CHETNA GOHEL

Romance

3  

CHETNA GOHEL

Romance

અજાણ્યો અહેસાસ

અજાણ્યો અહેસાસ

2 mins
136


હાઈ !

હેલો !

આવી રીતે જ શરુઆત થાય છે એક નવા સબંધની. એક અજાણી લાગણીની.અનાયાની સાથે પણ આવું જ કંઈક થયું.

તેની મુલાકાત ફેસબુક પર આર્યન સાથે થઈ. બંને એકબીજા માટે અજાણ્યા હતા. પણ બંને કંઈ રીતે એકબીજાથી ખેંચાયાં, ખબર જ ના પડી. બંને એકબીજાને શરુઆતમાં સર અને મેમ કહી બોલાવતા. ધીમે ધીમે બંને એકબીજા વિશે ઘણું જાણવા લાગ્યા. હવે બંને એક સારા મિત્રો બની ગયા હતા. બંનેને એકબીજા સાથે વાત ના થાય તો બેચેની થતી. હવે તો બંનેની મિત્રતા એટલે સ્ટ્રોંગ બની ગઈ હતી કે એકબીજા ઉપર આંખ બંધ કરી પણ વિશ્વાસ મૂકી શકે.

અનાયા ને હવે આયર્ન સાથે વાત કર્યા વગર એક દિવસ પણ ના ચાલતું. સવાર સાંજ બસ તેના દિલ દિમાગમાં આર્યન જ હતો. આયર્ન ઘણીવાર તેને બેચેની આટલી બધી આદત ના પાડ મારી.

એકવાર આર્યને અનાયાને પુછ્યું, અનાયા તું મને ફક્ત બેસ્ટ ફ્રેન્ડ જ માને છો કે તેનાથી વધારે કંઈ મહેસૂસ કરે છે ! "

અનાયા કહે" પાગલ આપણે દુનિયાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. હા હું તને પ્રેમ કરું છું પણ એ પ્રેમ મારા બેસ્ટ ફ્રેન્ડ માટે છે. એથી વધારે કંઈ નહીં. "

આર્યન ઘણીવાર કહેતો રહ્યો અને અનાયા ના પાડતી રહી. પણ અનાયાને આર્યનની એટલી આદત પડી ગઈ કે હવે આયર્ન વગર રહેવું બહું અઘરું થઈ ગયું. આયર્નની યાદ ઝુનુન બની સવાર થવા લાગી. અનાયા અને આયર્ન ક્યારેય મળ્યા નહોતા. બસ વોટ્સએપ પર વાત થતી.

હવે તો અનાયા પણ કંઈક અલગ મહેસૂસ કરવા લાગી. વિચારવા લાગી કે આયર્ન મારા માટે આટલો જરૂરી કેમ બની ગયો? તેને યાદ કરતા જ મારી આંખમાંથી આંસુ કેમ સરી પડે છે? તેની સાથે વાત ના થાય તો દિલ કેમ ગભરાય છે? તેની દરેક વાતો કેમ પ્યારી લાગે છે? કેમ તેને મળવાની ઈચ્છા થાય છે? કેમ તેની આત્મા સુધી પહોંચવાનું મન થાય છે?

અનાયા કંઈ સમજી નહોતી શકતી. એક બેસ્ટ ફ્રેન્ડ માટે આટલી બધી લાગણી?? હોઈ શકે ? શું મહેસૂસ કરું છું હું?? કેમ આર્યનની લાગણી મને ખેંચે છે??

શું ખરેખર આર્યન માટે હું એક બેસ્ટ ફ્રેન્ડથી વધારે ફીલ કરું છું ?

કેમ મારી લાગણીઓને સમજી નથી શકતી ?

આર્યન મારી માટે બેસ્ટ ફ્રેન્ડ કરતા વધારે કંઈક છે તો એ સબંધનું નામ શું છે??

બસ અનાયા ના સમજાતી લાગણીમાં ખેંચાતી ગઈ અને ક્યારે આર્યનને પ્રેમ કરી બેઠી તેને ખબર જ ના પડી.


Rate this content
Log in

Similar gujarati story from Romance