Varsha Bhatt

Romance

4  

Varsha Bhatt

Romance

અજાણી પ્રીત+++++++++

અજાણી પ્રીત+++++++++

2 mins
511


નવલી નવરાત્રીમાં મા ની આરાધના કરતાં કરતાં ઘણાં પ્રેમી યુગલો એક થાય છે. અહી એવા જ યુગલ કે જે જુદા રાજ્યનાં હોવા છતાં ગરબામાં મળે છે. આ અજાણી પ્રીતની અનોખી કહાની.

અમદાવાદની બી.જે .મેડિકલ કોલેજમાં નવો નવો આવેલો કૃષ્ણાયન ચેન્નાઈથી અહીં અભ્યાસ કરવા આવ્યો હતો. વાન શામળો પણ નાક, નકશેથી દિલને ગમી જાય તેવો કૃષ્ણાયન ખૂબ ઓછાબોલો હતો. જયારે તેની સાથે જ અભ્યાસ કરતી કર્ણવી ખૂબ જ બોલકી અને રૂપનો અંબાર છોકરી હતી.

  કૃષ્ણાયન ખાસ કોઈની સાથે વાત કરતો નહીં. પણ કર્ણવી જ સામેથી તેને બોલાવતી. કૃષ્ણાયનને પણ જાણે અજાણ્યાં શહેરમાં કર્ણવી પોતાની લાગતી.

નવરાત્રી આવતાં જ હોસ્ટેલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. કૃષ્ણાયનને ગુજરાતનાં ગરબા ખૂબ ગમતાં. તો તે રેડી થઈ નીચે ગ્રાઉન્ડમાં પહોંચી ગયો. રૂપાળો ગોરો ચહેરો, હોઠો પર લાલ લિપસ્ટિક, તેનાં પર કાળો તલ અને કચ્છી વર્કનાં ચણિયાચોળીમાં કર્ણવી આજે રૂપનો કટકો લાગતી હતી. કર્ણવીને જોઈ કૃષ્ણાયનને અનોખી લાગણી થઈ ખબર નહીં તે અનાયસે જ હાથમાં દાંડીયા લઈ કર્ણવી પાસે પહોંચી ગયો. થોડી વારમાં જ પ્રોગ્રામ શરૂ થતાં કૃષ્ણાયન અને કર્ણવીએ સરસ જોડી જમાવી ગરબા રમવા લાગ્યાં. 

" તારા વિના શ્યામ મને એકલડું લાગે... રાસ રમવાને વહેલો આવજે હો....."

નવરાત્રીમાં મા ની આરધના પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. તો કૃષ્ણાયન અને કર્ણવીની મનોકામના પણ પુરી થઈ.

ગરબાનાં તાલે બે અલગ-અલગ રાજ્યનાં અલગ વ્યક્તિત્વ ધરાવતા હૈયાઓમાં પ્રેમનાં અંકૂરો ફૂટ્યાં. હવે રોજ કૃષ્ણાયન કર્ણવી સાથે ગરબા રમવા ઉતાવળો થતો. કર્ણવી રોજ તેને નવાં નવાં સ્ટેપ શીખવતી. નવરાત્રીનાં નવ દિવસ પૂરાં થતાં બે અજાણ્યા હૈયાઓ એકમેકનાં થઈ ગયા.

  એમ.બી.બી.એસ પુરૂ થતાં બંનેએ પરિવારની સંમતિથી લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. હવે જ્યારે પણ નવરાત્રી આવે એટલે કૃષ્ણાયન અને કર્ણવીની જોડી ગરબામાં ધૂમ મચાવે છે.

પ્રેમ જાતિ, રાજય કે વાન નથી જોતો બસ એકબીજાની લાગણી જુએ છે. તો અજાણ્યાં લોકો પણ એકબીજાનાં પોતીકા બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance