડાં બદલાવવાં તો કયારેય ન રોકાતી. બસ પાણી ભરી, નેપકીન, દવા ને ડોક્ટરની ફાઈલ લઈ ગાડીમાં મૂકી આવી. ફટાફટ ખુશી અને અમીએ બાને પાછળની સીટમાં બેસાડ્યા. ખુશી હવે કોલેજમાં છે એટલે શાક ભાખરી બનાવતા આવડતું. ખુશીને સાંજની રસોઈનું કહીને અમી દવાખાને જવા નીકળી ગઈ. 

બા માટે દૂધ ખીચડી બનાવવાનું પણ કહેતી ગઈ. 

થોડીવાર પછી દાદાજી હર્ષ સાથે ઘરે આવ્યા. દાદાજી તો રડવા લાગ્યા. હર્ષ પણ હવે હાઈસ્કૂલમાં છે એટલે રિક્ષામાં 

દાદાને લઈને દવાખાને ગયો.

ખુશી ઘરે એકલી એકલી મુંજાતી હતી. પપ્પા જોડે વાત થઈ ગઈ હતી એટલે એ પણ સીધાં જ દવાખાને જતા રહેશે એવું વિચારતી હતી. ત્યાં તો દરવાજે અવાજ આવ્યો ને ખુશી બહાર દોડી. પપ્પાને ભેટીને રડવા લાગી. અમિત પણ મુંજાતો હતો એટલે એ પણ રડી પડ્યો. ફળિયામાં બધાં પાડોશી ભેગા થઈ ગયા. બાપ દીકરીને છાના રાખી પાણી પીવડાવ્યું. 

અમિત શાંત થઈ ચેકબૂક એ ટી એમ કાર્ડ વગેરે લઈ ને દવાખાને જવા નીકળ્યો. પાડોશની સ્ત્રીઓ વાતો કરતી હતી. કોઈ કહે કે એવી શું ઉતાવળ હતી કે એકલી જ દવાખાને લઈને જતી રહી ? કોઈ કહે દવાખાને જતી જ રહી છે તો અમિતને ધક્કો શા માટે ખવડાવ્યો ? આ બધું સાંભળીને ઓછાબોલાં અમિતથી બોલ્યા વગર ન રહેવાયું. આટલા વરસ અમીએ એકલા હાથે જ સંભાળ્યું છે. મને કારણ વગર ધક્કો ક્યારેય નથી ખવડાવ્યો. મારી રજાની ચિંતામાં મને હેરાન નથી કર્યો. મમ્મીને ક્યારેક ગ્લુકોઝની બોટલ ચડાવવાની હોય તો પણ એકલી જ જતી હતી ને ? અત્યારે તત્કાલ બોલાવ્યો મતલબ.....

અને અમિત સડસડાટ નીકળી ગયો. 

બે કલાક પછી....

ખુશી પણ દૂધ ખીચડી બા દાદા માટે તૈયાર રાખે છે. અને હર્ષ ટિફીન લેવા ઘરે આવે છે. ભાઈ બહેનની મસ્તી ચાલુ જ હોય પણ અચાનક આ બધું બની ગયેલું. સમજમાં આવતું હતું કે પપ્પા ઑફિસથી આવ્યા એટલે ......

ખુશી હર્ષને પૂછે છે કે બા હવે નહીં રહે ? હર્ષ બહુ લાડકો દાદીનો. હર્ષ કહે છે કે આજે દાદીમાં મમ્મીને કંઈ બોલતા નથી. નહી તો એમનું ચાલુ જ હોય .. મમ્મી પણ કેવી ખેંચાઈને કરે છે ? ખુશી પણ હર્ષને વાત કરે છે કે પપ્પાએ પણ મમ્મીનો પક્ષ લઈને પાડોશીને કેવા ચૂપ કરાવી દીધા હતા.!

બંને ભાઈ બહેન વિચારે છે શું આને કહેવાય કે ..... મમ્મી પપ્પાને પ્રેમ થયો ! હર્ષ ટિફિન લઈને દવાખાને આવે છે.

બધા આગ્રહ કરીને બા દાદાને જમાડે છે. બા ની આંખોમાંથી શ્રાવણના સરેવડાંમાથી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. અમીથી જોવાતું નથી. બા ને શાંત પાડે છે કે જે કહેવું હોય તે ઘરે જઈ ને કહેજો. સરુદીદીને અને મીરાંને પણ ફોન કરી દીધો છે. એટલે એ બધાં આવશે ત્યારે વાત કરવી પડશે. અત્યારે આરામ કરો. વધુ વાર બોલવાથી હાંફ ચડશે. .ડોક્ટરે ના પાડી છે ને નહી તો ડોક્ટર વઢશે. હા, હાંફ ચડે તો તમારે બંને દીકરીઓ ને કંઈ કહેવું હોય તો મને ઈશારાથી કહેજો હું સમજી જઈશ.

અમિત તો પ્રેમથી અમીને જોયા કરે છે. વિચારે છે કે દિલાસો દેતા કેવું આવડે છે !. મને અમથી નહી કહેતી હોય કે કોક'દિ મને સાંત્વના આપતા હોય તો ...મારો થાક ઉતરી જાય. ત્યારે હું નહોતો સમજ્યો. આજે સમજાયું કે ઘરના કોઈ પણ સભ્ય લાગણી દુભાવે તો પતિ પાસે આશા હોય કે ક્યારેક તો પતિ એવા શબ્દો બોલે ને પોતે સાંભળે. બે મીઠાં બોલની અપેક્ષાએ સ્ત્રી પોતાની આખી જિંદગીની મીઠાશ પરિવારમાં રેડી દેતી હોય છે. આ તો ખોટનો સોદો ન કહેવાય ?

પ્રેમનું અવિરત ઝરણું વહાવી પોતે જ બે મીઠાં બોલ માટે તરસી રહી જાય ? એટલામાં તો હર્ષ મને ઢંઢોળતો રહ્યો કે પપ્પા...પપ્પા. ફઈ આવી ગયા. હું તો દીદીને જોઈને ભેટી જ પડ્યો કે દીદી , મમ્મી..દીદીએ કહ્યુ કે હા, અમીએ એકલા હાથે બધું સંભાળ્યુ ને અમને ફોન પણ કર્યા. અમને હેરાન ક્યારેય નથી કરતી તો શું આજે મમ્મી ...?

બધા પપ્પા પાસે જાય છે. પપ્પાને પગે લાગી સરુ જુએ છે તો પપ્પા ને ....બધા ખુબ જગાડે છે. પણ પપ્પા કંઈ બોલતા નથી. હર્ષ ટિફિન લઈ ને આવ્યો ત્યારે બંનેને બધાએ જમાડી દીધા હતા. આ અડધા કલાકમાં શું બની ગયું.? તરત જ ડોક્ટર આવી ગયા. પપ્પાને હાર્ટ એટેક આવી ગયો હતો.

હર્ષ ફટાફટ અમીને બોલાવી લાવ્યો. અમી તો ધ્રુસકે ચડી ગઈ કે અચાનક પપ્પાને શું થઈ ગયું ? અમીનો અવાજ સાંભળી પ્રમોદભાઈએ આંખો ખોલી. હર્ષ ને પાસે બેસાડી વ્હાલ કર્યુ. સરુને પત્ર આપતા હતા ત્યાં મીરાં પણ આવી ગઈ. મીરાં તો પપ્પાને વળગીને રડવા લાગી. ડોક્ટર બધાને શાંત પડવાનું કહ્યુ .ડોક્ટરે કહ્યુ કે ક્યારેક આવી રીતે એટેક આવી શકે. બેઠાં બેઠાં જ ભગવાનના ધામમાં જતા રહે. ખુશીનો પણ હોય અને દુઃખનો પણ ...પોતાનું નામ સાંભળતા ખુશી રીતસર દોડી. દાદાને આવો હાલતમાં જોઈ ચીસ પાડી બેઠી કે મને દાદીથી તમારા વગર કોણ બચાવશે ? 

*

દાદી શબ્દ સાંભળી અમી બા પાસે ભાગી. નર્સને ભરોસે છોડીને પપ્પા પાસે બધા ભેગા થઈ ગયા હતા. બા એ અમીને જોઈ ને તરત હસ્યા. અમી તો ખુશ થઈ ગઈ કે બા હવે સાજા થઈ જશે. તરત જ બા પાસે જઈને બેસી ગઈ. પ્રેમીલાબેન તો હસતાં હસતાં આંખ બંધ કરવા ઈચ્છતા હતા. 

થોડી વાત કરીને એક પત્ર અમીના હાથમાં પકડાવ્યો. અમીને કહ્યુ કે ખુશી પહેલાં અહીં આવી હતી. મને જ્યુસ પાયું. ને

તમારા બધાનું ટિફિન પણ લાવી છે. હવે દાદાને મળવા ગઈ.  બીમાર હું છું ને તમને બધાને તારા પપ્પાએ રોકી રાખ્યા છે. અમી મનમાં વિચાર કરે છે કે પપ્પાના સમાચાર કેમ આપવા ? ત્યાં તો પપ્પાને મમ્મીની બાજુના પલંગમાં શિફ્ટ કરે છે. પ્રેમીલાબેન તો હાંફળાફાંફળા થઈ જાય છે. પ્રમોદભાઈ સમજાવે છે કે એક દિવસ જવાનુ જ છે તો શાંતિથી જીવ છોડવા દે. મને બાંધીશ તો મારુ મન મુંજાશે. કર્મની ગતિ ન્યારી છે. બંને છોકરીઓ બા ને ભેટી પડે છે. મીરાંના સાસુને લાગ્યુ હતું કે કારણ વગર અમી ન બોલાવે. આવું તો ઘણીવાર દવાખાને જવાનુ થાય છે. એટલે જમુનાજીની શીશી મીરાંને આપી હોય છે. પપ્પાની આવી વાતો સાંભળીને પપ્પાને જમુના પાન કરાવે છે. સરુદીદી પણ ચોંકી જાય છે. મીરાં તું આવી સમયસુચકતા ક્યારે શીખી ! મીરાં બધી વાત કરે છે. બધા એક પછી એક દાદાજીને જમુના પાન કરાવે છે. છેલ્લે હર્ષ ને ખુશી રડી પડે છે. દાદા બંનેના માથે હાથ મૂકે છે. છેલ્લી વાર પોતાના પરિવાર ને જુએ છે. અમિત તો કયારનો મમ્મી પપ્પાના પલંગની વચ્ચે ખુરશી પર બેઠો હતો. પોતાના બેય હાથમાં મમ્મી પપ્પાનો એક એક હાથ પકડી રાખ્યો હતો. જાણે જવા જ નથી દેવા. પ્રમોદભાઈ આંખોથી જાણે પ્રેમીલાબેનને કહેતા હતા કે તે મારો સાથ નીભાવ્યો છે. સુખ દુઃખની હર પળે મને સહકાર આપ્યો છે. પ્રેમ ને ઋણાંનુબંધ હશે તો આવતા જન્મે મળીશું. ને પ્રમોદભાઈની આંખો બંધ થઈ ગઈ. જાણે બધું આંખના રસ્તેથી હ્રદયમાં સમાવી લીધું.

આ જોઈ ને પ્રેમીલાબેનને હાંફ ચડી. જાણે પતિ સાથે જ જવું છે એવું નક્કી કરી અમીને જમુના પાન કરાવવાનું આંખોથી જ કહે છે. અમી એ જમુના પાન કરાવ્યુ. બધાએ બા ને જમુના પાન કરાવ્યું. બા ને અમિતે જમુના પાન કરાવ્યું ત્યારે કંઈક કહેવા જતા હતા. અમિત વારંવાર પૂછતો રહ્યો પણ બા ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઘરનાં તમામ સભ્યોને માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. ને છેલ્લે ખુશીને હાથમાં ચીઠ્ઠી આપી. અમિત અને અમી સામે વારાફરતી જોયા કર્યુ ને આંખો બંધ કરી લીધી. જાણે હ્રદયમાં ઉતારી સાથે જ લઈ ગયા. 

ક્રમશઃ 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy