અઘોર કુકર્મ
અઘોર કુકર્મ


મારી એક ફ્રેન્ડનીનાની બહેન. એની નાની દિકરીનીવાત છે. રોજ વોટ્સએપ પર મારી ફ્રેન્ડ હું ગુડ મોર્નિંગ લખું કે ના લખું એનો રોજ મેસેજ હોય ગુડ મોર્નિંગ માય ડિયર. છેલ્લા દશેક દિવસથી એના કોઈ મેસેજ ન હતાં. મને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં ? એની તબિયત તો સારી હશે ને ? મેં કાલેજ ફોન કર્યો. એણે ફોન ઉપાડયો. મેં પુછ્યું
'મીતા તારી તબિયત તો સારી છે ને ?
એણે કહ્યું કે 'હા...'
તો મેં કહ્યું કે 'તો શું વાત છે, તારા કોઈ મેસેજ નથી ? મારાથી નારાજ છે ?
એ ફોનમાંજ રડી પડી. પછી મને કહે 'હું થોડીવાર પછી તને ફોન કરું છું.' મેં કહ્યું 'સારું... હું રાહ જોવું છું.'
પછી મોડેથી એનો ફોન આવ્યો. એણે જે વાત કહી એ સાંભળીને હજુ હું દુખી છું અને મને ખુબ ગુસ્સો આવે છે કે કાશ હું કંઈક કરી શકું ?
મીતા એ જે કહ્યું એમાં હું નામ, સ્થળ, બદલીને લખું છું,
મીતા સૌથી મોટી એના પછી બીજી બે બહેનો. ટોટલ ત્રણ બહેનોજ ભાઈ નથી. મીતાના માતા પિતા હાલ હયાત નથી. અને મીતાને પણ જીવનમાં બહુ દુઃખ છે એનો એકનો એક દીકરો રાહુલ એને તાવ આવતાં દવાખાને લઈ ગયા અને ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું અને કમર નીચેના ભાગમાં લકવો થઈ ગયો અને પછી બીજા ડોક્ટરને બતાવ્યું અને પછી થોડાજ દિવસોમાં કોમામાં જતો રહ્યો અને પછી છ મહિના પછી ઈશ્વર ધામમાં ચાલ્યો ગયો અને એ આઘાતમાં મીતાના પતિદેવ નું બીપી હાઈ થઈ જતા અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. મીતા નોકરી કરી ઘર ચલાવે છે.
મીતાથી નાની બહેન પણ મધ્યમ વર્ગના સાસરે છે અને એ લોકો બહુ જ જૂનવાણી વિચારના છે. અને એમનુંજ માંડ પૂરું કરે છે. હવે ત્રીજા નંબરે મનીષા. મનીષાનું સાસરું રાધનપુરના બાજુનાં ગામમાં છે. મનીષાને એક જેઠ છે અને સાસુ છે. બાકી ગામમાં ઘર છે. મનીષાના જેઠ ગાંધીનગરમાં સરકારી ઓફિસર છે અને એમનું મોટું નામ છે અને બધે એમની ઓળખાણ અને લાગવગ છે. મનીષાના જેઠે પોતાનાં નાના ભાઈ એટલે મનીષાના પતિ રજનીને ફેમિલી સાથે ગાંધીનગર બોલાવીને એક કંપનીમાં લાગવગથી નોકરી અપાવી દીધી. અને પોતાનાજ સરકારી ક્વાર્ટરના આઉટ હાઉસમાં રહેવાની સગવડ કરી આપી એ બદલામાં મનીષા એ એમના ઘરનાં નાનાં મોટાં કામ કરવાના અને રજનીએ ધકકા ફેરા ખાવાનાં નોકરી એ થી આવ્યા પછી.
ઘરમાં મા હતી પણ એ મોટાનોજ પક્ષ લેતી. મનીષાને બે દિકરીઓ એક તેર વર્ષની અને એક નવ વર્ષની ધારા. મનીષાના જેઠને એક દિકરો હતો સોળ વર્ષનો. એનું નામ કેતન. ધારા ને કેતન જોડે સારું ફાવતું એ આખો દિવસ મોટાભાઈ મોટાભાઈ કહેતી રહેતી. એક દિવસ મનીષાના સાસુનીતબિયત બગડતાં એમને હોસ્પિટલમાં લઈ ગયાં જોડે મનીષા અને જેઠાણી અને રજની હતાં. જેઠને તો આજે ગાંધીનગર સચિવાલયમાં એક મીટીંગ હતી તો એ ત્યાં હતાં.
છોકરાઓ ઘરે એકલાં હતાં. ધરા એની બહેન સારાને કહીને કેતન જોડે રમવા ગઈ. કેતન એના રૂમમાં લેપટોપ પર ગેમ રમતો હતો એણે ધારાને જોઈ અને નજીક બોલાવી ચોકલેટ આપી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં રહેલું ટીવી ચાલુ કરી અવાજ વધારી દીધો અને ધારાને પકડીને એનાં મો પર રૂમાલ બાંધી અને અમાનવીય અઘોર કુકર્મ કર્યું.. ધારા તો છટપટાતી રહી. એ તો નવ વર્ષની હતી એની તાકાત પણ શું ?
એક કલાક ઉપર થયો ધારા પાછી ના આવી એટલે સારા શોધતી આવી અને દરવાજો ખખડાવ્યો. કેતને દરવાજો ખોલી ધમકી આપી જો કોઈને કહીશ તો તારી પણ આનાથી ખરાબ હાલત કરીશ અને પપ્પાને કહી તમને જેલમાં મોકલી દઈશ.
વધુ આગળ વાંચો આવતાં અંકમાં...