Nency Agravat

Drama Romance

4  

Nency Agravat

Drama Romance

અલ્પવિરામ જિંદગીમાં

અલ્પવિરામ જિંદગીમાં

6 mins
361


"આ આસમાની રંગ, મારા સ્વભાવ મારી પરિસ્થિતિને વર્ણવતો હોય એમ લાગે. .! ઠહેરાવ, શાંત, મન ને ઠંડક આપતો, શાયદ મારા સ્વભાવ મારા જીવનના પડાવને પ્રદર્શિત કરતો હોય એમ લાગે છે અને એને પણ ગમતો. .!"

વિચારોના વમળમાં અટવાયેલી પૂર્વા આસમાની રંગની સાડી પહેરી દર્પણમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતી પોતાની બેરંગ જિંદગીને રંગ સાથે સરખાવતી હતી. ઉંમરના એ પડાવ પર હતી, જ્યાં આગળ વધવું કે નહીં એની વિચારવિમર્શમાં ગૂંચવાયેલી હતી. અરીસામાંથી જ ઘડિયાળમાં જોયું હજુ બે જ વાગ્યા હતા. ચાર વાગ્યાની મુલાકાત હતી. આજે દર્પણમાં પોતે નહીં પણ પોતાનો ભૂતકાળ દેખાતો હોય એવું લાગ્યું. નજર સામે જૂની યાદો તરવરી ગઈ.

****

કોલેજનો પહેલો દિવસ, મોડું થઈ ગયું. રેગિંગની બીક, પ્રોફેસર ક્લાસમાં એન્ટ્રી નહીં આપે એની બીક, એક માથે ટેન્શનનું પોટલું લઈ દોડતી પૂર્વા કોલેજના ગેટ પાસે ઊભી અને ગ્રાઉન્ડમાં ફરી એ દોડતી કલાસની દિશામાં આગળ વધતી હતી ત્યાં જ વરસાદના લીધે ગ્રાઉન્ડમાં ચીકાશ હતી અને કીચડમાં હજુ કંઈ વિચારે એ પહેલા જ ધડામ કરતી જમીન પર ફસડાઈ પડી. હાથ, પગ, ચહેરો કપડાં બધું કીચડ કીચડ. ચહેરો ઓળખાતો નહતો. આજુબાજુ બધા ભેગા થઈ ગયા. સિનિયર બધા હસવા લાગ્યા. હજુ રેગિંગ કર્યું નહીં અને ફર્સ્ટ ઈયર સામેથી મજાક બનાવે છે. પૂર્વાને કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. ઊભી થવાની કોશિશ કરતી હતી ત્યાંજ એક હાથ લંબાવાયો અને મદદથી ઊભી થઈ. બીજા લોકોને દૂર કરી એ મદદનીશ હાથે રૂમાલ આપ્યો અને કહ્યું લેડીઝ વોશરૂમ સામે છે. ત્યાં ફ્રેશ થઈ આવ. પૂર્વા રડમસ અવાજે થેંક્સ કહી નીકળી ગઈ. એ મદદનીશ બીજું કોઈ નહીં પૂરબ હતો. કોલેજમાં સિનિયર હતો. એક સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવતો યુવાન પણ આજે જાણે હીરો બની ગયો હોય એવું ફીલ કરતો હતો.

પૂર્વા ફ્રેશ થઈ બહાર આવી. સામે પૂરબ હતો. પાસે આવી એકદમ મૂંઝાયેલી હતી. શરમ પણ અનુભવતી હતી કારણ પહેલા જ દિવસે ઈમ્પ્રેશનમાં ધબડકો વળ્યો હતો.

પૂરબ પાસે જઈ.,

"થેંક્સ અને સોરી. "

"થેંક્સનું તો સમજ્યો પણ આ સોરી કેમ "પૂરબ એ અચરજથી પૂછ્યું.

"તમારો રૂમાલ પણ. . .!!

"ઇટ્સ ઓકે , બાય ધ વે તમને પણ ઉતાવળ આટલી બધી શેની હતી ?. હું હજુ બૂમ પાડું ત્યાં તો. .!

"ધડામ એમને. . પ્લીઝ હવે ના યાદ અપાવો. કેટલી શરમ આવે છે. .પહેલા જ દિવસે. .!

"ફર્સ્ટ ઈયર એમને. .ચિલ, કોલેજ છે. કોઈ જેલ નહીં. એન્જોય કરવાનું. "

પૂર્વા એ આવું કંઈ વિચાર્યું જ નહતું કે પહેલા જ દિવસે એને કોલેજમાં એવી વ્યક્તિ મળશે જે એને ફ્રીલી ફિલ કરાવશે. સામે પૂરબ પણ એને જોઈ જ રહ્યો. જ્યારે ગેટ પાસેથી એને પહેલીવાર આવતા જોઈ ત્યારે જ એક ધબકારો ચૂકી ગયો હતો. .આસમાની રંગના ડ્રેસમાં આવતી નહીં પણ ઊડતી એ પરી જાણે પૂરબના દિલમાં એક છાપ દોરી ગઈ હતી. મોટી સુંદર આંખો. છુટા વાળ. ઉડતા દુપટ્ટાથી આવતી એ કોઈ અપ્સરાથી કમ નહતી. જાણ્યે અજાણ્યે થયેલો વાતોનો દોર પહેલા જ દિવસે કંઈક અલગ જ લાગણી જન્માવતો હતો. છુટ્ટા પડતી વખતે બન્ને એકબીજાને જાણે પહેલેથી ઓળખતા હોય એવું લાગતું હતું. બીજા દિવસે કોલેજ જવા બન્નેને ઉતાવળ હતી. કદાચ એનું કારણ એ કૂણી ભીની લાગણી જ હશે. .!!

બીજા દિવસે પૂરબ વહેલો આવી ગયો અને ગેટ પાસે જ ઊભો રહ્યો. અને પૂર્વા એના પપ્પા સાથે આવી. પૂરબે વાત કરવાનું ટાળ્યું કદાચ કોઈ ગરબડ થાય એના કરતા ના વાત કરવી સારી. પૂર્વા ઝડપથી પોતાના ક્લાસમાં ગઈ. ફ્રી ટાઈમમાં લાઈબ્રેરીમાં જવાનું વિચારી જેવી એ એન્ટર થઈ ત્યાં પૂરબ હતો. પૂર્વા પણ એકદમ ખુશીથી એની પાસે ગઈ.

પૂર્વા :"હાય. વાંચવાનો શોખ લાગે. "

પૂરબ. : " પ્રોજેકટ બનાવું . પણ તમે. .?

પૂર્વા : "ફરવા. "

બનેં હસી પડ્યા. પૂરબે જ કહ્યું કેન્ટીનમાં જઈએ. ખબર નહીં પૂર્વા માટે હા પાડવી એ એક ખુશીની વાત હતી. વાતો ઘણી કરી પણ અંતે પૂરબે પૂછ્યું. બે દિવસથી મળ્યા પણ નામ પૂછવાનું રહી જ ગયું.

"તમારું નામ??"

"પૂર્વા. તમે "

"ઓહ. તમારા નામમાં જ મારું નામ છે. .પૂરબ

બન્ને માત્ર થોડી મુલાકાતમાં જ એકબીજા માટે અજાણ્યા નહીં પણ જાણીતા બની ગયા હતા. વાતોનો સિલસિલો શરૂ થયો અને કોલેજ લાઈફને મન ભરીને જીવવા લાગ્યા. દોસ્તી ક્યારે પ્રેમમાં ફરી એ ખુદ એ બંને પણ ના સમજી શક્યા. એકબીજા વગર રહેવું જાણે મરી જવા સમાન હતું. પ્રેમની લાગણી એની પરાકાષ્ઠા પર હતી. પણ અંતરાલ લાંબો હતો. પહેલી નજરનાં પ્રેમનાં વાયદાઓ ઘણા અપાયેલા હતા પણ એ પૂર્ણ થશે કે નહીં એ બન્ને માટે અઘરું હતું. પૂર્વા માટે એના પપ્પાનો સ્વભાવ અને પૂરબ ઉપર ડોકટર બની મમ્મીનું સપનું પૂરું કરવાનો વાયદો. બંન્ને માટે એક જ ચોઈસ હતી. વર્ષ પૂરું થવામાં ગાર્ડનમાં મળ્યા ત્યારે મનમાં એક જ વિચાર હતો કદાચ આ અંતિમ મુલાકાત હશે.

"પૂરબ, તારી સાથે પ્રેમ કરી જીવનનો સુવર્ણ સમય પસાર કર્યો છે. અફસોસ પણ. . .!!

"પૂર્વા, મારા માટે આપણો સંબંધ ટાઈમપાસ નહતો. પહેલી જ વાર તને જ્યારે આસમાની રંગના ડ્રેસમાં કોલેજના ગેટ પાસે જોઈને હું એક ધબકારો ચૂકી ગયો હતો. મારી પહેલી નજરનો પ્રેમ અનુભવ્યો હતો. તારી સાથેની દરેક મુલાકાત હું એક એવી યાદોની બુકમાં બંધ કરીશ જેની ઊંડી છાપ મારા દિલમાં છે. પણ તું અફસોસ કેમ કરે. ."

"પૂરબ, આ પ્રેમના લીધે જ પપ્પા એ મારું ડોકટર બનવાનું સપનું અધૂરું રાખી દીધું. પપ્પાને આપણા વિશે ખબર પડી મારી કોલેજ અને તને મળવાનું બધું બંધ કરી દીધું. હું ના તો તને મળી શકીશ કે ના ડોકટર બની શકીશ. બસ આ જ અફસોસ. .!!

"આના માટે હું પોતાને જ જવાબદાર સમજુ કે. . ?

"ના, પૂરબ શાયદ મારા નસીબમાં જ તું કે ડોક્ટર બનવાનું નહીં હોય. બાય ગુડ લક ફોર ન્યુ જર્ની. !

એક ભારે હૃદયે બંન્ને એ વિદાય લીધી. અફસોસ એક જ હતો કે બધું મેળવીને કંઈ નહીં મળવાનું. .!

**

અચાનક ફોનમાં રિંગ વાગી. પૂર્વા કાચમાં પ્રસરી રહેલા ભૂતકાળને છેદી બહાર આવી. રૂચાનો ફોન હતો.

"તૈયાર થઈ ગઈ?? હું લેવા આવું છું. ક્લાસિસ પુરા થઈ ગયા. નીચે આવ ગેટ પાસે."

"હા, આવું"

પૂર્વા જલ્દી જલ્દી પોતાનો મોબાઈલ પર્સ લઈ નીકળવા લાગી. છેલ્લે ફરી દર્પણમાં પોતાની આસમાની રંગની સાડી પહેરેલી જોઈ એક ઉત્કંઠા હૃદયે સીડી ઉતરવા લાગી.

"મોમ, વાવ કેટલી મસ્ત લાગે. ડોકટર પાસે જવું ..કોઈ કિટીપાર્ટીમાં નહીં હો. !

"રૂચા બસ આજે એમ જ તારા રિપોર્ટ આવી જાય એટલે એક ટેંશન હળવું થાય."

"મોમ,ડોન્ટ વરી ડોકટર બહુ સારા છે. એમનું કન્સલન્ટિંગ પણ સરસ છે. ટ્રીટમેન્ટ પણ ત્યાં જ કરાવવી મારે !"

સ્ફુટી પર વાતો કરતી માં દીકરી ક્યારે હોસ્પિટલ પહોંચી ગઈ ખ્યાલ જ ના રહ્યો. પૂર્વા આજે પુરા પંદર વર્ષ પહેલાં જે ફિલ કરતી હતી એ આજે ખબર નહીં ફરી એ જ લાગણીઓના મોજા એની અંદર હિલોળા લેતા હતા. પેશન્ટ હતા, થોડી વાર બેસવા કહ્યું. પોતાનો નંબર આવતા રૂચા અંદર પહેલા ગઈ. પૂર્વા માટે થોડું અજુગતું હતું. એ જેવી અંદર ગઈ કદાચ ચાર આંખો મળીને કાંઈક ઘણું બધું કહેવા માંગતી હતી. પણ કંઈ ન બોલી. ડોકટરે રૂચાને બહાર રહેવા કહ્યું. પૂર્વા દરવાજા પાસે ઊભી હતી. ડો.તેને જોઈ જ રહ્યો. જાણે પહેલીવાર જોઈ હતી એ જ લાગણી આજે 15 વર્ષે જન્મી હતી. પૂર્વા એ વાતની શરૂઆત કરી.

પૂર્વા :" રૂચા માટે કોઈ સિરિયસ મેટર. રિપોર્ટ શું કહે છે.?."

ડો.પૂરબ : "ના બધું ઓકે જ છે. પણ એલર્જિક છે. બહારનું ખાવાનું કંઈ નહીં. અને 3 મહિનાનો કોર્સ કરશે થઈ જશે સારું."

5 મિનિટ બંને મૌન રહ્યા. ઘણું બધું કહેવું હતું. પણ વાતો ઘણી શબ્દો કંઈ નહીં !

ડો.પૂરબ : ' પૂર્વા એક વાત પૂછું ?

પૂર્વા :"બોલો."

ડો.પૂરબ : "તું આજે ત્રીજી વાર તારી દીકરી રૂચા માટે આવી પણ તારા હસબન્ડ કેમ નથી આવતા. ?

પૂર્વા :" એ નથી. એક એક્સિડન્ટમાં એમનું અવસાન થયું. રુચા ત્યારે 3 વર્ષની હતી.

ડો.પૂરબ :" સોરી તો તું એકલી એને સંભાળે છે."

પૂર્વા ": હમ્મ.અને તમારી વાઈફ."

ડો.પૂરબ : હસીને. . હજુ મેરેજ નહીં કર્યા. સમય જ ના મળ્યો અને તું પણ. . .!!"

પૂર્વા :"પહેલી વાર અપોયમેન્ટ લીધા પછી લાગ્યું જ કે તમે હજુ. . !!

ડો.પૂરબ :"આજનો આ આસમાની રંગ.. ને હું શું સમજુ. .?"

પૂર્વા. : " પંદર વર્ષ પહેલા મારામાં હિંમત ન હતી કે બળવો કરી શકું. પણ અત્યારે ફરી મારા બે સપનામાંથી એક સપનું પૂરું કરી શકું. ડોકટર તો નહી બની શકું પણ તમને તો પામી શકું. પૂરબ બસ જોતો જ રહ્યો. આજે કદાચ આટલા વર્ષની તપશ્ચાનું ફળ મળ્યું. લાગે. . .! પૂર્વાને ભેટીને પૂરબ એટલું જ બોલ્યો, "તું ગઈ ને ત્યારે લાગ્યું સંબંધમાં પૂર્ણવિરામ આવી ગયું પણ, ના એ અલ્પવિરામ હતો..!


Rate this content
Log in

Similar gujarati story from Drama