STORYMIRROR

Deepa Pandya Gide

Horror Tragedy Others

3  

Deepa Pandya Gide

Horror Tragedy Others

અમાસની રાત્રી

અમાસની રાત્રી

5 mins
193

એ "અમાવાસની" કાળી રાત્રી જે કદાચ ક્યારેય ન ભૂલી શકાય એવી હતી, કાળના ચોઘડિયાં જેવો સમય હતો, જાણે કયારે પસાર થશે આ ઘડી એની જ ફક્ત રાહ હતી.

આકાશ અને દેવિકા પહેલી વાર લગ્ન પછી રાજસ્થાન ફરવા ગયાં હતાં, દેવિકા પહેલી થીજ ખૂબ એકસાઈટેડ, અને ઉત્સાહમાં હતી કારણ, લગ્ન થતા પહેલાંથી લઈને લગ્ન સુધી બંને ને એકબીજા સાથે વ્યવસ્થિત વાત કરવા કે સમય વિતાવવા પણ હજી સુધી મડ્યોજ ન હતો. અમદાવાદથી રાજસ્થાન રાત્રી ના સમયે બસ માં નીકળે છે. દેવિકા એટલી ખુશ હોય છે કે જાણે બસ, એની ખુશીની કોઈ સીમા જ નથી..

સાડા દસ વાગ્યે બસ ઉપડે છે. અને અમૂક કિલોમીટર દૂર પહોંચે કે એક ઢાબા પાસે બસ રોકાય છે, સાડા બાર નો સમય થયેલ હોય છે. બધાંને કહેવામાં આવે છે કે પંદર, વીસ મિનિટ માં પાછા બધાં આવી જશો, હમણાં જેણે નીચે ઉતરવું હોય એ ઉતરી શકે છે, આકાશ બરોબર ઊંઘમાં હોય છે એની જરાય ઈચ્છા નહોતી, પરંતુ દેવિકા ની જિદ ને લીધે એ પણ ઉતરે છે, બસ નાં બધાં ચા, કોફી પીવા બેસે છે, દેવિકા પણ ચા મંગાવે છે. અને આકાશ ખાલી એની સાથે બેસે છે. બસ ઉઠવાનો સમય થાય છે કે દેવિકા ને વોશરૂમ જવું હોય છે, આકાશ ને કહે છે કે મારી સાથે આવો ને તમે?! આકાશ બીજાં બધાં જાય છે ને લેડીઝ તું જઈ આવ ને હું અહિયાં બેસું છું, અને એક માસીનો સંગાથ કરી દેવિકા એમની સાથે જાય છે, માસી વાત વાત માં કહે છે, કે આજે પાછી અમાસ છે બેટા રાત બહું થઈ ગઈ છે, ચાલ જલ્દી જઈ આવીએ.

એટલીજ વારમાં કૂતરાઓ નો મોટે થી રડવા નો અવાજ સંભળાય છે, દેવિકા થોડી ચમકે છે, માસી ને કહી ને વોશરૂમ માં જાય છે, તમે મારી માટે ઊભા રહેજો હું આવી.. બસ, આજ જે એણે નહતું બોલવાનું, માસી તો દેવિકા અંદર ગઈ એમ રવાના થઈ ગયાં, દેવિકા બહાર આવી જુવે છે તો પોતે એકલી જ, ત્યાં કોઈજ હોતું નથી, એકદમ ડરી જાય છે, એના ડગે જાણે ઝડપ પકડી અને જલ્દી ચાલવા લાગી, પણ જાણે એની સાથે જ કોઈ ચાલતું હોય એવો એને ભાસ થાય છે, દેવિકા ને હવે વધારે ડર લાગે છે. જલ્દી જલ્દી જ્યાં આકાશ બેસ્યો હોય છે ત્યાં સુધી પહોંચી જાય છે.

આકાશ કેટલી વાર તને, કેમ એકલી આવી કોઈની સાથે જવું જોઈએ ને ? દેવિકા બોલી એક માસી એ તરફ઼ જ જતાં હતા હું એમની સાથેજ ગઈ હતી, આકાશ પૂછે છે કોણ માસી, ક્યાં છે ? દેવિકા આમ તેમ એમને શોધવાં લાગી, માસી ક્યાંય ન દેખાયા, દેવિકા આકાશ ને કહે છે કે અરે આપણી બસ માં હશે, મને ખબર નથી કે એ કોણ હતાં, પણ મારી સાથેજ હતાં આકાશ !, સારું ચાલ જે હશે, હવે આપણે બસ માં બેસી જઈએ ચાલ ઝટ.

બંને બસ તરફ જાય છે. દેવિકા આખી બસ માં નજર ફેરવી વડે છે માસી ક્યાંય દેખાતાં નથી. દેવિકા ને અચરજ થાય છે, કોણ હશે એ માસી, અડધે સુધી મારી સાથે હતાં, પછી એકદમ જ ગાયબ, દેખાતાં જ નથી, ક્યાં ગયાં અચાનક !.. શંકા વચ્ચે જ બસ પાછી ઉપડે છે, અને દેવિકા હશે કોઈ કરી વાતને મગજમાંથી કાઢી નાખે છે, એની આંખો મિંચાવા માંડે છે, બારી પાસે બેસી હોય છે અને આકાશ નાં ખભા પર માથું મૂકી સૂતી હોય છે,

કે જાણે કોઈ એનાં કાન પાસે થી કાઈ સૂસવાટા માં બોલી ગયું હોય...... એકદમ ડરી ને ઊભી થઈ જાય છે. પાછી વિચારોમાં ગરકાવ બની શું થયું નો વિચાર કરતી બારી બંધ કરી દે છે.

રાત્રી ના બે વાગ્યાંની આસપાસ નો સમય થાય છે. જાણે દેવિકા પ્રયત્ન પછી પણ નથી સૂઈ શકતી, આમને આમ સાડા ત્રણ નો સમય થાય છે. બસ પાછી એક જગ્યા પર ઊભી રહે છે, આકાશ ઊંઘતો હોય છે એટલે દેવિકાને પણ નીચે ઉતરવાનું જરાય મન નથી હોતું, અંદાજિત આખી બસ ખાલી થાય છે, બે, ચાર જણ અંદર સૂઈ રહેલાં હોય છે બસ, અને એકાએક દેવિકા શું જુવે છે પેલાં માસી જે એને પહેલાં નાં સ્ટોપ પર મળ્યાં હતાં એ બસ માં આવીને બેસે છે. દેવિકા એકદમ જ ડરી ને આકાશને ઉઠાડે છે. જો પેલાં માસી આકાશ ઊઠ, આકાશ શું છે દેવિકા કયા માસી યાર, મને સુવા દેને તું, અને પાછળ વળી ને જુવે છે તો આકાશ ને કોઈ જ દેખાતું નથી.. અને દેવિકા અરે આ બેઠાં તને દેખાતાં કેમ નથી...?!.. અને એ બીજું કોઈ નહીં પણ એક સાયો જ હતો, એક ચુડેલ જે દેવિકા ને જ દેખાતી હતી, અને દેવિકા ને કદાચ ચેતવી ગઈ હતી કે આજે અમાવસ ની રાત્રી છે. દેવિકા ગભરાઈ જાય છે, અને પાછી પેલી માસી, ચુડેલ પાછી અદ્રશ્ય થઈ જાય છે. દેવિકા બધુંજ પોતે અનુભવેલું આકાશ ને કહે છે, અને આકાશ દેવિકા ને કહે છે તું ઊંઘી નથી બકા એટલે તને આવો ભણકાર થઈ રહ્યો છે. સૂઈ જા, અરે કેવી વાત કરે છે હું જુઠ્ઠું નથી બોલતી, એટલામાં જ બસ ડ્રાઈવર આવી ને કહે છે જે અંદર બેઠેલા છે એ લોકો પણ નીચે ઉતરી જાવ, બસ પંચર થઈ છે, વાર લાગશે અહીથી ઉપડતાં... અને નીચે ઉતરી બહું દુર સુધી કોઈ જતા નહિ,આ જગ્યા થોડી ભયાનક છે.

દેવિકા નીચે ઊતરતાં પણ ડરતી હતી, આકાશ ચાલ થોડું ચાલીએ નીચે ઉતરી... દેવિકા ને પોતાની આસપાસ કોઈક સાયો મહેસૂસ થવા લાગ્યો, અને અલગ અલગ પ્રકારના આવાજ સંભળાવા લાગ્યા, પરંતુ આકાશને કશુંક અનુભવાતું નહતું.

દેવિકા ની આમતેમ માં એક ઝાડ પર નજર જાય છે તો ત્યાં ટોચ પર કોઈ બેઠું હોય, કાળા કપડાં લપેટી અને એકદમ એનું દેવિકા તરફ જોવું એની લાલ આંખો જોઈ દેવિકા બેહોશ થઈ જાય છે, આકાશ ને સમજાતું નથી શું કરુ ? એને ઊંચકી ને બસ માં સુવડાવે છે એની પાસેજ બેસી રહે છે, થોડી વારમાં બસ રિપેર થઈ જાય છે, અને ચાલવા લાગે છે દેવિકા હજી પણ બેહોશ જ હોય છે, અને પેલો સાયો, કોઈ ચુડેલ ને આવી રીતે પોતે કોઈ સાયા નો આટલાં પાસેથી અનુભવ થશે ની મંથનામાં જ સવાર થઈ જાય છે, આખી રાત્રી ડર અને વ્યથની મા જ વિતે છે પોતે પોતાની જગ્યા પર પહોંચવાની નજદીક હોય છે. અને આંખ ખૂલતાં જ પોતે એ ભયાનક અમાસની રાત્રીથી દૂર જોઈ ખૂબ રાજી રાજી થઈ જાય છે..

ઘણું બધું માનવાનું મન નથી થતું, અને ઘણી વખત થોડુક કાઈ વિશ્વાસ કરવા પર મજબૂર કરી દેતું હોય છે..

પરંતુ, હજીએ ઘણી જગ્યાઓ પર આ બાબતોનું નક્કીપણે સ્પષ્ટીકરણ કરી આપણને બતાવવામાં આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror