Nirali Shah

Abstract

4.1  

Nirali Shah

Abstract

અહિંસા પરમો ધર્મ

અહિંસા પરમો ધર્મ

1 min
524


નવમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ઈકબાલ આજે ખૂબ ખુશ હતો. ઈકબાલની શાળામાં આજે નિબંધ લેખનની હરિફાઈ હતી, જેમાં ભાગ લઈને ઈકબાલ પ્રથમ નંબરનું ઈનામ જીત્યો હતો. ઉત્સાહથી ઉછળતો તે ઘરે આવ્યો અને આવતાં વેંત તેણે પોતાની અમ્મીને કહ્યું," અમ્મીજાન,હું આજે નિબંધ લેખનની હરિફાઈમાં પ્રથમ નંબરે આવ્યો છું." ઈકબાલની અમ્મી સલમા કામ કરતા કરતા ઊભી થઈ ને ઈકબાલને ભેટી પડી ,"અરે વાહ ! સુભાનલ્લાહ." ખુશીથી ઉછળી રહેલા ઇકબાલે અમ્મીને ફરમાઈશ કરી," અમ્મીજાન, આજે સાંજે તો મિજબાની કરીએ". સલમા બોલી," હા,હા, કેમ નહીં ! હું હમણાંજ તારા અબ્બુને ફોન કરીને કહું છું કે એ સાંજે દુકાનેથી આવતાં તાજું મટન લેતાં આવે, આજે તો તારી ભાવતી મટન બિરિયાની હું બનાવીશ.પણ બેટા તું કહે તો ખરો કે નિબંધ લેખન હરિફાઈ નો વિષય શું હતો ? ઈકબાલ બોલી ઉઠ્યો, "અહિંસા પરમો ધર્મ !"


Rate this content
Log in

Similar gujarati story from Abstract